Besharm Ishq - 13 in Gujarati Fiction Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | બેશર્મ ઈશ્ક - ભાગ 13

Featured Books
Categories
Share

બેશર્મ ઈશ્ક - ભાગ 13

બેશર્મ ઈશ્ક ભાગ:13

આપણે આગળ જોઈ ગયા કે પ્રધ્યુમ્ન અને શ્રેયાના વિચારો મળતા હોય છે.સુનંદા બહેનની ઈચ્છા એ હોય છે કે પ્રધ્યુમ્નનના લગ્ન સિયાની નણંદ વૃષ્ટિ સાથે થાય માટે તે શ્રેયાને તિરસ્કારની નજરે જુએ છે...પ્રધ્યુમ્ન અને શ્રેયાનુ રિલેશનશિપ કેવું રહે છે તે હવે આગળ જોઈએ...

હવે આગળ...
આ વાતને અઠવાડિયુ થઈ ગયું.બંન્ને પોતાના કામમાં પરોવાઈ ગયા.પરંતુ ફોન કોન્ટેક્ટ તો વધતા જ રહ્યા સાથે સબંધો પણ મજબૂત બન્યા.
શ્રેયાથી વાતવાતમાં પુછાઈ ગયું કે,
શ્રેયા: શું વિચાર્યું?
પ્રધ્યુમ્ન: શું શું વિચાર્યું?
શ્રેયા: હું મજાકના મૂડમાં જરાય નથી.તું જે હોય તે સાચું કહે, મને ગોળ ગોળ ન ફેરવ...
પ્રધ્યુમ્ન: શું બોલે છે? શ્રેયા તને વિશ્વાસ નથી કે શું મારા ઉપર???

શ્રેયા: વિશ્વાસ હોય પરંતુ સમય સંજોગ આપણને અલગ ન કરે દે....

પ્રધ્યુમ્ન: અરે,,, શ્રેયા તુ જે હોય તે ચોખવટ કરી કહે મને તુ શું કહેવા માંગે એ કંઈ નથી સમજાતુ....

એકાએક સુનંદાબહેન આવી ગયા.

પ્રધ્યુમ્ન: એક મિનિટ શ્રેયા...

શ્રેયા: મારી વાતનો જવાબ આપ...

પ્રધ્યુમ્ન: મમ્મી આવી છે ફોન મૂકુ.

શ્રેયા: એમ કેમ ફોન મૂકે છે ???
જ્યારે હું તને પ્રશ્ન પુછુ ત્યારે વાત ટાળે છે...તુ મારી જોડે લગ્ન કરવા માંગે છે?

પ્રધ્યુમ્ન: તને કેમ એવું લાગે છે,, કે હું ખોટું બોલું છું તને શું વિશ્વાસ નથી કે શું મારા ઉપર??

સુનંદાબહેન: તને... ક્યારનીય રાડો પાડુ છું... ચાલ જમવા... ઠંડુ થઈ જાય છે...

પ્રધ્યુમ્ન: મને નથી ભૂખ,,, તમે જમી લો...

સુનંદાબહેન: એમ કેમ ભૂખ નથી... કંઈ નાસ્તો નથી કર્યો તે...

પ્રધ્યુમ્ન: મમ્મી હું નથી નાનો હું મારો ખ્યાલ રાખી શકું છું...

સુનંદાબહેનને આ વાક્ય શૂળની જેમ ભોકાઈ રહેલું...

સુનંદાબહેન: તુ તો મોટો થઈ ગયો છે... એ તો મને ખબર જ નો'હતી.લગ્ન જેવા નિર્ણય પણ જાતે લે...

પ્રધ્યુમ્ન: મમ્મી હવે વધારે થયું,આ શુ ટૈવ પડી છે તને અને પપ્પાને પોતાની વાત મનાવવાની...??

સુનંદાબહેન: બેટા,,,શ્રેયા નથી યોગ્ય તારા માટે...

પ્રધ્યુમ્ન: તુ કયા દાવા પર કહી શકે?મમ્મી કે એ નથી બરાબર???તારી પાસે કોઈ સબૂત ખરો??એમનેમ કોઈને ખરાબ ન કહેવાય???

સુનંદાબહેન: એ છોકરી કેટલી ખરાબ છે?કેટલી બેશરમ બની રહેલી ન કોઈ વાત કરવાની સભ્યતા ન શરમ લાજ...ખબર નથી પડતી કે તુ એનામાં શું જોઈ બેઠો છે??

પ્રધ્યુમ્ન: આ તુ મમ્મી કેવી છો સાવ પોતાના છોકરાની પણ ખુશી નથી જોઈ શકતી??

સુનંદાબહેન: એ છોકરી જોયું નહીં કેટલી બેશરમ હતી...

પ્રધ્યુમ્ન: બેશરમ...બેશરમ... શબ્દ સાંભળીને હું હવે પાકી ગયો છું... તને એવી તો શું ખરાબી લાગી? શ્રેયામા???અને હા તારી માણસ ઓળખ શક્તિ તો બાકી માનવી પડે હો...

સુનંદાબહેન: એ છોકરી.... નથી બરાબર... એ છોકરી જો આપણા ત્યાં લગ્ન કરીને આવી તો ઘરનો રહાતાડ વાળી દેશે...

પ્રધ્યુમ્ન: તો મમ્મી મારે શું કરવું તુ કહે તો???

સુનંદાબહેન: તારી બહેન સિયાની નણંદ કેટલી સમજુ અને સંસ્કારી છે... એનામાં શું ખામી છે ? કે તુ એને છોડીને આમાં શું જોઈ પડ્યો??

પ્રધ્યુમ્ન: મમ્મી સંસ્કારનો દેખાડો ન હોય...એ તો અંદરથી ઉપજેલા હોય અને વાત રહી લગ્નની તો લગ્ન મારા એટલે નિર્ણય પણ મારો જ રહેશે...

સુનંદાબહેન: તુ એમ નહીં માને...

પ્રધ્યુમ્ન: મમ્મી તુ આ કેવી હઠ કરે છે લગ્ન કંઈ પડ્યું પાનુ નિભાવી દુઃખ ઉપજાવતી સંસ્થા નથી...લગ્ન એ તો બે માણસના વિચારો,સમજણ અને સહનશક્તિથી ચાલતી સંસ્થા છે..અને તમે એવી તો શું મને ગેરંટી આપો છો કે...વૃષ્ટિ સંસ્કારી છે??તમે એને કેવીરીતે સંસ્કારી જણાવી તેના સાદા સિમ્પલ ગેટ અપથી??કે પછી મીઠા મીઠા વચનોથી??

સુનંદાબહેન: એ છોકરી બહુ સરળ ને સમજુ છે...

પ્રધ્યુમ્ન: વાહ...મમ્મી લગ્ન મારા જે મરજી તમારી આ તે કેવી રીત છે??

સુનંદાબહેન: હું તારા સારા માટે કહુ છું...

પ્રધ્યુમ્ન: મમ્મી મને ખબર છે અત્યાર સુધી તમે અને પપ્પાને મારો વિચાર નથી આવ્યો ને આજ આવ્યો??એ વાત તો મને ન સમજાઈ નક્કી કંઈ સ્વાર્થ હશે?તમારો??બોલો શું સ્વાર્થ છે??

સુનંદાબહેન: આ તુ નથી બોલતો...તને પેલી શ્રેયા શીખવે છે...સાચુ બોલ...ખા મારી કસમ??

પ્રધ્યુમ્ન: કેમકે અત્યાર સુધી તો મારો વિચાર કદી તમને બેયને આવ્યો નથી પરંતુ જ્યારે લગ્ન માટે પાત્ર પસંદગી આવી એટલે મારો વિચાર કેમ આવ્યો??

સુનંદાબહેન: એ છોકરી જોયું નહીં કેવુ મુહફટ બોલતી હતી.ત્યા સુધી તો ઠીક કેવી શરતો રાખતી હતી??તે જોયુ નહીં??

પ્રધ્યુમ્ન: એ તો મને સમજ પડી કે તમને ક્યાં દુખે છે??

હવે આગળ...

શું સુનંદાબહેન શ્રેયાને સમજવામાં સફળ રહે છે?શું દિકરાની પસંદગીને તેવો માન આપી શકે છે?"બેશર્મ ઈશ્ક ભાગ:15"મા જોઈએ...

વધુમાં હવે આગળ..