' નિજ ' રચીત એક ખડખડાટ હસાવતી રચના:
માવઠા નું વળતર
હમણાં ન્યુઝમાં હતું કે માવઠાને લીધે થયેલ નુકશાનનું ખેડૂતોને વળતર આપવમાં આવશે.
વાંચી પ્રશાંતને થયું કે અમારા ફેમિલીના લગ્નમાં પણ બહુ નુકશાન થયું છે તો સરકાર આપે કે નહી?
એણે અધિકારીને ફોન કર્યો:
' હલો '
' બોલો, કોણ બોલો છો, .......અલ્યા રમલા એક ચા લઈ આવ, '
' સાહેબ હું પ્રશાંત '
' કોણ પ્રશાંત '
' અમારા ફેમિલમાં લગ્ન હતા ને '
' હેં '
' સોરી સાહેબ , એકચ્યુલ્લી વાત એમ છે કે.......... હલો સાહેબ હલો '
' રમલા ચા માં જરાય આદુ નથી યાર, ફરીથી લઈ અવ, એને કહે કે આદુ નાખીને ચા બનાવે... બોલો ભાઈ તમે શું કહેતા હતા, કંઈક તમારા ફેમિલીમાં લગ્ન હતાં, તેનું શું, ઓ બેન બે મિનિટ બેસો, જરા આ ફોન પતાવી દઉં, બોલો ભાઈ પ્રશાંત '
' તે સાહેબ, અમારા ફેમિલીમાં લગ્ન હતાં ને તો એમાં વિઘ્ન આવેલું '
' અલા ભાઈ, ઉં આ આ આ આ આ આ ( લાંબુ બગાસું) તમે યાર આગળ વાત ધપાવો ને યાર, બેન આ ભાઈ નું લાંબુ ચાલશે, એક કામ કરો શાકભાજી લેવાની બાકી છે હા હા હા હા હા,..... આ તો થેલી જોઈ એટલે પૂછ્યું,........ એમ ને, તો લઈ આવો, આ ભાઈનું લગ્નનું લાંબુ ચાલશે, ...
ઓ પ્રશાંતભઈ જલદી કરો યાર ' ,
' જી સાહેબ, તો અમારા લગ્નમાં છે ને તે માવઠું પડેલું '
' તો ?'
' તો સર, તમે ખેડૂતોને નુકશાની આપો છો તો અમને પણ આપોને ને, અમારી ખુરશીઓ ઉડી ગઈ,મંડપ ઉડી ગયો, અમારા જમણવારમાં પાણી પડી ગયુ, એ તો ઠીક રસ્તા વચ્ચે છત્રી ખોલીને જાન તો કાઢી પણ વાહનો જાય એટલે કપડાં ય ખરડાઈ ગયા '
' એમ?!!!' અધિકારી ને હવે મજા આવવા માંડી. ' બીજું શું શું નુકશાન થયું ભાઈ '
' અરે સાહેબ ઘોડો ભડક્યો તો વરરાજા પડી ગયા , જમણા હાથે ફ્રેકચર થયું છે, ઝોલો વાળો હાથ લઈ હસ્ત મેળાપ કેવી રીતે કરાવ્યું એ તો અમારું મન જાણે છે સાહેબ, પાછા મંગળફેરા પણ અઘરા પડેલા , એમાંય એક તો ધોતિયું ભીનું હતું ને પાછું અંગૂઠા માં ભેરવાઈ ગયું તો વરરાજા ગોલમટું ખાઈ ગયા , તો બધા હસવા માંડ્યા બોલો, ઓઢણીની પાઘડી બનાવેલી તે ઊડી ગઈ, સાહેબ પેલો ગરબો છે ને કે ઓઢણી ઓઢું ઓઢું ને ઉડી જાય, તે સાહેબ સાચે ઉડી ગઈ,બોલો સાહેબ આટલું બધુ નુકશાન થયું તો સરકારે આ નુકશાનનું અમને વળતર આપવું જોઈએ ને , આપવું જોઈએ કે નહીં સાહેબ '
હવે અધિકારીને બરાબર ગુસ્સો આવ્યો: ' @#@#@#@@@@ '
' હલો સર '
' ઓ ભાઈ પ્રશાંત, ફોન મૂકોને યાર, શું કામ આવા ફોન કરો છો યાર, આવા ફાલતુ ફોન માટે મારો ટાઈમ શું કામ વેસ્ટ કરો છો યાર, ભણેલા ગણેલા લાગો છો તો પણ આવા ફોન કરો છો? શરમ આવવી જોઈએ તમને.રમલા બીજી ચા લઈ આવ, આ ભાઈએ તો માથું દુઃખવી દીધું '
' ઓએ, હરીશ, ઓ સરકારી અધિકારી, ઓ હરિયા, તારો મિત્ર બોલું, સાલા ,મારો અવાજ ભૂલી ગયો, હું પ્રશાંત અધ્વર્યું, ઓળખાણ પડી કે નહીં, અબે તારી નસ ખેંચતો હતો, હા હા હા હા હા હા હા હા હા હા હા '
' ઓ તારી, તું પણ યાર જબરો અવાજ બદલીને વાત કરે છે, ચલ તો આવીજા,સાથે ચા પીએ. '..
.
.
.
જતીન ભટ્ટ ' નિજ '
94268 61995
jatinbhatt67@gmail.com