Besharm Ishq - 8 in Gujarati Fiction Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | બેશર્મ ઈશ્ક - ભાગ 8

Featured Books
  • ભાગવત રહસ્ય - 68

    ભાગવત રહસ્ય-૬૮   નારદજીના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-...

  • મુક્તિ

      "उत्तिष्ठत जाग्रत, प्राप्य वरान्निबोधत। क्षुरस्य धारा निशि...

  • ખરા એ દિવસો હતા!

      હું સાતમાં ધોરણ માં હતો, તે વખત ની આ વાત છે. અમારી શાળામાં...

  • રાશિચક્ર

    આન્વી એક કારના શોરૂમમાં રિસેપ્શનિસ્ટ તરીકે નોકરી કરતી એકત્રી...

  • નિતુ - પ્રકરણ 31

    નિતુ : ૩૧ (યાદ)નિતુના લગ્ન અંગે વાત કરવા જગદીશ તેના ઘર સુધી...

Categories
Share

બેશર્મ ઈશ્ક - ભાગ 8

બેશર્મ ઈશ્ક ભાગ:8

આપણે આગળ જોઈ ગયાં કે સિયા વડોદરા અને પ્રધ્યુમ્ન સુરત તરફ પોતાના સપનાંની સિધ્ધિ માટે નિકળી જાય છે, મનોહરભાઈ અને સુનંદાબહેન એકલા પડી જાય છે,સિયા રિયાન સાથે હળવી મજાક કરે છે,પણ બધાં જ મિત્રો સિયાને જોઈ ઉત્સાહિત થઈ જાય છે એકબાજુ પ્રધ્યુમ્ન સુરત પહોંચી જાય છે,પ્રધ્યુમ્ન ભણવામાં લાગી જાય છે.સિયા બધાં જ મિત્રોની મદદથી તેનો સામાન "Government hostels for Girls in Vadodara"માં સિયાને સામાન સિફ્ટ કરવામાં મદદરૂપ થાય છે...વડોદરાની સિયાની નવી સફર શરૂ થાય છે.

હવે આગળ.....

સિયા અને તેનું અડધું મિત્ર વર્તુળ સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમમાં જોડાઈ ગયું, સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીમાં સીટ ફૂલ હોવાના નાતે,અમૂક મિત્રોએ સયાજીરાવ ગાયક સાથે સંલગ્ન કોલેજમાં જોડાઈ ગયા પણ દોસ્તી તો એમ ને એમ જ હતી.સિયાએ પપ્પાને પૈસાનું ભારણ ન પડે તે માટે તેને પાર્ટ ટાઈમ જોબ શરૂ કરી દીધી.જેથી તે પોતાના ખર્ચ જાતે ઉપાડી શકે.મમ્મી પપ્પા જોડે વાત કરવાનું લગભગ નહીં વત થઈ ગયું.મનોહરભાઈ અને સુનંદાબહેને બંન્ને ભાઈ-બહેનને હવે કારણ વગર ફોન કરવાનું છોડી દીધું.સિયા હવે ભણવાની સાથે સાથે કામમાં વ્યસ્ત થઈ ગઈ. મનોહરભાઈને પોતાની દિકરી સિયા માટે ગર્વ થવા લાગ્યો.

આમને આમ ચાર વર્ષ રમતાં રમતાં ક્યારે પુરા થઈ ગયાં ખબર જ ન રહી.સિયાના ભણવામાં તો કોઈ અસર નો'હતી પડી,સિયાનુ રિઝલ્ટ નોહતુ વધ્યું કે નો'હતુ ઘટ્યું,છેલ્લુ વર્ષ હતું જે ઈન્ટર્નશીપનું હતુ.એ પણ ફટાફટ પુરુ થઈ ગયેલું.સિયા અને રિયાન બંન્નેની દોસ્તીની સફર શરૂ થયેલી.તેના બીજ રોપાયા પેલી હળવી મજાકથી.તેમની એ દિવસથી નિર્દોષ દોસ્તીની સફર શરૂ થયેલી.
રિયાનને બધાં જ મિત્રો સિયાના નામથી ચિડવતા તો સિયાને બધાં રિયાનના નામથી ચિડવતા.પણ કહેવાય છે કે પ્રેમમાં બધું ચાલે.પણ બેઉ એકબીજાને મનની વાત કહેતા ડરતાં એનું કારણ એ હતું કે તેમના અઘટિત અર્થઘટનથી તેમની મિત્રતા ન તૂટી જાય, સબંધોને જોડતા વર્ષો વિતી જાય છે,પણ સબંધ તૂટતા એક સેકન્ડ પણ નથી લાગતી.એજ દિવસની રાહ જોઈ બેઠેલા જે દિવસની રાહ સૌ પ્રેમીઓ સજાવી બેઠા હોય છે.

ઈન્ટર્નશીપ પણ પુરી થવામાં હવે ત્રણ મહીના જ બાકી હતાં.જોતજોતામાં ફેબ્રુઆરી મહીનો પણ આવી ગયો.જે ખુશીઓ અને અલગ અલગ ડે નો ખજાનો લઈ આવે છે.પ્રપોઝ ડે ના દિવસે બેઉ એ એકબીજાને સરપ્રાઈઝ પ્લાનિંગ ગોઠવવામાં ઉદ્દીપક બન્યું તેનું મિત્રવર્તુળ.સિયાને રોસ્તુકી સમજાવે તો રિયાનને રિષભ અને મનન.

પણ મિત્રતા સદાયને માટે તુટી ન જાય એનો ભય સતાવતો હતો.

"આ લે રિયાનિયા મનની વાત કહી દે નહીં તો મોડું થશે...સિયાને બીજો લઈ જશે ને તુ એની ચાહતમાં જોગીડો બની ફરજે....."આટલું કહીને રિષભ અને મિહિર એકબીજાને તાળી આપી રિયાનની મસ્તી કરતાં... પણ આ મસ્તી હાલત પર જોક નહીં પરંતુ મિત્ર ને પોતાના પ્રેમસામે પોતાની વાત રજુ કરવા માટે અપાતુ મોટીવેશન હતું.જે કોલેજલાઈફમાં સામાન્ય હોય છે...

"અરે....સિયાજી નથી તમારો ત્રેતાયુગ મનની વાત બોલીને રજુ કરવી પડશે,એમ નેમ નહીં જાણે...રિયાન...તમારા મનની વાત...કેમકે આ કલિયુગ છે....નહીં તો પોતાના પ્રેમને ખોઈ બેસસો સદાય ને માટે રિયાન ના બાળકોની બનજે પછી બુઆ...ત્યાર નહીં તો શું...."આટલું કહીને રોસ્તુકી અને નવોદિતા સિયાની હળવી મજાક કરે છે,પરંતુ ઉદાસ અને વિચારોમાં અટવાઈ ગયેલી હિંમત આપતા વધુમાં કહે; "સિયા
ચાલ સિયુ રિયાનને નેવી બ્લુ રંગ ખુબ ગમે છે.તો એને ગમે તેવા રંગનો ડ્રેસ પહેરજે,રિયાનના ચહેરે ખુશી જોવા તે કંઈ પણ કરી છૂટવા તે તૈયાર હતી.રિયાનના માનસપટમાં સિયાનુ મોર્ડન ડ્રેસ અને મેકઅપવાળી છબી દોરાઈ ગયેલી,સિયાને આમ રુબરુ જોવી એ સપનું હતું, આ સપનું આજે સાચું પડે છે કે કેમ એ જોવાનું હતું....

(સિયા રિયાનનુ નામ સાંભળતા જાણે શરમથી લાલ જ થઈ ગઈ. જરાય ડર્યા કે ગભરાયા વગર વાત કરજે બાય...બાય...બેસ્ટ ઓફ લક....મનની વાત કહી દેજે નહીં તો ચોઘડિયા જોતી રહી
જઈશ....😄)

અહીં પ્રધ્યુમ્ને પણ એમ.એસ.સી ફસ્ટક્લાસ વીથ ડીસ્ટીક્શન સાથે પુરુ કર્યું.તેને એમ.એસ.સી. માઈક્રોબાયોલોજીના બેઝ પર જોબ શરૂ કરી.સાથે સાથે પી.એચ.ડી.માટેની એન્ટ્રન્સ ટેસ્ટ આપવાનો નિર્ણય કર્યો.જોબની સાથે પ્રધ્યુમ્ન પી.એચ.ડી.માટે ના એન્ટ્રન્સ ટેસ્ટની તૈયારી કરતો હતો.

પપ્પાને એટલી બધી ખુશી નો'હતી કે જેટલી સિયાની બાબતમાં હતી.કેમકે મનોહરભાઇ અને પ્રધ્યુમ્ન વચ્ચે દિવાલ જો થઈ ગયેલી મતભેદ ની જેને મિટાવવી લગભગ અસંભવ જેવી હતી.આ જો સંબંધ સુધારી શકે એમ હોય તો એ સિયા હતી.પરંતુ સુનંદાબહેન માટે બંન્ને બાળકો સમાન હતા.

પ્રધ્યુમ્ન કંપનીમાં તેની સાથે કામ કામ કરતી તેની જુનિયર શ્રેયા નોટિયાલના સંપર્કમાં આવ્યો.શ્રેયા દુધને પણ ફિક્કુ કહેવડાવે એટલી ગોરી બદામી આંખો,લાલ હોઠ,સોનેરીવાળ ચમકતાવાળ હાઈટ સવા પાંચ ફૂટની.તેનું સૌદર્ય ફોરેનર યુવતીને પણ એકબાજુ છોડી દે તેવુ હતુ.ભરાવદાર શરીર,તેનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ,અને બોલવાની છટાની તો વાત જવા દો,તેને વૃદ્ધાશ્રમના વૃદ્ધો અને અનાથ આશ્રમના અનાથ બાળકો માટે ખુબ સહાનુભૂતિ હતી,તે એક દિવસ પોતાનો અનાથ આશ્રમમાં વિતાવતી બાળકો માટે ચોકલેટ ગિફ્ટ'સ લઈ જાતી,બાળકોના ચહેરાની સ્માઇલને પોતાના દિલરુપી મેમરીમા સ્ક્રીનશોર્ટરુપે સેવ કરી દેતી,પછી બીજો ટર્ન વૃદ્ધાશ્રમનો રહેતો તો,ત્યજાયેલા વૃદ્ધો માટે દવા,ફ્રુટ લઈ ને વૃદ્ધ વડીલોને મળી તેમના આશીર્વાદ લેવાનું ન ચુકતી.

તો સામે પ્રધ્યુમ્ન પણ ક્યાં ઓછો હતો,છ ફીટ હાઈટ,કસાયેલ બોડી,ઘઉવર્ણી સ્કીન બંન્નેના વિચારો મળતા આવતા હતા તો બંન્નેની પસંદ પણ મળતી આવતી હતી.પ્રધ્યુમ્ન કંપનીમાં સિનિયર હતો.પણ તેને ક્યારે શ્રેયા પર પોતાની હુકમત સ્થાપવા કે પોતાની પોસ્ટનો ફાયદો લઈ શ્રેયાને કે કોઈ જૂનિયરને હેરાન કરવાનો વિચાર સુદ્ધાં નો'હતો કર્યો,ચાર વર્ષ પહેલાંનુ બહેન સાથે થયેલું રેગિગ તેના મગજના તાર હલાવી નાંખતુ.

પ્રધ્યુમ્નને પણ અનાથ બાળકો સાથે ટાઈમ વિતાવવો ગમતો વૃદ્ધાશ્રમની મુલાકાત લેવી ગમતી.બેઉના શોખ એક વિચારો પણ મળતાં આવતા,શ્રેયાને આ કામમાં પ્રધ્યુમ્ન હંમેશા મદદ માટે તત્પર રહેતો,પણ શ્રેયા અને પ્રધ્યુમ્નની શરૂ થયેલી સફર કેવા કેવા વળાંક લેશે એ આપણે આગળ જોવું જ રહ્યું.

પ્રધ્યુમ્ન અને શ્રેયાને જાણે ભગવાને એકબીજા માટે ન બનાયા હોય તેવો ભાષ થતો હતો.પણ બેઉએ ક્યારે એકબીજાને પોતાના મનની વાત ખુલ્લી ને નો'હતી કરી,પોતાની સિનિયર જુનિયર પોસ્ટની મર્યાદાનો ક્યારેય ઉલંઘ્ઘન નો'હતો કર્યો.આ સફર શેમાં પરિણમે એ જોવુ રહ્યું

વધુમાં હવે આગળ.....

(સિયા અને રિયાન શું એકબીજા ને આજીવન મળી શકશે....મનોહરભાઈ સિયા અને રિયાનને શું લગ્ન માટે મંજુરી આપશે....???પ્રધ્યુમ્ન અને શ્રેયા એકબીજાને પોતાના મનની વાત કહી શકશે કે કેમ?પણ તેમનો આ અનામ પ્રેમ સબંધને નામી સંબંધ સુધી પહોંચતા કેવી સફર કાપવી પડશે,આ મનમાં રહેલી ઉત્સુકતાનો ને આપણે ભાગ નવમા હળવી કરશુ ત્યાં સુધી બેશર્મ ઈશ્ક ભાગ:9 વાચવાનુ ભુલશો નહીં 🙂સ્વસ્થ રહો મસ્ત રહો..👌👌👌)