Gurugyan in Gujarati Motivational Stories by shivaay sinh rajput books and stories PDF | ગુરુજ્ઞાન

Featured Books
  • ખજાનો - 36

    " રાજા આ નથી, પણ રાજ્યપ્રદેશ તો આ જ છે ને ? વિચારવા જેવી વાત...

  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

Categories
Share

ગુરુજ્ઞાન

ગુરુ વગર નું જ્ઞાન નકામું.

જય ભોલેનાથ... જય દ્વારિકાધીશ... જાય શ્રી રામ...

આપનો ભારત દેશ એ ગુરુ નો છે. આપણા વડીલો કહે છે કે ગુરુ વગર નું જીવન નકામું છે ગુરુ વગર નું જ્ઞાન નકામું છે. આપણા ઇતિહાસ કહે છે જયારે અખંડ ભારત હતું ત્યારે બીજા દેશ ના લોકો ભણતર ની શોધ ખોડ કરી રહીયા હતા ત્યારે આપણા ભારત દેશ માં ગુરુકુલો ચાલતા હતા. 

એટલા માટે તો આપણા દેશ માં ગુરુ ને સૌથી મોટું સ્થાન આપવા માં આવ્યું છે.

૧ ) આપણા જીવન ના પહેલા ગુરુ આપણા માતા-પિતા હોઈ છે
૨ ) ત્યાર બાદ આપણા ભગવાન આપણા ગુરુ તરીકે સ્થાન આપવા માં આવે છે.
૩ ) ત્યાર બાદ આપણા આપણે નિશાળ માં આપણે ભણાવતા ગુરુ ને સ્થાન આપીયે છે.

ગુરુ શિષ્ય પરંપરા એ આપણા રાષ્ટ્ર અને સંસ્કૃતિની વિશિષ્ટ વિશેષતા છે. ગુરુ એ છે જે આપણામાંથી અજ્ઞાન દૂર કરે છે. આપણા શિક્ષકો આપણા ગુરુ છે. આપણા શિક્ષકોના ચરણો ના આશીર્વાદ લેવા માટે અને ગુરુદેવ ને પ્રણામ અર્પણ અર્પણ કરવા ગુરુપૂર્ણિમાના શુભ દિવસે શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરીયે છે. 

ગુરુ નો મતલબ

" ગુ " નો અર્થ થાય છે " અંધકાર " અને " રુ " નો અર્થ થાય છે " દૂર કરવું ".

આપણા જીવનમાં ત્રણ ગુરુઓ

1) માતા-પિતા

આપણા માતા પિતા આપણને બાળપણમાં બધું શીખવે છે. આપણને સાચા અને ખોટા વિશે જાગૃત કરે છે.

સવારે વહેલા ઊઠીને પૃથ્વી માતા પિતા ને પ્રણામ કરવા. ત્યાર બાદ શ્લોકનો પાઠ કરવો

" કરાગ્રે વસતે લક્ષ્મી કર મધ્યે સરસ્વતી
કરમૂલે તૂ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ "

આપણા વડીલો ને માં સન્માન આપવું વડીલો ની આજ્ઞા નું પાલન કરવું એ આપનો પહેલો ધર્મ છે.

રોજ સાંજે " શુભમ કરોતિ " નો પાઠ કરવો. દીવો પ્રગટાવવા થી અંધકાર દૂર થાય છે.

આપણા મહેમાનોનું સ્વાગત કરવું. કારણ કે ભગવાન આપણા ઘરે મહેમાન સ્વરૂપે આવે છે. આપણા માતા-પિતા આપણને આ બધી બાબતો કહેતા હોવાથી તેઓ અમારા પ્રથમ ગુરુ છે. એટલા માટે આપણે દરરોજ તેમનો આદર અને પ્રણામ કરવા જોઈએ. રોજ તમારા માતા-પિતાના ચરણ સ્પર્શ કરવા જોઈએ.

2) શિક્ષકો

આપણા શિક્ષકો જે આપણને શ્રેષ્ઠ માનવી બનાવવા માટે ઘણું બધું શીખવે છે તે આપણા બીજા ગુરુ છે. આપણા શિક્ષકો અમને વિવિધ વિષયોનું જ્ઞાન આપે છે. આપણને તેમની વાર્તા શીખવે છે જે આપણા દેશભક્તિને જાગૃત કરે છે. આપણને જીવનનો વ્યાપક દૃષ્ટિકોણ આપે છે.

આપણે આપણા રાષ્ટ્ર માટે જીવવું જોઈએ, આપણા માટે નહીં. આપણને મહાન ક્રાંતિકારીઓ શહીદ ભગતસિંહ , રાજગુરુ , સુખદેવ વગેરે જેવા ક્રાંતિકારીઓ ની જ્ઞાન આપે છે જેમણે રાષ્ટ્ર માટે પોતાનો જીવ આપી દીધો. આપણને શીખવે છે કે “ બલિદાન એ આપણા જીવનનો આધાર છે ” " બલિદાન " નો ગુણ ધરાવતા બાળકો જ રાષ્ટ્રનું રક્ષણ કરી શકે છે.

આપણા શિક્ષકો આપણને નિઃસ્વાર્થ વલણ સાથે વિવિધ વિષયો શીખવીને પ્રગતિના પંથે લઈ જાય છે. શિક્ષકો આપણને વિવિધ ભારતીય ભાષાઓ શીખવે છે અને આ રીતે આપણી માતૃભાષાનું ગૌરવ જાગૃત કરે છે. પવિત્ર ગ્રંથો ,  વેદ મંત્ર જેમ કે રામાયણ , મહાભારત , ભગવદગીતા , ઋગ વેદ , યજુ વેદ , સામ વેદ , અથર્વ વેદ વગેરેના અભ્યાસની પણ રુચિ પેદા કરે છે. આપણને આપણા સંતોનો પરિચય કરાવે છે. સામાજિક વિજ્ઞાન અને અર્થશાસ્ત્ર જેવા વિષયો પણ શીખવે છે અને અમને જાગૃત કરે છે. જે સમાજમાં રહીએ છીએ તેના ઋણી છીએ. અર્થશાસ્ત્ર દ્વારા તેઓ આપણને ભ્રષ્ટ માધ્યમ થી નહીં પણ ન્યાયી માર્ગે પૈસા કમાવવાનું શીખવે છે. કેટલાક બાળકો તેમના શિક્ષકોની મજાક ઉડાવે છે. આ એક પાપ છે.

3) આધ્યાત્મિક ગુરુ

આધ્યાત્મિક ગુરુ આપણને આપણા જીવનનો સાચો અર્થ જણાવે છે. 

આધ્યાત્મિક ગુરુ આપણા ત્રીજા છે. જેમ કે શ્રી કૃષ્ણ , શ્રી અર્જુન , શ્રી રામકૃષ્ણ પરમહંસ , શિવાજી મહારાજ આપણા રાષ્ટ્રની વિશિષ્ટતા છે.

આધ્યાત્મિક ગુરુ આપણી સાચી ઓળખ આપણને બતાવે છે. આનંદ મેળવવાની એક સરળ રીત વ્યક્તિત્વની ખામીઓ દૂર કરવી. આપણા અહંકારને કારણે આપણે આપણી જાતને ભગવાનથી અલગ માનીએ છીએ તેથી જ આપણે જીવનમાં હંમેશા નાખુશ રહીએ છીએ. જો કોઈને કોઈના જીવનમાં આધ્યાત્મિક ગુરુ જોઈએ છે, તો વ્યક્તિએ પોતાના જીવનમાં પ્રાર્થના, કૃતજ્ઞતા અને ભગવાનના નામનો જાપ કરવો જોઈએ.

આપણે કોઈ પણ કાર્ય હાથ ધરીએ ત્યારે આપણે ભગવાન નો આભાર વ્યક્ત કરવો અને પ્રાર્થના કરવી જોઈએ. એ કામ વધુ સારી રીતે કરવા માટે ભગવાન , ગુરુની કૃપા પ્રાપ્ત કરવા માટે આપણે દરરોજ જે ભૂલો કરીએ છીએ તે લખવી જોઈએ અને તે ભૂલો પાછળનું મૂળ કારણ શોધવાનો પ્રયાસ કરવો જોઈએ.

ચાલો આપણે ઈશ્વરના ચરણોમાં આભાર વ્યક્ત કરીએ અને તેમને પ્રાર્થના કરીએ કે આપણે જે સૂત્ર સમજીએ છીએ તેને અમલમાં લાવવામાં મદદ કરે.

જય માં સરસ્વતી...

જય હિન્દ... વંદે માતરમ... ઇંકલાબ જીંદા બાદ...