વાચક મિત્રો માફ કરજો... આ વખતે લખવામાં ઘણુ મોડુ થયું છે પણ મારી અને મારા બંને કિડ્સ ની હેલ્થ ખરાબ હોવા થી થોડુ મોડુ લખી રહી છુ.
આપ ને જે રાહ જોવી પડી એના માટે માફ કરશો જી...
તો આગળ,
નેહા એ સોનિયા ને પોતાની સાથે એકટીવા પર બેસાડી અને સોનિયા ના ઘર નું એડ્રેસ પૂછી ને ત્યાં ડ્રોપ કરી. સોનિયા એ એકટીવા પર થી ઉતરી ને થેન્ક યુ કીધુ અને હાથ લંબાવતા બોલી... હાય આઈ એમ સોનિયા...
સોનિયા રાજપૂત રાઈટ? નેહા એ પૂછ્યું?
એટલે સોનિયા વિચાર માં પડી ગઈ અને બોલી તમને કેવી રીતે ખબર?
નેહા એ પોતાનો દુપટ્ટો કાઢ્યો એટલે સોનિયા ચમકી ગઈ.
તું? સવારે તો મારા સાથે ઝગડો કર્યો અને અત્યારે ? સોનિયા એ પ્રશ્ન કર્યા..
હા અત્યારે હુ..... સોરી સવાર માટે... હુ અલગ છુ થોડી... મને કોઈ સાથે ઝગડો કરવો પસંદ નથી પણ સામે કોઈ એટિટ્યૂડ બતાવે તો ખલાસ !!!! નેહા બોલી...
એટલે સોનિયા હસી પડી અને બોલી... ગ્રેટ કોઈ તો મારા જેવું મળ્યું ફાઈનલી.... નેહા અને સોનિયા બંને હસી પડ્યા.
નેહા એ પોતાનો હાથ લંબાવ્યો અને બોલી... ફ્રેંડ્સ?
સોનિયા એ પણ પોતાનો હાથ મિલાવી ને ફ્રેંડ્સ કહ્યુ.
સોનિયા એ નેહા ને પોતાના ઘરે આવવા માટે કહ્યું પણ નેહા એ ના પાડી અને બોલી મારે આજે ડાન્સ ક્લાસ છે..
ઓહ્હ વાઉ! હુ પણ ડાન્સ કરું છુ. તું કઈ ટાઈપ ના કરે છે? સોનિયા એ ઇન્ટરેસ્ટ બતાવતા પૂછ્યુ.
ક્લાસિકલ ડાન્સ. નેહા બોલી એટલે સોનિયા એ કીધું ઓહકે.
તુ? નેહા પૂછ્યુ એટલે સોનિયા એ જવાબ આપ્યો તારા થી ઉંધુ.
મતલબ? નેહા એ પૂછ્યુ.
વેસ્ટર્ન ડાન્સ. સોનિયા બોલી.
ગુડ. ચાલ તો કાલે મળીએ કહી ને નેહા નીકળી ગઈ.
મલય અંદર રૂમ માં આવ્યો અને સોનિયા ના બંને ખભા પર હાથ મૂકી ને હલાવી ને પૂછ્યુ...
એ જાડુ! ક્યાં ખોવાઈ ગઈ છે?
સોનિયા અત્યારે તો એકદમ પરફેક્ટ ફિગર વાળી છોકરી હતી પણ સ્કૂલ ટાઈમ માં ગોલુ મોલુ હતી એટલે મલય નાનપણ થી જ એને જાડુ કહી બોલાવતો. જો કે મલય એક વર્ષ રાજ અને સોનિયા કરતા આગળ હતો.
પણ કોલેજ માં મલય નું એક વર્ષ ઍક્સિડન્ટ ના લીધે સોનિયા અને રાજ સાથે કલાસ માં આવી ગયો. જો કે એ વાત થી ત્રણેય ખુશ હતા. સોનિયા અને મલય માં પિતા પહેલે થી ફ્રેંડ્સ હતા. જયારે રાજ ના પિતા સોનિયા ના પિતા ના ફ્રેન્ડ હોવા થી મલય ના પિતા સાથે પણ ઓળખાણ સારી એવી થઇ ગઈ હતી.
મલય ના અવાજ થી સોનિયા પોતાની જૂની યાદો માં થી બહાર આવી અને બોલી, કઈ નહીં યાર! મારી અને નેહા ની એ પહેલી મુલાકાત યાદ કરતી હતી.
હા બોવ ખતરનાક હતી. મલય એ કીધું એટલે બંને હસી પડ્યા.
બોવ દિવસ એ તારા ચહેરા પર આ હસી દેખાય છે મલય. આને જવા ના દઈશ. સોનિયા એ ભાવુક થતા કીધુ.
બંને વાતો માં જ બેઠા હતા...
મલય અને સોનિયા એક બીજા સાથે વાતો કરી રહ્યા હતા જૂની ત્યાં જ એક મુક્કો મલય ને પાછળ થી પડે છે.
**************
રોની ગુસ્સા માં ભડકી રહ્યો હતો. પોતાની હોટેલ માં આમ તેમ આંટા મારી રહ્યો હતો.રોની એ જોર થી ગુસ્સા માં ત્યાં પડેલી કાચ ની વાંસ ફેંકી અને પોતાના માણસો ને બોલાઈ ને કહી રહ્યો હતો. શોધ એ હ### ને ... સાલી મારો બધો બિઝનેસ ડુબાડી દેશે.
એમાં થી એક માણસ બોલ્યો, પણ સર એ ક્યાંય નથી મળી રહી. અમે ગઈ કાલ થી બસ સ્ટેશન, એરપોર્ટ, રેલવે બધે ફરી વળ્યાં છે. રાધિકા મેડમ ક્યાંય નથી મળ્યા અમને...
રોની ઉભી થયો અને પેલા માણસ ને ૨ થપ્પડ ખેંચી ને મારી દીધા અને બગડ્યો,... તો ક્યાં ગઈ? જમીન ખાઈ ગઈ કે આસમાન માં ઉડી ગઈ? સાલાઓ એક છોકરી તમારા થી નથી સંભળાતી. તમને પૈસા શેના આપ્યા છે મેં? જાઓ ક્યાંય થી પણ એને શોધી ને લાવ.
રોની એ ગુસ્સા માં ઓર્ડર કર્યો એટલે પેલા ત્રણેય માણસ ત્યાં થી જતા રહ્યા.
રાધા.... રાધા....રાધા.... ભાગી ભાગી ને જઈશ પણ ક્યાં? હે? તારુ ઘર, તારી માં અને તારો ભાઈ? એનું શું ? રોની મનોમન બબડતો બબડતો રાધિકા ના ઘરે જવા નીકળ્યો....
ત્યાં જઈ ને જોવે છે તો પોતાનું મોઢુ ખુલ્લુ નું ખુલ્લુ જ રહી જાય છે...
મલય ને મુક્કો કોને માર્યો?
નેહા કયારે ભાન માં આવશે?
રોની? આ કોણ છે ?
રાધા? આ વળી કોણ આવ્યું પાછું?
જાણવા માટે જોડાયેલા રહો....
મને ફોલો કરો અને આપ નો સુંદર અભિપ્રાય તો આપશો જ...
-DC