Dilni Vaat, Pyarni Sogaat - 2 in Gujarati Love Stories by Hitesh Parmar books and stories PDF | દિલની વાત, પ્યારની સોગાત - 2

Featured Books
Categories
Share

દિલની વાત, પ્યારની સોગાત - 2

"આજે તો બસ છૂટી ગઈ!"  એણે કહ્યું અને ભાભી સાથે વાત કરવાની ઈચ્છા કહી.

"બાય ધ વે, મને આજ પૂરતો રોકી શકવામાં તું સફળ તો થઈ ગઈ!" નેહલ ને આ બધું ખબર જ હતી, હા, એને ખબર જ તો હતી પણ એને પણ અહીં રોકાવું હતું. દરેક વાર જીતવાની જ મજા નહિ હોતી, અમુકવાર તો હારમાં પણ જીત કરતાં વધારે ખુશી મળતી હોય છે. અને ખાસ તો ત્યારે જ જ્યારે આપને રમતાં આપણાં ખાસ વ્યક્તિ સાથે હોઇએ.

"ના, એ તો છે જ, મતલબ કે હું ચાહું જ છું કે તું રોકાય પણ, પેલી વાત પણ જૂઠી નહિ, મારામાં કંઈ જ ખાસ નહિ!" કૃતિ જાણે કે થોડી સેડ થઈ ગઈ.

"તું બેસ્ટ છું," નેહલ એ એના માથે હળવો હાથ ફેરવ્યો. દિલમાં તો એવું થતું હતું કે કહી જ દે કે ખરેખર એ કેટલી બેસ્ટ છે!

"નહિ!" એ પણ બોલી.

"મારે જવું પડશે!" નેહલ એ કીધું.

"થોડા દિવસ જ તો રોકાઈ જવા કહું છું, હું કઈ તને કહું છું કે અહીં જ રહી જા!" એ બોલી.

"હા, પણ, જો બકા, મારે અહીં ત્રણ થી વધારે દિવસ થઈ ગયા છે! પ્લીઝ સમજવા પ્રયત્ન કર!" નેહલ એ સ્વાભાવિક જ સમજાવ્યું.

"જા જતો રે, બટ લીસન મિસ્ટર, હું ક્યારેય તારી સાથે વાત નહીં કરું!" એ પહેલી વાર હતું કે કૃતિ એના થી નારાજ હતી, જેટલું પણ જોડે રહેલા, બંને ખુશ અને સાથે જ મસ્તી કરતા હતા. એક પળ માટે તો નેહલ ને જ લાગી આવ્યું કે પોતે બહુ મોટી ભૂલ તો નહિ કરી રહ્યો ને?!

"હા બાબા, હમણાં તો રોકાયો જ છું ને, ચાલ કોફી પી લે તો!" નેહલ એ બહુ જ પ્યારથી કહ્યું.

"તું જ પી, મારે નહિ પીવી!" કૃતિ એ બીજી તરફ જોયું.

"સોરી, પણ મમ્મી બહુ જ ચિંતા કરે છે મારી અને બહુ જ ગુસ્સે પણ થઈ છે, એક વાર હું એમને મળી લઉં તો ફરી બીજા જ દિવસે હું અહીં હાજર થઈ જઈશ, પ્રોમિસ!" નેહલ એ બહુ જ પ્યારથી કહ્યું.

કૃતિ એ કોફી નો એક સિપ લેતા પૂછ્યું - "તને અહીં નહિ ગમતું?!"

"ગમે છે ને, બહુ જ! સ્પેશિયલી યુ, આઈ ગોન્ન મિસ યુ સો મચ!" નેહલ એ કહ્યું.

"તું તો જાણે જ છે ને, મમ્મીનું દિલ અલગ જ વિચારે છે, એમના માટે તો બસ એમના છોકરા બસ એમની પાસે જ હોવા જોઈએ!" નેહલ એ કહ્યું.

"હા, પણ એક દિવસમાં તું પાછો તો આવી જઈશ ને?!" એણે પૂછ્યું તો નેહલ થોડો અસહેજ થયો. કેટલી બેતાબી હતી એને નેહલ સાથે રહેવાની. એક પળ માટે પણ જાણે કે એને ખુદને નેહલથી જુદા નહિ થવું. હા, પ્યાર હોય છે જ આવો, ગાંડો કરી મૂકે એવો! પાગલપન ની હદ ના થાય ત્યાં સુધી પ્યાર થયો એમ કહેવાય પણ નહિ ને. ખુદ નેહલ એ પણ તો ત્યાં રહેવું જ હતું ને, પણ ખુદ પણ તો મજબુર હતો ને! મજબૂર હતો એટલે જ તો એને ના કહી હતી, બાકી એનું દિલ જ જાણતું હતું કે ગમતી વ્યક્તિનાં વિરોધ વાત કરવી બહુ જ મુશ્કેલ હોય છે.

આવતા અંકે ફિનિશ..
____________________
એપિસોડ 3(અંતિમ ભાગ - ક્લાઈમેક્સ)માં જોશો"ના, બાબા! હું બસ મસ્તી કરતો હતો, રિલેક્સ!" નેહલ એ કહ્યું.

"તેં એના વિશે જ કેમ પણ આવો મજાક કર્યો? મતલબ તું થોડું તો એના વિશે ફીલ કરે જ છે!" કૃતિ બોલી.

"એની વેઝ, કોંગ્રેટ્સ, જીજુ!" કૃતિ એ ચિડવવું શુરૂ કર્યું.

"જો, હું એને લવ નહીં કરતો, તું પ્લીઝ મને આવું ના કહીશ!" નેહલ એ કહ્યું.

"કરે છે, કરે છે, કરે જ છે! યુ નો વોટ, મારે તારી જોડે વાત જ નહિ કરવી!" કૃતિ એ હવે વધારે ગુસ્સે બતાવ્યો