Brahmarakshas - 2 in Gujarati Horror Stories by Jignya Rajput books and stories PDF | બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 2

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

બ્રહ્મરાક્ષસ - તાંડવ એક મોતનું - 2

બ્રહ્મરાક્ષસ દેવ ઉપર હુમલો કરવા આવતો જ હતો ત્યાંજ....

“ओम काली महाकाली

कालीके परमेश्वरी

असुरो का नाश देवी,

हे महाकाली नमो नमः ।”


પવિત્ર શ્લોકના શબ્દો બ્રહ્મરાક્ષસ ના કાને અથડાય છે. અવાજની દિશામાં દેવે માથું ફેરવ્યું ત્યાતો દેવની આંખો પહોળી થઈ ગઈ. એજ વૃદ્ધ દાદા જેમણે તેમને આ રસ્તે આવવા માટે રોક્યા હતા. ગામ લોકોને લઈને તે બ્રહ્મરાક્ષસ થી દેવને બચાવવા માટે આવી રહ્યા હતા.


પણ આ વખતે શ્લોકના શબ્દો તેનું કંઈપણ ના બગાડી શક્યા કેમ કે પૂજાનું તાજુ લોહી પીવાથી તેમાં અપાર શક્તિઓ આવી ગઈ હતી. ગુસ્સામાં આવી જઈને તેણે દેવને પોતાના પગના પંજા વડે બરાબરની ઝાપટ મારી દેવ લથડિયાં ખાઈ ગયો. લથડિયાં ખાતો ખાતો સીધો જ એક ખાઈમાં પડી ગયો. ગામ લોકો તો બ્રહ્મરાક્ષસ નું આવું ખુંખાર સ્વરૂપ જોઈને ડરી ગયા. એક ભયંકર અવાજ સાથે તે ગામલોકો તરફ ઢળી આવ્યો. મોતને આટલી નજીક થી જોઈને ગામ લોકોના જીવ તળીયે ચોંટી ગયા.પણ જેવો હુમલો કરે એ પેલાજ પેલા વૃદ્ધ દાદા વચ્ચે આવી ગયા એ દાદા કોઈ આમ માણસ નહોતા વર્ષોથી તપસ્યા કરીને કેટલીયે તાંત્રિક વિદ્યા શીખેલી. જેના દ્વારા તે શૈતાની તાકાતને પોતાના વશમાં કરી શકતા. તે પોતાના પાસે રહેલી એક ઝોળી માંથી કઈક કાઢવા જાય છે, ત્યાંજ બ્રહ્મરાક્ષસ તરાપો મારીને તે ઝોળી ને ઉછાળી દીધી. ઝોળી માં રહેલી પવિત્ર ભસ્મ આમ તેમ ઉડવા લાગી.


એ લાલ લાલ આંખો વાળો, ભયંકર કદ ધરાવનાર શૈતાન એ વૃદ્ધ અઘોરી દાદા ઉપર ઢળી આવ્યો. ત્યાંજ અચાનક ભયંકર પવન ફૂંકાવા લાગ્યો. એ જોરદાર હવાઓને કારણે જંગલમાં આવેલ કાળી મંદિરના ઘંટ એકી સાથે વાગી ઉઠ્યા. ચારેબાજુ તેનો પડઘમ સંભળાવા લાગ્યો. ઘંટ નો અવાજ સંભાઈ દેતા જ એ શૈતાની તાકાત ડરી ગઈ. એ અઘોરી દાદા થી દુર ખસી ગયો એને જંગલ ભણી દોડ લગાવી. જોત જોતામાં એ બ્રહ્મરાક્ષસ જંગલના ઘટાદાર વૃક્ષો વચ્ચે ક્યાંય પલાયન થઈ ગયો. ગામ લોકોએ રાહત નો શ્વાસ લીધો.


આચાનક વૃદ્ધ અઘોરીને કઈક યાદ આવ્યુ . તેણે તે તરફ ઉતાવળા પગલાં માંડ્યાં. એક નજર એ ઊંડી ખાઈમાં કરી. ખાઈ એટલી ઊંડી હતી કે ત્યાંથી નીચે પડેલા વ્યક્તિનું બચવું અશક્ય હતું.તેઓ મોડા પડી ગયા. દેવને ના બચાવી શક્યા. એ વાતનું તેમને ખુબજ દુઃખ લાગ્યું.


“કાળને કોણ ટાળી શકે. ભગવાને જે ધાર્યું હશે એજ થયું.” ગામ ના એક વ્યકિતએ અઘોરી દાદા ને આશ્વાશન આપતાં કહ્યું. ગામ નો વ્યક્તિ બોલતોજ હતો ત્યાં ફરીવાર તેમને કઈક યાદ આવ્યું તેમણે તે દિશા તરફ પોતાનું મોઢું ફેરવ્યું. એ લોહી લુહાણ વાળી જગ્યા , જ્યાં દેવની પત્ની પૂજા ઘોર નિંદ્રામાં હંમેશા માટે ઊંઘી ગઈ.


“બસ હવે એકપણ મોત નહિ થાય આ અમરાપુર ગામમાં. સમય આવી ગયો છે એ બ્રહ્મરાક્ષસ ના અંતનો.” મંદિરના ઘંટની સાથે સાથે અઘોરી ના શબ્દો પણ આખા જંગલમાં ગુંજી વળ્યા.


પણ આ કેવી રીતે શક્ય છે ? તમે તો કહેતા હતા કે ઠાકુર કુળના વંશજના હાથે જ બ્રહ્મરાક્ષસનું મૃત્યુ થઈ શકે. પણ એ કાળી અંધારી રાતમાં....” ગામના એક આધેડ વયના વ્યક્તિ બોલતાં જ હતા ત્યાં અઘોરી દાદા એ તેમને અટકાવતા કહ્યું ચાલો મારી સાથે બધાં. બધાને તેમના ઉપર સંપૂર્ણ ભરોશો હતો એટલે બધા તેમની સાથે ચાલ્યા.


****************


અઘોરી અને ગામલોકો એ મહાકાલી ના મંદિર પાસે આવી પહોંચ્યા. ટેકરી ઉપર આવેલું આ મંદિર તેના દરવાજા વર્ષોથી બંદ હતા. પણ આજે બધા ત્યાં પહોંચ્યા તો અચંબામાં પડી ગયા. વર્ષોથી બંધ પડેલા આ મંદિરના દરવાજા આજે ખુલ્લા હતા. મંદિરમાંથી એક અલગજ પ્રકારની રોશની આવતી હતી. બધાએ મંદિરમાં પ્રવેશ કર્યો. સામેજ એ કાલી મા ની વિશાળ મૂર્તિ દેખાણી. વર્ષોથી બંદ હોવા છતાં તે મંદિર અંદર થી એકદમ ચોખ્ખું અને સ્વચ્છ હતું. બધાએ કાલી મા ના દર્શન કર્યા.


ઠાકુર કુળના વંશજ વીના બ્રહ્મરાક્ષસનું મૃત્યું કેવી રીતે ?? વર્ષોથી બંદ પડેલું આ મંદિર આજે અચાનક કેમ ખોલ્યું?? કોણે ખોલ્યું ?? ગામલોકોના મનમાં અનેક પ્રશ્નો ઉભા થઇ રહ્યા હતા. જેમનો જવાબ ફક્ત ને ફક્ત અઘોરી દાદા પાસે હતો.


“છેલ્લા બાવીશ વર્ષોથી હું તમારાથી એક રહસ્ય છૂપાવી રહ્યો હતો. પણ આજે સમય આવી ગયો છે તમને એ રહસ્ય થી રૂબરૂ કરાવવા નો.” એ વૃદ્ધ અઘોરી એ ગામલોકોના મનમાં ઉદભવી રહેલાં પ્રશ્નોનાં પ્રત્યુત્તર આપતાં કહ્યું.


“આ વર્ષોથી બંદ પડેલું મંદિર, તેના દરવાજા કંઈ એમજ નથી ખુલ્યા. એ શંકેત છે મા કાલી નો કાળને કાપવા વાળી પણ આવશે. બાવીશ વર્ષોથી હું જે રાતની પ્રતીક્ષા કરી રહ્યો હતો એ પૂર્ણિમાની રાત પાંચ દિવસ પછી છે. એ ચંદ્રના પ્રકાશમાં રોહિણી નક્ષત્રમાં જન્મનાર બાળકી તેનો વધ કરશે. એ શૈતાની તાકાત નો હંમેશા માટે વધ થશે. અને એ વધ ઠાકુર વંશના સદસ્ય દ્વારાજ થશે.” વૃદ્ધ અઘોરી દાદા આટલું બોલ્યાં ત્યાંજ ગામલોકો મનમાં અનેક પ્રશ્નો ભમવા લાગ્યા.


“તમે કયા રહસ્યની વાત કરો છો ? બ્રહ્મરાક્ષસનો વધ ઠાકુર વંશના સદસ્ય દ્વારાજ થશે! પણ કેવી રીતે એ સંભવ છે? એ ખુશીઓથી ભરેલી કાળી રાતમાં કાળ બધાને ખાઈ ગયો. તેમના કુળનું કોઈ સદસ્ય હયાત નથી તો પછી આ કઈ રીતે શક્ય છે?? ગામલોકો માંથી એક વ્યક્તિ બોલ્યો.


“મે એ રહસ્યની પોલ ખોલવા માટેજ તમને બધાને અહીં બોલાવ્યા છે. એ કાળી ભયંકર રાત્રી, જંગલમાંથી આવતાં ભયંકર ખુંખારી જાનવરોના અવાજ એ એક ઘટના અને આખા ઠાકુર વંશનો નાશ. પણ એ રોહિણી નક્ષત્રમાં જન્મેલી બાળકી ઠાકુર માનસિંહ ની એ દીકરી હજુ હયાત છે. એ બાળકીના હાથેજ બ્રહ્મરાક્ષસ નો વધ થશે. આજ દિન સુધી મે તમારાથી આ હકીકત છૂપાવી એ બદલ હું તમારો ગુનેગાર છું મને ક્ષમા કરજો.” અઘોરી દાદા માફી ના શબ્દો સાથે ગામ લોકોને કહ્યું.


એ કેટલાય વર્ષોથી ભયભીત અને ઉદાસ ચહેરાઓમાં આજે ખુશીની એક લહેર દેખાણી. એ ઘનઘોર કાળા વાદળો અચાનક વિખેરાઈ ગયા. ચંદ્ર નો ઉજાસ જંગલમાં ચોમેર પ્રસરી ગયો.


“પણ એ ઠાકોર કુળની વંશજ છે ક્યાં ? કેમ આટલા દિવસો સુધી તેમને ગામ લોકોથી દૂર રાખવામાં આવી?” ગામના એક વ્યક્તિએ કહ્યું.


“હું જાણું છું તમારા મનમાં અનેક પ્રશ્નો ઉભા થયા હશે. વર્ષોથી મારા મનમાં દફનાવેલ રહસ્યને આજે ઉજાગર કરવા માંગુ છું પણ, સમય આવી ગયો છે એ અંતનો જેની વર્ષોથી રાહ જોતા હતા. એ પહેલાં તેમને જાણ કરી દઈએ.” વૃદ્ધ અઘોરી દાદા એ ગામ લોકોને કહ્યું.


**********************


ગુજરાતના અમરાપુર માંથી કરવામાં આવેલ એક ફોન કોલ રાજસ્થાનમાં આવેલ ઉદયપુર ના વિરમસિંહ ના ઘરનાં ટેબલ પર વાગ્યો. એક રીંગ કૉલ પૂરી થઈ કોઈએ પ્રત્યુતર ના આપ્યો. ત્યાં ફરી વાર ફોન રણક્યો.


“સાંભળો છો કે નહીં? તમારો ફોન ક્યારનોય વાગી રહ્યો છે.” રસોડામાંથી વિરમસિંહની પત્ની એ કહ્યું.

“કોનો છે કોલ? લેપટોપ ઉપર કઈક સર્ચ કરી રહેલા વિરમસિંહે કહ્યું.

“અમરાપુર.” આતે વળી કેવું નામ વિરમસિંહની પત્નીએ વળતો જવાબ આપતા કહ્યું.


અમરાપુર નું નામ સાંભળતાં વિરમસિંહ એક જટકે ઉભા થઈને રૂમની બહાર ભાગ્યાં સીધાજ તે વાગી રહેલા ફોન પાસે પહોંચી ગયા. તેમની પત્ની નંદિની આમ અચાનક તેમના પતિને આમ ફોન પાસે આવતા જોઈને નવાઈમાં પડી ગઈ.


“હેલ્લો..! વિરમસિંહ? ” સામેથી એક વ્યકિતએ પ્રશ્ન કર્યો.

“હા હું વિરમસિંહ બોલું.” સામે ના વ્યક્તિને પ્રત્યુતર આપતા વિરમસિંહએ કહ્યું.


વિરમસિંહનું આખું શરીર પરસેવે રેબઝેબ થઇ ગયું. તેમના હાથ માંથી સામેથી જે જવાબ મળ્યો એ સાંભળીને ફોન પડી ગયો.


“શું થયું? કોનો ફોન હતો? તમે કેમ આટલા ગભરાયેલા લાગો છો?” એકી સાથે કેટલાય પ્રશ્નો નંદિની પૂછી ઉઠી.


“સમય આવી ગયો છે....


કોનો ફોન હતો એ? કેમ વિરમસિંહ આટલા બધા ભયભીત થઈ ગયા? કોનો સમય આવી ગયો? બધાજ પ્રશ્નોના જવાબ મેળવવા માટે બન્યા રહો .... “બ્રહ્મરાક્ષસ:તાવ એક મોતનું! ધારાવાહિક ઉપર.


વધુ આવતાં ભાગમાં
- JD