Balidan Prem nu - 12 in Gujarati Love Stories by DC. books and stories PDF | બલિદાન પ્રેમ નુ.. - 12

The Author
Featured Books
Categories
Share

બલિદાન પ્રેમ નુ.. - 12

નેહા અને મલય નીચે આવે છે. સોનિયા અને રાજ નીચે જોડે જ બેસી ને ચા પી રહ્યા છે.

નેહા અને મલય ને એકસાથે આવતા જોઈ ને રાજ સોનિયા અને રામુકાકા એક સાથે વિચારે છે કે આ બંને જોડે કેટલા સારા લાગે છે.

રામુકાકા મનોમન ભગવાન ને પ્રાર્થના કરે છે કે "હે ભગવાન, આ બંને ને એક કરી દે હવે તુ. હવે કોઈ રહ્યું નથી એમને હેરાન કરનાર. એક વખત હુ ચૂપ રહ્યો હતો અનિકા મેડમ ના અહેસાનો ના બોજ નીચે. અને પછી ચૂપ રહ્યો નેહા ની સોગંદ ના લીધે. હુ મજબુર છુ ભગવાન પણ તુ નહિ. તુ કંઈક એવી લીલા કર કે તારા પર નો વિશ્વાસ વધારે મજબૂત થઇ જાય મારો. હે મુરલીધર કંઈક તો કર. કે મલય બાબા સામે બધી હકીકત આવે."

કઈ બાજુ જઈએ? મલય એ પૂછ્યુ.

મારા ડેડ ના મોલ માં જઈએ? ઇફ યુ ગાઇસ ડોન'ટ માઈન્ડ. સોનિયા બોલી.

નો વે! એમાં બોવ વખત ગયા છીએ અને તારા પપ્પા પૈસા પણ નથી લેતા પછી. મલય બોલ્યો.

હા તો એમાં શુ વાંધો છે? સોનિયા બોલી.

લોકો તો ફ્રી નું શોધતા હોય છે અને તને મળે છે તો આવુ નથી. સોનિયા મજાક ના મૂડ માં બોલી.

ફ્રી નુ આ દુનિયા માં કોઈ કોઈ ને આપતુ નથી. દરેક ને પોતાનો કોઈ ને કોઈ ફાયદો દેખાતો હોય તો જ કરે છે. બસ બીજા ની મજબૂરી નો ફાયદો જ ઉઠાવે છે. નેહા એના વિચારો માં ખોવાયેલી હોય એમ બોલી એટલે બધા એના સામે જોઈ રહ્યા હતા.

મલય એ નેહા ના ખભા પર હાથ મુકતા અચાનક નેહા ને યાદ આવ્યુ કે એ ક્યાં બોલી રહી છે ત્યારે એ સોરી કહી ને ચુપચાપ બહાર નીકળી ગઈ.

સોનિયા રાજ મલય એક બીજા ના સામે જોઈ રહ્યા. ત્રણેય જણા એટલુ સમજી ચુક્યા હતા કે નેહા આટલા વર્ષ માં જરૂર કોઈ મુસીબત માં હતી. પણ શુ? ત્રણેય ના મગજ માં એક જ સવાલ હતો.


************

રાધા.... રાધા... રોની જોર જોર થી પોતાના ઘર માં બૂમો પાડી રહ્યો હતો.

અનુરાગ! ગમે તે કર! ઝમીન આશમાન એક કરવા પડે તો કર. પણ રાધા ને શોધ. નહિ તો આપણે બરબાદ થઇ જઇશુ. મારુ આ ધૂમ ચાલતુ રેસ્ટોરન્ટ બંધ થઇ જશે. એટલુ બોલી ને રોની એ વાઈન નો એક ગ્લાસ અનુરાગ તરફ લંબાવ્યો.

અનુરાગ ગ્લાસ હાથ માં લીધો અને સામે રોની એ પણ એક ગ્લાસ હાથ માં લીધો. બંને જણા રોની ના આલીશાન સોફા પર ગોઠવાયા.

અનુરાગ ગ્લાસ હાથ માં પકડી ને બેઠો હતો અને બોલ્યો, રોની! તુ ચિંતા ના કર. કંઈક કરીશુ આપણે. એની તપાસ માટે મેં માણસો ને મોકલ્યા છે. અને રસ્તા પર ના સીસીટીવી ફોટેજ પણ મંગાવ્યા છે તો ક્યાંક થી તો એનો પત્તો લાગશે જ ને.

રોની અનુરાગ સામે બેઠો હતો. એને ફક્ત હકાર માં માથુ હલાવ્યુ.

રોની થોડીક વાર માટે ઉભો થયો અને બારી ની બહાર જોવા લાગ્યો. એટલા માં અનુરાગ એ હાથ માં લીધેલી વાઈન રોની નું ધ્યાન ના જાય એ રીતે બાજુ માં ગોઠવેલા છોડ માં નાખી દીધી.

તને ખબર છે અનુરાગ! મારુ એક નાનકડુ ઢાબુ હતુ મુંબઈ રેલવે સ્ટેશન આગળ. એને આ મોટી શાનદાર રેસ્ટોરન્ટ બનાવનાર એ રાધા જ હતી. રાધા ને હુ બોવ પસંદ કરતો હતો. મે એને કેટલીય વાર મારા સાથે લગ્ન કરવા માટે કહ્યું પણ એને ક્યારેય મને હા ના પાડી. એની મજબૂરી હતી મારા સાથે કામ કરવુ એ. અને મારો ફાયદો હતો એને અહીં રાખવામાં. એના વગર હુ ૨ દિવસ પણ રેસ્ટોરન્ટ નહિ ચલાવી શકુ એ વાત સારી રીતે જાણુ છુ. મેં એને ડરાવી,ધમકી આપી, બધુ જ કરી જોયુ પણ એને ક્યારેય મારી સાથે લગ્ન કરવા માટે હા જ ના પાડી. એનું રૂપ જોઈ ને ભલભલા માણસ એના પ્રેમ માં પડી જાય અને એ જ રૂપ નું ઘમંડ તોડવા માટે મેં એને અહીં એક નોકર ની જેમ રાખી. પણ ખબર નહતી કે એ આ રીતે ભાગી જશે.

અનુરાગ ચુપચાપ રોની ને સાંભળી રહ્યો હતો.

રોની અનુરાગ પાસે આવ્યો અને બોલ્યો,
અનુરાગ તુ મારો લોયર છે. તુ બધા દાવ પેચ જાણે છે. તુ જાણી શકે છે કે રાધા વગર કોઈ ની મદદ લીધા વગર કેવી રીતે ભાગી ગઈ. તારા કોન્ટેક્ટ બધે જ છે. બસ મારી મદદ કરી દે આ વખતે યાર! તુ કહીશ એટલા રૂપિયા તારા!

રોની આ રેસ્ટોરન્ટ માં કરોડો રૂપિયા કમાઈ ચુક્યો હોય છે. અનુરાગ એ રોની પાસે થી ૧૦ લાખ નો ચેક સાઈન કરાવ્યો અને તારુ કામ થઇ જશે નુ આશ્વાશન આપી ને ત્યાં થી બહાર નીકળ્યો.



રાધા ક્યાં ગઈ?

અનુરાગ રોની ની મદદ કરશે?

રોની રાધા સુધી પહોંચી શકશે?

રામુકાકા અનિકા મેડમ ની સચ્ચાઈ જાણે છે?

નેહા એ રામુકાકા ને ચૂપ રહેવા કેમ કહ્યુ?

મલય રાજ સોનિયા શુ નેહા ની હકીકત સુધી પહોંચી શકશે?

જાણવા માટે જોડાયેલા રહો અને આપ નો અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં.

મને ફોલો કરો નેક્સટ પાર્ટ ની અપડેટ માટે.

-DC