Prem - Nafrat - 105 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૧૦૫

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

પ્રેમ - નફરત - ૧૦૫

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૦૫

બેટા, મને તો લખમલભાઇ આજ સુધી ખરાબ માણસ લાગ્યા નથી. પણ એમની કંપનીમાં એમના નાક નીચે આ બધું બની ગયું એનાથી એ અજાણ હોવાની વાત માની શકાય એમ નથી. જોઈએ તો ખરા... એ આપણાને બનાવે છે કે આપણે બની જઈએ છીએ! કહી હસીને મીતાબેન બંગલાને તાળું મારતા બોલ્યા.

મા, હું એટલી મૂરખ નથી કે એ મને બનાવી જાય. ઉલ્ટાના મેં એમને કેવા બનાવ્યા કે બરબાદીના રસ્તે હતા છતાં અંદાજ ના આવ્યો. રચનાએ ફૂસફૂસાતા સ્વરે કહ્યું.

લખમલભાઇ જાતે કાર ચલાવીને આવ્યા હતા. એ ડ્રાઇવરની સીટ પર બેસીને બંનેની રાહ જોઈ રહ્યા હતા. રચના અને મીતાબેન પાછળની સીટ પર બેઠાં એટલે એમણે કાર ઉપાડી મૂકી.

કાર શહેરના રસ્તાઓ પરથી પસાર થઈ રહી હતી ત્યારે લખમલભાઇ શાંતિને વિખેરતા બોલ્યા:હવે તો શહેરમાં વિકાસના કામો એટલા બધા વધી ગયા છે કે રસ્તો ભૂલો પડી જઈએ એમ છે. જ્યાં કશું જ ન હતું ત્યાં બ્રીજ બની ગયા છે કે મોટી બિલ્ડીંગો બની ગઈ છે.

હું તો સાચા જ રસ્તે જઇ રહી છું. તમે રસ્તો ભટકી ગયા છો. મનોમન બબડીને રચના મોઘમ બોલી:પપ્પા, સાચી વાત છે. ઘણા વર્ષ પછી કોઈ શહેરમાં આવે તો એ પોતાના ઘરનો રસ્તો શોધી ના શકે એવી સ્થિતિ છે.

હું તો બહાર જ નીકળતી નથી એટલે મને તો કોઈ ખબર પડતી નથી... મીતાબેન પોતાની અજ્ઞાનતા દર્શાવી રહ્યા.

થોડીવાર સુધી કોઈ બોલ્યું નહીં પણ રચનાને ખ્યાલ આવી રહ્યો હતો કે એમની કાર શહેર છોડી રહી છે. શહેરમાંથી બહાર નીકળી રહી છે.

લખમલભાઇ કોઈ ગામમાં કેમ લઈ જઇ રહ્યા હશે? રસ્તો તો એવો જ લાગે છે. પણ શહેરની આસપાસ તો સેંકડો ગામડા છે. રચનાને મૂંઝવણ થઈ કે એમને પૂછવું પણ શું અને કેવી રીતે?

આખરે કાર એક ગામમાં પ્રવેશી. રચનાને ગામના નામનું પાટિયું મનોમન વાંચ્યું:રાજરડા ગામમાં આપનું સ્વાગત છે.

રચના અને મીતાબેન ગામડાનો પરિવેશ જોઈ ખુશ થયા. પણ આ નામના ગામ વિષે ક્યારેય કોઇની પાસેથી સાંભળ્યું ન હતું કે વાંચ્યું ન હતું. ચારે તરફ સિમેન્ટ કોંક્રીટના મકાનોને બદલે હારબંધ વૃક્ષો ઉભેલા હતા. કારમાં એસી ચાલતું હતું. ઠંડક એટલી વધી કે લખમલભાઇએ ટેમ્પરેચર વધારવું પડ્યું. એ બોલ્યા:ગામની હવા ખુશનુમા હોય છે. શહેરમાં તો પ્રદૂષણે એવો અજગર ભરડો લીધો છે કે એક દિવસ એનાથી મરનારા સૌથી વધુ હશે...

સાચી વાત છે. બોલીને રચના મનોમન બોલી:‘હવે એ વાત કરો ને કોને ત્યાં લઈ જઈ રહ્યા છો અને શું કહેવા માગો છો? શું બતાવવા માગો છો?’

રચનાને એટલું તો સમજાઈ ગયું કે લખમલભાઇ માટે આ રસ્તો પરિચિત છે. એ અનેક વખત આ વિસ્તારમાં આવી ગયા છે. એક જગ્યાએ એમણે કાર રોકી.

રચના અને મીતાબેનને ખ્યાલ આવી ગયો કે ડાબી બાજુ મંદિર છે. રચનાને સવાલ થયો કે એ પૂજારીને મળવા તો લઈ આવ્યા નહીં હોય ને? કારમાંથી ઉતરીને એમણે કહ્યું:બે મિનિટ બહાર આવજો...

બંને લખમલભાઇની પાછળ આશ્ચર્ય પામતા ચાલવા લાગ્યા. અચાનક એમણે કહ્યું:આ શિવ મંદિરનું બહુ મહાત્મ્ય છે. શિવ ભગવાનના દર્શન કરીને પ્રાર્થના કરી લઈએ કે જીવનમાં સદા ખુશ અને સ્વસ્થ રાખજો. કોઈ ભૂલ થઈ હોય કે ખોટું કામ થયું હોય તો ક્ષમા કરજો...

મીતાબેનને થયું કે લખમલભાઇ સહજ રીતે બોલ્યા કે પછી તેઓ પોતે એક સમયે રણજીતલાલને કરેલા અન્યાયની ક્ષમા માગી રહ્યા છે?

મંદિરમાં દર્શન કર્યા પછી વૃધ્ધ પૂજારીને દક્ષિણા આપીને કારમાં બેસતા લખમલભાઇ બોલ્યા:આ મંદિરનું બહુ સત છે. લોકો બાધા માની જાય છે... હવે આપણે નજીકમાં જ જવાનું છે.

ચાલો, મંઝિલ આવી ગઈ છે... પણ કોની?’ રચનાને પ્રશ્ન થયો.

લખમલભાઇએ કારને એક નાનકડા બંગલા જેવા ઘર પાસે ઊભી રાખી અને કહ્યું:આવો...

કોનું ઘર હશે? એ નામ કેમ કહેતા નથી? ઘર માલિક વતી એ આવકાર કેમ આપી રહ્યા છે?’ બંનેના મનમાં સવાલો ઊભા થઈ રહ્યા હતા.

એમણે દરવાજો ખટખટાવ્યો અને કોઈએ દરવાજો ખોલ્યો.

સામેની વ્યક્તિને રચના ઓળખતી ન હતી. પણ મીતાબેન એને જોઈને ચોંકી ગયા. એમને થયું કે લખમલભાઇ એના ઘરે કેમ લઈ આવ્યા છે?

ક્રમશ: