*ફાનસ*
આ ફાનસ નો પણ એક સમયે વટ હતો.
ઘર મા લગભગ ૩/૪ ફાનસ તો રહેતા જ. એક દાદા ને ઓરડે, એક ઓસરી lએ, અને એક નવ પરણેતરને ઓરડે. બાકીના ડામચિયો હોય ત્યાં બધાની લાઇનમાં પથારી થઇ જાય. સૌ સુઇ જાય સન્નાટો લાગે એટલે ફુંક મારી ઓલવાય જાય. રસોડે પણ રસોઇ પૂરતું રખાતુ હોય સાંજના સમયે પણ બાકીના ફાનસો..... કેરોસીન અને વાટો બધાની ચેક કરી રખાતા. ફાનસ ના ગોળા રોજ સાંજે ચુલા ની રાખ થી સાફ થતા. ચકચકિત આરપાર ચહેરો દેખાય એવા.
ત્યારે મોંઘા લીકવીડ નોતા. બીગબઝાર પણ કયા હતી? છતા સારી સફાઇ થતી .
સ્ત્રીનુ રુટીન હતું સવારથી રાત સુધીનું .
છતા થાક હતો જ નહી.
ફાનસ ના આછા અજવાસમા ગભાણ મા ગાયો ભેંશો ને નીણ પણ નંખાતું .
ઓસરી એ પંગત પડે ત્યારે બે બાજુ એક એક ફાનસ ગોઠવતા. એ પ્રકાશ મા સરસ ઢીલી ખીચડી ઘી થી લસપસતી. કઢી હોય. રોટલા રોટલી, લોટવાળા મરચાં , કોઇ સરસ તેલ નીતરતું શાક. સ્વાદ વાળુ .
રાતનુ વાળુ થઇ જાય એટલે ફળીએ ફાનસ મુકી વાસણ ઉટકાઇ જાય. ખાટલા પર ઉધા મુકી દે એટલે નીતરી જતા. કાંસા ની થાળી , તાંસળી,લોટો એવા વાસણો હતા. નોનસ્ટીક એટલે શુ? એ કદાચ ડીક્ષનરી મા પણ આવ્યું નહી હોય 😄
કઢી હોય તો સુતી વખતે દુધ નો ગ્લાસ સૌ પોતપોતાના રુમ માં લઈ જાય. દુઘ ફરજીયાત પીવાનું જ એવું વડીલો કે'તા. દુધ પણ ફ્લેવર વગરનુ.
આ ફાનસના આછા પીળા પ્રકાશમા ભણતા એ આજ કયા ના કયા પહોંચી ગયા છે. સારુ ભણી ને....
ફાનસ કેટકેટલી સુંદર યાદો નુ સાક્ષી રહ્યું હશે.
આજ વરસાદ પડે, લાઇટ જાય ત્યારે ચાઇનીસ લાઇટો અંધા કરી દે એવી ઘરમાં આવી ગઇ છે. ઓટોમેટીક ચાલુ થઇ જાય પાછી..... 😄 ભુત ની જેમ આંખ અંજાય જાય તેવી જડુસ.
પણ સાચું કંઊ.... ફાનસ સાથે જીવવાની મજા હતી હો..... એ ફાનસના આછા અજવાળાં લનો પ્રેમ , એમાં રહેલી કુટુંબ ભાવના, ધીમો પ્રકાશ આંખો નું તેજ સાચવી રાખતો. મોતિયો તો લાડુ જ હોય એવી માત્ર ખબર હતી. આંખ મા હોય? એ જડુસ લાઇટો આવ્યા પછી ખબર પડી.😀😀😀👍.
ફાનસમા વાંચનારને શિક્ષક પણ સત્ય સાથે વિદ્યા દાન આપતા. ભણાવવાની રીત પણ ઠાવકી હતી, પીઢતા હતી! વિદ્યાર્થીઓ અને ટીચર વચ્ચે ની એક પૂજનીય વડીલ અને બાળક વચ્ચે ના સંબંધો ની સંસ્કારી રેખા હતી. જ્ઞાન આપનાર ને વંદનીય ગણાતુ. પણ હવેની આજ બદલાઇ છે. જે લખવા જેવુ રહ્યું નથી.
ફાનસ માત્ર આછું અજવાળું નહી પણ ઠંડીમા હુંફ પણ આપતું . ઢોલિયાની બાજુમાં રાત આખી સળગે અને ઠંડી ઉડાડે. પાતળાં ગોદડાં ટાઢ જીલતાં.
મને ફાનસ ખુબ ગમતા. આજ પણ સાચવી ને રાખ્યા છે. આજ પણ લાઇટ જાય તો દિવા કરુ છુ. મીણબત્તી નહી હવે ફાનસ મળે છે પણ ડીઝાઇનમા આવવા લાગ્યા . અંદર જગમગતી વાટ નહી પણ બલ્બ ખોસી દીધા છે.
લોકો હવે જુની ભાત ઉપસાવવા નવી રીત અજવાળવા લાગ્યા .
લાગે છે ફાનસ ને ભુલ્યા નથી.
ભુલાય એવું પણ નથી આ ફાનસ.........
🙏💖🙏
*, આપણા વડવાઓની યાદ તાજી થઈ !*
-🙏🙏🙏
આપણી સંસ્કૃતિ આપણો વારસો જ્ઞાન કંઈ વધુ વાંચવાથી વધી જાય છે એવું હું માનતો નથી,
પણ જે કંઈ વાંચેલું કે વિચારેલું હોય છે તે અંદર પચ્યા પછી
વખત આવ્યે બહુ સુંદર રીતે બહાર આવે છે.
એક પ્રયત્ન આપણી જુની પરંપરા રિવાજ ને આ વિદેશી કુરિવાજો ને દુર કરી અને આપણી સંસ્કૃતિ નું થોડુ જતન કરીએ....અને વડીલો પાસે બેસીને સન્માન કરીએ તેમનું....