Sandhya - 26 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | સંધ્યા - 26

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સંધ્યા - 26

સંધ્યા પિયરમાં આવી એટલે સાક્ષી સાથે સારો સમય પસાર થવા લાગ્યો હતો. એને માતૃત્વ પહેલા જ માતૃત્વનો અહેસાસ સાક્ષી કરાવી રહી હતી. સાક્ષીને રમાડવી, તૈયાર કરવી, ઊંઘાડવી બધું જ સંધ્યા કરતી હતી. સંધ્યાને નવમો મહિનો બેસી ગયો હતો.

સૂરજ ની ટુર્નામેન્ટ શરૂ થઈ ગઈ હતી. એની ટીમ ખુબ સરસ પર્ફોમ કરી રહી હતી. એ લોકો સેમિફાઇનલ જીતીને ફાઇનલમાં આવી ગયા હતા. એક અઠવાડિયા પછી એમની ફાઈનલ ટુર્નામેન્ટ હતી. ફ્રાન્સ એમની હરીફ ટીમ હતી. બંને ટીમ ખુબ સરસ પર્ફોમ કરતી આવી હતી. એકદમ રસાકસી આ આવનાર મેચમાં થવાની હતી. આખી દુનિયામાં સૂરજનું નામ ઝળહળી ઉઠ્યું હતું. ફૂટબોલના કિંગ તરીકે વખણાવા લાગ્યો હતો. સૂરજ માટે તો આ વલ્ડ કપ જીતવું એજ લક્ષ્ય હતું, બાકી બધું જ ગૌણ હતું. એની ટીમ પણ ખુબ જ મહેનત કરતી હતી. ફક્ત ભારત જ નહીં પણ આખા વિશ્વની નજર આ ફાઇનલમેચ કોણ જીતશે એના પર હતી.

સંધ્યાને હજુ ડીલેવરી માટે જે ડેટ આપી હતી એને ૨૦ દિવસ જેટલો સમય બાકી હતો. સંધ્યા પોતાના પપ્પા સાથે રૂટિન ફોલોઅપ માટે ડોક્ટર પાસે ગઈ હતી. સંધ્યાનું ચેકઅપ કરી ડોક્ટરએ એને કહ્યું, "તમારા બાળકની પરિસ્થિતિ અને સ્થાન જોઈને લાગે છે કે તમને એક કે બે દિવસમાં જ લેબરપેઈન થશે. ડીલેવરી પ્રિમેચ્યોર થવાની સંભાવના છે. આથી થોડું પણ વધુ પેઈન લાગે તો તરત હોસ્પિટલ હાજર થઈ જજો."

"તો સાહેબ બાળકનો વિકાસ અધૂરો રહે ને?" સહેજ ચિંતા જતાવતો પ્રશ્ન સંધ્યાએ કર્યો.

"ના. બાળકનો વિકાસ બરાબર છે. બાળક તંદુરસ્ત પણ હશે જ! અને અમારો અનુભવ કહે છે કે, જેટલા બાળકો પ્રિમેચ્યોર ડિલિવરીથી આવ્યા હોય એ ખરેખર ખુબ હોશિયાર હોય છે. બીજા બાળકોના પ્રમાણમાં ઝડપથી વિકાસ થઈ જવાના લીધે પ્રિમેચ્યોર ડીલેવરી થાય છે. આપ બિલકુલ ચિંતા ન કરશો."

સંધ્યાએ ડોક્ટરને નમસ્કાર કર્યા અને ઘર તરફ પરત ફરી હતી. સંધ્યા એકદમ નોર્મલ હતી પણ પંકજભાઈ થોડા ગભરાઈ ગયા હતા. આ ડિલિવરીના સમયે સૂરજકુમાર હાજર ન હોય એમને થોડા અંશે મન પર ભાર હતો. સંધ્યા પપ્પાની પરિસ્થિતિ સમજીને તરત બોલી, "પપ્પા તમે બિલકુલ ચિંતા ન કરશો. સૂરજ અહીં ભલે ન હોય પણ એનો સાથ મારી સાથે હંમેશા હોય જ છે. અને તમારા લોકોનો સાથ મને ખુબ હિંમત આપે છે. તમે જરા પણ ચિંતા ન કરો."

"હા બેટા! તારી વાત સાચી છે. મને ચિંતા થવા લાગી હતી."

"હું જરા પણ ગભરાતી નથી આથી તમારા મનના નેગેટિવ વિચારને બંધ કરી દો. અને ખુશ રહી મારી હિંમતને વધારો."

પંકજભાઈએ ઘરના ગેટ પાસે કાર ઉભી રાખી અને એની સાથે જ બધા જ નેગેટિવ વિચારને દૂર હડસેલી દીધા હતા. એ મનમાં જ મનોમંથન કરી રહ્યા કે, ખરેખર દુનિયામાં મા નું સ્થાન સર્વોચ્ચ છે. આજ સુધી નરમદિલ દેખાતી સંધ્યા અચાનક મજબૂત કલેજાની વર્તાય રહી હતી. એમને પોતાની દીકરીમાટે ખુબ ગર્વ થઈ રહ્યો હતો.

સૂરજની આવતીકાલ સવારે ફાઈનલ ટુર્નામેંટ ફ્રાન્સ સાથે હતી. સૂરજની ટીમે પ્રેકટીસ તો ખુબ કરી હતી. હવે, સૂરજે અમુક મહત્વના પોઈન્ટ્સ બધા સાથે ડિસ્ક્સ કર્યા હતા. એણે કહ્યું, આપણી સામે આવનાર ખેલાડીઓને ધ્યાનમાં લઈને નર્વસ બિલકુલ થવાનું નથી, તાકાત અને શાર્પ નજર જ જીત માટે જરૂરી છે. ટીમના દરેક સદશ્યે ફક્ત પોતે જ ગોલમાટે બોલને પકડી રાખવો એ નિજ સ્વાર્થ રમતને હરાવી શકે છે. આથી આખી ટીમને જીતાડવાનું લક્ષ્ય રાખવું, નહીં કે ખુદના રેકોર્ડને ધ્યાનમાં રાખી રમવું. ટૂંકમાં સૂરજે ખુબ સરસ વાત બધાના મનમાં બેસાડી દીધી હતી. સૂરજની વાતને ટીમ માન પણ ખુબ આપતી હતી.

સૂરજે ઊંઘતી વખતે સંધ્યાને વીડિયોકોલ કર્યો હતો. બંનેએ એકબીજાની પરિસ્થિતિની ચર્ચા કરીને મનને હળવું કર્યું હતું. સંધ્યા સૂરજને પ્રોત્સહિત કરી રહી હતી અને સૂરજ સંધ્યાને હિંમત આપી રહ્યો હતો. બંને વચ્ચે પ્રેમ એટલો ગાંઢ હતો કે, અંતર કોઈ માન્ય જ નહોતું. મનથી બંને એકબીજામાં શ્વસીને પીઠબળ બની રહ્યા હતા. અમુક મિનિટની વાતથી બંને ખુબ ખુશ થઈ ગયા હતા.

નવો દિવસ અનેક આશાઓ સાથે ઉગ્યો હતો. સૂરજની ટીમ એક અલગ જ જુસ્સા સાથે ગ્રાઉન્ડમાં ઉતરી હતી. સામે ફ્રાન્સની ટીમ પણ મુકાબલાને ટક્કર આપવાની પુરી તૈયારી સાથે ગ્રાઉન્ડમાં આવી ચુકી હતી. ઓડિયન્સની તાલાવેલી અને ચીચીયારીઓનો અવાજ રમતવીરોમાં જુસ્સો જગાડવાનું સરસ કામ કરી રહ્યું હતું.

ઇન્ડિયા અને ફ્રાન્સની વલ્ડ કપ ફાઈનલ શરૂ થઈ ગઈ હતી. આ હારજીતનું પરીણામ ફક્ત નેવું મિનિટના અંતરે જ હતું. બંને ટીમ ખુબ ચપળતાથી રમી રહી હતી. શરૂઆતની વીસ મિનિટ વીતી ચુકી હતી. બંને ટીમ માંથી એકપણ ટીમનો ગોલ હજુ થયો નહોતો. ઓડિયન્સ પણ ખુબ જુસ્સામાં રહીને રમતવીરોને પ્રોત્સાહિત કરી રહી હતી.

ફ્રાન્સની ટીમનો પ્રથમ ગોલ થયો હતો. પહેલો ગોલ થયો એટલે ઓડિયન્સનો કુતુહલ વધતો જતો હતો. ગેમની ચાલીસ મિનિટ વીતી ગઈ હતી. બીજો ગોલ પણ ફ્રાન્સની ટીમનો જ થયો હતો. હવે ઇન્ડિયા માટે થોડો ટફ થતો માહોલ જણાઈ રહ્યો હતો. સૂરજને સંધ્યાના અંતિમ શબ્દો કાનમાં ગુંજવા લાગ્યા, એ મેચ રમતો હતો અને દિલમાં સંધ્યાના શબ્દો ધબકી રહ્યા હતા, "તમે ખુબ સરસ પર્ફોમ કરજો," સૂરજની નજર બોલ પર સ્થિર એમ થઈ કે, આસપાસ કોન બોલને કિક કરશે એ અનુમાન એને સ્ફૂર્યું, સૂરજે પોતાની આગવી આવડતથી બધાની વચ્ચેથી એમ બોલને સેરવી લીધો કે, હજુ કોઈને કઈ સમજાય એ પહેલા જ બોલ સૂરજના કન્ટ્રોલમાં આવી ગયો હતો. અમુક જ સેકન્ડમાં સૂરજ ગોલ કરવામાં સક્ષમ રહ્યો હતો. ઇન્ડિયાનો પ્રથમ ગોલ સૂરજથી થતા, ઇન્ડિયાના પ્રોત્સાહિકો ખુબ ખુશ થઈ ગયા હતા. ઇન્ડિયાના નામની ગુંજો આખા માહોલને અલગ જ જુસ્સો આપી રહી હતી. મેચની પચાસ મિનિટ પૂર્ણ થવા જ આવી હતી ત્યાં તરતોતરત બીજો ગોલ પણ ઇન્ડિયાએ કરી લીધો હતો. આ ગોલ પણ સૂરજથી થયો હતો.

ફ્રાન્સની ટીમને પણ ઇન્ડિયાની ટીમની ટક્કર બરાબર મહેસુસ થતી હતી. બીજી દસ મિનિટ એમ જ નીકળી ચુકી હતી. ગોલ થતા થતા અટકી જતો હતો. પાંસઠમી મિનિટે ફ્રાન્સ ફરી ગોલ કરવામાં સક્ષમ રહી હતી. ફ્રાન્સના ત્રણ ગોલ અને ઈન્ડિયાના બે ગોલ થયા હતા. બીજી દસ મિનિટમાં ઇન્ડિયાનો પણ ફરી એક ગોલ થઈ ચુક્યો હતો. હવે ફક્ત પંદર જ મિનિટ બાકી હતી. બંને ટીમમાં ત્રણ ગોલ રેકોર્ડમાં બોલતા હતા. રમતવીરો પોતાની ટીમને જીતાડવા ખુબ ખરાદિલથી રમી રહ્યા હતા. હવે ફક્ત છેલ્લી પાંચ જ મિનિટ બાકી હતી. બંને ટીમ માંથી જે ટીમ હવે ગોલ કરી જાય એ વિજેતા થવાની શક્યતા પ્રબળ હતી. છેલ્લી ચાર જ મિનિટ બાકી હતી, સૂરજ પોતાના લક્ષ્યને પામવા બોલને કઈ ટ્રિકથી સેરવવો એ મોકાની શોધમાં જ હતો. એને મનમાં ક્રૃષ્ણનુંનામ લીધું અને છેલ્લી બે મિનિટમાં બોલ સૂરજના અંકુશમાં આવી ગયો. ગોલ કરવા માટે લાસ્ટ પાંચ સેકન્ડ જ હવે બાકી હતી. સૂરજે પોતાની સુજબુજથી એક જોરથી કિક મારી અને અને છેલ્લી બે સેકન્ડમાં ઇન્ડિયાનો ચોથો ગોલ થઈ ગયો અને ઇન્ડિયા એ સાથે જ આ વલ્ડ કપ ફૂટબોલ ટુર્નામેન્ટ જીતી ગઈ હતી. જેવી ઇન્ડિયા મેચ જીતી કે થોડી જ વારમાં રાષ્ટ્રગીત વગાડીને ઇન્ડિયાને સન્માનિત કર્યું હતું. વલ્ડકપ ટ્રોફી મેળવીને આખી ટીમ ખુબ જ ઉત્સાહમાં હતી. ભારતના રાષ્ટ્રધ્વજને ફરકતો જોઈને સૂરજની આંખમા હરખના આંસુ ઝળહળી ઉઠ્યા હતા.

કેવું થશે સૂરજનું સન્માન?
સંધ્યા આવનાર બાળકને જોઈને કેવી લાગણી અનુભવશે?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻