Prem - Nafrat - 106 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૧૦૬

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ - નફરત - ૧૦૬

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૦૬

ઘણા વર્ષો પછી મીતાબેન એ સ્ત્રીને જોઈ રહ્યા હતા. એને લખમલભાઈ ઓળખતા હશે એનો મીતાબેનને અંદાજ ન હતો. અને એ એમની મુલાકાત માટે કેમ લઈ આવ્યા હશે એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ હતી. રચનાને મીતાબેનના ચહેરાના ભાવ પરથી થોડો ખ્યાલ આવી ગયો કે એ એમને ઓળખે છે. મીતાબેન નવાઈથી પૂછવા લાગ્યા:તમે લતાબેન તો નહીં?’

હા, અને તમે મીતાબેન જ છો ને?’ લતાબેને પણ મીતાબેનને ઓળખી લીધા:આવો, આવો... લખમલભાઈ આવો...

બધા જ અંદર પ્રવેશ્યા પછી લખમલભાઈ બોલ્યા:મીતાબેન, તમે લતાબેનને કેવી રીતે ઓળખો છો?’

હું એક- બે વખત જ એમને મળી છું. પણ એમની સાથે એક વખત લાંબી વાત થઈ હતી એટલે યાદ રહી ગયા છે. હું ઘણી વખત રણજીતલાલને ટિફિન આપવા જતી હતી ત્યારે આ લતાબેન સાથે બે-ત્રણ વખત મુલાકાત થઈ હતી. એ પણ એમના પતિને ટિફિન આપવા આવતા હતા. અમે ગેટ પર ટિફિન આપીને ઘણી વાતો કરી છે. પણ લતાબેન, તમે અહીં ક્યાંથી?’

આ લખમલભાઈની મહેરબાની છે. બાકી અમારી અડધી જિંદગી તો દુ:ખમાં જ ગઈ હતી. આ તો અચાનક મારી એમની સાથે મુલાકાત થઈ અને એમને મારા પતિના મોત વિષે કહ્યું ત્યારે એ બહુ ચોંકી ગયા અને કંપનીમાં કશું ખોટું થતું હોવાની ગંધ આવી ગઈ હતી. મારા પતિ શક્તિસિંહે પણ કંપનીમાં જીવ ગુમાવ્યો હતો... બોલતાં બોલતાં લતાબેનનો અવાજ ભરાઈ ગયો.

મીતાબેન, તમે રણજીતલાલ અને દેવનાથભાઈના મોતની વાત કરી એ રીતે શક્તિસિંહે પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો. મને કંપનીમાં ખોટું ચાલતું હોવાની શંકા પડી હતી પણ કોઈ ઝડપાતું ન હતું. હું સાવધ થઈ ગયો હતો એટલે એ લોકો પણ સાવધાનીથી પોતાનું કામ કરતા હતા. પણ લતાબેને મને રૂબરૂ મળીને ફરિયાદ કરી ત્યારે મેં સઘન તપાસ હાથ ધરી અને મને મેનેજરની કાળી કરતૂતોની ખબર પડી એટલે છટકું ગોઠવીને એને પકડી પાડ્યો ત્યારે એણે કંપનીમાં પોતાનું રાજ રાખવા કેવા ખૂની ખેલ ખેલ્યા હતા એની કબૂલાત કરી દીધી હતી. લતાબેનના પતિ શક્તિસિંહ કદાચ એમના છેલ્લા શિકાર હતા. આ રીતે અનેક મજૂરોની એમણે પોતાના સ્વાર્થ માટે હત્યાઓ કરી હતી અને માહોલ એવો ઊભો કર્યો હતો કે અમે એમાં સામેલ છીએ. અમે વધુ પડતો વિશ્વાસ મેનેજર પર મૂકી દીધો હતો અને એની વાતોને સાચી માની લેતા હતા. આ લતાબેન મને ઘરે આવીને ના મળ્યા હોત તો મને ક્યારેય મેનેજરના ખેલની ખબર પડી ના હોત. લતાબેનને એણે અનેક વખત કંપનીમાંથી હડધૂત કરીને કાઢી મૂક્યા હતા. મને આવી જે પણ વ્યક્તિઓ વિષે ખબર પડી એમને મારાથી થાય એટલી મદદ કરી છે. એમને સારા ઘરમાં રહેવાની વ્યવસ્થા કરવા સાથે ઘરખર્ચ પણ વર્ષો સુધી ઉઠાવ્યો છે... લખમલભાઈએ વાત પૂરી કરી.

ઓહ! તો મેનેજરની બધી કરતૂત હતી... આ તો તમે સારા કહેવાય કે જાણકારી મેળવી અને એમની સંભાળ લીધી. મીતાબેન અફસોસ વ્યક્ત કરી રહ્યા.

હા, મને અફસોસ છે કે હું સતર્ક ના રહ્યો અને અનેક પરિવારોએ ભોગવવાનું આવ્યું. લખમલભાઈ દિલગીરી વ્યક્ત કરી રહ્યા.

તમે જાગ્યા ત્યારથી સવારની જેમ અમારા બધાની સંભાળ લીધી એનું અહેસાન અમે ક્યારેય ભૂલી શકીશું નહીં. તમારી મદદ થકી જ અમારા બાળકો ભણી-ગણીને નોકરીએ લાગી ગયા પછી અમે તમારી સહાય બંધ કરી દીધી. તમારો ઉપકાર ક્યારેય ભૂલી શકીશું નહીં... બોલતી વખતે લતાબેનની આંખમાંથી ગંગા- જમના વહેવા લાગી હતી.

બહેન, હું આ મીતાબેન અને એમની પુત્રીને એ જ બતાવવા લાવ્યો છું. રણજીતલાલ ગુમાવ્યા એનો અફસોસ હતો... લખમલભાઈએ આખરે પોતે ગુનેગાર ન હોય એમ પુરાવો રજૂ કરી દીધો હોવાનો સંતોષનો ઓડકાર ખાધો.

અચાનક રચનાને યાદ આવ્યું કે લખમલભાઈએ એને કંપનીની ડિરેક્ટરની રૂએ પણ મા માટે બંગલો ફાળવ્યો હતો. મતલબ કે એ બંગલો મને નહીં મારી માને જ આપ્યો હતો. ત્યારે એ પોતાના ગુનાથી પીડાતા હતા? તો શું એ આ નાટક કરી રહ્યા છે? અસલી ગુનેગાર એ જ છે?

ક્રમશ: