Radha the Great in Gujarati Short Stories by Ramesh Desai books and stories PDF | રાધા ધ ગ્રેટ

Featured Books
Categories
Share

રાધા ધ ગ્રેટ

રાધા ધ ગ્રેટ, તેજસ્વી સ્ટુડન્ટ બની થનીને દશેરાના ઉપક્રમે શાળાની બાળાઓ એ યોજેલ કાર્યક્રમ નિમિતે ગઈ કાલે જ આણેલું રૂપિયા 1000નું ઈમ્પોર્ટેડ રિસ્ટ વોચ પહેરતી હરખાતી મલકાતી ગ્રાન્ટ રોડ સ્ટેશને ઊતરી. તેનો ચહેરો હર્ષ થી ખીલી રહ્યો હતો.

આખે રસ્તે તે હરખ ઘેલી બની કેવળ તેના ઘડિયાળમાં જ ખોવાઈ ગઈ હતી. પોતાની ઘડિયાળ તેના સખી વૃંદ મા કેવી મોટા પણા ની લાગણી જન્માવશે? કેટલા મા લીધી? કઈ ઘડિયાળ છે?

અને તેણે મનમાં જ આ સવાલો ની કલ્પના કરતાં જવાબ પણ આપી દીધો માં

" રેમન, વોટર પ્રૂફ , શોક પ્રૂફ, ઑટોમૅટિક તારીખ વાર સાથે! "

પોતાનું ઘડિયાળ તેના સખી વૃંદમાં કેવો રોબ જમાવશે. તેના સ્ટેટસને ચાર ચાંદ લગાવી દેશે.

તેણે મનોમન કેટલીય કલ્પના કરી હતી.

દરેક બહેન પણી નું દયાન તેની ઘડિયાળ પર કઈ રીતે દોરાય તેની મનોમન યોજના કરી રહી હતી.

તેજપાલ ઓડિટરીયમમાં પહોંચી ત્યારે કાર્યક્રમ શરૂ થવા ને વાર હતી. તેની બધી જ સખી તેની આતુરતા પૂર્વક વાટ નિહાળી રહ્યું હતું. તેણે યોજના પ્રમાણે હાથ ઊંચા કરી હસીને બધાને ' હલ્લો 'કર્યું

હાથના હલનચલન ને કારણે ઘણા લોકો ની નજર તેની કાંડા ઘડિયાળ પર પડી હતી.

" શીલા! તારૂં ઘડિયાળ રેડિયો ટાઈમ છે.,?," પોતાનો હાથ હલાવી પોતાની ઘડિયાળ વિશે જાણકારી આપી દીધી.

"8-25 " જવાબ મળ્યો.

અને રાધા એ પોતાના ઘડિયાળ માં નજર કરી..

" હા મારૂં ઘડિયાળ પણ બરાબર સમય બતાવી રહી છે. "

તે મનોમન બબડી.

અને સાલી ગાડી માં ગર્દી કેવી છે? મારો તો હાથ જ દબાઈ ગયો.

આટલું બોલી ઘડિયાળ પહેરેલો હાથ કોણી થી પકડી ઉપર નીચે હલાવવા માંડી.

ક્ષણ ભરમાં તેની કલ્પના રંગ લાવી હતી. લગભગ બધાની નજર તેની ઘડિયાળ ને આંબી ગઈ હતી.
.
ક્લાસમાં દાખલ થતાં વેંત જ તેનું સખી વૃંદ તેને ઘેરી વળ્યાંનો સિનારિયો તેની આંખો સામે છતો થઈ ગયો.

એકે સવાલ કર્યો.

" કેટલામાં લીધું. "

" રૂપિયા 600 પૂરા. "

" રેમન - વોટર પ્રૂફ - શોક પ્રૂફ - ઑટોમૅટિક, તારીખ વાર સાથે. "

બધાના સવાલો નો તેણે ઊંચા અવાજે જવાબ દઈ તેણે પોતાની ઘડિયાળ ની જોર શોર માં પબ્લિસિટી કરી નાખી.

તેની ઘડિયાળ ચર્ચા નો વિષય બની ગઈ હતી.

અભિનંદન શબ્દનો મારો ચાલ્યો હતો. મુક્ત પ્રશંસા, લૂખી સુખી ઝેરીલી પ્રશંસા ચાલુ હતી.

તે જ વખતે બેલ રણકી ઊઠી.

અને બધા હોલમાં દાખલ થયા.

કાર્યક્રમ શરૂ થયો.

ગરબા, રાસ, નાટક, વેશ ભુષા તેમ જ મિમિક્રી અને મોનોલોગ... એક પછી એક આઈટમ ભજવાતી ગઈ. તે દરમિયાન પણ રાધાની આંખો સતત તેની ઘડિયાળ ને ઘુરકી રહી હતી.

કાર્યક્રમ પૂરો થયો. બેનપણીઓથી છૂટી પાડી રાધા ગ્રાન્ટ રોડ સ્ટેશન આવી. સ્ટેશન નું ઘડિયાળ 12-30નો સમય સૂચવી રહ્યું હતું. પોતાની ઘડિયાળ 12-40 બતાવતી હતી. શું તેનું ઘડિયાળ આગળ છે? પણ કોઈ ની વાત રાધા

ના કર્ણ પટે અથડાઈ.

શોર્ટ સપ્લાય ને કારણે ઇલેક્ટ્રિક ઘડિયાળ પાછળ ચાલે છે. આથી તેણે મનોમન ગર્વની લાગણી અનુભવી.

ગાડી આવી અને તે ઠેકડો મારી ફર્સ્ટ ક્લાસ ના કંપાર્ટમેન્ટ માં ચઢી ગઈ.

જોત જોતામાં મહાલક્ષ્મી પસાર થઈ ગયું.

બારીમાંથી મહાલક્ષ્મી અને લોઅર પરેલનો બાહ્ય દેખાવ નિહાળતી રાધા પોતાના વિચારો માં મગ્ન હતી.

લોઅર પરેલ આવ્યું. પળભર ગાડી શ્વાસ લેવા થંભી. અને બીજી મિનિટે ફરી ગતિમાન થઈ.

તે જ વખતે તેનું સ્પ્રિંગ વાળું ઘડિયાળ ખેંચાઈ ગયું.

" ચોર ચોર પકડો. " તેણે જોરથી બૂમો પાડવા માંડી..

પણ ગાડી ગતિ માં આવી ગઈ હતી. ઘડિયાળ પળભર માયા જગાડી સ્થાન બબડી કોઈ ચોર ની પાસે જતું રહ્યું હતું.

તે જોઈ રાધા થથરી ગઈ.

ડર ની મારી રડી પણ ન શકી. ગળે ડૂમો ભરાયો.

મમ્મી પપ્પા ને શું જવાબ આપીશ?

તેમની મરજી વિરુદ્ધ તે ઘડિયાળ પહેરી ને શાળા ના કાર્યક્રમ માં શામેલ થઈ ઘડિયાળ ખોઈ બેઠી હતી.

થાકી ગયેલી હાલતમાં તે એલફિસ્ટન સ્ટેશને ઊતરી. તેના પગ પાછા પડતાં હતા. ટિકિટ બતાવી તે સ્ટેશન ના દરવાજામાંથી બહાર નીકળી. અને તેનું ખાળી રાખેલું રૂદન એકાએક બહાર આવી ગયું.

ક્ષણેક માં લોકો આસપાસ જમા થઈ ગયા.

તે કેમ રડતી હતી?

એક 40-45 વર્ષીય શખસે તેને સવાલ કર્યો

" બેટા શું થયું? રડ નહીં. અને સાચી હકીકત જણાવ. "

" મારૂં... ઘ.. ડિ.. યા.. ળ.. મારૂં ઘડિયાળ કોઈ એ ખેંચી લીધું. મારા મમ્મી પપ્પા મને ખુબ વઢશે.. મારશે. "

" બેટી કાંઈ નહીં. થવાનું હતું તે થઈ ગયું. ચાલ તારે ઘરે મૂકી આવું. "

" હું તારા પપ્પા મમ્મી ને સમજાવીશ. "

કહી રાધાનો ગોરો હાથ પકડી સ્ટેશન ની બહાર નીકળ્યો.

અને રસ્તા પર આવી ને ટેક્સી રોકી લીધી.

ટેક્સી માં બેસાડી તેને પડખે બેસી તે શખસે નરમાશથી તેની પીઠ સહેલાવતા સાંત્વના દેતા કહ્યું.

" બેટા! તું મૂંઝાઈશ નહીં. મારી ખુદ ની ઘડિયાળ છે.. હું તને ઘડિયાળ આપીશ. તેથી તારે મમ્મી પપ્પા નો ઠપકો નહીં સાંભળવો પડે. "

પીઠ ફરતો હાથ તેની પીઠ પર અવિરત ફરવા માંડ્યો.

ઘડિયાળ મળી જવાને કારણે રાધા નચિન્ત બની ગઈ.

જો પોતાના જેવું જ ઘડિયાળ મળી જાય તો સારી સમસ્યા દૂર થઈ જાય. ઘડિયાળ ની લાલચે ભોળપણ જામ્યું. અને ટેક્સી એક જર્જરિત ઇમારત પાસે આવી ને ઊભી રહી ગઈ

" બેટા! પહેલા મારા ઘરે ચાલ.. મારે ઘરે ચા પી ચાવી લઈ હું તને દુકાને લઈ જઈશ. ત્યાં દરેક જાતના ઘડિયાળ છે. તારૂં ક્યુ ઘડિયાળ હતું?

" રેમન - વોટર પ્રૂફ - શોક પ્રૂફ - ઑટોમૅટિક તારીખ વાર સાથે!!"

" અરે વાહ આવા તો ડઝનેક પીસ પડ્યા છે. ચાલો તારૂં કામ થઈ જશે. "

એક બંધ ફ્લેટમાં ચાવી ભેરવી બારણું ખોલી તે રાધા ને ભીતર લઈ ગયો. મારી તારા જેવી ત્રણ છોકરીઓ છે.

કહીને તેણે બારણું ભીતર થી વાસી દીધું.

તેને એક સોફા પર આરામ થી સોફા પર બેસાડી તેના પુષ્ટ અંગો ને લોલુપતાથી નિહાળી તે બીજી રૂમમાં ગયો.

ઘરે પહોંચતા મોડું થશે તે વિચારે રાધા ચિંતિત થઈ રહી હતી.

ત્યાં જ ટ્રે માં બે કપ ચા લઈ તે શખ્સ બહાર આવ્યો. ગભરાટ ને કારણે રાધાના વૃક્ષ સ્થળ હલન ચલન કરતાં હતા. રાધાની આ હાલત નિહાળી શખ્સ પણ બેકાબુ બની રહ્યો હતો. તે જોઈ તેની વૃત્તિ સળવળી ઊઠી.

ચા પીતા વેંત જ રાધા સોફા પર ઢળી પડી. તેને સોફા પર સુવડાવી તેની હવસ પૂરી કરી લીધી.

તે ભાનમાં આવી ત્યારે પોતાની જાત ને નિ :વસ્ત્રી નિહાળી રાધા કાંપી ઊઠી. કાંઈ ક લૂંટાઈ ગયાનો ભય તેના દિલો દિમાગ પર સવાર થઈ ગયો . તેણે ઝટપટ પોતાનું શરીર ઢાંકી લીધું. તેના પૂર્ણ શરીર માં કળતર થઈ રહ્યું હતું.. તેણે ચારે બાજુ નજર દોડાવી. અને તે વિચારો ના ધાડા માં અટવાઈ ગઈ.

" જુઓ જુઓ.. પેલી રાધા.. ઘડિયાળની લાલચમા પોતાનું કિંમતી ઘરેણું ખોઈ આવી...

દીવાલો તેને ખાવા ધસી રહી હતી.

ઝટપટ બારણું ખોલી તે ભાગી છૂટી.

શું મોઢું બતાવીશ?

મારા મમ્મી પપ્પા ને, મારી સખીઓ ને આ વાતની જાણ થશે ત્યારે શું થશે?

હવે જીવન નો કોઈ અર્થ નથી. તે ગાંડા ની જેમ રસ્તા પર ભાગી રહી હતી. તેના પગ રેલવે ટ્રેક ની બાજુમાં થંભી ગયા.

બંને બાજુ ગાડીઓ દોડી રહી હતી.

તેના અવાજમાં રાધાની ભીતરમાંથી એક જ અવાજ સંભળાઈ રહ્યો હતો.

" મારે મરી જવું જોઈએ. "

વિચાર કરી તેણે ઘસમસતી ગાડી તરફ દોટ મૂકી.

ડ્રાઈવર નું દયાન જતાં તેણે ગાડી રોકી લીધી.

તે થાકી ને લોથ પોઠ હાલતમાં પાટા પર ઢળી પડી હતી.

પલભર માં પોલીસ ત્યાં પહોંચી ગઈ.

રાધા ભાનમાં આવી ત્યારે પોલીસ સ્ટેશન માં હતી.

તેણે ભાનમાં આવતા તોફાન આદર્યું.

" મને મરી જવા દો.. મારે મરી જવું છે. "

ઇન્સ્પેક્ટરે તેને શાંતિ રાખવા જણાવ્યું.

ત્યાર બાદ તેની પાસે થી ઘરની માહિતી મેળવીને તેના ઘરે લઇ ગયા.

આ તરફ તેના માતા પિતા પણ ખુબ પરેશાન હતા.

રાધા કેમ નથી આવી?

તેજપાલ માં ફોન કર્યો તો જાણવા મળ્યું. કાર્યક્રમ તો 12-15ની આસપાસ પૂરો થઈ ગયો હતો. શું તેની ઘડિયાળ ને લઇ કોઈ બખેડો ખડો થયો હશે,,? શું કોઈ તેને ઉપાડી ગયું હશે?

ભીંત ઘડિયાળ 07-27 નો સમય સૂચવતી હતી.

પોલીસ ફરિયાદ કરવાના ઇરાદે રાધાના પિતા એ રિસીવર ઉઠાવ્યું.

તેજ વખતે ડોર બેલ રણકી ઉઠી.

સફાળા ટેલિફોન પટકી દઈ તેમણે બારણું ખોલ્યું.

બારણાંમાં તેમની રાધા બે ઇન્સ્પેક્ટરની વચ્ચે ઊભી હતી.

તેની જીવન ધારા બદલાઈ ગઈ હતી.

દીકરી ને સામે જોતા માતા નો જીવ પાછો આવી ગયો.

તેમણે રાધા ને વારા ફરતી ગળે લગાડી.

કેમ આટલુ બધું મોડું થયું? ક્યાં હતી અત્યાર સુધી?

પ્રશ્નો ની ઝડી વરસી.

રાધા એ ત્રુટક ત્રુટક શબ્દો માં હકીકત પેશ કરી.

" મમ્મી મારૂં ઘડિયાળ ચોરાઈ ગયું. અને તેને પાછું મેળવવાની લાલચમા મારી ઇજ્જત પણ ખોઈ બેઠી.

00000000000000