Premno Vahem - 2 in Gujarati Classic Stories by Dr.Chandni Agravat books and stories PDF | પ્રેમનો વહેમ - ભાગ 2

Featured Books
Categories
Share

પ્રેમનો વહેમ - ભાગ 2

ભાગ 2

પ્રાર્થી ક્યારની પડખાં ઘસતી હતી.શિયાળાની નિરવ શાંતિ વાળી રાત, આખું શહેર નિદ્રાધીન હતું ખાલી ઘડિયાળમાં કાંટા એનો સથવારો કરતાં હતાં.આગળ શું કરવું એ સુઝતું ન હતું "કાલે પાછો સોમવાર વળી પાછી એ ઓફીસનાં પગથિયાં ચડવાં પડશે. હવે તો એની હિંમત ખુલતા જાય છે..માનસી કહેતી હતી તારી પહેલા જે છોકરી હતી ..તેણે પ્રતિકાર કર્યો તો કોઈ બહાનાં હેઠળ નોકરીમાંથી પાણીચું પકડાવી દીધું.. અને આવા સદગૃહસ્થને હેરાન કરવાની બદનામી અલગ..

છે પણ એવો જોતાં જરાપણ ખંધો ન લાગે.હંમેશા સફેદ વસ્ત્રો, રીમલેશ ચશ્માં હાથમાં નંગની વીંટીઓ સિવાય કોઈ આભૂષણ નહીં ન કોઈ વ્યસન..ન વાતની સફેદીને રંગોથી ઢાંકે. પંચાવન વર્ષનાં સીધાં સાદા સદગૃહસ્થ.બધી મહીલાઓને બહેન દિકરી તરીકે જ સંબોધે.. એનાં બાહ્ય દેખાવ અને શબ્દોનું મહોરું એની અસલિયત છુપાવી દેતું....

એને મમ્મીની યાદ આવી એ હોય તો શું કરે? એણે મનોમન ગાંઠવાળી "ના હું હિંમત તો નહીં જ હારું.. મારે મારા ડરને જીતવો જ પડશે બહું ડરાવી લીધી જિંદગીએ. હવે નહીં..હું મારાં આગળ વધવાનું કરીયર બનાવવાનાં સપનાંને અધવચ્ચે નહીં છોડું. કંઈક એવું કરીશ જે એણે વિચાર્યું પણ ન હોય.." આ નિર્ણયથી હિંમત આવી અને નિરાંત થઈ જોકે શું કરવું એ હજી નક્કી નહોતું ..એ સાત વાગ્યાનો અલાર્મ સેટ કરી સુઈ ગઈ.

બીજા દિવસ ઉઠતાં જ એ શાંત અને ખુશ લાગતાં ધીરજલાલને નિરાંત થઈ.નાહીને પુજા કરતાં કરતાં મનમાં કંઈ સુધી ગયું એણે પ્રભુનો આભાર માન્યો , આમ જ રસ્તો સુઝાડતાં રહેજો. એ ફટાફટ તૈયાર થઈ ને નિકળી એટલે ધીરજલાલે ટકોર કરી "આજ કેમ વહેલાં?" એનાથી બોલાઈ ગયું" આજ મંદિરે જવું છે કાલે મારું રીઝલ્ટ છે ને!"...

રસ્તામાં જતાં જતાં એને અફસોસ થતો હતો કે પપ્પાને
સાચું કહીં શકાતું નથી.એણે મનને ટપાર્યું " જુઠ પણ ક્યાં બોલ્યું? સાચું તો હતું કાલે રીઝલ્ટ પણ છે , અને મંદિર પણ જાય જ છે, ખાલી કારણ છુપાવ્યું આપણે તો અર્ધસત્ય પણ નથી બોલ્યું..".

મગનકાકા એકવાર કહેતાં હતાં એમનાં પત્ની બહું ધાર્મિક
છે.એમની સાથે શેઠ રોજ સવારે નવ વાગ્યે વિરાટનગર મંદિર અચુક જાય, ત્યારબાદ જ સુશીલા શેઠાણી તેમને ઘરની બહાર નીકળવા દે..આ વાત યાદ આવતાં જ તે સવારે નીકળી પડી, મનમાં હતું કે શેઠાણીને મળીશ, તેમને મળવાથી શું ફાયદો? શું કરીશ કંઈ વિચાર્યું નહોતું બસ
અંતરનો ઈશારો હતો કે મળવું છે.

આજે બસ માટે રાહ જોયાં વિનાં એણે સીધી રીક્ષા પકડી..મંદિરની બહાર ઉતરીને પહેલાં એણે બધી પાર્ક કરેલ ગાડીઓ પર આમતેમ નજર દોડાવી..શેઠની ગાડી જોય તેને હાશકારો થયો.ઉતાવળી ચાલે અંદર ગઈ તો શ્રીકાંત શેઠ હાથ જોડી ઉભેલાં દેખાયાં સાથે શેઠાણી પૂજામાં મગ્ન .દર્શન પડ્યાં એટલે નમસ્તે સર કહીને સીધી પગે લાગી, તરત જ સુશીલા શેઠાણી ને પણ પગે એતો આખો બની ને જોઈ રહ્યાં.આજે શ્રીકાંતનો હાથ આશીર્વાદ આપવાં પણ ન ઉઠ્યો.સુશીલાં બહેને પ્રશ્ર્નસૂચક નજરે શ્રીકાંત સામે જોયું એટલે એમણે પરિચય આપ્યો " આ મારાં શાળાનાં મિત્ર ધીરુંની દિકરી
હમણાં આપણી ઓફીસમાં નોકરીએ લાગી છે" પ્રાર્થીને એમનાં પપ્પા માટે સંબોધનમાં દોસ્તીને બદલે તોછડાઈ
અને રૂપિયાનું અભિમાન લાગ્યું..

શ્રીકાંત માટે આ અણધાર્યા હતું પરંતું સુશીલાને આ શાંત સોમ્ય છોકરી નજરમાં વસી ગઈ..એનાં આછાં પીળા રંગનાં સલવાર કમીઝ ,મમ્મીની જુની ઘડીયાળ દર્શન કરતી વખતે માથાં પર ઓઢેલો દુપટ્ટો એની સોમ્યતાંમાં
વધારો કરતાં હતાં.શેઠાણીને એની નિર્દોષ આંખોનું ખેંચાણ થયું એનાં કિનારે વસેલી દ્રઢતાં પર કદાચ ધ્યાન જ નહતું .દરેક ઉંમરલાયક દિકરાની માને જે કલ્પના હોય
તેવી છોકરીને મળીને એ ઉત્સાહિત થઈ ગયાં.

થોડીવારમાં તો એની ઉંમર ,અભ્યાસ ઘર બધા વિષે એમણે જાણી લીધું.પ્રાર્થીથી મનોમન તુલના થઈ ગઈ ક્યાં
શેઠ અને ક્યાં શેઠાણી , આધુનિક છતાં સરળ એમનાં બોલવામાં એમનાં સંસ્કાર ,વિચાર અને અભ્યાસની છાંટ હતી. એણે ધાર્યું નહોતું કે આમ પાંચ દસ મિનિટની મુલાકાતમાં પરિચિત જેવો નાતો બંધાઈ જશે.આમને હવે એમનાં પતિની હકીકત કેમ જણાવવી! શ્રીકાંતની અભિનય ક્ષમતાં પણ સારી આટલાં સમયમાં એણે પ્રાર્થી પર એક અછડતી નજર પણ ન ફેંકી.

શ્રીકાંતે ઉતાવળની તાકીદ કરી તો સુશીલાએ પોતાનું વિઝીટીંગ કાર્ડ પકડાવીને ઘરે આવવાનું પ્રેમપૂર્વક આમંત્રણ આપ્યું.

મંદિરથી નિકળતાં પ્રાર્થીની ચાલમાં એક અજબ ઉત્સાહ હતો..એને ખાતરી હતી કે શેઠ હવે એનાં વર્તન માટે છોભીલાં જરૂર પડશે.." હે પ્રભુ લાંબા સમય પછી તને મારી દયા તો આવી હવે લાગે છે ,તું પ્રાર્થના સાંભળે છે તો જરૂર ..

એનાં નિરાંત કદમ ઓફીસ તરફ આગળ વધ્યાં...

ક્રમશ:

ડો.ચાંદની અગ્રાવત