આર યુ ઓકે નેહા? સોનિયા પૂછે છે.
હમમમ... નેહા એટલું જ બોલી શકે છે...
મલય નેહા ને પાણી આપે છે... નેહા પાણી પીવે છે અને ઘડિયાળ સામે છે જોવે છે રાત ના ૨ વાગ્યા હોય છે...
નેહા... કેવુ લાગે છે? કોઈ સપનુ જોયુ તે? મલય પૂછે છે.
સારું છે હવે... હા કોઈ ભયંકર સપનુ હતુ... બસ ભગવાન ના કરે ક્યારેય સાચુ પડે... નેહા બોલી...
રૂમ માં શાંતિ છવાઈ ગઈ...
બધા નેહા સામે જોઈ રહ્યા હતા..
તને કઈ જોઈએ? સોનિયા મૌન તોડતા પૂછે છે.
હા એક કપ ચા અને કંઈક ખાવાનું... નેહા બોલી...
શુ ખાઈશ તુ? મલય એ પૂછ્યું.
જે પણ હશે એ ચાલી જશે... કઈ પણ... નેહા બોલી..
હમ્મ... મલય રામુકાકા જોડે નીચે જાય છે અને ચા અને સેન્ડવીચ બનાઈ ને લઇ ને ઉપર આવે છે...
નેહા ને ચા નાસ્તો આપે છે મલય પોતે જ...
નેહા ને એટલી ભૂખ લાગી હોય છે કે ચા અને નાસ્તો કરવા મંડી પડે છે... કોઈ ની પણ સામે જોયા વગર નેહા એવી રીતે ખાય છે કે જાણે કેટલાય વખત થી ભૂખી હોય અને સેન્ડવીચ તો જાણે બીજું કોઈ લઇ લેશે હમણાં એવી રીતે મોઢા માં ફટાફટ ઉતારે છે...
નેહા ને આવી હરકત કરતા જોઈ ને સોનિયા મલય અને રાજ ત્રણેય એક બીજા ને સામે જ જોઈ રહે છે...
મલય કંઈક કહેવા જાય છે નેહા ને એટલે સોનિયા એને આંખ થી ચૂપ રહેવાનો ઈશારો કરે છે.. રાજ પણ હમણાં શાંતિ રાખવાનુ કહે છે...
નેહા ખાઈ લે છે પછી આમ તેમ જોવે છે તો મલય એને એક ગ્લાસ પાણી નો આપે છે અને નેહા થેન્ક યુ કહી ને પાણી પી લે છે.. બસ પછી બધા નેહા ની સામે આવી ને બેસી જાય છે...
નેહા ચૂપ હોય છે... પહેલા જે નેહા શરારતી હતી એ આજે ચૂપ છે... જે ચહેરા પર હમેશા હસી જોવા મળતી એ ચહેરા પર આજે કેટલીય તકલીફ દેખાઈ રહી હતી...
કેમ છે નેહા? રાજ પૂછે છે.
બસ મજામાં... તું કેમ છે? નેહા સામે પૂછે છે.
બસ એકદમ જોરદાર... મારી વાઈફ ના રાજ માં આ રાજ જલસા કરે છે.. રાજ મજાકિયા મૂડ માં બોલે છે.
વાઈફ? કોણ? તારા લગ્ન થઇ ગયા? નેહા આશ્ચર્ય થી પૂછે છે...
હા... સોનિયા માય લવ... મારી લાઈફ મારી વાઈફ... રાજ બોલે છે એટલે સોનિયા શરમાઈ જાય
શુ ? સોનિયા તારી વાઈફ છે? નેહા પૂછે છે.
હાસ્તો... સવારે એ જ તો કહેવા જતી હતી કે મારા અને રાજ ના લગ્ન થઇ ગયા પણ એ પહેલા જ તું ... કહેતા કહેતા સોનિયા અટકાઈ ગઈ...
મલય એકિટસ નેહા ને જોઈ રહ્યો હતો...
હા એ... ઍક્ટયુઅલી .... હું... હું... નેહા બોલતા બોલતા અટકતી હતી..
તુ ૩ દિવસ પહેલા મારી ગાડી જોડે અથડાઈ હતી... ક્યાં જતી હતી તુ આટલા સુમસામ જંગલ માં થી? એ પણ આટલી મોડી રાતે? મલય ના અચાનક સવાલ થી નેહા ને પરસેવો થઇ ગયો...
નેહા એ પોતાની નજર નીચે કરી નાખી અને ચૂપ ચાપ બેસી ગઈ...
હુ હમણાં કોઈ જવાબ નહીં આપી શકુ પ્લીઝ... મને થોડો સમય આપો... નેહા હાથ જોડી ને બોલી રહી હતી...
સોનિયા અને રાજ મલય તરફ જોવા લાગ્યા...
ઠીક છે નેહા... હવે એક પણ સવાલ હુ નહીં કરું... જ્યા સુધી તું ખુદ બધુ કહેવા ના માંગે ત્યાં સુધી હું કઈ નહિ પૂછું...
હું થોડી વાર સુઈ જવા માંગુ છુ. પ્લીઝ... નેહા બોલી એટલે મલય અને રાજ રૂમ માં થી બહાર નીકળી ગયા અને નેહા સોનિયા જોડે સુઈ ગઈ...
સવાર ના ૪ વાગ્યા હતા... મલય પોતાની યાદો માં ખોવાયેલી હતો...
કોલેજ માં આવ્યા ના ૧ વર્ષ માં જ નેહા સાથે મલય રાજ અને સોનિયા ને સારું એવું ફાવી ગયુ હતુ... મલય એ નેહા ને પ્રપોઝ કરી દીધો હતો...
નેહા એ કોઈ જવાબ નહતો આપ્યો... એક વખત મલય ના પિતા સિંઘાનિયા સાહેબ ને ખબર પડી કે નેહા ના પિતા ખુબ બીમાર છે અને એક ઈમ્પોર્ટન્ટ ફાઈલ એમના ઘરે પડી છે એટલે એ લેવા માટે નેહા ને ઘરે જવા નીકળે છે ત્યાં જ મલય પણ સાથે આવવાનું કહે છે અને બહાનુ બનાવે છે કે પોતાને પણ નેહા જોડે થી નોટ્સ લેવાની છે...
બંને જણા નેહા ના ઘરે પહોંચે છે... નેહા ના મમ્મી ચા નાસ્તો બનાવા માં લગી જાય છે એટલે મલય નોટ્સ નુ પૂછવાના બહાને નેહા ને રૂમ માં ઉપર જાય છે તો નેહા એક સોન્ગ ગાતા ગાતા ડાન્સ કરી રહી હોય છે... એને ખબર નથી હોતી કે મલય અને એના પિતા આવ્યા છે...
શુ નેહા હા પાડશે મલય ને?
મલય ના ઘર ના માનસે?
નેહા કેમ મલય પાસે નથી હાલ માં?
જાણવા માટે જોડાયેલા રહો અને મને ફોલો કરો...
આપ નો અમૂલ્ય અભિપ્રાય જરૂર લખજો...
-DC