આપણે આગળ જોઈ ગયા કે વિવાદ ઉગ્રતા ઘરે છે...સુનંદાબહેન એકના બે થતા નથી...પરંતુ પ્રધ્યુમ્ન અડગ હોય છે..
હવે આગળ...
સુનંદાબહેન: હુ એવુ માનુ છું કે છોકરીઓએ મર્યાદા રાખવી જોઈએ કંઈ હા ના થાય તો છોકરી ઉપર આંગળી ચિંધાય... એના મમ્મી પપ્પા પણ હાથ જોડી રહેલા કે બેટા, આવુ ન કર આ ખોટું છે... છતાંય એ એના પપ્પાની વાત નોહતી માની રહી તો એ આપણી શુ ખાક માનશે??
મનોહરભાઈ: મને ખબર છે તારા મનની વ્યથા દરેક પુરૂષને ગમે કોઇ છોકરી સામેથી રહેવા આવે તે...
પ્રધ્યુમ્ન: પપ્પા તમે આ શુ બોલો છો?તમારી વાત પરથી એ મતલબ થયો કે તમને તમારા સંસ્કાર અને ઉછેર પર ભરોસો નથી રહ્યો.
મનોહરભાઈ: એ...જ...ને આજકાલના છોકરાઓ છોડીઓ જોઈ નથી ને પાગલ થયા નથી...શુ થશે આજકાલના છોકરાઓનું...ઘૈડિયા સાચુ કહેતા હતા કે છોકરીઓ માથે નહાતી થાય ને છોરાઓને મુછ ફૂટે એટલે મા બાપે ચેતી જાવું...સિયા પર પણ આપણે ધ્યાન રાખવું જોઈતુ હતું....
"ઘરમાં વિવાદ થાય છે.
આ વિવાદમાં મનોહરભાઈ પણ પોતાનું મંતવ્ય રજુ કરે છે પરંતુ પ્રધ્યુમ્નને તો બસ એક જ મિઠાઈ ભાવી છે જે છે શ્રેયા...તેના સિવાય સંસાર ખારો...
હવે ઝુનુન આગળ કેવો કરિશ્મા દેખાડે છે?
પ્રધ્યુમ્ન: પપ્પા તમે જે કહો એ... તમારી રીતે સાચા છો પરંતુ આમ જોઈએ તો શ્રેયા ખોટી નથી.
સુનંદાબહેન : લ્યો... બોલો હવે પેલી છોકરી તો આવી નથી ને ભાઈની વકાલત ચાલુ... બહુ કરી આ છોકરાએ... આને તો માણસની ભાષા એ પ્રેમની જો એ ન સમજાય તો એ નકામું છે.
પ્રધ્યુમ્ન: તારે જે સમજવું હોય એ સમજ જીજાજીની બહેન માટે મને ઈજ્જત છે પણ મેં એને એ નજરે નથી જોઈ...
સુનંદાબહેન: શું કમી છે વૃષ્ટિમાં??
પ્રદ્યુમ્ન: મમ્મી તારી સાથે વાત કરવી જ બેકાર છે...
સુનંદાબહેનને શ્રેયા બીજી કાસ્ટ ની અને સ્પષ્ટવક્તા હોવાથી પ્રોબ્લેમ હતો... પ્રધ્યુમ્નના લગ્ન વૃષ્ટિ જોડે લગ્ન કરવાની જીદ તેમને પકડી...
પરંતુ પ્રધ્યુમ્ન એકનો બે ન થયો.
રાત્રીનો સમય હતો ગરમીનો માહોલ છે. ગરમીના કારણે સૌ કોઈની ઊંઘ ઉડી ગયેલી.અને આ અવાજ સૌને અકડાઈ રહેલો.
સૌ કોઈ આ ઝગડાથી અકડાઈ રહેલું પરંતુ શું કરે એક બાજુ મા બાપ તો બીજીબાજુ પ્રેમ હતો.આ ઘડી દરેકના જીવનમાં આવે છે. નિર્ણય બહુ અઘરો પડે છે કે એકની પસંદગી કેમ કરવી એ હાલતથી પીડિત પ્રધ્યુમ્નને ન ઊંઘ આવતી કે ન ભુખ લાગતી...
પરંતુ દિવસ રાત તો એમનું કામ કરી.રહેલા ન તો કોઈથી રોકાય...
સવાર પડી ગઈ... પરંતુ પ્રધ્યુમ્નને ન ભૂખ લાગતી કે ઊંઘ આવતી કે ન કંઈ સુજતુ....
આમને આમ પ્રધ્યુમ્નનો સ્વભાવ ચિડિયો બની ગયેલો.
પ્રધ્યુમ્ન મિટિંગ માટે ગયો.
આડોશ પાડોશના લોકો પણ સુનંદાબહેનને એક વાત પુછતા "મહેમાન આવ્યા હતા તો જવાબ મળ્યો??
સુનંદાબહેન: એ છોકરી નોહતી બરાબર...
આડોશપડોશી: અમને તો કંઈ ખરાબી ન લાગી છોકરીમાં કોઈ ખરાબી નથી...
સુનંદાબહેન: એ જેવી દેવાય તેવી સરળ નથી.
પાડોશી: એટલે શું કહેવા માંગો છો તમે??
સુનંદા: એટલે કે એમ લગ્ન પહેલા કોણ લીવઈન મા રહેવાની શરત મૂકે??
પડોશી: હા,,, એ પણ તો છે. ના જ મૂકે અમારા સમયમાં તો થનારા પતિ જોડે લગ્ન પહેલાં રહેવું એ પણ પાપ કહેવાતું...
પરંતુ આજકાલની પેઢીએ તો માનો કે લાજ શરમ વેચી ખાધી છે...
સુનંદાબહેન: છોકરાઓ તો ન સમજે પરંતુ આજકાલની છોકરીઓ જ તો ક્યાં કોઈ મા બાપની ઈજ્જતનો ખ્યાલ છે.
વધુમાં હવે આગળ...
વધુમાં હવે આગળ...