Dhup-Chhanv - 120 in Gujarati Moral Stories by Jasmina Shah books and stories PDF | ધૂપ-છાઁવ - 120

Featured Books
Categories
Share

ધૂપ-છાઁવ - 120

"ઑહ નો, પણ તારે મને અથવા તો અક્ષતને તો ફોન કરવો જોઈતો હતો તો ચોક્કસ કંઈક રસ્તો નીકળત.."અપેક્ષા ઈશાનને સમજાવી રહી હતી..
"પણ અપેક્ષા શેમના માણસો મને શાંતિથી જીવવા જ ન દેત.. એ લોકો કેટલા ખતરનાક છે તેની તો તે કલ્પના શુધ્ધાં નહીં કરી હોય.."
"હા, તે પણ છે.. હવે તું શું કરવા માંગે છે?"અપેક્ષાએ ઈશાનને પૂછ્યું.
હવે આગળ...
ઈશાનના ચહેરા ઉપર ખુશી વર્તાઈ રહી હતી..
વર્ષો પછી પોતાની અપેક્ષાને મેળવ્યાની ખુશી..
જાણે યુગો વીતી ગયા હોય અપેક્ષાને જોયે.. તેમ તે એકીટશે પલક ઝપક માર્યા વગર જ પોતાની અપેક્ષાને નીરખી રહ્યો હતો અને તેના હ્રદય સોંસરવો ઉતરી રહ્યો હતો.
અપેક્ષા પણ પોતાના વિસરાઈ ગયેલા અધૂરા પ્રેમને પામવા જાણે બેબાકળી બની રહી હતી...
ઈશાનના નિર્દોષ પ્રેમે અને તેની તીવ્ર ચાહનાએ અપેક્ષાને ભાવવિભોર કરી મૂકી હતી..
તે પોતાના ઈશાનને વળગી પડી..
તેની આંખમાંથી અશ્રુધારા વહી રહી હતી..
જેણે ઈશાનના હ્રદયને પણ ભીંજવી દીધું હતું..
ઈશાનની આંખો પણ ભીંજાઈ ગઈ હતી..
બંનેના હોઠ બીડાઈ ગયા હતા..
એકબીજાને પામવાની તીવ્ર લાગણી વ્યક્ત કરવાના બંને પાસે કોઈ શબ્દો હાજર નહોતા.. કદાચ શબ્દોને કોઈ અવકાશ જ નહોતો..બસ બંને માટે ફક્ત એકબીજાનો સ્પર્શ જ કાફી હતો..
બંને જન્મો જનમથી એકબીજાને માટે તડપી રહ્યા હોય તેમ એકબીજાથી વિખૂટાં પડવું બંનેમાંથી કોઈને મંજૂર નહોતું..
અપેક્ષા પોતાના ઈશાનને પંપાળી રહી હતી અને ઈશાન પોતાની અપેક્ષા હવે પોતાને છોડીને ક્યાંય ચાલી ન જાય તેને માટે તેને કસોકસ પોતાના આલિંગનમાં જકડી રહ્યો હતો..
બંને ભાન ભૂલી ગયા હતા..
અચાનક અપેક્ષાના મોબાઈલની સ્ક્રીન લાઈટ ઝબકી અને તે સાથે જ તેના દિમાગની સ્ક્રીન લાઈટ પણ ઝબકી...!!
તે કોઈ મીઠી મધુરી સ્વપ્નસૃષ્ટિમાંથી બહાર આવી અને પોતાની જિંદગીની હકીકત તેને શૂળની જેમ ભોંકાઈ રહી..
તે એકાએક ઈશાનથી વિખૂટી પડી ગઈ..
"શું થયું અપેક્ષા?? હવે તું મને છોડીને ક્યાંય નહીં જાય?? તારે મને પ્રોમિસ આપવાની છે.."
પણ અપેક્ષા તો ખૂબજ ડરેલી હતી.. ગભરાયેલી હતી.. પોતાની સાથે આ બધું શું થઈ રહ્યું છે??
તે ફફડી ગઈ..
આ હું શું કરી રહી છું??
કંઈ કેટલાય પ્રશ્નો અને કંઈ કેટલાય વિચારો તેના અવાચક મનને ઘેરી વળ્યાં..
પોતાના હાથમાં લાગેલી મહેંદીનો રંગ હજી જરાપણ ફીકો નહોતો પડ્યો..
અને હાથમાં પહેરેલા કંગનનો અવાજ તેને જાણે ડરાવી ગયો..
કે અપેક્ષા આ તું શું કરી રહી છે??
તે પૂતળાની માફક સ્તબ્ધ બની ગઈ..
શું કરવું?? ધર્મ સંકટમાં મુકાઇ ગઈ...
ઈશાન તેને ઢંઢોળી રહ્યો હતો..
પણ અપેક્ષા ભાનમાં નહોતી..
ઈશાન તે વાત જાણતો હતો કે અપેક્ષાને મગજની બીમારી છે જે તેની ઉપર ગમે ત્યારે હૂમલો કરી શકે છે??
અને જો એવું થશે તો..?
પોતે અપેક્ષાને ગુમાવી બેસશે.. તે ડર તેને હચમચાવવા લાગ્યો.. સતાવવા લાગ્યો..
તે અપેક્ષાને ઢંઢોળતો રહ્યો..અને બોલતો રહ્યો કે, "અપુ, તું શું વિચારે છે? કંઈ બોલે તો મને ખબર પડે?"
તેને લાગ્યું કે ચોક્કસ અપેક્ષા ઉપર તેની બીમારીએ હૂમલો કર્યો લાગે છે..
ક્ષણે ક્ષણે અપેક્ષાની મૂંઝવણ વધતી જતી હતી કે ઈશાનના પ્રશ્નનો શું જવાબ આપવો?
તે બોલવા માટે અસમર્થ હતી..
તેનું મન.. તેનું દિલ તેને પૂછી રહ્યું હતું..
કે ધીમંત શેઠ..??
ઑહ નો...
અને તો પછી આ ઈશાન..??તું મને થોડો વહેલો મળ્યો હોત તો..??
હવે હું ધીમંત શેઠને શું જવાબ આપીશ??
અપેક્ષાના દિમાગમાં અનેક પ્રશ્નો વંટોળની માફક ઘૂમરાઈ રહ્યા હતા જેનો તેની પાસે ન તો કોઈ જવાબ હતો કે ન તો કોઈ અંત હતો..
ઈશાનને સ્વિકારી શકાય તેમ નથી અને ધીમંત શેઠને છોડી શકાય તેમ નથી..
હે ભગવાન! મારી આ કિસ્મત મારી સાથે શું ખેલ ખેલી રહી છે?
જે પણ હતા ફક્ત પ્રશ્નો જ હતા.. નિરુત્તર પ્રશ્નો..
અપેક્ષાને થયું કે સીતા માતાની જેમ હું પણ ધરતીમાં સમાઈ જાઉં..પણ ધરતી માતા પણ મને માર્ગ તો આપવા જોઈએ ને..??
ઈશાનના પ્રશ્નએ તેને બોલવાનો મોકો આપ્યો..
તેના વિચારોએ અને પ્રશ્નોએ વિરામ લીધો..
"અપુ, આ મહેંદી આ કંગન આ બધું શું છે?" કોઈ અણગમતા જવાબની અપેક્ષાએ જ ઈશાને આ પ્રશ્ન અપેક્ષાને પૂછ્યો હતો.
"ઈશાન હમણાં જ મારા લગ્ન થયા છે.. હજી તો આ મહેંદીનો રંગ પણ ફીકો નથી પડ્યો.."
અપેક્ષાના મુખેથી આ અણગમતા શબ્દો સાંભળતાં વેંત જ ઈશાન બે ડગલા પાછળ હટી ગયો..
એક સેકન્ડમાં જાણે વિશ્વનું તમામ સુખ પોતાના હાથમાંથી કોઈએ છીનવી લીધું હતું..
આંખમાંથી આંસુ નીકળે તેટલો પણ તે સભાન ન રહી શક્યો..
કાપો તો લોહી પણ ન નીકળે તેવો પથ્થર સમો તે બની ગયો..
બંને એકબીજાની સામે પ્રશ્નાર્થ નજરે જોઈ રહ્યા..
અપેક્ષાની નજર સમક્ષ ઘડીકમાં ધીમંત શેઠનો ચહેરો અને ઘડીકમાં પોતાના ઈશાનનો ચહેરો બંને તરવરી રહ્યા હતા..
અપેક્ષા અને ઈશાન બંને એકબીજાને છોડવા માટે તૈયાર નહોતા.. અને અસમર્થ પણ હતાં..
કદાચ તેને માટે જવાબદાર બંનેનો એકબીજાને માટેનો ગળાડૂબ પ્રેમ જ હતો..
જેણે બંનેને જકડીને રાખ્યા હતા..
અપેક્ષાને લાગ્યું કે હવે હું પાગલ થઈ જઈશ..
અપેક્ષાની વર્તમાન પરિસ્થિતિની તેના દિલોદિમાગ ઉપર કોઈ ખરાબ અસર તો નહીં પડે ને??
તે સ્વસ્થ તો રહી શકશે ને??
તે પોતાના પ્રેમનો સ્વિકાર કરશે કે પછી પોતાના પતિનો??
જોઈએ આગળના ભાગમાં શું થાય છે તે..
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
4/12/23