Gumraah - 40 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 40

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ગુમરાહ - ભાગ 40

ગતાંકથી....

સાચી હકીકત એ છે કે 'લોકસતા 'ન્યુઝ પેપર અમારા ખબરપત્રીની નજરમાં આ નવી અને તાજી ખબરો પ્રગટ કરવા માટે બીજા બધા ન્યુઝ પેપર કરતા વધારે વિશ્વાસપાત્ર જણાયું હોવું જોઈએ અને અમારા એકલા ના જ ન્યુઝ પેપરમાં તે વિગત પ્રગટ થવાની જરૂર ખબરપત્રીને લાગી હોવી જોઈએ. તેથી તેને અમારે ત્યાં તે મોકલ્યું. અમારા ખબરપત્રીની આ પ્રકારની જે લાગણી જણાય છે તે જ લાગણી અમારા વાચક વૃંદની છે અને અમારા તરફ લોકોનો પક્ષપાત છે એનો અમને આ પુરાવો જણાય છે.

હવે આગળ....

હવે એ ન્યુઝ પેપર ના મુખ્ય પ્રિન્ટરની ગુમ થયાની બાબતમાં અમારો અભિપ્રાય જણાવીશું ‌. અમને ખબર મળી છે કે ,'લોક સેવક'ના પ્રેસના કામદારોમાં અત્યારે અસંતોષ છે, અમે એ અસંતોષમાં વધારો કરવા માંગતા નથી, પણ જ્યાં અનુભવ વિનાનો સુકાની પ્રેસ હાથમાં લે ત્યાં અસંતોષ વિના બીજું શું બને ?તેમનો આગેવાન પ્રિન્ટર નામે હરેશ તેમને ત્યાંથી આ સંતોષને કારણે જ નાસી ગયો છે. સિક્કાવાળાની ટોળીનો અહેવાલ લઈને તે નાસી ગયો હોવાની વાત તદ્દન ખોટી છે .તે નાસી ગયો તેનું ખરું કારણ તો એ છે કે 'લોક સેવક' પ્રેસના કામદારોએ અડધી રાતે એ હરેશ ઉપર પોતાના અસંતોષ સંબંધમાં તરત જ નિકાલ લાવવાનું ખૂબ દબાણ કર્યું હતું. તે વખતે મશીન પર ન્યૂઝ પેપર છાપવા આપેલુ હતું. કામની વચ્ચમાં માલિકને પરેશાન નહિ કરતા હરેશે સલાહ આપવા છતાં, અસંતોષી એ માન્યું નહિ .એટલે હરેશ માલિકને પરેશાન નહિ કરવાના પોતાના સિદ્ધાંતોને ખાતર બધું અધવચ્ચે પડતું મૂકીને જતો રહ્યો. એના નાસી જવાને અમારા અહેવાલ સાથે કાંઈ જ લાગતું વળગતું નથી. 'લોક સેવક' તેનો સંબંધ અમારી સાથે મેળવવામાં હડહડતું તો જૂઠું લખીને પોતાની જ પડતી ના પગલાં લે છે.

'અમારા વાંચકોને આ સત્ય કહેવાથી અમારી શુદ્ધ નિષ્ઠાની ખાતરી થશે. છેવટના બે શબ્દો 'લોકસેવક'ના તંત્રી સંબંધી લખ્યા વિના અમારો આ લેખ અપૂર્ણ જ ગણાય. જાહેર પ્રજાને અમે જણાવવા માંગે છે કે અમારું 'લોકસતા' પચ્ચીસ વર્ષના એક અનુભવી પત્રકારના સુકાન નીચે ચાલે છે. જ્યારે 'લોકસેવક'નું સુકાન ફક્ત એક બાળક તંત્રીના હાથમાં છે. છોકરવાદ તંત્રી હજી તો હમણાં જ શાળામાંથી છૂટીને પ્રેસ મંદિરના પગથીયા ઉપર ઉભો છે : તેને અટપટા જગત વ્યવહાર ની પૂરી સમજ પણ નથી. આ પવિત્ર ધંધો, મહાન ધંધો, જો આવા છોકરવાદ ,સમજણ વગરનાઓના હાથથી ઉધ્ધાર પામવાનો હોય તો પછી એમ જ કહેવું પડે કે, દુનિયામાં અનુભવની જરૂર નથી !!મોટા સમુદ્રમાં જંગી સ્ટીમરો આવા નાના બચોળિયાં ચલાવી શકશે !!!!

"પણ ના જગતને ઉંધા ચશ્મા નથી કે જેવા ચશ્મા 'લોક સેવક'ની ઓફિસમાં એક બાળક- તંત્રી પહેરીને બેઠો છે !અમને વિશ્વાસ છે કે, અનુભવી જગત એને લાયકની જ પુજા કરશે!"

'લોક સતા'માં પ્રગટ થયેલો આ અગ્ર લેખ વાંચીને પૃથ્વી ક્રોધથી ફૂંફાડા મારતો બોલ્યો : છોકરમત કોની છે ? મારી કે આ 'અનુભવી' કહેવડાવનારની ? એના શબ્દે શબ્દનો કડક જવાબ આપીશ. ચીમનભાઈ ,મારી પડતી નથી પણ હવે લાલ ચરણની પડતી શરૂ થઈ સમજો ."

"પણ ભાઈ, આનો જવાબ આપવો નકામો છે."

"શા માટે ?"

"આપણે ત્યાં હવે હડતાલ બંધ પડી આપણે ત્યાં નવો જોરદાર અહેવાલ તૈયાર છે .આપણો જવાબ અહેવાલ પ્રગટ કરવાથી આપોઆપ તેને મળી રહેશે."

"નવો અહેવાલ પ્રગટ કરવો એવો તમે નિર્ણય કર્યો છે ? બસ. તો તે અહેવાલ અને તે ઉપરાંત મારો જવાબ બંને આપણે છાપીશું. ચીમનભાઈ, જરા પણ હિંમત ન હારશો. એના એકે એક જુઠ્ઠાણું નો જવાબ હું બરાબર આપીશ. મને એક કલાકની એકાંત આપો. જુઓ, મારો જવાબ તમને પસંદ નહિ પડે તો પછી આપણે વિચાર કરીશું, પણ મારા હાથ અત્યારે સળવળી રહ્યા છે. એને હું બતાવી આપીશ કે ,બાળ-તંત્રી પણ કેવા
બાહોશ હોય છે."

ચીમનલાલ નો એક સિદ્ધાંત એવો હતો કે ,તંત્રીઓ એ હંમેશા મગજ પર કાબુ રાખવો જોઈએ અને ગુસ્સામાં કે આવેશમાં કાંઈ પણ લખાણ લખવું જોઈએ નહિં .જે તંત્રી ગુસ્સાના આવેશમાં શબ્દો લખી કાઢે છે, તે ઉતાવળમાં ઘણીવાર પોતાના પગ ઉપર જ કુહાડી પડે તેવું લખી નાખે છે.

તેમના આ સિદ્ધાંતને લીધે જ તે ક્યારેય પણ પોતાની ઓફિસમાં કામ કરતી વખતે મિજાજ ખોઈ બેસતો નહિં અને જે કંઈ આક્ષેપો 'લોક સેવક' પર થતા તેનો જવાબ આપવા માટે આક્ષેપક લખાણ વાંચીને તરત જ વિચાર કરતો નહિં. તેનું કહેવું એવું હતું કે ,"જ્યારે એ આક્ષેપકારનું લખાણ આપણે વાંચીએ ત્યારે તે વાંચીને બેદરકારીથી તરત જ ખિસ્સામાં મૂકી દેવું જોઈએ અને જ્યારે આપણું મન શાંત હોય ત્યારે તે ઉપર વિચાર કરવો જોઈએ. આમ કરવાથી જવાબમાં બુદ્ધિનો વધુ સારો ઉપયોગ થઈ શકે છે. મર્મયુક્ત અને મુદ્દાસર જવાબ લખી શકાય છે અને ભાષા શૈલી સચોટ લાવી શકાય છે. શાંત મન હોય તે વખતે લખાણ લખવાને લીધે તમામ મુદ્દાઓ લાવી શકાય છે અને એકાદ ભૂલી જવાતો હોય તો તે યાદ કરવાનો પણ અવકાશ મળી રહે છે."

પૃથ્વી તેના આ સિદ્ધાંતને હસી કાઢતો. તે તો કહેતો કે જેવું આક્ષેપક લખાણ આપણે વાંચીએ કે તરત જ જડબાતોડ જવાબ ઘડી કાઢવા મંડી જવું જોઈએ. સૌથી પહેલી જ વાર આપણા દિલમાં જવાબ આપવા માટે જે ઊર્મિઓ આવે તેનો જ ઉપયોગ ન કરીએ તો વખત વિતતા ઠંડુ બની જવાય અને તેથી જવાબ ઢીલો, મોળો અને કોઈ વાર આક્ષેપકની જાળમાં ફસાઈ જવા જેવો બની જવા સંભવ છે. વિચાર કરવા તે ના તો પાડતો નહિ ,પણ ક્યારે ? એકવાર ઢસડી કાઢ્યા પછી.

પોતાના સિદ્ધાંતો મુજબ પૃથ્વી એ 'લોક સત્તા'નું લખાણ વાંચ્યું કે તરત જ તેનો જડબાતોડ જવાબ લખવા મંડી પડ્યો બરાબર એક કલાકે પૃથ્વી પોતાના જવાબ તૈયાર કરી રહ્યો. તે ફરીવાર તે વાંચી ગયો અને તેનું દિલ કહેવા લાગ્યું કે વિરોધીઓને તદ્દન ચૂક કરી દે, એવો જ એ જવાબ છે .આ જવાબ તેણે ચીમનલાલની ઓફિસમાં મોકલ્યો અને ચિઠ્ઠી લખી મોકલી કે ખાસ વધારો પ્રગટ કરીને જવાબ છાપવો. તે બાદ બીજા બારણેથી તે ઓફિસમાંથી ચાલી નીકળ્યો.
બે કલાક પછી 'લોક સેવક'ના ખાસ વધારામાં નીચે મુજબ લખાણ પ્રગટ થયું :

' લોકસતા ને જડબાતોડ જવાબ '
લેખક:

'લોકસેવક' નો 'છોકરવાદ -તંત્રી' પૃથ્વી

લોક સેવક ના નવા અંક માટે હું લખાણ તૈયાર કરતો હતો તે વખતે મારા મદદનીશ ઉપ તંત્રી મિ. ચીમનલાલ ત્રિવેદી જેમણે મરહુમ પૂજ્ય પપ્પા ના હાથ નીચે આઠ વર્ષથી એક નિષ્ઠા ભરી નોકરી કરી છે .તેઓ મારા ઓફિસમાં આવ્યા તેમણે 'લોકસતા'ની નકલ મારા હાથમાં મૂકી. કહેવાતા અનુભવીઓના તંત્રીમંડળ તરફથી તેમાં મારા વિશે અને વળી ગુમ થયેલા પ્રિન્ટર હરેશ વિશે જે આક્ષેપયુક્ત લખાણ કરવામાં આવેલું છે તે વાંચીને હું લગભગ પંદર મિનિટ સુધી પેટ પકડીને હસ્યો.

'લોક સતા' મારી સામે જે પોતાની ઉત્તમ બુદ્ધિના નમુના રૂપ આક્ષેપ કરે છે કે હું તો છોકરવાદ -તંત્રી છું. એ સત્ય વાત માટે હું તેને અવશ્ય ધન્યવાદ આપું છું અને કબુલ કરું છું કે હું કેવળ એક બાળક છું. તેઓને આક્ષેપના સત્ય માટે તેમને મદદ કરવા માટે નીચે મારી વિચાર છબી પ્રગટ કરૂં છું.

પૃથ્વી પોતાની વિચાર છબી માં શું રજુ કરશે તે જાણવા માટે વાંચો આગળ નો ભાગ....
ક્રમશઃ...