Lalita - 8 in Gujarati Classic Stories by Darshini Vashi books and stories PDF | લલિતા - ભાગ 8

Featured Books
Categories
Share

લલિતા - ભાગ 8

જ્યંતિભાઈ મોટાભાઈની સામે ગોઠવેલા સોફા ઉપર બેસી ગયાં. જ્યંતિભાઈનો ઉચાટ અને ગુસ્સો ભલે હળવો થયો હતો પરંતુ મનમાં ને મનમાં તેમને બસ એક જ વિચાર ફરી ફરીને આવતો હતો કે હું જ્યારે મારી બેનોને પરણાવતો હતો ત્યારે કેમ કોઈને મારા ઉપર દયા દાખવી ન હતી.
આજે જ્યારે હું છોકરાવાળાના પક્ષે છું ત્યારે લોકો મારી પાસે વાંકડો ઓછો અથવા નહીં માગું એવી અપેક્ષા રાખે છે.

વાંકડો એટલે કે દહેજ એ સાવ ખોટી અને અયોગ્ય બાબત છે પણ તે સમયે વાંકડો તેઓના સમાજમાં ફરજિયાત હતો અને જો કોઈ ઘર વાંકડો ન માંગે તો એમ સમજવામાં આવતું કે છોકરામાં કંઈ ખામી છે.

તો બીજી બાજુ, જ્યંતિભાઈની આખી જિંદગી બહેનોને પરણવા માટે નાણાં એકત્ર કરવામાં જ વીતી ગઈ અને ઓછામાં પૂરું ઇન્દુબેનની સાઈડમાં ઇન્દુબેનના બાપુજી અને બા માં પણ તેમના 11 બાળકોને આગળ ભણાવી શકે અને ઘર વસાવી આપી શકે એવી આર્થિક સ્થિતિ મજબૂત હતી નહીં જેથી ઇન્દુબેન ઉપર જ બધો ભાર હતો કેમ કે ઇન્દુબેન સૌથી મોટી દીકરી હતી. એટલે ઇન્દુબેને તેના દરેક ભાઈ બહેનને ભણાવવા પાછળ અને પછી તેમનાં લગ્ન પાછળ પુષ્કળ મદદ કરી હતી. ઇન્દુબેન પોતે ભણેલાં હતા અને શાળામાં શિક્ષક હતાં પરંતુ આટલા બધાં ખર્ચાને પહોંચી વળવા માટે ઇન્દુબેન અને જ્યંતિભાઈ બંન્ને ડબલ ડ્યુટી કરતાં હતાં.
આવી સ્થિતિની વચ્ચે જ્યંતિભાઈને એવું હતું કે મને પણ વાંકડો મળે મને પણ મારા અભરખા પૂરાં કરવા મળે. પણ તેઓ હવે પીગળી રહ્યાં હતાં
"મોટાભાઈ તમારી શક્ય હોય એટલી રકમ આપજો વાંકડા તરીકે પણ રકમ એવી હોવી જોઈએ કે જે તમને આપતાં અને મને લેતાં શરમ ન આવવી જોઈએ. મારે વાસણ કે ઘરવખરી કે કોઈ બીજી વસ્તુઓ નથી જોઈતી. અને બીજું કે લગ્નમાં આવનાર દરેક જાનૈયાનું સ્વાગત સુવ્યવસ્થિત રીતે થવું જોઈએ." જ્યંતિભાઈ પોતાની શરતો મોટાભાઈ સમક્ષ મુક્તા કહે છે.
પરિસ્થિતિ ફરી પાટા ઉપર આવતાં વાતાવરણમાં હાશકારો થાય છે અને મોટાભાઈ કહે છે, "હા, ચોક્કસ તમે ચિંતા નહીં કરો અને રહી વાત વાંકડાની તો મેં લલિતા પહેલાં પાંચ બહેનના લગ્ન કરાવ્યાં છે એટલે તમે કોઈ ચિંતા કરશો નહીં... પણ..."
એટલું કહેતાં મોટાભાઈ બોલતાં બોલતાં થોડા ખચકાય છે.
"શું થયું કેમ બોલતાં બોલતાં અટકી ગયાં? શું હજી પણ કંઈક વધારે લાગે છે" જ્યંતિભાઈ કટાક્ષમાં કહે છે.
"ના... ખરું કહું તો અમારી એક અરજી છે. જો આ લગ્ન અમારાં ગામમાં લેવાઈ તો ઘણું સારું રહેશે." મોટાભાઈ થોડા ખચકાટ સાથે કહે છે.
"પણ ગામમાં કેમ? અમારાં મોટાભાગના સગા મુંબઈમાં રહે છે અને તમારું ગામ ઘણું અંદર છે અને રસ્તાની હાલત પણ ખૂબ જ બિસમાર છે તો ત્યાં સુધી અમારે અને જાનૈયાને આવવું અઘરું પડશે." જ્યંતિભાઈ પોતાની વાત મોટાભાઈ સમક્ષ મુક્તા કહે છે.
જ્યંતિભાઈનો પ્રશ્ન સાંભળતાની સાથે પ્રકાશભાઈ કહે છે, "તમે ચિંતા નહીં કરો. ગામમાં લગ્ન રાખવાથી ખર્ચ અડધો થઈ જશે. જે તમને વાંકડા તરીકે આપવામાં કામ આવશે. તેમજ લગ્ન પણ આપણે ચોમાસામાં ન રાખીને અનુકૂળ મૌસમમાં રાખીએ જેથી કરીને આવનારને તકલીફ ન પડે અને પાછા આપણાં લોકોના ગામમાં ઘર તો છે જ ને એટલે સુવા બેસવાની તકલીફો નહીં પડે"
જ્યંતિભાઈને પ્રકાશની વાત સાચી લાગે છે. એટલે તેઓ ક્ષણ ભર વિચાર કરીને હા પાડી દેઈ છે. પણ અહીં વાત પૂરી થતી નથી.
જ્યંતિભાઈને વેવાઈ કહીને પ્રકાશભાઈ તેમને ભેટે છે મોઢું મીઠું કરે છે અને બધાં હસતા મોઢે છુટા પડે છે.
તો આ તરફ લલિતાના સગા જેવા ઘરની બહાર નીકળે છે કે તરત અપસેટ થયેલો અર્જુન તેના પપ્પાને પૂછે છે કે.....