નેહા મલય ને ચા નાસ્તો કરવા ટેબલ પર બોલાવી લાવી અને મલય સાથે ચા નાસ્તો કરવા બેઠી... નેહા ની ખાવાની રીત જોઈ ને મલય ને બોવ અજીબ લાગતું પણ ચૂપ હતો... એટલા માં સોનિયા અને રાજ પણ આવી ગયા... બધા એ જોડે ચા નાસ્તો કર્યો અને આજે નેહા એ નાસ્તો બનાવ્યો હોવા થી મલય ને પણ નાસ્તો કરી ને મૂડ આવી ગયો...
નાસ્તો કર્યા પછી રાજ બોલ્યો, આજે આપણે બધા ફરવા જઈએ સાંજે શોપિંગ પર?
હા નેહા ના પણ કપડાં લાવાના છે તો જોડે જ જઈએ ને બધા.. મલય બોલ્યો.
સોનિયા અને નેહા એ પણ હા પાડી એટલે બધા એ સાંજે ૪ વાગતા નીકળવાનું નક્કી કરી ને મલય અને રાજ ઓફિસ જવા નીકળી ગયા કે થોડું કામ પતાવી ને આવી જઇશુ...
સોનિયા પણ રાજ સાથે બિઝનેસ માં હોવા થી એ પણ જોડે નીકળી ગઈ... નેહા ઘર માં એકલી જ હતી... નેહા પોતાના રૂમ માં આરામ કરવા ગઈ પણ મલય ના સવાલો થી પરેશાન નેહા ને ઊંઘ જ નહતી આવી રહી...
એ પોતાની જૂની યાદો માં ખોવાઈ ગઈ...
સિંઘાનિયા સર એ જયારે નેહા ને પોતાની વહુ તરીકે સ્વીકારી ત્યારે જાણે આસમાન ના તારા આવી ને એની ઝોળી માં ભગવાન એ નાખી દીધા હોય એમ ખુશ હતા નેહા અને મલય...
પણ કહેવાય છે ને જ્યાં ખુશીઓ આવે ત્યાં દુઃખ પાછળ રાહ જોઈ ને જ ઉભા હોય છે!
એવુ જ કંઈક બનવાનુ હતું નેહા અને મલય ની ઝીંદગી માં....
જયારે મલય ના પપ્પા સિંઘાનિયા સર એ નેહા ને પોતાની વહુ તરીકે સ્વીકારી લીધી એ વાત ની ખબર મલય ની મોમ અનિકા સિંઘાનિયા ને ખબર પડે છે ત્યાં જ થયો ધમાકો...
એમને પોતાનો એક નો એક લાડલો અને કરોડો ના સિંઘનીઆ એમ્પાયર નો એક નો એક વારિસ આવી મેનેજર ની છોકરી ને પસંદ કરે અને પોતાની કંપની માં કામ કરતા એક સામાન્ય મેનેજર ની દીકરી આ ઘર ની વહુ બને એ અનિકા મેડમ ને જરાય પસંદ ના આવ્યું પણ સિંઘાનિયા સર આગળ એમનુ કઈ પણ ચાલે એમ નહતુ... એટલે ચૂપ હતા અને એ મોકા ની તલાશ માં હતા કે ક્યારે કંઈક મોકો મળે અને નેહા ને મલય ની ઝીંદગી માં થી બહાર કાઢી નાખુ.
એક દિવસ અચાનક કાર એક્સિડન્ટ માં સિંઘાનિયા સર નુ મૃત્યુ થયુ... હવે આખુ સિંઘાનિયા એમ્પાયર અનિકા મેડમ ના હાથ માં આવી ગયુ... એમણે નેહા ના પપ્પા સાથે વાત કરી કે પોતાને નેહા જરાય પસંદ નથી તો તમે પાછળ હટી જાઓ અને તમારી દીકરી ને મલય થી દૂર કરી દો પણ નેહા ના પપ્પા ને પોતાની દીકરી નો પ્રેમ છીનવી લેવો યોગ્ય ના લાગતા એમને મલય ને બધુ જણાવી દેવાની ધમકી આપતા અનિકા મેડમ થોડા દિવસ શાંત થઇ ગયા...
એક દિવસ કંપની ના બીજા મેનેજર સાથે મળી ને ફાઈલો માં ગડબડ કરી ને અનિકા મેડમ એ નેહા ના પપ્પા પર લાખો રૂપિયા નો દાવો લગાવ્યો જે નેહા ના પપ્પા સહન ના કરી શક્યા અને એમને દિલ નો દુખાવો ઉપડતા જ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા...
બીજી તરફ અનિકા મેડમ એ ઓફિસ ના કામ ના બહાને મલય ને દાર્જિલિંગ મોકલી દીધો હતો...
એ સમય માં એટલા મોબાઈલ ની સુવિધા તો હતી નહીં એટલે મલય નેહા ને જણાવ્યા વગર જ નીકળી ગયો... હોસ્પિટલ માં નેહા ના પપ્પા ની ખબર કાઢવાના બહાને અનિકા મેડમ આવ્યા...
નેહા એ રડતા રડતા બધી વાત કરી કે એના પપ્પા ને હૃદય માં એક કાણુ છે જેનુ તાત્કાલિક ઓપેરેશન કરાવવું ખુબ જરૂરી છે જેનો ખર્ચો આશરે ૧૦ લાખ રૂપિયા થશે... તમે મારા પપ્પા ને સારી રીતે જાણો છો મેમ... એ ક્યારેય આવુ કરી જ ના શકે... પ્લીઝ તમે અમને મદદ કરી દો હાલ મારા પપ્પા ના ઓપેરેશન માટે અમારે પૈસા ની બોવ જરુર છે... નેહા એ પોતાનો દુપ્પટો ઝોળી ફેલાવતી હોય એ રીતે અનિકા મેડમ પાસે મદદ માંગી રહી હતી..
હા મને ખબર છે.. તારા પપ્પા એ કઈ જ નથી કર્યું પણ બધુ કરેલુ મારુ જ છે... અનિકા મેડમ બોલ્યા તો નેહા એમના સામે આશ્ચર્ય થી જોઈ રહી..
નેહા અનિકા મેડમ ની સચ્ચાઈ જાણી ને શુ કરશે?
શુ અનિકા મેડમ ૧૦ લાખ રૂપિયા નેહા ને આપશે?
અત્યાર સુધી નેહા હતી ક્યાં?
મલય અનિકા મેડમ વિષે જાણે છે?
રાધા ક્યારે મળશે રોની ને?
જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરો...
આપ નો કિંમતી અભિપ્રાય મને લખવાનું ભૂલતા નહીં વાચક મિત્રો...
-DC