" બચાવો.. બચાવો..."
ફ્લેટ ની ભીતર કોઈ યુવતીની ત્રાડ સુણી મારા ચિત્ત પ્રદેશ માં ખળભળાટ ફેલાઈ ગયો. હલચલ મચી ગઈ.
અવાજ કાંઈ પરિચિત લાગ્યો.
ડોરબેલ સુધી લંબાયેલો હાથ વીજળી નો કરંટ લાગ્યો હોય તેમ પાછો ખેંચાઈ ગયો
ક્ષણેકવાર માં કાંઈ કેટલાય વિચારો હિરણ્ય ગતિએ મારા દિમાગમાંથી પસાર થઈ ગયા.
કોઈ યુવતી ને માથે જોખમની તલવાર ઝૂલી રહી હતી.
ભય સૂચક સાઈરન સમી ચીખ સુણી મને શું થઈ રહ્યું હતું? તેનો અંદાજ આવી ગયો.
કોઈ પણ રીતે અંદર જવું અનિવાર્ય હતું. ગુસ્સામા આવી જઈને મેં જોરથી બારણાને જોરથી હડસેલો માર્યો. મારા આશ્ચર્ય વચ્ચે બારણું ખુલી ગયું.
ડીમ લાઈટની રોશનીમાં અંદરનું દ્રશ્ય નિહાળી હું હચમચી ગયો.
એક નરાધમ નિવસ્ત્રી યુવતીની કાયા ને નોચી રહ્યો હતો. પણ તે દાદ નહોતી આપી રહી.
ભયભીત હાલતમાં દરવાજો ખુલ્લો રહી ગયો હતો. તે વાતની યુવતીને જાણ નહોતી. દેહ ભૂખ્યા વરુનું આક્રમક સ્વરૂપ નિહાળી મારા રૂંવે રૂંવે અગન ઝાળ પ્રસરી ગઈ.
તેનો ચહેરો નિહાળી હું ચોંકી ગયો.
" અજય દેસાઈ! "
હું કાંઈ કરું તેને રોકી શકું તે પહેલા જ તે નરાધમે યુવતીને જમીન પર પટકી દઈ તેના સૌમ્ય દેહને બચકા ભરવા માંડ્યા.
જેની બીમારીના ખબર અંતર પૂછવા ગયો હતો તે જ મારો બોસ એક અસહાય અબળા નારી પર ત્રાસ ગુજારી રહ્યો હતો. જે તેની યુવાન જોરૂ હતી.
દ્રશ્ય જોઈ મારૂં લોહી ઊકળી ગયું.
તે મારો બોસ હતો.
તે વાત હું વિસરી ગયો.
પણ શિકાર બનવા જઈ રહેલી એક સમયે મારી માશુકા હતી. તેને બચાવવાની મારી ફરજ હતી.
સઘળું જોર લગાડી મેં તેની ભારેખમ કાયાને તેનાથી અળગી કરી નાખી.
મને જોઈ અજય દેસાઈની આંખો ચમકી ઊઠી.
મારી હાજરીની પરવા કર્યા વિના તેણે પોતાની પત્ની અને મારી માશુકા પર આક્ર્મણ કરવાની ચેષ્ટા કરી.
તેને રોકવાના આખરી ઉપાય ને અજમાવી મેં તેના પેટની નીચે લાત ઠોકી દીધી.
અને તે " વોય મા " કરતો ભોંય ભેગો થઈ ગયો.
તૃપ્તિ નિઃવસ્ત્રી હતી. તેથી હું તેની તરફ નજર ન માંડી શક્યો.
તેણે પલંગ પર પડેલી ચાદર ઉઠાવી પોતાના દેહ ફરતી વિંટાળી દીધી.
તે જ વખતે ચાર આંખોનું તારા મૈત્રક રચાયું.
... તરંગ..,!
... તૃપ્તિ...!
અજય દેસાઈએ 45 વર્ષની ઉંમરે કોઈ યુવાન છોકરી જોડે લગ્ન કર્યા હતા.
મેં આ વાત અનેક ના મોઢે સાંભળી હતી. પણ તૃપ્તિ ની જ તેની પત્ની હતી. આ વિશે હું તદ્દન અજાણ હતો
હકીકત જાણી મારા પગ તળે થી જમીન સરકી ગઈ.
એક પતિ જ તેની પત્ની પર અત્યાચાર કરી રહ્યો હતો. તે જોઈ મારા સમગ્ર બદનમાં ધ્રુજારીની લહેર દોડી ગઈ.
છેલ્લાં એકાદ વર્ષથી હું ' અજય ટેક્સટાઇલ કોર્પોરેશન ' જોડે સિનિયર ક્લાર્ક તેમ જ ઓફિસ મદદનીશની હેસિયત થી કામ કરી રહ્યો હતો.
નિકાસ ક્ષેત્રે આગવું સ્થાન પામવા માટે મનહર દેસાઈ એ અથાગ પ્રયત્નો કર્યા હતા.
તેમને બે પુત્રો હતા.
બંને ભાઈઓનો 25% હિસ્સો હતો.
પણ અજય દેસાઈ મોટો હોવાનો લાભ લઇ કંપનીનો ઘણી થઈને બેસી ગયો હતો. જિંદગી આખી તેણે કાવાદાવા તેમ જ પ્રપંચ જ કર્યા હતા. હર કોઈ સાથે છેતરપિંડી જ કરી હતી.
કદાચ તેના ફળ સ્વરૂપ અજય દેસાઈની હાલત કફોડી બની ગઈ હતી.
તેની આંખો નબળી પડી ગઇ હતી. ડોળા પણ ગમે ત્યારે ફાટી શકે તેમ હતા. એટલુંજ નહીં એક કિડની પણ ખરાબ થઈ ગઈ હતી.
દાવા દારૂ ને કારણે તેમનું શરીર ફૂટબોલની જેમ ફૂલતું જતું હતું.
શિપમેન્ટ્સ અને અન્ય કામોની દોડ ભાગ, ધમાલ ને કારણે તેમને મળવા હોસ્પિટલ જઈ શક્યો નહોતો.
તેમને ડિસ્ચાર્જ મળી ગયો હતો. તેઓ ઘરે આવી ગયા હતા. પણ તેમને આરામની તાતી જરૂર હતી. તેથી ઘરેથી જ જરૂરી કામ કરતા હતા.
એક દિવસ સાંજના ઓફિસેથી નીકળી તેમને મળવા જવાનુ નક્કી કર્યું. પત્ની ખ્યાતિ ને પણ કહી દીધું હતું કે મોડો આવીશ.
હું કદી અન્યાય સહી શકતો નહોતો. આથી જ હું તેમની જોડે કામ પૂરતો જ મતલબ રાખતો હતો. માનવતાના નાતે અને તેઓ બોસ હોવાને કારણે હું તેમને મળવા ગયો હતો.
અને ત્યાં જ મેં તૃપ્તિ ને મારી માશુકાને તેમની પત્નીના રૂપે નિહાળી હતી.
તેણે પોતાના સગા કાકા જોડે ઘર માંડ્યું હતું.
આ વાત જાણી મને વસમો આઘાત લાગ્યો હતો. એક પળ પણ થોભવું અશક્ય હતું.
તે જ વખતે તૃપ્તિ પ્રત્યે ની મારી લાગણી સપાટી પર આવી ગઈ.
તેના પર તેના જ પતિએ અત્યાચાર કર્યો હતો. આ સ્થિતિ માં તેને મારી અનુકંપા તેમ જ સહાનુભૂતિની આવશ્યકતા હતી.
થોડી વારે તૃપ્તિ તૈયાર થઈને મારી સમક્ષ ઉપસ્થિત થઈ ગઈ.
તેને જોઈ હું ખૂબ જ અસ્વસ્થ થઈ ગયો.
ભીતરમાં દફનાવેલો પ્રેમ એકાએક જીવંત થઈ ગયો.
તેની હાલત જોઈ મારૂં સંવેદન શીલ હૈયું ફાટી પડ્યું.
એક જમાનામા હું તેનો આશિક હતો. તેથી મેં તેને આશ્વસ્ત કરવાની કોશિશ કરી.
દુઃખી પીડિત તૃપ્તિ મારા કોટે વળગી ને વિલાપ કરવા માંડી. મેં તેને પોતાનો ઉભરો ઠાલવવાની તક આપી. તેનું હદય હલકું ફૂલ જેવું બની ગયું.
તે આંસુ લૂંછી કોફી બનાવવા કિચનમાં દાખલ થઈ.
મેં ટિપોય પર પડેલા ફિલ્મી સામાયિકના ફોટા જોવામાં પ્રવૃત થવાની કોશિશ કરી.
પણ અતીતના સ્મરણોએ મને ઘેરી લીધો.
કોલેજ માર્ગે રસ્તો ક્રોસ કરતી વખતે અનાયાસ તૃપ્તિ અને હું એકમેક જોડે ભટકાઈ ગયા હતા..
મેં વિવેક જતાવી ' સોરી ' કહ્યું હતું.
પણ તે તો અટ્ટહાસ્ય કરતી કોલેજ ભણી ચાલી ગઈ હતી. તેના આવા બિંધાસ્ત વર્તને મેં તાજુબની લાગણી અનુભવી હતી.
આ અગાઉ કોલેજ તરફથી યોજાયેલ પરિસંવાદમા તેને સાંભળવાનો મોકો મળ્યો હતો.
' બળાત્કાર કેમ થાય છે? "
આ વિષય પર તૃપ્તિએ સંશોધાત્મક મુદ્દા રજૂ કર્યા હતા.
ત્યારે આખો હોલ તાળીઓના અવાજે ગુંજી ઊઠ્યો હતો.
શ્રેષ્ઠ વક્તા તરીકે તેને પ્રથમ પારિતોષિક મળ્યું હતું.
તેની આ સિદ્ધિ એ તેના પ્રતિ મારા હૈયામાં પ્રેમના બીજ વાવ્યા હતા.
સ્ત્રીઓએ ખુદ પોતાની નીતિમત્તાનું ધોરણ નીચે આણી દીધું છે. વળી મફતનું કે મહેનત વિનાનું ખાવાની તેને આદત પડી ગઈ છે. સ્ત્રીની આ જ નબળાઈ તેની બરબાદીની વજહ બની ગઇ છે.
પુરુષ તેની આ નબળાઈથી સંપૂર્ણત વાકેફ છે.
નાના મોટા પ્રલોભન થકી તે સ્ત્રીને પોતાની તરફ ખેંચવાની ચેષ્ટા કરે છે.. લગ્નની લાલચ આપી વાસના નો શિકાર બનાવી સિગારેટના ઠુંઠા ની જેમ મસળી નાખે છે.
પૈસાદાર પુરુષ લિફ્ટ આપવાના બહાને યા અન્ય કોઈ રીતે સ્ત્રીને પોતાની ભણી ખેંચે છે.
આજની સ્ત્રી ને થોડું ચાલવું હરગીઝ પસંદ નથી. અજાણ્યા પુરુષ જોડે બેધડક મોટર કે ટેક્સીમાં બેસી પોતાની બરબાદી નોતરે છે.
તેના ધારદાર સંભાષણથી હું મંત્રમુગ્ધ બની ગયો હતો.
બીજી તરફ તેના પ્રતિસ્પર્ધી આકરા શબ્દો માં તેની ટીકા કરી હતી.
તૃપ્તિ દેસાઈના આ વક્તવ્યથી હું અત્યંત પ્રભાવિત થયો હતો.
પણ તેના વાણી અને વર્તન વચ્ચેનો ભેદ હું કળી ગયો હતો.
આથી મારી ભીતર દોરેલું તેનું કલ્પનામૂર્તિનું ચિત્ર લોપાઈ ગયું હતું.
કોઈને ભાવ ન આપનારી તૃપ્તિ ભીડમાં અલગ જ નજર આવતી હતી.
બસમાં ચઢતા કે ઉતરતા તેને બહુધા યુવાન છોકરાઓના ખભે હાથ રાખવાની આદત પડી ગઈ હતી. ગીર્દી હોય કે ન હોય તે ધક્કા મારી ને બસમાં ચઢ ઉતર કરતી હતી.
રીગલ થિયેટર માં ' ઇન્સાફ કા તરાઝુ ' ફિલ્મ નિહાળી બસ સ્ટોપ પર ઉભા હતા.
આખે રસ્તે તેણે ભાંડ્યો હતો.
બળાત્કાર પુરવાર ન થઈ શકે.
તેની વિરુદ્ધ મા તેની રસપ્રદ દલીલો સાંભળી રહ્યો હતો.
બસ આવતા જ મેં એક નરાધમ ને તૃપ્તિની છાતી પર હાથ ભીંસતા નિહાળ્યો હતો.
તે જોઈ મારૂં લોહી ગરમ થઈ ગયું હતું.
ક્રોધવેશમા મેં તે નરાધમ ને અડબોથ લગાવી દીધી હતી.
ત્યારે મારો આભાર માનવા ને બદલે તેણે મને ટોક્યો હતો :
" શું તરંગ આટલી અમસ્તી વાતમાં કાગનો વાઘ કરતો હશે.
ભીડમાં હાથ અડી જાય. "
શું આ નાની વાત હતી?
મેં ખુદ મારી જાતને સવાલ કર્યો હતો.
તૃપ્તિ ની ઈજ્જત પર હાથ નાખનાર શખ્સ મને ભોઠો પાડી ગયો હતો.
છતાં તેનામાં કાંઈ એવું વિશેષ હતું. જે મને લગાતાર તેના ભણી ખેંચી રહ્યું હતું.
એક દિવસ કોલેજની પડખે આવેલી ઈરાની હોટલમાં ચા નાસ્તો કરવા ગયા હતા ત્યારે એકમેકે પ્રણયનો એકરાર કર્યો હતો.
પણ મા બાપની સંમતિ મોટી સમસ્યા હતી. મારા માતા પિતા તો અમારા લગ્ન માટે તૈયાર હતા. પણ તૃપ્તિના માતા પિતા ને ધનવાન જમાઈ જોઈતો હતો.
તેણે આવો ખુલાસો આપ્યો હતો.
હકીકત માં તે ખુદ પૈસાદાર કુટુંબમાં લગ્ન કરવા ચાહતી હતી.
તેની નીયત થી અજાણ હું તેને જીવન સંગિની બનાવવા ઉપર તળે થઈ રહ્યો હતો. મેં તેના માતા પિતાને મળી ને સમજાવવાની વાત કરી હતી. પણ તે એક જ ગાણું ગાઈ રહી હતી.
" તેઓ ના પાડે છે! "
છતાં હું તેના ડેડીને મળવા તેની ઓફિસે ગયો હતો. તેમણે મને હુંફાળો આવકાર આપ્યો હતો. તેઓ ખુલ્લાં મન ના માણસ હતા. તેમણે ઘટસ્ફોટ કર્યો હતો.
" તૃપ્તિ ને ધનિક યુવાન જોઈએ છે. "
તેમના ઘટસ્ફોટથી મારા શમણાં ચકનાચુર થઈ ગયા.
એક જ્યોતિષે તેને માટે આગાહી કરી હતી.
" લગ્ન ખૂબ જ શ્રીમંત કુટુંબમાં થશે. મોટર ગાડી બંગલો નોકર ચાકર બધું મળશે.
તે ભૌતિક સુખને ચાહતી હતી. તે જ કારણે જુનવાણી માતા પોતાની આડ લઈ મારી જોડે બેવડી ગેમ ખેલી હતી.
આ વાત મને સર્પ ડંશ બની ચૂભી રહી હતી.
કોલેજ છોડયાને બે વરસ વીતી ગયા હતા.
અને અચાનક ' અજય ટેક્સટાઇલ કોર્પોરેશન ' માં તેનો ભેટો થયો હતો .
તેના પિતા એક જીવલેણ અકસ્માતમા અપંગ, અસહાય બની ગયા હતા.
અને લાચાર તૃપ્તિ તેના કાકાની જ પેઢીમાં ટાઈપિસ્ટ તરીકે જોડાઈ ગઈ હતી.
ત્યાર બાદ શું થયું હતું? મને તેની જાણ નહોતી. મેઁ તેના વિશે જાણવાની કોશિશ પણ કરી નહોતી. હું મારી લવ સ્ટોરી વિસારી દઈ ખ્યાતિ જોડે પરણી ગયો હતો
કપ રકાબીના અવાજે અતીત સાથેની લિંક તૂટી ગઈ..
તૃપ્તિ મારી સામે બેસી કોફી તૈયાર કરી રહી હતી.
કોફી સીપ કરતાં મારી નજર તેના હાલક ડોલક થતાં સ્તન યુગ્મો પર સ્થિર થઈ ગઈ... હું પરિણીત હતો. તે વાત પણ ભૂલી ગયો હતો.
અજય ટેક્સટાઇલ કેમ છોડ્યું હતું?
તે અંગે અનેક અટકળો થતી હતી.
મારે મન પણ એક રહસ્ય હતું.
વાતચીતમાં તેનો તાગ મળતા અસ્વસ્થ થઈ ગયો.
તૃપ્તિ ની આંખો પણ ભીંજાઈ ગઈ હતી.
ઓવર ટાઈમ ના બહાને અજય દેસાઈ એ તેને ઘરે બોલાવી હતી.
કોફી માં ઘેન ની દવા મેળવીને તેમણે તૃપ્તિ પર અમાનુષિક ત્રાસ ગુજાર્યો હતો.
કુંવારી માતા બનવાની હતી. તે જાણી પિતાએ આત્મહત્યા કરી લીધી હતી.
અને દુનિયાની પરવા કર્યા વિના અજય દેસાઈ તેની સાથે લગ્ન કરી ઘરે લઈ આવ્યો હતો. સમાજની નજરે તે અજય દેસાઈની વિવાહિત પત્ની હતી.
બાકી તેની હાલત એક રખાતથી પણ બદતર હતી.
અજય દેસાઈએ તેને પત્નીનો દરજ્જો આપ્યો નહોતો. તેથી તે પતિ કહેવડાવતા શખ્સ ને હાથ સુદ્ધા લગાડવા દેતી નહોતી.
તૃપ્તિ ની મનસ્થિતિથી અજાણ તૃપ્તિ પર મન થાય ત્યારે ભૂખ્યા વરૂની માફક તૂટી પડતો હતો.
તે આ સ્થિતિ બરદાસ્ત કરી શક્તી નહોતી..
પણ તે શું કરે?
ભૌતિક સુખ મળ્યું ત્યારે પતિ નો પ્રેમ ન પ્રાપ્ત થયો.
પ્રેમ વિનાનો દેહ સંબંધ તેના અંતરને દઝાડતો હતો.
તેના જીવન ની આ બલિહારી હતી.
તેની કથની સુણી મારા આંતરમનમાં ઉહાપોહ મચી ગયો.
તૃપ્તિ ના હિબકા શાંત વાતાવરણ માં ગુંજી રહ્યા હતા
મેં તેને લાગણી ભીના સ્વરે આશ્વાસન આપ્યું. તેને આહવાહન ગણી તે મને શયન ખંડ માં ખેંચી ગઈ.
" તરંગ! હું તને જ ચાહતી હતી. પણ ભૌતિક સુખની વાંછના તેને ગળી ગયો. અને મારૂં જીવતર દોઝખ બની ગયું. "
હું બાઘો બની તેનો એકરાર સાંભળી રહ્યો હતો.
બળાત્કાર જેવા દુષણમાં યુવતી પણ દોષિત હોય છે તેવું નિવેદન કરતી તૃપ્તિ મને વ્યભિચાર ભણી ખેંચી રહી હતી.
ખ્યાતિની સ્મૃતિ એ મારા પગ જમીનમાં જ ખોડાઈ ગયા હતા.
પોતાના પતિના અમાનુષિક ત્રાસ ને છતો કરવાના પ્રયાસમાં તેણે બધા જ આવરણ ખેંચી કાઢી જમીન પર ફેંકી દીધા.
" બસ એક વાર! "
કહી તૃપ્તિ મને વળગી પડી.
અને મારી મતિ પણ મારી ગઈ.
કામદેવે મને કાળોતરા નાગની માફક મને તેની ચૂડ માં ભીંસી નાખ્યો.
તૃપ્તિ ની પીઠ ફરતો ભરડો લઈ મેં તેને જમીન પર પટકી નાખી.
તે જ વખતે અજય દેસાઈનો પડછાયો અમારી આલિંગન બદ્ધ કાયા પર પડ્યો.
અમે ગભરાઈ ને અળગા થઈ ગયા.
પોતાને ફાળે આવેલા સુંદર મજાના પક્ષીને બીજા વૃક્ષ પર ચણતું નિહાળી અજય દેસાઈ કોપાયમાન થઈ ગયો. તેની આંખો અંગારા વરસાવા માંડી.
પોતાની જુવાન જોધ પત્ની ને પોતાની જ કંપનીના મામૂલી સ્ટાફ જોડે રંગરાગ માણતી નિહાળી તેની બુદ્ધિ પણ બહેર મારી ગઈ. તેણે મને મારવા હાથ ઉગામ્યો અને બીજી જ ક્ષણે ફર્શ પર ઢળી પડ્યો.
તેને એટેક આવ્યો હતો.
હું સત્ય પામી ગયો. ઝટપટ કપડાં પહેરી તૃપ્તિ ના ઘરે થી નૌ દો ગ્યારહ થઈ ગયો.
પોલીસ લફરાંમાંથી તૃપ્તિએ મને બચાવી લીધો.
પણ ગુનો કર્યાની લાગણી મને જંપીને બેસવા દેતી નહોતી.
મેં બીજે દિવસે જ અજય ટેક્સટાઇલ ને ગુડ બાય કરી દીધું.
ખ્યાતિ એ કારણ જાણવાની કોશિશ કરી. પણ મેઁ તૃપ્તિ દેસાઈ ને અમારા દાંમ્પત્ય જીવનમાં દાખલ ન થવા દીધી.
0000000000000
આ વાર્તા ના શીર્ષક જોડે પોસ્ટ કરેલ ફોટો માત્ર symbolical છે તેને અને હયાત વ્યકિત જોડે કોઈ જ સંબંધ નથી