“દુર્લભસિંહ છોડી દે ભૈરવી ને નહિતર આનું પરિણામ ખુબજ ખરાબ આવશે. મે તને પહેલા પણ કીધું હતું કે મારી ભૈરવી થી દુર રહેજે પણ તું ના માન્યો હવે પરિણામ ભોગવવા માટે તૈયાર થઈ જા. ત્યાંજ પાછળથી એક તીર આવ્યું ભૈરવી ની એકાએક ચીસ નીકળી પડી રક્ષિત.........”
“પાપા.... કાલિંદી ઊંઘ માંથી અચાનક ઉઠી ગઈ. તેણીએ એટલી જોર થી બુમ પાડી કે બાજુમાં ઊંઘેલી શ્રેયા જાગી ગઇ અને બાજુના ઓરડામાં સૂતેલા તેના મમ્મી પપ્પા પણ જાગી ગયા.
“આ તો આપણી લાડલીનો અવાજ હતો.” કાલિંદી નો અવાજ સંભળાતા જ ઊંઘ માંથી ઉઠેલી નંદિની એ કહ્યું.
“હા, પણ આમ અચાનક કાલિંદી એ બુમ પાડી બધું બરાબર તો હશે ને?”
વિરમસિંહ અને નંદિની તરતજ કાલિંદી નાં ઓરડા તરફ ભાગ્યાં. ઓરડામાં ગયા તો કાલિંદી એકદમ ભયભીત લાગી રહી હતી. તેના કપાળ માંથી પરસેવો જતો હતો.
“શું થયું બેટા?” ઓરડામાં ઢળતાં જ તેના પપ્પા એ પૂછ્યું.
કાલિંદી થોડી વાર તો કંઈ ના બોલી. તેની મમ્મી તેની પાસે આવી. કાલિંદી તેને તરજ ચોંટી ગઈ. નંદિની ને ખબર તો પડી ગઈ હતી કે તેને એજ સપનું આવ્યું છે જે તેને છેલ્લા સાત વર્ષથી આવતું. પણ આજે તે ખુબજ ભયભીત લાગી રહી હતી. જાણે કાલિંદી એ સપનું નહિ પણ હકીકત જોઈ લીધી હોય.
કાલિંદી ના પપ્પા તેની પાસે આવ્યા તેના માંથા ઉપર પ્રેમથી હાથ ફેરવ્યો.
“બેટા, શું કામ સપનાઓ થી આટલી ડરે છે. તારા ડરને દૂર કરવા માટે જ હું તને અહીં અમરાપુર લઈને આવ્યો છું.”
“રોજ જે સપનાઓ આવે આજે એ સપનું મને નહોતું આવ્યું. ”
“તો શું આજે એ હવેલી તારા સપનાં માં નહોતી આવી?” કાલિંદીનો જવાબ સાંભળીને વિરમસિંહે કહ્યું.
“હા હવેલી તો એજ હતી પણ એ લોકો એ દુર્લભસિંહ એ ભૈરવી તેને બચાવવા આવેલ રક્ષિત એ બધાં કોણ હતા અને એ સપનું કેમ ક્યારેય નહી અને અમરાપુર આવ્યા પછી જ આવ્યું.” કાલિંદી હજુ પોતાની વાત કહેતી હતી ત્યાંજ નંદિની અચાનક કાલિંદી ની પથારીમાંથી ઉભી થઇ ગઈ.
ભૈરવી નામ હજુ પણ તેના શરીરમાં રમતું હતું. એ કાળી રાતનો ભયંકર કિસ્સો આજે પણ તેને ભયભીત કરી દેતો. એટલે તો આટલાં વર્ષો અમરાપુર થી દુર રહ્યા. છતાં આજે એજ ગામ અને એજ ભૈરવી તેની આંખોની સામે ઊભેલા દેખાતા હતા.
“મમ્મી શું તું એ લોકોને જાણતી હતી?” કાલિંદી એ જેવું ભૈરવી નું નામ લીધું તેવીજ નંદિની કાલિંદી ની પથારી માંથી ઊભી થઈ ને સુમસાન ઉભી હતી. કાલિંદી ને કઈક અજુગતું લાગ્યુ એટલે તેણીએ તેની મમ્મી ને પૂછ્યું.
વિરમસિંહે એક નજર નંદિની ના ચહેરા ઉપર કરી. તેના ચહેરા ઉપર સાક્ષાત ભય ના નિશાન દેખાઈ રહ્યા હતા. નંદિની ની આંખોમાં એ ભયંકર રાતની ઝલક દેખાય રહી હતી.
“ના હું કોઈ ઠાકુરની હવેલીમાં રહેનારો ઓ ને કે અમરાપુર ના વાસીઓને ઓળખતી નથી. માટે એ હવેલી સાથે કઈ નાતો નથી.” નંદિની પોતે શું બોલી એ તેને પણ ખબર રહી નઈ.
“ઠાકુર ની હવેલી ? ” કાલિંદી એ તેના મમ્મી ના જવાબ ઉપર પ્રશ્ન કર્યો.
નંદિની આગળ કંઈ પણ બોલ્યાં વગર ઓરડાની બહાર નીકળી ગઈ.
“મમ્મી જવાબ તો આપતી જા...” ઓરડા બહાર નીકળી રહેલી તેની મમ્મી ને કાલિંદી એ કહ્યું. પણ નંદિની તો બીજે કઈક જ ખોવાયેલી હતી.
“જવા દે.” વિરમસિંહે કાલિંદી ને કહ્યું.
“પણ પપ્પા મારે જાણવું હતું કે શું મમ્મી એ હવેલી વિશે જાણે છે?”
“હા મને લાગે છે કે આંટી તે હવેલી વિશે કઈક તો જાણે જ છે અથવા તો તેમનો કઈક સબંધ હશે એ હવેલી સાથે.” થોડા સમય થી ચૂપ બેઠેલી શ્રેયા અચાનક વચ્ચે જ બોલી.
વિરમસિંહ બધુજ જાણતા હતા પણ કંઈ બોલી ના શક્યાં. બસ એટલુંજ કહ્યું “બેટા અત્યારે ઊંઘી જા સવારે વાત કરીશું.”
વિરમસિંહ કાલિંદી ને સમજાવતા કાલિંદી અને શ્રેયા ઊંઘી ગયા. ઓરડાની લાઈટ બંદ કરીને વિરમસિંહ બહાર નીકળી ગયા.
પોતાના ઓરડાની તરફ જતા વિરમસિંહ ના મનમાં કેટલાય વિચારો આવવા લાગ્યા.
“સપનાઓથી જે આટલી ગભરાય છે તેને સત્યની ખબર પડી તો? શું મારી લાડલી એ શૈતાન નો અંત કરી શકશે? ત્યાં જ વિરમસિંહ ના મનમાંથી એક અવાજ સંભલાણ્યો શું કામ ચિંતા કરે છે એ ભલે તારી લાડલી રહી પણ તું એના ભૂલીશ કે તેના નસે નસ માં એ પિતાનું લોહી વહે છે જેને પોતાની દીકરી ખાતર પોતાના પ્રાણ ત્યાગી દીધા. તો તેની દીકરી પણ ગામલોકો માટે પોતાના જીવ દેવા માટે તત્પર રહેશે.
વિચારોમાં ખોવાયેલા વિરમસિંહ ઓરડો વટાવીને ક્યારે નિવાસસ્થાન ની બહાર નીકળી ગયા તેમને ખબર જ ના રહી.
અચાનક એ ઘનઘોર આકાશ માંથી વીજળીનો ચમકારો થયો. એ એક ચમકારે વિરમસિંહ ની આંખો ખુલ્લી દીધી. એ રાત પણ આટલી જ ભયંકર હતી. સૂનસાન લાગતું આ અમરાપુર રાતે કેટલી ચિંતા સાથે ઊંઘતું હશે કાલે શું થશે એ બ્રહ્મરાક્ષસ એ કાળી શૈતાની શક્તિ ક્યાંય મારાં પરિવાર ના કોઈ સદસ્ય ને મારી ના નાખે. મહાકાલી માં પાસે બસ
એકજ પ્રાર્થના રટ્યા કરે છે. પરિવારનું લાંબુ આયુષ્ય.
વિચારોમાં અટવાયેલા વિરમસિંહ ને એકાએક કઈક યાદ આવ્યું. તેઓ પોતાના નિવાસસ્થાને પાછા વળ્યાં.
“સાચું કહેજો કેમ તમે અમરાપુર આવ્યા કાલિંદી નું સપનું પૂરું કરવા કે પછી બીજા કોઈ કારણ સર?” વિરમસિંહ જેવા ઓરડામાં પ્રવેશ્યા તેવાજ નંદિની એ તેમના ઉપર પ્રશ્નો નો વરસાદ વરસાવી દીધો.
“આ સમય ઉચિત નથી તને જવાબ દેવાનો આમેય સવારમાં વહેલા ઊઠવાનું છે.” નંદિની ની વાત ને ટાળતાં વિરમસિંહે કહ્યું.
વિરમસિંહ તો મનમાં કેટલાય વિચારો અને ચિંતાઓ સાથે ઉંઘી ગયા પણ નંદિની ને ઊંઘ નહોતી આવતી તો બીજું બાજુ કાલિંદી પણ જાગતી હતી.
“શ્રેયા તને શું લાગે મમ્મી એ હવેલી વિશે પહેલેથી જાણતી હશે?”
“હા મને લાગે છે કે નંદિની આંટી પહેલેથી એ હવેલી વિશે જાણતા હશે. ત્યારેજ તે હવેલીનું નામ જાણે છે તે ભૈરવી નું નામ સાંભળતાજ તેમના ચહેરા ઉપર સાક્ષાત ભય ના નિશાન દેખાઈ રહ્યા હતા.” શ્રેયા એ કાલિંદી ની વાતમાં સ્પષ્ટતા કરતાં કહ્યું.
વધારામાં ઉમેરતા કહ્યું...“કોણ હશે એ ભૈરવી, રક્ષિત અને દુર્લભસિંહ ? શા માટે તને એવું સપનું આવ્યું ? શું અમરાપુર સાથે તારે કોઈ સબંધ હશે? કેટલાય સવાલો શ્રેયા એ કાલિંદીને ને પૂછી દીધાં જેનો જવાબ ખુદ કાલિંદી પાસે પણ નહોતો.
અચાનક જોરદાર હવાઓ ફુંકાવા લાગી. કાલિંદી હવાના કારણે ખુલ્લી ગયેલી ઓરડાની બારી પાસે ગઈ. રાતના સમયે અંધારા શિવાય કઈજ દેખાતું નહોતું. ચારે બાજુ કાળાડિમાંગ વાદળોથી ઘેરાયેલું આકાશ હતું. જે સમયે આખું અમરાપુર ગામ ઊંઘતું હતું સૂનસાન લાગી રહેલું ગામ જાણે રાતના સમયે રડતું હોય. બારીમાંથી ઠંડો પવન ઓરડામાં આવી રહ્યો હતો એ ઠંડી હવાઓ કાલિંદી ના શરીર ને સ્પર્શ થતાંજ કાલિંદીના મનમે થોડી શાંતિ મળી. હવાઓનું જોર વધતાં જ કાલિંદી એ બારી બંદ કરી દીધી અને પાછી આવી ને શ્રેયા ની બાજુમાં ઊંઘી ગઈ.
મનમાં કેટલાય પ્રશ્નોની ગડમથલ ચાલી રહેલી નંદિની પણ એક નજર ઘડિયાળના કાંટા તરફ કરીને સૂઈ ગઈ. ઘડિયાળ તો પોતાનું કામ ચાલુ જ રાખ્યું ફરતા કાંટા ની સાથે એક નવું સવાર થયું.
ટનનનન્.... દુર જંગલોમાંથી ઘંટનાદ નો અવાજ સંભળાયો. એ ઘંટનાદ નો અવાજ કાલિંદી ના કાને અથડાતાં તે ઓચિંતી ઊંઘ માંથી ઉઠી ગઈ. તે રાતે બંદ કરેલી બારી પાસે ગઈ અને તેને એકજ ઝાટકે ખુલ્લી દીધી.
સાંજે જે ભયંકર અને સૂનસાન લાગી રહ્યું હતું એ જ ગામ સવારમાં ચારેબાજુ જંગલ વિસ્તાર થી ઘેરાયેલું એક નવીજ પ્રકૃતિ સાથે ખીલી રહ્યું હતું. રાતના સમયે જે જોરદાર પવન ના સૂસવાટા સંભળાતા હતા એ સવારમાં એકદમ શાંત હતા. ત્યાંજ કાલિંદી ની નજર ગામના કુવે પાણી ભરી રહેલી સ્ત્રીઓ ઉપર જાય છે. તેમના વસ્ત્રો જોઈને કાલિંદી ને કઈક અજીબ લાગ્યું.
“ કાલિંદી..શ્રેયા જલ્દી થી ઉઠી જાઓ.” ઓરડા માં પ્રવેશતા જ નંદિની એ કહ્યું.
બારી પાસે ઉભેલી કાલિંદી ને જોઈને નંદિની આશ્ચર્યચકિત થઈ ગઈ.
“અરે વાહ!જેને રોજ ઉઠાડવી પડે તે આજે જાતે જ ઉઠી ગઈ.” નંદિની એ થોડા મજાકિયા અંદાજમાં કહ્યું.
“હા મમ્મી હું તો ઉઠી ગઈ પણ જો આ કુંભકર્ણ હજુ ઊંઘી છે.” કાલિંદી એ શ્રેયા ને ઉઠાડતા કહ્યું.
“અરે યાર, એક મિનિટ તો ઊંઘવા દે.” શ્રેયા એ ઓશિકામાં માથું રાખીને કહ્યું.
“તારી એક મિનિટ એક કલાક બરાબર હો, હું બધુજ જાણું છું.” કાલિંદી એ શ્રેયા ની માંથેથી રજાઈ લેતા કહ્યું.
તમે બંને જલ્દી થી બ્રશ કરીને નાસ્તો કરવા આવી જાઓ. હુ ત્યાં સુધી તારા પપ્પાને બહાર થી બોલાવી લાવું.”
“આટલા વહેલા વિરમ અંકલ ક્યાં ગયા છે? કાલિંદી કંઈ બોલે એ પેલા જ ઊંઘ માંથી ઉઠી રહેલી શ્રેયા એ કહ્યું.
“હા એ ગામવાસીઓને થોડું કામ હતું એટલે બહાર ગયા છે. હુ તેમને બોલાવી આવું તમે ત્યાં સુધી નાસ્તો કરવા આવી જજો.” નંદિની એટલું કહીને ચાલી ગઈ.
કાલિંદી અને શ્રેયા ફટાફટ બ્રશ કરવા માટે એકજ સાથે બાથરૂમ માં ઘુસી ગયા.
ઓરડામાંથી બહાર નીકળી નંદિની વિરમસિંહ જે દિશામાં હતા તે તરફ પોતાના ડગલાં ભરવા માંડી. દરેક ડગલે તેના મનમાં નવા જ વિચારો આવતા હતા. જેવી તે વિરમસિંહ ની નજીક પહોંચી ત્યાંજ ગામ ના એ ત્રિભુવદાસ ના શબ્દો સાંભળતાં જ નંદિની ત્યાંથી સીધી જ તેના ઓરડામાં ભાગી. વિરમસિંહ ત્રિભુવદાસ ની સાથે કંઇક ચર્ચા કરી રહ્યા હતાં એટલે તેમનું ધ્યાન નંદિની તરફ ના ગયું.
“યાર કાલિંદી અહીં તો કોઈ નથી.” નાસ્તા ના ટેબલ પાસે પહોંચતા જ શ્રેયા એ કહ્યું.
“હા પણ મમ્મી એ તો કીધું હતું નાસ્તો તૈયાર છે જલ્દી આવજો અને એજ હાલ ગાયબ છે.”
ત્યાંજ વિરમસિંહ બહારથી અંદરની તરફ આવ્યા.
“પપ્પા મમ્મી ક્યા છે?” કાલિંદી એ બહાર થી એકલા આવી રહેલા તેના પપ્પા ને કહ્યું.
“એતો તમને બંને ને નાસ્તા માટે બોલાવવા આવી હતી ને.”
“ હા પણ અમને કહી ને તે તો તમને નાસ્તા માટે બોલાવા આવી હતી ને.” શ્રેયા એ ચોખવટ કરતા કહ્યું.
“શાયદ ઓરડામાં હશે હું બોલાવી આવું.” કાલિંદી એ કહ્યું.
“ના તું અને શ્રેયા નાસ્તો કરો હું બોલાવી આવું.”
વિરમસિંહ પોતાના ઓરડા તરફ આગળ વધ્યાં.
“આજે તો હું નંદિની ને સચ્ચાઈ કહી જ દઉં. આજે નહિ તો કાલે તેને ખબર તો પડવાનીજ છે જેટલી વહેલા પડે તેટલું સારું.. મનમાં હિંમત રાખીને વિરમસિંહ ઓરડામાં પ્રવેશ્યા ત્યાં તો નંદિની ની હાલત જોઈને વિરમસિંહ ની આંખો પહોળી થઈ ગઈ.
“નંદિની........”
જાણો આગળ ના ભાગમાં કાલિંદી નું રહસ્ય. “બ્રહ્મરાક્ષસ: તાંડવ એક મોતનું!” ધારાવાહિક ઉપર.