Who is that star? in Gujarati Fiction Stories by Ramesh Desai books and stories PDF | એ તારો કોણ છે ?

Featured Books
  • आई कैन सी यू - 41

    अब तक हम ने पढ़ा की शादी शुदा जोड़े लूसी के मायके आए थे जहां...

  • मंजिले - भाग 4

                       मंजिले ----   ( देश की सेवा ) मंजिले कहान...

  • पाठशाला

    पाठशाला    अंग्रेजों का जमाना था। अशिक्षा, गरीबी और मूढ़ता का...

  • ज्वार या भाटा - भाग 1

    "ज्वार या भाटा" भूमिकाकहानी ज्वार या भाटा हमारे उन वयोवृद्ध...

  • एक अनकही दास्तान

    कॉलेज का पहला दिन था। मैं हमेशा की तरह सबसे आगे की बेंच पर ज...

Categories
Share

એ તારો કોણ છે ?

ન જાણે કેટલા દિવસ બાદ જાવેદે આંખો ખોલી.

લાંબી બીમારીથી તે બિલ્કુલ તૂટી ગયો હતો.

આંખો ખોલતા જ તેની નજર તેની પત્ની શર્મિલા પર પડી.

તેની આંખો માં આંસુના થર બાઝી ગયા હતા.

જાવેદ ની સેવા ચાકરી પાછળ તેણે તનતોડ મહેનત કરી હતી. દિન રાત એક કરી નાખ્યા હતા. પરિણામે જાવેદ ભાનમાં આવ્યો હતો.

પણ તરતજ " યા અલ્લાહ " યા અલ્લાહ કહી ને આંખો મીંચી દીધી હતી.

દેવેન પરિસ્થિતિ સમજી ગયો. અને ચૂપચાપ બહાર નીકળી ગયો હતો.

જાવેદે પુન : આંખો ઉઘાડી ત્યારે શર્મિલા સિવાય તેની પડખે કોઈ જ નહોતું. તેની આંખો માં અકથ્ય ભાવો ઉભરાઈ રહ્યા હતા. પતિની સુધરેલી હાલત નિહાળી શર્મિલા એ રાહતનો શ્વાસ લીધો.

આ પળે તેને દેવેન ની ઉપસ્થિતિ ખુંચી રહી હતી.

સઘળું ભૂલી તેણે પણ ખડે પગે તેની સેવા કરી હતી. દેવેન તેમનો કેટલો ખ્યાલ રાખતો હતો? એકાએક તે ક્યાં ચાલી ગયો.

શર્મિલા તેનો ચરણ સ્પર્શ કરી બહેનના નાતે તેનું કપાળ ચૂમી સ્નેહ વળતર ચૂકવવા માંગતી હતી.

ધીરે ધીરે જાવેદની તબિયતમાં ઘણો સુધારો આવી ગયો હતો. પણ દવા વિના તેનો છુટકારો નહોતો. જાવેદ લાલ પીળા મિશ્રણથી ઘણો જ ત્રાસી ગયો હતો. છતાં શર્મિલાના કડક નિરીક્ષણ હેઠળ દવાનો એક પણ ડોઝ ગુપચાવી શકતો નહોતો.

શર્મિલા ડોક્ટર ને મળવા ગઈ અને તેના નામે એક પાર્સલ આવ્યું. મોકલનારે સરનામું પણ લખ્યું નહોતું.

જિજ્ઞાસાની પળો માં તેણે પાર્સલ ખોલી નાખ્યું. અને તે છક થઈ ગયો.

શું ઘરેણાં પૈસા ની લાલચ દેવેન શર્મિલા ને ભરમાવવા માંગે છે?

પણ ઘરેણાં તો પોતાના જ હતા તે વિચારે આ ખ્યાલ પત્તા ના મહેલની જેમ ક્ષણાર્ઘમાં ક્ક્ડ ભૂસ થઈ ગયો. ઘરેણાં પૈસાની વચ્ચે એક તાજો લખેલો પત્ર મળી આવ્યો. અને તરતજ પત્ર વાંચવા માંડ્યો.
.
વ્હાલી શમુ

કાંઈ પણ જણાવ્યા વગર હું જતો રહ્યો. તેથી તને આશ્ચર્ય થયું હશે, દુઃખ પણ થયું હશે.. હું જાણું છું. પણ શું કરૂં? શાયદ પવન પુત્ર હનુમાનની માફક મારી છાતી ચીરી તમારા પ્રત્યે છલકા
તા સ્નેહ ભાવ બતાવી શક્યો હોત તો?

હું શું કરૂં જેથી જાવેદ મારો પ્રેમ વાંચી શકે? હું જાણું છું શમુ મારે લીધે તારે કેવો માનસિક ત્રાસ ભોગવવો પડે છે. આ વાત હું લગીરે ઝેલી શકતો નથી. હું કલ્પના પણ નથી કરી શકતો કે મારે કારણે તારા માર્ગમાં કોઈ અંતરાય આવે. તારા પર મુસીબતોનો પહાડ તૂટી પડે. વારંવાર જાવેદ તને એક જ સવાલ પૂછે છે.

કોને માટે? આ તારો કોણ છે?

હું શા માટે તારો આટલો બધો ખ્યાલ કરૂં છું? શમુ દુનિયા ભલે ગમે તેટલી આગળ પહોંચી જાય. ચાંદ પર પણ પહોંચી જાય પણ માનવીના મન હજી એવા જ વામણા છે. તેમાં સંબંધોની બલિ ચઢતી જ રહેવાની. તેમના હૈયે વહેતા સ્નેહ ઝરણા ને આ દુનિયા કદી નહીં પામી શકે.

એ સાચું છે કે તારે કારણે હું જાવેદ ના પરિચય માં આવ્યો. પણ ત્યાર બાદ મેં તમારા બંને વચ્ચે કોઈ જ અંતર રાખ્યું નથી. મારા દિલમાં કદી એવો મલિન ભાવ જાગ્યો નથી કે હું તમને બંનેને અલગ કરી દઉં. હું જાવેદ સાથે લાગણીનું નાટક કરૂં. બસ જાવેદ ની આ જ વાતે મને ભાંગી નાખ્યો હતો. તને દુઃખ થશે તે જાણી તને કાંઈ કહ્યું નહીં.

શમુ આ માં જાવેદ નો કોઈ દોષ નથી. તે તને ખુબ જ ચાહે છે. કહેનારે બરાબર જ કહ્યું છે : પ્રેમ એ ભલી ભોળી ગાય નથી. પણ વનરાજ કેસરી જેવો છે. તેના શિકાર પ્રત્યે કોઈને નજર પણ નાખવા દેતો નથી.

તને મેળવવા માટે બિચારા એ કેટલા કષ્ટો આફતોનો એકલ હાથે સામનો કીધો છે. ધર્મ, સંબંધ, ન્યાતિ સઘળી વાડ તોડી ને તને અપનાવી હતી. એક મુસ્લિમ યુવાન અને બંગાળી યુવતીના લગ્નથી બંનેની બિરાદરીમાં બુમરાણ મચી ગયું હતું. તારે માટે તેણે પોતાના મા બાપ ને પણ છોડી દીધા હતા. જે વ્યકિત આટલો મોટો ત્યાગ કરે તેના પ્રેમ વિશે સંશય કરવો એ બહું મોટો અપરાધ છે.

હું જાણું છું. તું મને પોતાના જેવો ગણે છે. માનવી માટે આનાથી વિશેષ ઉપહાર અન્ય શું હોઈ શકે? મને આ વાતનું ગર્વ થાય છે. મુજ એકાકી જીવનના તમે જ તો સહારા છો.

જાવેદની બીમારીમાં પૈસા ની ખેંચ હોવા છતાં તે મારી મદદ સ્વીકારવાની ના પાડી. તેથી મારી લાગણી દુભાઈ હતી. પણ તારી સ્વામી ભક્તિ તેમ જ નિષ્ઠા અને એકલા ઝઝુમવાની ધગશ મારા હૈયા ને સ્પર્શી જતી હતી. તારી હાલત કથળતી જતી હતી. છતાં તે તારી આર્થિક હાલત મારાથી સંતાડી. આ વાતે મને ખુબ જ ગુસ્સો આવ્યો હતો. શું પોતાના પતિ માટે એક બહેન ભાઈની મદદ ન લઇ શકે? હું જાણું છું. આ બધા પાછળ જાવેદ નો પેલો સવાલ જ આડો આવે છે.

કોને માટે? એ તારો કોણ છે? દેવેન શા માટે તારે માટે આ બધું કરે છે?

શમુ તને જાણવાની જિજ્ઞાસા થતી હશે. શા માટે હું આ બધું કરૂં છું.? મારો અને તારો શું સંબંધ છે? વાણિયા ભાઈ ની જાત લાભ વગર ન લોટે. વર્તમાન યુગમાં રોજબરોજ બનતા ચિત્ર વિચિત્ર પ્રસંગોથી માનવીના મનમાં આવા જ વિચારો આકાર લેતા હોય છે. તેમાં કોઈને દોષ આપવો યોગ્ય ન ગણાય. જાવેદ ના મનમાં કોઈએ ભૂંસુ ભરી દીધું છે. તેને કારણે તે થોડો શંકાશીલ બની ગયો છે. પરિણામે મારી બધી હરકતને તે નકારાત્મક દ્રષ્ટિ કોણ થી માપે છે. બધા ના હોઠે એક જ વાત ની ચર્ચા થઈ રહી છે.

આપણે કોણ છીએ? તારી ખાતર જ હું જાવેદ જોડે મિત્રતા નો ડોળ કરી રહ્યો છું.

તમે બંને મારા બે હાથ જેવા છો. બંને એક સરખું જ સ્થાન ધરાવો છો. જાણતા અજાણતા કોઈ ચૂક થઈ હશે. જેને કારણે જાવેદ એવું માની બેઠો છે.. કે મને કેવળ તારામાં જ દિલચસ્પી છે. અજાણતા માં એવી કોઈ ભૂલ થઈ હોય તો તે બદલ હું ક્ષમા માંગુ છું.

લાખ પ્રયત્નોને અંતે પણ અતીત માનવીનો પીછો છોડતો નથી. શમુ, માનવી ગમે તેટલું મથે ઉપરથી નીચે પછડાય પણ જીવનના કોઈ ને કોઈ તબક્કે તે ગોથું ખાઈ જાય છે.

મેં એક યુવતી ને બહેન માની હતી. હું તેના પ્રત્યે અસીમ લાગણી ધરાવતો હતો. સ્નેહ ઝરણા ની પાછળ એક ભાઈ છુપાયો હતો. હર ઘડી સૂતાં જાગતા તેના જ વિચારો કરતો હતો.

આધુનિક યુગમાં જન્મેલી પણ નવા વિચારો ને સમજ્યા વિના આંધળુંકિયા કરતી હતી. તેનું આછકલું, સ્વછંદ વર્તન નિહાળી મારૂં હૈયું ફાટી પડતું હતું. તેની અર્ધ નગ્ન કાયા એ મારી ભીતર છુપાયેલા કામ શત્રુ ને છંછેડ્યો હતો.

કામ ભાવના અને ભાતૃત્વ ભાવના જંગે ચઢી. અંતે કામેષ્ણા વિજયી નીવડી.

ત્યાર બાદ હું ઘણો જ પસ્તાયો હતો. મારા હાથે અઘોર પાપ થઈ ગયું હતું. કોઈ ને બહેન ગણી તેના પર કુદ્રષ્ટિ કરવા જેવું અન્ય કોઈ પાપ નથી.

આ ઘટનાએ મારા વિશ્વાસ ની બુનિયાદ હલાવી નાખી. હું ખુદ મારી જાતથી ડરવા લાગ્યો. શમુ મેં તેને ભાઈ કહી ને બોલાવવાનું સૂચન કર્યું હતું. પણ તે મારી વાત ન સમજી શકી.

ત્યાર બાદ તું મારા જીવનમાં દાખલ થઈ. તારા પ્રત્યે પણ એ જ ભાતૃત્વ ભાવ જાગ્યો. પણ મારા આગલા અનુભવે મને ભયભીત કરી દીધો હતો.

નિકટ પરિચયે હું એટલું તો કળી ગયો હતો. તું તદ્દન નોખી માટીની છે. તારી વાણી માં અનેરું સંગીત ગુંજે છે. તું આઝાદ વિચારો ધરાવે છે. સાથોસાથ નવીન યુગની પરિભાષા તેમ જ રુચિ ને સારી રીતે સમજે છે.

તું બીજાનું દુઃખ જોઈ શકતી નથી.

આ બધી વાતે હું તારા ભણી ખેંચાયો હતો.

કોઈ ને બહેન નહીં માનું તેવો દ્રઢ નિર્ધાર તારા સાનિધ્યમાં તૂટી ગયો હતો. પુન : ભાવનાનું સ્રોત વહી નીકળ્યું હતું.

છતાં મેં તને મારા ભીતરી શત્રુ થી દૂર રાખી હતી.

આ જ કારણે મેં આપણી વચ્ચે અંતર રાખ્યું હતું.

લાગણી ના આ નિર્મળ સંબંધ ને હું કામ વાસનાથી કલુષિત કરવા માંગતો નહોતો.

દુનિયા ગમે તે કહે મારો આત્મા સાક્ષી છે. મેં તે છોકરી ને બહેન જ માની હતી. મેં ધાર્યું હોત તો જુઠા પ્રેમની આડ લઈ તેની જોડે મોજ માણી શક્યો હોત. પણ આવો વિચાર પણ કરવો મારા લોહીમાં નહોતો.

મને પોતાની જાળમાં ફસાવી મને બદલામી ની ગર્તામાં ધકેલી દીધો હતો. મારા કાર્યોની સુનાવણી કરી હું મારી જાતનો બચાવ નથી કરવા માંગતો. પણ મેં મારી જાતને જોખમમાં મૂકી તેની રક્ષા કીધી હતી. તે વાત ભૂલી ગઈ હતી.

શમુ તું મારે માટે નવજીવન લઈને આવી છે. દિવસ રાત આપણે જાવેદ ની સેવા ચાકરીમાં ખડે પગે વિતાવ્યા છે. તારી બાબતમાં મેં કદી નઠારો વિચાર સેવ્યો નથી.

શમુ માફ કરજે... ઘણી વાર ઊંઘમાં તારી સાડીનો છેડો ખસી જતો હતો. કોઈ વાર તારા ઘૂંટણ સુધી ચઢી જતો હતો. છતાં કામદેવની હિંમત નહોતી કે તારા પર મીટ માંડે.

મેં તને કેટલી વાર ઉંચકીને ને પલંગમાં સુવડાવી છે. છતાં પણ મેં કોઈ ખરાબ વિચાર મનમાં આણ્યો નથી

જાવેદની ચાકરી કરતા તારી આંખો બિડાઈ જતી હતી. ઠંડી ના દિવસો હતા. અને તું જમીન પર સૂઈ જતી હતી. તેથી બીમાર પડી જવાની દહેશત લાગતી હતી. માંડ માંડ તને ઊંઘ આવતી હતી. આ સ્થિતિ માં મને કર્તવ્ય નિભાવ્યાનું અભિમાન થતું હતું. લગભગ 32 દિવસ આ સિલસિલો જારી હતો. જાવેદની બીમારીએ મારી કસોટી લીધી હતી. અને મને તેમાં ઉતીર્ણ થયા નો આનંદ થઈ રહ્યો હતો.

તે જ દિવસોમાં મેં ગાંધીજી વિશે એક વાત સાંભળી હતી. બ્રહ્માચર્યની કસોટી અર્થે તેઓ બિલ્કુલ નગ્ન છોકરીઓ સાથે સૂતા હતા. આ જાણી ને લોકો તેમને માટે કેવું કેવું વિચારતા હશે. એક મહાન આત્માનું આવું ઘોર પતન?

શમુ બધું જ ભાવનાને આધીન હોય છે. આ વાતથી મારો સુપ્ત આત્મા જાગી પડ્યો છે

આજે મને અભિમાન છે, મારી જાત પર. કામવાસનાનો ઘોર પરાજ્ય નવલો ઇતિહાસ રચી ગયો છે. શમુ આ મારો વિજય નથી પણ તારી લાગણી નો વિજય છે તારા વિશ્વાસ નો વિજય છે. તારી શ્રદ્ધા મેદાન મારી ગઈ છે.

શમુ હું આજે સંપૂર્ણ પણે તારો એક બહેન તરીકે સ્વીકાર કરૂં છું. એક ભાઈ ની ભેટ સ્વીકારીશ ને? એક ભાઈ ના હોવા છતાં એક બહેન ને પોતાના દાગીના વેચવા પડે તેના જેવી શરમ ની વાત બીજી ભાઈ માટે શું હોઈ શકે.!!

શમુ મેં આજ દિન લગી તારી પાસે કાંઈ જ માંગ્યું નથી. બહેન પાસે મંગાય પણ થોડું? છતાં એક વસ્તુ માંગુ છું. જાવેદ નું દયાન રાખજે.. તેને અધધ પ્રેમની લ્હાણી કરજે. કોઈ સ્ત્રી પોતાના પતિ ને ન આપી શકી તેવું સુખ આપજે. બસ અલવિદા.

તારો ભાઈ દેવેન

પત્ર વાંચી જાવેદ ની આંખો પલળી ગઈ.

યા અલ્લાહ...

શર્મિલા અને દેવેન ના સંબંધ વિશે કેવું વિચારતો હતો..

ખોટા વિચારોના ભીષણ યુદ્ધ માં તે માંદો પડી ગયો હતો.

પણ શર્મિલા અને દેવેન ની વફાદારી, નિષ્ઠા તેને મોતને બારણે થી પાછી લાવી હતી.

' તારી બહેન ' શબ્દ સુણી દેવેન થડકી ઉઠતો હતો.

તેનું રહસ્ય જાવેદ કળી ગયો.

આટલી મોટી ઠેસ વાગવા છતાં દેવેને પોતાની જાત સંભાળી લીધી હતી.

તે વાતે જાવેદ ના હૈયે સ્નેહ જ્યોત પ્રગટાવી હતી.

તેની આંખો માં છલકાતા આંસુ ના મહાસાગર ને રોકવા જ જાણે શર્મિલા દવાખાને થી પાછી ફરી હતી. જાવેદની હાલત નિહાળી તે ખુબ જ વિમાસણમાં મુકાઈ ગઈ.

તેના હાથમાં ઘરેણાંનું બોક્સ જોઈ તે ચકિત થઈ ગઈ.

" યહ આપ કૈસે આયા?

શર્મિલા ને નિહાળી જાવેદ નાના બાળક ની પેઠે ધ્રુસકે ધ્રુસકે રડવા માંડ્યો..

ખુબ જ લાગણી તેમ જ મમત્વ દાખવી તેણે પતિ ની પીઠ સહેલાવવા માંડી. તેથી તેનો ઉભરો શાંત થઈ ગયો.

શર્મિલા એ પોતાની સાડી ના છેડા થી જાવેદ ના આંસુ લૂંછી નાખ્યા.

થોડી જ ક્ષણો માં જાવેદે સ્વસ્થતા પ્રાપ્ત કરી લીધી. અને દેવેનનો પત્ર પત્ની ના હાથો માં થમાવી દીધો.

શર્મિલા પત્ર વાંચવા માંડી. અને જાવેદે એક એક કરીને બધા ઘરેણાં પહેરાવી દીધા.

પત્ર વાંચીને તેની આંખોમાં થી શ્રાવણ ભાદરવો વહેવા માંડ્યો.

આખરે દેવેન ઋણા નો ભાર તેમના માથે નાખી ગયો.

" શમુ! જાઓ તુમ્હારા શાદી કા જોડા પહન લો.. આજ હમ તુમ્હારે ભાઈ કો લેને જાયેંગે. "

00000000000000