Besharm Ishq - 4 in Gujarati Fiction Stories by શૈમી ઓઝા લફ્ઝ,મીરાં books and stories PDF | બેશર્મ ઈશ્ક - ભાગ 4

Featured Books
Categories
Share

બેશર્મ ઈશ્ક - ભાગ 4

બેશર્મ ઈશ્ક ભાગ:4

(આપણે જોઈ ગયાં કે સિયાની ઝળહળતી સફળતા બદલે ઘરમાં ઉજવણી થતી હતી. સિયાના મેરિટલિસ્ટ મુજબ વડોદરા નંબર આવ્યો,તો હોસ્ટેલમાં જવા માટે સામાન ભરતા હોય છે, કંઈ છુટી ન જાય એની તૈયારી કરતાં હોય છે,પણ સામાનની ગોઠવણી કરતાં કરતાં સિયા કંટાળી જાય છે...મમ્મી તેને મદદ કરાવે છે.
હવે.....આગળ....

સામાન ભરાઈ ગયો.આમ ને આમ રાત્રી.થઈ ગઈ ખબર જ ન રહી.સવાર થઈ ગઈ મનોહરભાઈ,સુનંદાબહેન સિયાને હોસ્ટેલ મૂકવા આવ્યા,પરંતુ વાત વાતમાં ક્યારે હોસ્ટેલ આવી ગઈ ખબર ન પડી.હોસ્ટેલ વોર્ડને સિયાને સ્માઈલ સાથે એક રુમની ચાવી આપી,ત્યાં સુનંદાબહેન સિયા સાથે સામાન ગોઠવાવા ગયાં.લેડીઝ હોસ્ટેલ હોવાથી જેન્ટ્સની એન્ટ્રી કોઈ કાળે શક્ય નોહતી,એટલે મનોહરભાઈ અને પ્રધ્યુમ્નનું આવવું શક્ય નોહતુ,સુનંદાબહેન અને સિયા એક એક કરી સામાન મુકવા ગયા.હોસ્ટેલમાં મુકી જ્યારે ઘર તરફ પ્રયાણ કરતાં પહેલાં મનોહરભાઈએ વોર્ડન મેડમને ભલામણ કરતાં કહ્યું"મારી દિકરી મેડમ તમને સોપી,એને સાચવજો કંઈ ભુલ થાય તો એને પ્રેમથી સમજાવજો...મારી દિકરી સંસ્કારી અને સરળ છે,તમને ફરિયાદનો મોકો નહીં આવે એની હું તમને ખાતરી આપું છું.

વોર્ડન મેડમ મનોહર ભાઈને હિંમત આપતાં કહે"તમારી દિકરી આજથી અમારી જવાબદારી છે અહીં નિયમો બહુ કડક અને અનુશાસન પ્રેરીત છે,હજીપણ કહું છું તમારે દિકરીને બીજી હોસ્ટેલમાં મુકવી હોય તો તમારી ઈચ્છા."

મનોહરભાઈ પ્રત્યુત્તરમાં કહે"ન મેડમ અહીં દીકરીનું ઘડતર સાતુ થેશે.

સિયાના મમ્મી પણ રડવા લાગ્યા.કેમકે દિકરીને ક્યારે પોતાનાથી અલગ નોહતી કરી.સિયાને ફાવશે કે કેમ આ ચિંતા મગજમાં સતાયા કરતી હતી.

મનોહર દિકરીને સુચન આપતાં કહે"બેટા અમારી આબરૂ હવે તારા હાથમાં છીએ.તારા ઉપર જે ભરોસો અમે કર્યો છે,એને તુટવા ન દેતી...

દિકરા ભરોસો એકજ વાર થાય છે કોઈની ઉપર મનોહરભાઈના અવાજમાં ચિંતા છલકાઈ રહી હતી.

ચિંતાત્તુર પપ્પાને આશ્વાસન આપતા કહે"પપ્પા એવું નહીં થાય તમને ખાતરી આપું છું,હું તમે નિશ્ચિત થઈ જાવ..."

સુનંદાબહેન દિકરીને કહે"બેટા સૌ સાથે સંપી હળીમળીને રહેજે,
કોલેજમાં અજાણ્યા જોડે વાતો ઓછીને કામ પુરતી કરજે."

ફોન કરતી રહેજે દિકરા આટલું કહીને સૌ પરિવારના સભ્યો સિયાને ઘરે મુકી ચાલ્યા ગયા.
પહેલો દિવસ હતો તો સિયા પરિવારને યાદ કરી રહી હતી.મમ્મી પપ્પાને ન રડવાની હિંમત આપનાર સિયા પોતે રડી રહી હતી.એકરૂમમા છ છોકરીઓ રહેતી હતી,તેની રુમ પાર્ટનર રસ્તુકી અગ્રવાલ તે મહારાષ્ટ્રની હતી,તો બીજી નિષ્ઠા કેરાલાથી,ત્રીજી વૈદેહી ભાવનગરથી,ચોથી આયુષી અમદાવાદથી,પાંચમી બંગાળથી નવોદિતા શ્રીવાસ્તવ,છઠ્ઠી આંધ્રપ્રદેશથી ઝલક આમ સૌ અલગ અલગ જગ્યાએ થી આવીને રહેતા હતા.હોસ્ટેલમાં અનુશાસન અને શિસ્ત બાબતે કંઈ જ ચલાવી લેવામાં ન આવતું.વોર્ડનનું ખાનગી રેટિંગ પડતું જે છોકરીઓ નો રુમ અસ્તવ્યસ્ત હોય એને દંડ ભરવો પડતો.

સિયાના રૂમ પાર્ટનર બધા સારા હતા,ક્લાસમેટ પણ સારા હતા,આમ ને આમ મહીના વિતી ગયાં. સિયા સૌ મિત્રો સાથે હળીમળી ગઈ,એના ગ્રુપમાં છોકરાઓ પણ હતા,સિયા છોકરાઓની દોસ્તી કરે એ મનોહરભાઈને ખટકતુ હતું,
પ્રધ્યુમ્ન એ બહુ સપોટિવ ભાઈ હતો,ભાઈ બહેન દરેકવાત એકબીજા સાથે શેર કરી સમાધાન લાવવા પ્રયત્ન કરતા.

પરંતુ પ્રધ્યુમ્ન સિયા બાબતે સમજાવતો કે:
"પપ્પા કોલેજ લાઈફમાં છોકરા છોકરી મિત્રો હોય એતો કોમન છે.માન્યુ કે તમારો સમય અલગ હતો,અમારો સમય અલગ છે,સ્ત્રીઓ પણ પુરુષો સાથે ખભાથી ખભા મિલાવી ચાલે છે,તો પછી મિત્રતા બાબતે શું વાંધો છે તમને? જમાનામાં સેટ થતાં શીખો.દીદીને ભણવા મુક્યા છે તો આટલી શંકા ન ઉપજાવો."

મનોહરભાઈ પોતાના મતને સાચો દોહરાવતા રહ્યા કહે"આમા ને આમા ન કરવાનુ કરી બેસે,તમે નવી જનરેશન અમારુ કંઈ સાંભળશો નહીં પછી હેરાન થાવ એટલે માનો...."

આ બાબતે પ્રધ્યુમ્ન અને મનોહરભાઈ વચ્ચે ઉગ્ર તકરાર પડી ગઈ
,સુનંદાબહેને સમાધાન કરવા ખુબ પ્રયાસ કર્યા, પરંતુ વ્યર્થ કંઈ જ ફેર ન પડ્યો.પ્રધ્યુમ્ન અને મનોહર ભાઈ વચ્ચે એક અંતરની રેખા તણાઈ ગઈ.

આ દશ્ય જોઈ મનોહરભાઈ શાંત પડી ગયેલા.આમ ને આમ દિવસો વિતતા ગયા.

સિયા અઠવાડિયામાં એકવાર ઘરે ફોન કરતી,મમ્મી પપ્પાને રાહત મળતી,સિયા સૌ મિત્રો ભેગા મળી અસાઈનમેન્ટ પ્રેક્ટિકલ કરતાં;

"સરે પણ કહેલું સૌ મિત્રો ભેગા મળી કામ કરે છોકરા છોકરીઓનો ભેદ ભુલી પરંતુ સંબંધોની ગરીમા જાળવીને કોલેજની છાપ ખરાબ ન પડવી જોઈએ એનું ધ્યાન રાખીને."ઓલ ધ બેસ્ટ...." "
આમને આમ એક સેમેસ્ટર પુરુ થઈ ગયું.સિયાના પરિણામમાં કોઈ ઝાઝી અસર તો ન પડી.કોલેજમાં ટોપર હતી.એટલે સર મેડમ હંમેશા એને પ્રોત્સાહન પુરુ પાડતા જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શક પણ બનતા.સિયાનુ મિત્રવર્તુળ વધી ગયું.

"કોલેજમાં જે અગત્યની સમસ્યા હવે શરૂઆત થઈ,કોલેજમાં જુનિયર વિદ્યાર્થીઓ પર તેના સિનિયર વિદ્યાર્થી દ્વારા સતત શોષણ થતું,કેટલાકે તો કોલેજ છોડી દીધી તો કેટલાકે તો આ ફિલ્ડ છોડી દીધી.

કોલેજનું નામ ખરાબ ન થાય એટલે કોલેજે પણ આ મુદ્દા પર કાર્યવાહી કરવાના બદલે આ મુદ્દાને દબાવી દેવો એ વધુ યોગ્ય સમજ્યુ.

આમ ને આમ વર્ષ પુરુ થયું સિયા બહુ ઘરે ન જતી.તેને હોસ્ટેલમાં ફાવી ગયેલું.

એકબાજુ પ્રધ્યુમ્નનું પણ મેરિટલિસ્ટ બહાર પડ્યું તેને પોતાના ઘરથી નજીક કોલેજ પસંદ ન કરતાં.

તેને અભ્યાસ માટે સુરતની કોલેજ
"S.P.T.M.COLLAGE OF ARTS& SCIENCE,SURAT"બી.એસ.સી./એમ.એસ.સી.વીથ માઈક્રોબાયોલોજી માટે
પસંદ કરી.આ બાબતે મનોહરભાઈ અને પ્રધ્યુમ્ન વચ્ચે બોલાચાલી પણ થયેલી,હવે બાપ દિકરાના સંબંધો વચ્ચે અંતર વધતું ગયું.

પ્રધ્યુમ્ન હોસ્ટેલમાં ન રહેતા પેઈનગેસ્ટ તરીકે રહેતો.મનોહરભાઈને પૈસા મોકલી ખાલી બાપ તરીકેની ફરજ પુરી કરતાં લાગણી બિલકુલ હતી નહીં.

એકદિવસ એવું બન્યું કે કોલેજતંત્ર માટે આ સિનિયરોનું શોષણ વિચારનો વિષય બની ગયો.
સિનિયરોના ઝપેટમાં સિયા આવી ગઈ.સિયાના ક્લાસમેટ બહુ ચિંતામાં હતા.સૌ સિયાને કંઈ ન થાય એ માટે પ્રાર્થના કરતાં,પણ ધાર્યું ધણીનુ થાય છે.

એકવાર સિયાથી ભુલમાં એક હેત્વીની ગિફ્ટ તુટી ગઈ.સિયાએ માફી માંગતા કહ્યું:દીદી ભૂલથી થયું છે એવું હોય તો પૈસા તમને આપુ મારી ભુલ બદલ માફી ચાહું છું,પરંતુ હેત્વી અને એનું ગ્રુપ નશામાં ચુર હતું,એ કોઈ વાત સાંભળવાના મૂડમાં નો'હતુ.
સિયા જોડે પોતાનું અસાઈનમેન્ટ પ્રેક્ટીકલ વર્ક તો કરાવ્યું.પણ સિયાને બેલ્ટથી મારવામાં આવી એના ક્લાસમેટ'સ દ્વારા પુરા પ્રયત્નો થયા એને છોડાવવાના પરંતુ વ્યર્થ કંઈ જ વળ્યું નહીં.....

વધુમાં હવે આગળ.....

( શું સિયા એના એના સિનિયરના માર નો પ્રત્યુત્તર આપી શકશે કે કેમ?સિયા અને કોલેજમિત્રો ભેગા મળી આ સમસ્યાનું નિરાકરણ લાવશે,આગળનુ પગલું કેવું હશે...સૌ ભેગા મળી સિનિયરના શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવશે,અને ઉઠાવશે તો સફળતા મળશે,જુનિયરની યુનિટી જોઈ સુતેલુ કોલેજતંત્ર જાગશે....અને જાગશે તો તેમની કાર્યવાહી કેવી હશે....એ જાણવા "બેશર્મ ઈશ્ક ભાગ:5" વાંચવાનુ ભુલશો નહીં સ્વસ્થ રહો મસ્ત રહો ભાગ પાંચમાં મળીશું નવી ઉર્જા સાથે ત્યાં સુધી સૌ ખુશ રહો

ટાટા બાય બાય.....🙂