Brahmarakshas - 6 in Gujarati Horror Stories by Jignya Rajput books and stories PDF | બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 6

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 6

“શાયદ ઓરડામાં હશે હું બોલાવી આવું.” કાલિંદી એ કહ્યું.

“ના તું અને શ્રેયા નાસ્તો કરો હું બોલાવી આવું.”



વિરમસિંહ પોતાના ઓરડા તરફ આગળ વધ્યાં.

“આજે તો હું નંદિની ને સચ્ચાઈ કહી જ દઉં. આજે નહિ તો કાલે તેને ખબર તો પડવાની જ છે જેટલી વહેલા ખબર પડે તેટલું સારું.. મનમાં હિંમત રાખીને વિરમસિંહ ઓરડામાં પ્રવેશ્યા ત્યાં તો નંદિની ની હાલત જોઈને વિરમસિંહ ની આંખો પહોળી થઈ ગઈ.

“નંદિની........”


“આતો પપ્પા નો અવાજ હતો.” વિરમસિંહે એટલી જોરથી બૂમ પાડી કે બહાર નાસ્તો કરી રહેલી કાલિંદી અને શ્રેયા અચાનક નંદિની ના ઓરડા તરફ ભાગ્યાં.


મમ્મી... મમ્મી શું થયું ? કાલિંદી બહારથી જ બૂમો પાડીને આવી રહી હતી. કાલિંદી જેવી નંદિની ના રૂમમાં ઢળી કે વિરમસિંહે નંદિની ના હાથમાં રહેલો એ કાગળ પોતાના ખિસ્સામાં મૂકી દીધો. કાલિંદી તેની મમ્મી પાસે દોડતી આવી તેની મમ્મી જમીન પર બેહોશ થઈને પડી હતી.


“ પપ્પા શું થયું મમ્મીને ? હમણાં તો અમને ઓરડામાં બોલાવા આવી હતી નાસ્તા માટે અને આ અચાનક કંઈ રીતે બન્યું ” નંદિનીની એવી હાલત જોઈને તેની બેટી કાલિંદી એ કહ્યું.


“મને પણ ખબર નથી બેટા, હું જ્યારે ઓરડામાં આવ્યો ત્યારે નંદિની બેહોશ હાલત માં હતી.”


“ પપ્પા ડોક્ટરને જલ્દી ફોન કરો.”

“ હા ગામના એક વૈદ્ય છે તેમને ફોન કરીને બોલવું.” વિરમસિંહ પોતાનો ફોન ખિસ્સામાં થી કાઢવાં જાય છે ત્યાંજ એ પોતાના ખિસ્સામાં રહેલો કાગળ નીચે પડી ગયો.


વિરમસિંહે તરજ જ તે કાગળ પોતાના ખિસ્સામાં મૂકી દીધો. કાલિંદી તો તેની મમ્મી પાસે બેઠી હતી એટલે તેનું ધ્યાન તે કાગળ તરફ ના ગયું. પણ શ્રેયા એ કાગળ ને જોઈ લીધું અને વિરમસિંહે જે રીતે એ કાગળને કોઈ જોઈ ના લે એમ જલ્દી થી પોતાના ખિસ્સામાં મુક્યું હતું. એટલે શ્રેયા ને વધુ શંકા ગઈ. તે કાગળ પર.


જેની ઉપર લખેલું હતું....

જન્મકુંડળી

કન્યા:- કાલિંદી ( રોહિણી નક્ષત્ર)


પણ તે કાલિંદી ના નામ ની નીચે એક નામ લખેલું હતું. તેને જોઈને શ્રેયા ના તો હોશ ઉડી ગયા.

ભૈરવી...


આ એજ ભૈરવી તો નહિ હોય ને જે કાલિંદી ના સપનામાં આવતી હતી. અને જો એજ હશે તો કાલિંદી ના જન્મકુંડળી માં તેનું નામ કેમ ? જન્મકુંડળી માં તો મમ્મી પપ્પાનું જ નામ હોય.. આ વાત શ્રેયા એ મનમાં લાવતા તો લાવી દીધી પણ તેની સાથે કેટલાય પ્રશ્નો ઉભા થાય.


“તેમનો નંબર હું લેવાનો ભૂલી ગયો.” વૈદ્યનો નંબર ફોન માં ના મળતા વિરમસિંહે ચિંતાતુર બની ને કહ્યું.


“ ઓકે હું બોલાવી આવું તેમને તે ગામમાં જ હશેને.” શ્રેયા એ પોતાના ખ્યાલોમાં થી પાછા વળતાં કહ્યું.

હાં હું પણ આવું તારી સાથે. પેલા તું અહી આવ મમ્મીને પલંગ પર સુવાડી દઈએ. શ્રેયા,કાલિંદી અને વિરમસિંહે નંદિની ને પલંગ પર સુવાડી દીધી.


“પપ્પા તમે મમ્મી પાસે જ રહેજો. હું અને શ્રેયા ગામમાં જઈને વૈદ્ય ને બોલાવી લાવીએ.” કાલિંદી આટલું બોલીને જલ્દીથી ઓરડાની બહાર નીકળી ગઈ. શ્રેયા ધીમે ધીમે કાલિંદી ની પાછળ ચાલતી હતી. જાણે કે તેના પગ ઉપર કોઈ ભારે ઈજા ના પહોંચી હોય.


“ શ્રેયા જલ્દી ચાલ ને યાર વૈદ્ય ને ગોતવામાં જ સમય લાગી જશે. અને જો સમય ના અભાવે મમ્મીને....” કાલિંદી બોલતી બોલતી અટકાઇ ગઈ. તે ઝડપ થી પોતાના પગ ઉપાડી રહી હતી. શ્રેયા એ પણ હાલ માટે બધી વાતો માંથી પોતાનું ધ્યાન ખસેડતા પોતાના પગો ઉપર જોર દીધું. તે પણ હવે કાલિંદી ની જેમ ઝડપમાં ચાલી રહી હતી.


કાલિંદી પોતાના પગોની ઝડપ વધારી રહી હતી અચાનક નિવાસસ્થાન ની બહાર જ્યારે તે પગ મૂકવાનું કરે છે ત્યારે તે પોતાના પગોનું સંતુલન ગુમાવી બેસે છે.


“ મમ્મી....” અચાનક જમીન પર પડી ગયેલી કાલિંદી ના મોમાં થી શબ્દો ખરી પડ્યા.

“ કાલિંદી સાંભળીને...” કાલિંદી ને પડી જતાં જોઈને શ્રેયા એ કહ્યું.


કાલિંદીએ પોતાની જાતને સંભાળતી પોતાની નજર સામે કરી તો તેની આંખોની સામે બે પગ નજર આવી રહ્યા હતા. કાલિંદી એ પોતાની નજર એ પગથી લઈને મોઢા સુધી કરી. મોઢા પાસે આવતાં કાલિંદી ની આંખો તે ચહેરા સામે એકીટશે જોવા લાગી.


શ્રેયા અચાનક દોડી અને કાલિંદી ને ઊભી કરી. કાલિંદી ની આંખોની સામે એક વૃદ્ધ દાદા ઉભા હતા. એજ રંગ, રૂપ અને શરીરે ભસ્મ ચોળીને ઉભેલા એ અઘોરી ને જોઈને કાલિંદી ને એ કાલની રાતે ઉદયપુર થી અમરાપુર આવતાં રસ્તામાં જે દાદા મળ્યા હતા તે યાદ આવ્યાં. ત્યારે તે દાદા ગાડી થી દૂર હતા એટલે કાલિંદી તેને સહેલાઈથી જોઈ શકી નહિ. પણ આજે આટલી નજીક થી તેમને જોતા અને તેમના ચરણ સ્પર્શ કરતાજ કાલિંદી ને એક નવો જ અનુભવ થયો. જાણે કાલિંદી ને તેમની સાથે વર્ષો નો નાતો ના હોય.


“કાલિંદી શું જોઈ રહી છે આમ, જલ્દી ચાલ નંદિની આંટી ની તબિયત હજુ પણ ખરાબ છે.” કાલિંદી ને આમ અઘોરી તરફ એકીટસે જોઈને શ્રેયા એ સમય નું ભાન કરાવવા કહ્યું.


કાલિંદી એ અઘોરી ઉપરથી પોતાની નજર હટાવી અને શ્રેયા ની સાથે નિવાસસ્થાન ની બહાર નીકળી ગઈ. જતાં જતાં કાલિંદી એ એક નજર અઘોરી તરફ કરી.


“મળશે એ બધાજ સવાલોના જવાબ

બસ તું હિંમત ના હાર,

રાખ તું વિશ્વાસ માં કાળી ઉપર

તુજ છે એ કાળને કાપવા વાળી.”


એ અઘોરી ના આ શબ્દો કાલિંદી ના કાન માં પડતાજ કાલિંદી એ તેમની તરફ જોયું તેમની આંખોમાં કેટલા રહસ્યો છુપાયેલા હતા. એ અઘોરી ની આંખો ઘણું બધું કહેવા માંગતી હતી પણ કંઈ ના શકી. કાલિંદી અને શ્રેયા ગામ તરફ આગળ વધ્યા.


અઘોરી એ વિરમસિંહ ના નિવાસસ્થાન માં પ્રવેશ કર્યો. બહારથી ગામ લોકો નો અવાજ સાંભળતાં જ વિરમસિંહ ઓરડા માંથી બહાર આવ્યા તેમની આંખો માં વેદના ભરેલા આંસુ હતાં. અઘોરી એ તેમની આંખો માં જોતાજ જાણી લીધું કે કઈક અજુગતું બનાવ બન્યો છે.



વિરમસિંહે તેમની પાસે આવીને બધીજ વાત કહી દીધી. વિરમસિંહ ની વાણી માં દુઃખ વર્તાઈ રહ્યું હતું.


અરે એ તો આજે નહિ તો કાલે તેમને ખબર પડવાની જ હતી. મા કાળી જે કર્યું એ સારા માટેજ કર્યું હશે. તમે ચિંતા ના કરો. તમારા પત્નીને હું એક જડીબુટ્ટી આપું તે તેમના નાક નજીક રાખજો જેની સુગંધ તેમના શ્વાસોમાં ભળતાજ તેમને હોશ આવી જશે.



“હા પણ પેલા કાલિંદી ને ફોન કરી ને જાણ કરી દઉં કે જડીબુટ્ટી મળી ગઈ છે.” વિરમસિંહે પોતાનો ફોન ખિસ્સામાં થી કાઢતાં કહ્યું.


“ના તેમને જવા દો. મા કાળી નો સંદેશો આવ્યો છે તેમને. કાલિંદી ખુદ તેના રહસ્ય તરફ જવા માંગે છે તેને ના રોકશો.” અઘોરી એ કાલિંદી ને પાછી ના બોલાવવા માટે વિરમસિંહ ને કહ્યું.


વિરમસિંહ પોતાના ઓરડામાં જડીબુટ્ટી લઈને જાય છે. પોતાના બંને હાથો વડે તે જડીબુટ્ટી ને પીસીને નંદિની ના નાક આગળ રાખી. જડીબુટ્ટી ની એટલી બધી તીવ્ર તીખી સુગંધ આવતી હતી કે વિરમસિંહ નું નાક બળવા લાગ્યું. વિરમસિંહે પલંગ ની બાજુ માં રહેલા ટેબલ ઉપર જડીબુટ્ટી ને મૂકી ને બહાર પાણી લેવા ગયા.


નંદિની ભાન માં આવશે તો હું શું જવાબ આપીશ ? કાલિંદી અને ભૈરવી નું રહસ્ય તેની સામે તો આવી ગયું પણ હવે આગળ શું થશે ? મનમાં કેટલાય વિચારોની માયાજાળ સાથે વિરમસિંહ ઓરડા માંથી બહાર આવ્યા. રસોડામાંથી પાણી લઈને બહાર આવ્યા ત્યાંજ એક અવાજ સંભલાણ્યો......


“ કાલિંદી........”




શું જડીબુટ્ટી ની શોધમાં ગયેલી કાલિંદી પોતાના ભૂતકાળના રહસ્યોને સાથે લઈને આવશે ??



બધાજ રહસ્યો જાણવા માટે બન્યા રહો “બ્રહ્મરાક્ષશ :- તાંડવ એક મોતનું! ધારાવાહિક ઉપર..