Besharm Ishq - 6 in Gujarati Fiction Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | બેશર્મ ઈશ્ક - ભાગ 6

Featured Books
Categories
Share

બેશર્મ ઈશ્ક - ભાગ 6

બેશર્મ ઈશ્ક ભાગ:6

(આપણે જોયુ આગળના ભાગમાં સિયા સાથે થઈ રહેલું સિનિયર દ્વારા રેગિંગ કોલેજકાળની રંગીન જીદંગી પાછળનો ઘેરો અંધકાર છે,સિયાના ક્લાસમેટ સિયાની મદદ કરવા તો માંગે તો પણ કરી શકે તેમ નો'હતા,કારણકે ભયની તલવાર મંડરાઈ રહી હતી.સૌ રડી રહ્યા હતા તો સૌ માંથુ શરમથી ઝુકાવી બેઠેલા હતા,પણ રિયાન અને રિષભના સાહસભર્યા કદમને કાબિલેદાદ દેવી જોઈએ તેમને કોલેજમાં ચાલી રહેલી આ ગુંડાગરીને દુનિયા સામે લાવી સુઈ રહેલા કોલેજતંત્રને ઢંઢોળી રાખ્યું.ભાન ભુલેલા પ્રિન્સિપાલને ભાનમાં લાવવા પણ તો જરૂર હતા આ અત્યાચારે હદ જો વટાવી હતી,આ આચરણ ને વધુ પ્રચાર કરે એ પહેલાં પ્રિન્સીપાલનુ સ્ટાફ સહીત આવી જવું,સિનિયરોના આચરણમાં પરિવર્તન આવશે,સિયાનુ આગલુ કદમ શું હશે તે આ ભાગમાં જોઈ શકો છો....)

કોલેજના પ્રિન્સિપાલ ત્યાં સ્ટાફ સહીત આવે છે,સિયાને આમ અર્ધબેહોશ જોઈ હેબતાઈ જ જાય છે.હેત્વી અને તેનું ગ્રુપ પોતાની સફાઈ આપે એ પહેલાં જ પ્રિન્સીપાલનો ગુસ્સો સાતમા આસમાને હોય છે,પ્રિન્સિપાલ એમ.કે.ડોબરિયા સાહેબ"બહુ કડક સ્વભાવ ના હતાં"સરની નજર કાફી હતી ડર માટે સરનુ નામ સાંભળી હેત્વી અને તેનું ગ્રુપ ભાગવાની તૈયારી કરે એ પહેલાં જ સિયાના બધા જ મિત્રો એ ઘેરી લીધા.

સિયાનો ક્લાસમેટ રિયાન આક્રોશભર્યા કટાક્ષમાં કહે અરે....ક્યાં જાવ છો સિનિયર અમને લોકોને તારા દેખાડી અહીં રહો....આજે તમારા સરસ કામનો બદલો મળશે તો શું તમને રસ નથી આ અનમોલ ઈનામમાં?"

એમ કે.સરે દિલમાં ખેદ વ્યક્ત કરતાં કહ્યું;કે"પહેલા આ દિકરીને હોસ્પિટલ લઈ જવાની છે તો મદદ કરો,પછી આ લોકો સાથે શું કરવું એ પછી નક્કી કરીએ...થોડી શરમ બચી હોય તો મારી નજર સામેથી હટી જાવ"

હેત્વીના ગ્રુપે પોતાની ભુલનો અફસોસ કરવાની જગ્યાએ પોતાની અવળચંડાઇનો પરિચય આપતા કહે તમને અમે જોઈ લેશું....આટલું કહી સિનિયર ત્યાંથી ચાલ્યા ગયા.
વિદ્યાર્થીઓની ગેર શિસ્ત બિલકુલ ન ચલાવી લેતા.
પણ અહીં સિયાની જાનને જોખમમાં હતી,
જ્યારે સિનિયરે જુનિયરનું શોષણ કર્યું ત્યારે
એમ.કે.ડોબરિયા સરની શિસ્ત ક્યાં ગયેલી?એમ.કે.ડોબરિયા સરને મતે શિસ્ત અનુશાસન શું હોય શકે એતો વિદ્યાર્થીઓની પણ આજ સુધી સમજ નો'હતુ.પણ સમય ન બગાડતા સિયાને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી.તેના મમ્મી પપ્પાને આ વાતની જાણ દિલ પર પથ્થર રાખીને કરવી જ પડી.

સિયાની આ હાલત જોઈ મનોહરભાઈઅને સુનંદાબહેનના માથે આભ તૂટી પડેલું."મનોહરભાઈ તો આ જોઈ સ્તબ્ધ જ રહી ગયા,સુનંદાબહેનનો અવાજ જ બંધ થઈ ગયેલો પ્રધ્યુમ્ન ટ્રેન પકડી વડોદરા આવ્યો,બહેનની આ હાલત જોઈ જાણે કે શાન ભાન ભુલી બેઠો.
એમ.કે.ડોબરિયા સાહેબ અમને હિંમત આપવા જાય એ પહેલાં જ મનોહરભાઈ ભડક્યા;"અમે વાલીઓ તમારા ભરોસે અમારા બાળકોને છોડી
જઈ છીએ,તમે ધ્યાન શું રાખો છો,સાહેબ;અરે...
ધૂળ પડે તમારી આ પ્રિન્સીપાલ ડિગ્રીને સાહેબ તમે ખાલી વાલીઓ અને વિદ્યાર્થીઓની લાગણી સાથે રમત કરી માત્ર તમારી કોલેજની સીટ ભરો છો ખાલી....પછી બાળકો ભગવાન ભરોસે....પછી આપણે શું...આજે મારી દિકરી છે કાલે બીજાના બાળકો પણ હશે આવી પિડિત યાદીમાં ગુરુને પિતા સમાન માનવામાં આવે છે,પરંતુ સર તમે ક્યાં હતા, આ બનાવ બન્યો ત્યારે??

હોસ્પિટલમાં આવી રીતે શોરબકોર ચાલી રહેલો,ડો.આનંદવર્ધને કહ્યું"પ્લીઝ શાંતિ રાખો અમને અમારું કામ કરવા દો.ડોક્ટર પોતાના કામે લાગી ગયાં.

સિયા જન્મ અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી.ડોક્ટરે કહ્યું કે "આ ગંભીર મામલો છે,પોલીસ આવતી હશે....આટલું કહેતાની સાથે જ પોલીસ આવી.સિયાનુ બયાન લેવા પણ ડોક્ટરે શાંતિ જાળવવાની અપીલ કરતાં કહ્યું;"પેશન્ટને આરામની જરૂર છે અત્યારે કોઈપણ હાલતે બયાન આપી શકે તેમ નથી એટલે પેશન્ટની હાલતમાં સુધાર ન આવે ત્યારે સુધી મેડમ તમારે રાહ જોવી પડશે."ઓકે સર અમે રાહ જોવા તૈયાર છીએ,પી.એસ.આઈ.મેડમ સિયાને હોશ આવે ત્યાં જ બેસી સુધી રાહ જોઈને.

કોઈ સિયા માટે મંદિર ગયું તો કોઈ મસ્જિદ ગયું,તો કોઈ ચર્ચ સૌ સિયાને ઠીક કરવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા.બની શકે કે ઈશ્વરને પણ પિગળવાનુ મન થયું હશે,કે હવે સિયાને હવે રિકવરી આવી રહી હતી.મનોહર ભાઈ પોતાની દિકરીને આવેલી રિકવરીથી ખુશ હતાં,પરંતુ આ ગુનો કરનાર ને પાઠ જરૂર ભણાવશે તેવું મનથી નક્કી કરેલું.
પોતાની કોલેજનું નામ ખરાબ ન થાય તે માટે મનોહરભાઈને આ ન કરવા વિનંતી કરી રહ્યા"સર અમે સમજીએ છીએ તમારી ઉપર શું વિતતી હશે તે...પરંતુ એક ગ્રુપના કારણે આખીય કોલેજ બદનામ થશે....તમારે શું રકમ જોઈએ છીએ એ હું આપવા તૈયાર છું પણ તમે આ કેસ પાછો ખેંચી લો....તમને મારી વિનંતી છે."
મનોહરભાઈ કંઈ સાંભળવા તૈયાર નો'હતા,
સાહેબ તમારામાં જો થોડીક પણ જો શરમ હોય તો તમે આવી વાત ન કરો મારા માટે મારી દિકરી મારો જીવ છે,હું એને ન્યાય અપાવવા બને એટલા પ્રયત્ન કરે જીવે ત્યાં સુધી કરે,જીવને પૈસાની નોટો સાથે તોલો છો અરે...તમે કેવા માણસ છો સાહેબ..."
વધુમાં તમારા કોલેજમાં આવું તમારી નજર સમક્ષ બની જાય ને તમે આ મારી દિકરી છે,કાલ તમારા સંતાન સાથે આ બન્યું હોય તો તમે શું કરોત...આવું જ કહોત....!જેવું તમે મને કહેવા આવ્યા તે?"એમ.કે.ડોબરિયા સાહેબના મુખે મૌન છવાઈ ગયું.
એમ.કે.ડોબરિયા સાહેબને જે ડર હતો એજ થયું.ભગવાને જે ધાર્યું હશે તે થશે...તેમ સમજી તેઓ


રિયાન અને રિષભે ચાલુ કરેલો લાઈવ અચાનક જ કોઈ યુઝર્સે એની કોપી ફોનમાં લઈ વિડીયોને વાયરલ કર્યો કે કોલેજની દુનિયા બદલાઈ ગઈ.વડોદરાની "શ્રીમતી કમળા બા,
એમ.બી.બી.એસ.,બી.એચ.એમ.એસ,બી.એ.એમ.એસ.કોલેજ,ગાયકવાડ રોડ..."કોલેજની પ્રતિષ્ઠા જોખમાઈ રહી હતી,સિયા રેગિંગ કેસને એક નવી દિશા મળી.

સિયાને શરીરની ચોટ કરતાં મગજની ચોટે વધુ કમજોર કરેલી,સિયાના શરીરથી તો ઘાવ રુઝાઈ ગયેલા પરંતુ મનથી કોઈ હિસાબે રુઝાવા નો હતાં માંગતા.સૌની કરેલી પ્રાર્થના આજે ફળી,સિયા હવે ધીરે ધીરે ઠીક થઈ રહી હતી.પી.એસ.આઈ.મેડમ સિયા પાસે બયાન લેવા આવ્યા.સિયાએ જે બનેલું તેની વિગતવાર બયાન આપ્યુ,એ પોતાના બયાન પર પણ અડગ જ રહી.

કોલેજમાંથી બધાં જ વિદ્યાર્થીઓ પર પ્રિન્સીપાલ સાહેબનું દબાણ આવ્યું કે "સાંભળી લો બધાં જ ધ્યાનથી,જેને આ વિડિયો મુકવાની હરકત કરી છે,એને તો હું અહીંથી નિકાળી દઈશ,એને બીજી કોલેજમાં પણ એડમિશન નહીં મળે,પણ જેને મારા આ કોલેજ અને મારા વિરુદ્ધ બયાન આપ્યું છે તો એને હું નપાસ કરીશ એ બાબતની સૌએ નોંધ લેવી જે કોલેજમાં નપાસ થયા હોય એને યુનિવર્સિટી પરીક્ષા આપવા દે એની કલ્પના પણ બેકાર છે,એટલે સૌ સિયા સાથે જે થયું એનું મને પણ દુઃખ છે,પરંતુ આ બનેલા બનાવને ભુલી કામે લાગી જાવ તો એ તમારા જ હિતમાં છે."સિયાના મિત્રો સિયા ને મદદ કરવા માંગતા હતા,પરંતુ પરીક્ષા પણ નજીક આવી રહી હતી.એટલે તેઓ બંધાઈ ગયેલા,પરંતુ તે લોકોએ પ્રિન્સીપાલની વાત ન ગણકારતા સૌએ લેખિત બનાવ પોતાના નામ સાથે સિયાના પિતાના એડ્રેસ પર પહોંચાડી દીધું.

આજે એજ ખુંખાર અને કડક મિજાજી એમ.કે.ડોબરિયા સર આજે નિ:શબ્દ બની બેઠા હતા,તેમને પણ આજે પોતાની લાપરવાહી પર અફસોસ થઈ રહ્યો હતો.મારા હોવા છતાંય કોલેજમાં આવું બની ગયું આ ગ્લાનિએ એમને માનસિક રીતે હરાવી દીધા.કોલેજમાં પત્રકારોનો,ચેનલ રિપોર્ટર નો ઘસારો વધી રહ્યો હતો.

આ વાયરલ વિડીયોએ શ્રીમતી કમળાબા કોલેજની દુનિયા જ બદલી નાંખી પ્રિન્સીપાલનો પર રાજકારણીઓના ફોન આવતા હતા.આ દબાણ હેઠળ પ્રિન્સીપાલે હેત્વી અને એના ગ્રુપને રસ્ટીગેટ કર્યું.

આ ક્રીમિનલ'સને આમ ખુલ્લા છોડી દેવા એ પોલીસ ને યોગ્ય ન લાગ્યું તેમને જેલમાં પુરી દીધાં.
આ કેસ પ્રસરાતો કોર્ટમાં ગયો.આમના વિરુદ્ધ સિયાએ કોર્ટમાં બયાન આપ્યું સાક્ષી તરીકે સિયા ના ક્લાસમેટ'સે પણ લેખિત બયાન મોકલ્યા એને પણ રજુ કરવામાં આવ્યાઅને હા પેલો વિડિયો જેની ચર્ચા પ્રસરી રહી હતી.કોર્ટમાં રહેલા ટીવીમાં આ વિડિયો પેનડ્રાઈવ દ્વારા સત્વરે ચાલુ કરવા ગયા ત્યાં પેઈન ડ્રાઈવમાં પ્રોબ્લેમ હોવાથી તેમના ફોનને ટીવી સાથે કનેક્ટ કરી રિષભ અને રિયાન દ્વારા કોર્ટમાં સબુત તરીકે રજૂ કરવામાં આવ્યો.
આ જોઈ મનોહરભાઈ અને સુનંદાબહેનનું હૈયું ચિરાઈ ગયું,પ્રધ્યુમ્નનું મગજ પણ કામ નો'હતુ કરી રહ્યું એટલું જ નહીં કોર્ટમાં આવેલા સૌ લોકોની આંખો તો ભીની થઈ ગઈ જર્જ પણ થોડીવાર માટે સ્તબ્ધ બની ગયેલા,કે આટલી હદે કોઈ માણસ કોઈને બે રહેમીથી મારી શકે....આ તો વિચાર બહારનું હતું.રિયાન ઉભો થયો શ્રીમદ ભગવતગીતા પર હાથ રાખી કસમ ખાતા કહે;"જર્જ સાહેબ હું જે કહે તે સાચું કહે,સાચા સિવાય કંઈ નહીં કહું,સર આવુ રોજ અમારી સાથે બનતું હતું અમારા કેટલા મિત્રો એ કોલેજ છોડી તો કેટલા માનસિક બિમાર થયા આ બાબત મગજ પર ધાત થતાં, અમે સરને ચેતવેલા પણ તેમને કોલેજનું નામ ખરાબ ન થાય એટલે અમારા અવાજ ને દબાવવા પ્રયત્ન કર્યો,બધાં મિત્રોનો વારો હોતો એ દિવસે સિયાનો વારો આવ્યો(સિયાના પિતા)મનોહર ભાઈને કહે"અંકલ અમને સરે તમને મદદ ન કરવાની ધમકી બતાવેલી,અમે જો તમને મદદ કરીશુ તો અમને ડિટેઈન કરવામાં આવશે,પણ અમારે આ ફરી સામનો તો કરવો જ પડોત અમારા સૌના આ સહનશક્તિ બહારનું છે,અમે સૌ મિત્રોએ યુનિટી બનાવી નક્કી કરેલું કંઈ પણ થાય બયાન તો તમે લેખિત બયાન આપજો...મિત્રોમાં છૂપેલો ડર ભાગ્યો,સૌને હિંમત આપી એમના મમ્મી પપ્પાને પણ સાથે રાખ્યા,પછી મેં વિડીયો અહીં તમારા સામે રજૂ કરી,અમારા મમ્મી પપ્પાનો પણ સાથ સહકાર સારો છે એટલે અમને હિંમત મળી.

જર્જ પોતાનો ફેસલો આપતાં કહે;"આ કોઈનો જીવ લેવાનો પ્રયાસ કહેવાય,કોઈને આમ પીડવુ એ ગંભીર ગુનો છે,આ બધાં જ સબૂતોને ધ્યાનમાં રાખી અદાલત આ ફેસલા પર આવી છે કે હેત્વી અને એના ગ્રુપને આજીવન કારાવાસની સજા અને લાખ રુપિયા દંડ આ બધું જ કોલેજમાં બની ગયું છતાંય કોલેજના પ્રિન્સીપાલનું આમ મુખદર્શક બની બેસી રહેવું આ યોગ્ય ન ગણી શકાય,પ્રિન્સીપાલને પણ પંદરવર્ષની સજા ને પચાસ હજારનો દંડ અને મહત્વનું બાબત શ્રીમતી કમળા બા કોલેજને સીલ કરી દેવામાં આવે આ નિર્ણયનું પાલન જેમ બને તેમ જલ્દી કરવામાં આવે આ કોર્ટનો આદેશ છે.

"ધ કોર્ટ ઈસ ધ જન્ટ"

વધુમાં હવે આગળ....

(સિયાનુ શું થયું એના મિત્રો નું શું થયું,તેમના અભ્યાસ પર શી અસર પડી અને આપણા નાયક પ્રધ્યુમ્નના જીવનમાં શું વળાંક આવ્યો તે જાણવા માટે "બેશર્મ ઈશ્ક ભાગ:7"વાંચવાનુ ભુલશો નહીં સૌ આનંદમાં રહેજો,મોજ કરજો,ફરી મળીએ નવી વાત સાથે ટાટા બાય બાય....