Vardaan ke Abhishaap - 27 in Gujarati Classic Stories by Payal Chavda Palodara books and stories PDF | વરદાન કે અભિશાપ - ભાગ 27

Featured Books
Categories
Share

વરદાન કે અભિશાપ - ભાગ 27

વરદાન કે અભિશાપ (ભાગ-૨૭)

            (રજાના દિવસે નરેશ તેના પપ્પાને વાત કરવા પહોંચી જાય છે. ધનરાજભાઇ બેઠા-બેઠા પેપર વાંચતા હતા. નરેશ આવીને તેમની પાસે બેસે છે. ધનરાજભાઇ ત્રાંસી નજરથી તેને જોઇને બેસવાનો ઇશારો કરે છે. તે પછી નરેશ વિસ્તારપૂર્વક તેના અને પ્રકાશ વચ્ચે જે વાતચીત થઇ હતી તે જણાવે છે. ધનરાજભાઇ મકાન લેવા માટે રાજી થઇ જાય છે. નરેશે તેના પપ્પાને કહ્યું કે, જો તમને વાંધો ના હોય તો તેઓ મને બધા પૈસાની સગવડ કરી આપે. હું  તમને દર મહિને હપતે-હપતેથી આપી દઇશ. કેમ કે મકાન સારું છે અને ભાવોભાવ આવું મકાન આપણને કયાંય ના મળે. ધનરાજભાઇ તેને તેઓ મકાન લઇ આપે છે અને તે મકાન હવે તારું તેમ કહે છે. ધનરાજભાઇ નરેશને મકાનનો  સોદો કરી લેવાનો કહે છે. એ પછી જયારે મણિબેનને એ વાતની ખબર પડે છે ત્યારે તેઓ નરેશને તે જ મકાનમાં અલગ રહેવા માટે પ્રસ્તાવ મૂકે છે.  હવે આગળ....................)

            નરેશ આ વાતની જાણ મકાન ખરીદવાની વાત પ્રકાશના ઘરે રૂબરૂમાં જઇને કરે છે. ધનરાજભાઇના ઘરમાં બધાને આ નવા મકાન ખરીદવાની જાણ હતી. એક અઠવાડિયા પછી મકાન ખરેદવાનું મૂર્હત નકકી કરે છે. ધનરાજભાઇ નરેશને પચાસ ટકા જેટલા પૈસા આપે છે અને બાકીના પૈસા ચારેય ભાઇઓ આપે છે. આખરે એ દિવસ આવી જાય છે જયારે ધનરાજભાઇની મિલકતમાં વધારો થવાનો હતો.

            મકાન ખરીદી લેવામાં આવ્યું. હવે નરેશની ઇચ્છા આ મકાન ભાડે આપવાની હતી. જેથી તેના પપ્પાને વધારાની એક આવક ઉભી ઇ જાય. એ માટે તે અને સુશીલા ત્રણ થી ચાર દિવસ મકાનની સાફ-સફાઇ કરવા જાય છે. મકાન એકદમ ચકચકાટ કરી દે છે. બીજા દિવસે નરેશ તેના પપ્પા પાસે જાય છે. નરેશને પપ્પાને ભાડવાત મળી ગયો છે અને મકાન ભાડે આપી દઇએ એ વિશે વાત કરવાનો ઘણો ઉત્સાહ હોય છે જયારે ધનરાજભાઇ ને મણિબેનને નરેશને તે જ મકાનમાં રહેવા મોકલવાનો ઇરાદો હતો. પણ સંકોચ હતો કે વાત કઇ રીતે કરવી!!!! પણ આ તો નરેશ જ તેમની સામે આવી જાય છે.  

નરેશ : પપ્પા, મકાનની સાફ-સફાઇ થઇ ગઇ છે અને મે એક ભાડવાત પણ શોધી રાખ્યો છે. મે મારી રીતે બધી જ વાત કરી દીધી છે એ માણસ તમને ઘરે આવીને જ દર મહિને ભાડું આપી દેશે. એટલે આપણી થોડી આવકમાં પણ વધારો થશે.

ધનરાજભાઇ : (આંખો ફાડીને તેને જોઇ રહ્યા હોય છે.) પણ આની કયાં જરૂર હતી? આપણે આ મકાન ભાડે નથી આપવું.

નરેશ : પણ પપ્પા, આ મકાન ખાલી રહે એના કરતાં ભાડે આપીએ તો વધારે સારું.

ધનરાજભાઇ : આ મકાન ખાલી રહેવાનું જ નથી.

નરેશ : મતલબ તમે જ કોઇ ભાડવાત શોધી લીધો ? અરે પપ્પા માફ કરજો. મે તો તમને પૂછ્યું જ નહિ. વાંધો નહિ તમને જેમ યોગ્ય લાગે તેમ.

ધનરાજભાઇ : (નિ:સાસા નાખતાં) બેટા નરેશ, કોઇ ભાડવાત નથી આવતું. તારે જ મકાનમાં રહેવા જવાનું છે.

નરેશ : (આંખો પહોળી કરીને) શું મારે ? ના મારે ત્યાં રહેવા નથી જવું અને હું મકાનની સાફ-સફાઇ એમનેમ જ કરવા જતો હતો. મારો ત્યાં રહેવાનો કોઇ ઇરાદો નથી.  

ધનરાજભાઇ : બેટા, આ મકાન મે તારા માટે જ લીધું છે એટલે મારી અને તારી મમ્મીની ઇચ્છા છે કે આ મકાનમાં તું જ રહેવા જાય.

નરેશ : (આ બધી વાત સુશીલા પણ સાંભળતી હોય છે. તે ઘુંઘટમાં ધ્રૂસકે ને ધ્રૂસકને રડવા લાગી હતી.) પપ્પા આ એક રૂમ રસોડાના મકાનમાં હું સારી રીતે મારું ઘર ચલાવું છું અને મને તેમાં સંતોષ છે.

ધનરાજભાઇ : હા બેટા તારી વાત બરાબર. પણ બધાએ પોતાનું અલગ કરવું એ હાલમાં જરૂરી છે અને તું બીજા મકાનમાં રહેવા જઇશ તો તારા અમારી સાથેનો સંબંધો છૂટી નહિ જાય. અમે કાયમ તારી સાથે જ છીએ.

            મણિબેન અને ધનરાજભાઇ બંને નરેશને કોઇ નાના બાળકને સમજાવતા હોય એ રીતે બહુ જ પ્રેમથી સમજાવે છે. નરેશના આંખમાંથી તો આંસું જ સૂકાતા નથી. નરેશ પણ પોતાની જાતને આશ્વાસન આપતાં-આપતાં સત્ય સ્વીકારી લે છે કે, તેની મમ્મીના મનમાં તેના માટે ભરાયેલ ઝેર હવે તેને આ ઘરમાં નહિ રહેવા દે. જે સનાતન સત્ય હતું. ધનરાજભાઇ અને મણિબેન બંને નરેશને નવા ઘરમાં રહેવા જવાની તૈયારી ઉત્સાહથી કરવા માટે જણાવે છે.

            નરેશ અને સુશીલા ભારે હ્રદયથી નવા ઘરમાં રહેવા જવા માટેની તૈયારી કરે છે.

 

(શું નવા ઘરમાં નરેશનું જીવન શાંતિથી પસાર થશે કે પછી તેના જીવનમાં એવી અનેક ઘટનાઓ ઘટશે જે તેના જીવન જીવવાના મૂલ્યો જ બદલી દેશે?

 

(વધુ આવતા પ્રકરણે ભાગ-૨૮ માં)

-  પાયલ ચાવડા પાલોદરા