BEYHADH PREM in Gujarati Love Stories by Jivantika Pathak Jensi books and stories PDF | બેહદ પ્રેમ

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

બેહદ પ્રેમ

"બેહદ પ્રેમ."

વાર્તા નં : 1 "બેહદ પ્રેમ."

"મધ્યમ વર્ગીય રોહિણી અને વેલ સેટલ થયેલા આનંદના બેહદ પ્રેમ ની વાત..."

શનિવાર ની વિકેન્ડ રજા મળતાં, આનંદ પોતાનો થેલો તૈયાર કરી ને નાસ્તો કરવા બેસે છે, રામુકાકા આવે છે, આનંદભાઈ તમારા માટે નાસ્તો થેલામાં મૂકી આલ્યો છે, દીકરી બેટા ને મારા જય શ્રી કૃષ્ણ કહેજો...


નાસ્તો કરતાં કરતાં આનંદ કહે છે;
કાકા તમારી દીકરી મારી માટે નાસ્તો રહેવા દેશે.🤣😝

રામુકાકા : વધુ નાસ્તો પેક કર્યો છે ભાઈ,
તમ તમારે બન્ને સુખે થી ખાજો....
આનંદ : કાકા હું કાલે સાંજે પાછો આવી જઈશ, મે ઘરની એક્સ્ટ્રા ચાવી લઇ લીધી છે, આવતા મોડું થાય તો ચિંતા નાં કરશો, જમવાનું ઢાંકી ને મૂકી દેજો...

રામુકાકા : સારું ભાઈ, સાંભળીને જજો ભાઈ...
આનંદ ; હા, ઠીક છે. સારું ત્યારે હું નીકળું...
રામુકાકા : ભલે ભાઈ જય શ્રી કૃષ્ણ.

આનંદ : પોતાના રૂમ માં જઈ ને થેલો લઈને બહાર નીકળે છે, અને રામુકાકા ને કહે છે, કાકા સ્વીફ્ટ લઈને જાવ છું,

રામુકાકા : હા, બીજી કાર હજી સર્વિસ માં છે, એ લોકો ને આજે પાછું યાદ કરાવી આલુ છું, 2 દિવસ થયા...

આનંદ : એ સારું કાકા... ચાલો જય શ્રી કૃષ્ણ કાલે મળુ તમને
રામુકાકા : જય શ્રી કૃષ્ણ આનંદ ભાઈ.


(આનંદ પોતાની કાર માં થેલો પેસેન્જર સીટ ઉપર મૂકે છે, અને પોતે ડ્રાઈવિંગ સીટ પર બેસી ને ડ્રાઇવ શરૂ કરે છે.)

અમદાવાદ નાં ટ્રાફિકમાંથી જેમ તેમ કરી ને આનંદ કાર ને લઈને રાજકોટ નાં રસ્તે ચડે છે....

ટ્રાફિકમાંથી બહાર નીકળીને આનંદ Fm રેડિયો શરૂ કરે છે, અને પ્રેમ થી બોલે છે રોહિણીજી તારા રાજકોટ તરફ નો રસ્તો શરૂ હમણાં થોડીક જ કલાક માં તારી નજર સામે હોઈશ...તારી ભાષા માં કહું તો તારા કાઠીયાવાડ માં હોઈશ.🥰😍😘

(આનંદ હસતો હસતો બોલે છે,,અને અચાનક કાર માં ગીત બંધ થઇને ફોન ની રીંગ વાગે છે.)


આનંદ : પૂરા 100 વર્ષ ની થશે આ, આનંદ જી તમારી સાચી સવાર હવે થઈ.. આનંદ કાર એક સાઇડ ઊભી રાખી દે છે.. અને કોલ recive કરે છે...

આનંદ : હેલ્લો.

રોહિણી : Good morning.

આનંદ : Very Good Morning 😘😍

રોહિણી : કેમ છો?

આનંદ : ઠીક છું, તને જોયા પછી મજામાં થઈશ.

રોહિણી : અચ્છા, એવું?

આનંદ : હા જી એવું.

રોહિણી : તમે નીકળી ગયા ? ક્યાં પહોંચ્યા? નાસ્તો કર્યો? અને દવા લીધી?

આનંદ : અરે બાપ રે,,,, ધીમે ધીમે, કેટલા સવાલ એક સાથે પૂછી લેવા છે તારે??

રોહિણી : વાત નાં બદલો જવાબ આપો ને.


(આનંદ મનમા મનમાં જવાબ ગોઠવવા નું શરૂ કરે છે.)

રોહિણી : આજે પણ રોજ ની જેમ દવા લેવાનું યાદ નો'તું ને? આજે પણ દવા લીધી નથી.Right???


આનંદ : ના બકા, આતો જલ્દી જલ્દી માં ભૂલી ગયો, એવું કઈ નથી...

રોહિણી : સારું, આમ જ તબિયત નું ધ્યાન નાં રખાય.


(રોહિણી આનંદ ને બોલવાનો મોકો આપ્યો વિના જ ગુસ્સા માં ફોન કટ કરી નાખે છે.)

આનંદ : પણ સાંભળ ત્યાં જ સામે થી બીપ નો અવાજ આવે છે અને સોંગ પાછું શરૂ થઈ જાય છે.


આનંદ કાર ફરી થી શરૂ કરે છે. અને રાજકોટ નાં રસ્તે ચલાવી નાખે છે.
કિલો મીટર ઓછા થતા જાય છે, અને રોહિણી ની યાદ અને રાજકોટ નજીક આવતું જાય છે....
2 કલાક પછી ગ્રીન લેન્ડ ચોકડી એ આનંદ કાર ને એક સાઈડ મૂકી ને બ્રેક કરે છે. અને ચા પીવા નીચે ઉતરે છે.
સાથે થેલા માંથી દવા લે છે. અને રોહિણી ને વિડિયો કોલ કરે છે

(5 રીંગ પૂરી વાગવા દે છે... 6 રીંગ એ કોલ રિસિવ કરે છે.)
રોહિણી : બોલો😠
આનંદ : બોલો😍
રોહિણી : શું કામ છે?🤨
આનંદ : તારું કામ છે.😉
રોહિણી : હા એટલે જ રોજ દવા ભૂલી ને મારું કામ વધારો છો. 🙄
આનંદ : હાસ્તો, તું એમ જ સમજ😆
રોહિણી : તમને એવું નથી લાગતું કે તમારે આજે મને વધુ ગુસ્સો અપાવવો નાં જોઈ🤨😠
આનંદ : જરાય નહિ, તું ગુસ્સા માં વધુ ક્યૂટ લાગે છે.😘💋
રોહિણી : એ બહુ સારું લો.😏
આનંદ : હા એ તો તું પેહલે થી છો.😍
રોહિણી : શું?🤔
આનંદ : સારી😘💋
રોહિણી : જો હું ખુબજ નારાજ છું, મને તમારી તબિયત બાબતે લાપરવાહી પસંદ નથી. 🙄🧐
આનંદ : હવે થી ધ્યાન રાખીશ. 😎
રોહિણી પાક્કું ને?🙄
આનંદ : હા, મારી દિલની માલિક હવે શાંત પડ.🤪😜
રોહિણી: હસતાં હસતાં.☺️😊
આનંદ : તને સર્કલે મળીશ, જલ્દી ઘરે થી નીકળ, મને પહોંચતા 20 મિનિટ લાગશે.
રોહિણી : હા, ok Bye
આનંદ : ok see u soon
કહી ને કૉલ કટ કરે છે,


રોહિણી એની મમ્મી પાસે જાય છે .....


રોહિણી : મમ્મી આનંદ આવ્યા છે, એ મને બહાર બોલાવે છે હું જાવ?
મમ્મી : ઘરે ક્યારે આવીશ.
રોહિણી : મમ્મી એ સાંજે મને મૂકતા જશે.
મમ્મી : સારું, જલ્દી પાછી આવી જજે. તારા પપ્પા ના આવ્યા પેહલા, એનો ગુસ્સો તને ખબર છે ને..
રોહિણી : હા મમ્મી,,,
રોહિણી દુપટ્ટો નાખી ને ઘરની બહાર નીકળે છે. શેરી ની બહાર જઈને રિક્ષા કરે છે, ત્યાં થી સર્કલ પાસે પહોંચે છે.
આનંદ થોડી વાર પેહલા જ ત્યાં પહોંચી જાય છે. આનંદ અને રોહિણી લોંગ ડ્રાઈવ પર નીકળી જાય છે,

આનંદ: રોહિણી નો હાથ પકડે છે, શું થયું તને? કેમ ચૂપ છે?
રોહિણી : મને ડર લાગે છે તમને ખોઈ બેસવાની.
આનંદ : પાગલ, હવે તો આપણો પરિવાર પણ આપણા પ્રેમ ને સ્વીકાર કર્યો છે. તો પણ તું........
રોહિણી : હું જલ્દી થી લગ્ન કરી લેવા ઈચ્છું છું.
આનંદ : તારા પપ્પા માની જશે?
રોહિણી : એ મને ખબર નથી. બસ મારે માત્ર તમે અને તમારો બેહદ પ્રેમ જોઈએ.
આનંદ : એ તો હું તને પેહલે થી કરું છું.
રોહિણી : આજે જ તમે મારા પપ્પા સાથે વાત કરો.


(આનંદ અને રોહિણી 5 વર્ષના બેહદ પ્રેમ સંબંધ માં આનંદે રોહિણીને આજે પેહલી વખત એટલી હદે ડરતા જોઈ હતી.)

આનંદ : રોહિણી ને શાંત થઈ જા, હું તારા પપ્પા સાથે વાત કરીશ.

(રોહિણી અને આનંદે આજે આખો દિવસ મન ભરીને વાતો કરી, લંચ સાથે કર્યું, ફિલ્મ જોવા ગયા, લોંગ ડ્રાઈવ પર ગયા અને રાત્રે ડિનર કરી ને આનંદ રોહિણી સાથે એના ઘરે ગયો. )

રાતનાં 9 વાગ્યા હતા, મનીષભાઈ શર્મિષ્ઠાબેન ઉપર ગુસ્સો કરી રહ્યા હતા, હજી તારી છોકરી ઘરે આવી નથી, રાતના નવ વાગ્યા છે, સવાર ની ગઈ છે...


શર્મિષ્ઠાબેન : કહું છું તમે શાંત થાઓ, હમણાં જ આવી જશે, એ આનંદ કુમાર સાથે ગઈ છે.

મનીષભાઈ : હા, એણે પસંદ કરેલા આનંદ કુમાર,,,,


તમારા આનંદ કુમાર ને ઘરે સમયે આવવાની પણ ખબર નથી....
એટલા માં જ આનંદ અને રોહિણી ઘરે દરવાજા પાસે આવી ને ઉભા રે છે...


આનંદ : ધીમે થી બોલે છે, ચાલો હવે મારો વારો...

રોહિણી ને આનંદ ધીમેક થી પૂછે છે, (ચીડવે છે) તું અને તારા પપ્પા એટલાં સ્વભાવ માં સારા કેમ છો.

રોહિણી : ગુસ્સા થી આનંદ સામે જુએ છે. અને ચૂપ રહે છે.

આનંદ : કેમ કઈ ખોટું બોલી રહ્યો છું.

રોહિણી : આનંદ ને એક પણ શબ્દ બોલતી નથી આનંદ ના પગ ઉપર જોરદાર પોતાનો પગ મારે છે, આનંદ થી ચીસ નીકળી જાય છે.

આનંદ : રોહિણી ને ગુસ્સા માં જુએ છે, અને ધીમે થી બોલ્યો વાહ શું વાત છે...

અચાનક શર્મિષ્ઠાબેન અને મનીષભાઈ નું ધ્યાન એ બેય સામે જાય છે.....

શર્મિષ્ઠાબેન આનંદ અને રોહિણી ને ઘરની અંદર બોલાવે છે, આનંદ ઘર માં જાય છે, બન્ને વડીલો ને પગે લાગે છે, અને સોફા ઉપર જઇને બેસે છે.

આનંદ અને મનીષભાઈ સામ સામે બેસે છે,આનંદ રોહિણી ને બેસવાનો ઈશારો કરે છે, પણ રોહિણી એના પપ્પા સામે ઉભી રહે છે, મનીષભાઈ એ બન્ને સામે જોઈને બોલે છે. શું થયું?? હવે શું વાત કરવાની બાકી છે?
શું કહેવું છે તમારે બન્ને ને???

આનંદ : પપ્પા મને સ્પષ્તાપૂર્વક વાત કરવાની આદત છે, હું ગોળ ગોળ વાત કરવામાં માનતો નથી. પપ્પા હું તમારી દીકરી ને બેહદ પ્રેમ કરું છું, અને તમે અમને અને અમારા પ્રેમ નો સ્વીકાર કર્યો હું એ માટે તમારો આભારી છું પણ.....

મનીષભાઈ : પણ શું???

આનંદ : મારી એક શરત છે, તમે તો જાણો જ છો, હું એક અનાથ છું, મને મારા દૂર નાં કાકા અને માસી એ ભણાવ્યો છે, અને થોડીક સ્કોલરશીપ ની કારણે હું મારું ભણતર પૂરું કરી શક્યો,,
પપ્પા મે જે પણ મારું ભાવિ બનાવ્યું છે એ દ્વારકાધીશ નાં આશીર્વાદ થી જ બનાવી શક્યો છું, અત્યાર સુધી મારી પાસે મારું કેહવાય એવું કોઈ નથી, હું ચાહું છું કે અમારા લગ્ન પછી રોહિણી અને અમને અમદાવાદ એકલું નાં લાગે એટલા માટે તમારે મને તમારા દીકરા તરીકે સ્વીકારીને અમારી જોડે જ અમદાવાદ શિફ્ટ થવું પડશે...એટલું કહી ને આનંદ પોતાના આંસુ લૂછે છે, આનંદ નું જીવન જે પ્રેમ માટે તરસતું આવ્યું છે એ આજે આંસુ બની ને વહી રહ્યું છે,
આનંદ આગળ શબ્દો ઉમેરતા કહે છે પપ્પા PlZ તમે અમારી સાથે જ રહો...

મનિષભાઈ અને શર્મિષ્ઠાબેન આજે આટલા વર્ષો માં પહેલી વખત આનંદ ને પોતાની સામે આ રીતે રડતો જુએ છે,,,
શર્મિષ્ઠાબેન રોહિણી સામે જુએ છે ,અને પછી આનંદ સામે જુએ છે, અને આનંદ ને પોતાની ગળે લગાવે છે.
દીકરા શાંત થઈ જા બેટા, તું અનાથ નથી અમે તારા માં બાપ છીએ બેટા....

મનીષભાઈ ને વિશ્વાસ માં આવતું નથી કે આનંદ આવી શરત મૂકશે મનીષભાઈ આનંદ ને જોઇને જવાબ આપે છે.
મનીષભાઈ : અને જો હું શિફ્ટ થવાની નાં કહું તો?

આનંદ : પપ્પા તો તમને અત્યારે જ મારી સાથે લઈ જઈશ...

મનીષભાઈ અને શર્મિષ્ઠાબેન એક બીજા સામે જોતા જોતા આનંદ સામે જુએ છે અને રોહિણી ને THANK YOU કહે છે.
આનંદ શર્મિષ્ઠાબેન અને મનીષભાઈ ને ગળે લગાવે છે, અને કહે છે, ચાલો તો હવે હું આજ થી તમારો દીકરો.
આપણાં નવા સંબંધ ની શરૂઆત દ્વારકાધીશનાં શરણ થી કરીએ.
મનીષભાઈ અને શર્મિષ્ઠાબેન ખુશીનાં આંસુ સાથે હા કહે છે,
થોડા દિવસ પછી લગ્ન ની તારીખ નક્કી થાય છે અને બધા દ્વારકા દર્શન કરવા જાય છે, આનંદ કહે છે ; પપ્પા હું અહી નાનપણમાં જ્યારે જ્યારે એકલો પડતો ત્યારે ભગવાનની શરણે આવતો હતો, આજે પેહલી વખત મારા પૂરા પરિવાર સાથે અહી આવ્યો છું...

મનીષભાઈ આનંદ ને ગળે લગાવે છે અને કહે છે;
દીકરા આજે મને પણ મારો દીકરો મળી ગયો, આજ સુધી ભગવાન પાસે ફરિયાદ હતી કે દીકરો નથી, આજે ભગવાને એ ખોટ પૂરી કરી દીધી....

રોહિણી અને શર્મિષ્ઠા બહેન દૂર થી જ મનીષભાઈ અને આનંદ ને ગળે મળતા જુએ છે.

દ્વારકા થી થોડું દૂર એક મંદિરમાં રોહિણી અને આનંદ લગ્ન કરીને દ્વારકાધીશના દર્શન કરી ને એ બધા અમદાવાદ જવા નીકળે છે,


રસ્તામાં આનંદ એના ઘરે ફોન કરીને રામુકાકા ને સ્વાગત ની તૈયારી કરવાનું કહે છે. આનંદ એના દૂર નાં સગા સંબંધી ને કોલ કરીને પોતાના લગ્ન ની જાણકારી આપે છે ..

દ્વારકા થી અમદાવાદ જવા બધા નીકળે છે, રસ્તામાં રોહિણી આનંદ નો હાથ પકડી ને કહે છે
આનંદ "Thank You",

આનંદ : શા માટે?


રોહિણી : મારી લાઈફ માં આવવા માટે, મને આટલો બધો પ્રેમ કરવા માટે.
આનંદ : પાગલ.😍


(રોહિણી ના માથા ઉપર હળવું ચુંબન કરી લે છે.)


રોહિણી : આનંદ તમે અને તમારો પ્રેમ હંમેશા મારી સાથે જ રહેજો....
આનંદ : હા 7 જનમ સુધી નો સાથ દ્વારકાધીશ પાસે માગી લીધો છે.

આનંદ અને રોહિણી રસ્તામાં જ દ્વારકાધીશ ને હાથ જોડી ને બન્ને એક બીજા ને ખુશી ની પ્રાર્થના કરે છે અને દ્વારકાધીશ ભગવાન ને Thank you કહે છે,,, રોહિણી કહે છે હે દ્વારકાધીશ બસ આમ જ મારી સાથે હંમેશા રહેજો અને મારા આનંદ નું ધ્યાન રાખજો...


"સમાપ્ત."


લી. જેન્સી પાઠક.
©Jivantika_pathak_(Jensi.)



મને મતૃભરતી અને પ્રતિલિપિ માં ફોલો કરો : Jivantika pathak "Jensi"...