ગતાંકથી....
મહેરબાની કરીને એ વિશે મને કાંઈ પૂછશો નહિ. મને એકલી રહેવા દો. પણ આપણે છુટા પડીએ તે પહેલા એકવાર ફરીથી મને તમારો આભાર માનવા દો. તમે મને જીવનદાન આપ્યું છે.તમે હંમેશા મારી મદદ કરતા આવ્યા છો અને આગળ પણ મદદરૂપ થવા કહો છો . તમારો એ ઉપકાર હું જીવનભર ભૂલીશ નહિ."
આટલું બોલી તે ડ્રોઈંગ રૂમમાંથી અંદરના રૂમમાં જતી રહી.
હવે આગળ....
પૃથ્વીના દિલમાં ત્રણ પ્રશ્નો ઉઠ્યા : તે બદમાશ આકાશ ખુરાના કુટુંબની કઈ ખાનગી વાત કહીને ચાલીને ચૂપ કરી દીધી હશે ? શાલીનીએ તેને વસિયતનામાની વિગતો કહેવાની જે ભૂલ કરી તે સુધારવા હવે શો નિર્ણય કરશે ? અને બદમાશો હવે કેવા પ્રકારના કાવતરાઓ ઘડશે?
પહેલા બે પ્રશ્નોના જવાબ તે મેળવી શક્યો નહિ .પણ ત્રીજા પ્રશ્નના જવાબમાં તે એટલું જ ગણગણ્યો : "રોહન ખુરાના નો ફોટો હવે આ કારસ્તાનમાં ભાગ ભજવશે ! "તે જવાની તૈયારી કરવા લાગ્યો.
એટલા માટે ડ્રોઈંગ રૂમના બહારની ડોરબેલ વાગી.
કોઈક આવ્યું લાગે છે એમ બોલતી શાલીની અંદરના રૂમમાંથી બહાર આવી અને ખુરશી પર બેસતા મોટા સ્વરે બોલી : "કોણ છે? અંદર આવો."
પૃથ્વી એ ટેબલ પર પડેલી કાતર લીધી. એ કાતર થી એકદમ સાવચેતીથી તેણે જમીન પર પડેલું ભેદી ચક્કર ઉઠાવ્યું અને જે કોરા કાગળમાં તે હતું તેમાં મૂકી ,તે બંને તેના અસલ કવરમાં સેરવી કવર પોતાના ખિસ્સામાં નાંખી ,તે એ ખુરશી પર બેસી ગયો.
ડોરબેલ વગાડનાર અંદર આવ્યો .તે ઇન્સ્પેક્ટર ખાન હતો.
તેણે આવતાંવેંત પૃથ્વીને અહીં જોઈને આશ્ચર્યના ચિહ્નો બતાવ્યા અને ઈશારાથી પોતાની પાસે બોલાવ્યો. ડ્રોઈંગ રૂમના બારણાથી થોડીક દૂર જ ઇન્સ્પેક્ટર ઉભો હતો ત્યાં પૃથ્વી ગયો એટલે ઇન્સ્પેક્ટરે તેને ગુસ્સાથી પૂછ્યું : " બેશરમ છોકરા ! હજી તું અહીં રોકાયો છે ? જા મારો સખ્ત હુકમ છે કે હવે પછી કોઈ વાર 'સૌભાગ્ય વિલા' કે સર આકાશ ખુરાનાના મકાનની આસપાસના પચાસ ફૂટની જગ્યા ની અંદર આવતો નહિ .યાદ રાખજે કોઈ વાર મારી નજરે પડયો તો હું તને જેલ ભેગો કરી દઈશ."
આ સાચો ઇન્સ્પેક્ટર છે એ પૃથ્વી સમજી ગયો તેને તો અહીં જવું જ હતું એટલે એકદમ તેણે મિસ.શાલીની તરફ જોઈ "સાહેબજી,મિસ શાલિનીજી ફરી મળીશું એમ કહી વિદાય લીધી."
આ સાચો ઇન્સ્પેક્ટર છે એમ પૃથ્વી સમજી ગયો તેને તો અહીં જવું જ હતું એટલે એકદમ તેણે મિસ ચાલી ની તરફ જોઈ મેડમ નિશાલીની ફરી મળીશું એમ કહી વિદાય લીધી.
પૃથ્વી શાલીનીના ઘરમાંથી બહાર નીકળ્યો ત્યારે આજના બનાવોની ઘટનાઓ ઉપરાછાપરી તેના મનને ઘેરી પડી .બદમાશ ટોળકીના પંજામાંથી જીવને જોખમે તે બચ્યો છે .શાલીની પાસેથી તેણે ઘણી શંકા ઉપજાવનારી વાતો સાંભળી છે. રહસ્યમય ચક્કરનો પ્રયોગ શાલીની પર પણ થઈ ચૂક્યો છે. જો પોતે સમયસર તેને ચેતવણી આપી શક્યો ન હોત તો એક જ પળમાં ભેદી ચકકરે તે ભલી યુવતીનો જીવ લીધો હોત. આ ચક્કર મોકલનાર કોણ હશે ? એની આ કારીગરીની વિગત શું ?જીવ લેવાના સંબંધમાં તેમાં શું અજબ ગોઠવ્યું છે? પૃથ્વીને હજી આ પ્રશ્નોના સંતોષકારક જવાબ મેળવવાના બાકી છે. એમાં બેશક સમય લાગે તેમ છે પણ તે દરમિયાન 'લોક સેવક 'ના નવા અંક માટે પૃથ્વીને આજના બનાવોનો અહેવાલ તૈયાર કરવાનો છે.
અત્યારે બીજા કોઈ પણ રહસ્યની પંચાયતમાં પડવાને બદલે એ કાર્ય પર લક્ષ આપવું જરૂરી છે.
આ વિચાર કરીને પૃથ્વી ઘાટકોપર સ્ટેશને ગયો ત્યાંથી લોકલ માં બેસી તે બોરીવલી ગયો. ત્યાંથી સીધો તે પોતાની ઓફિસે ગયો .કોઈપણ માણસ સાથે કાંઈ પણ વાતચીત નહિ કરતા તે પોતાની ઓફિસમાં જઈ લખાણ તૈયાર કરવા લાગ્યો. તેની કલમ કાગળ ઉપર દોડવા લાગી . લખતાં એટલા બધા વિચારોનો ધોધ એના મનમાં ઉછળી રહ્યો કે જો પોતાને ચાર હાથ હોત અને તે ચારે હાથથી એકસાથે લખી શકાતું હોત તો ઘણું સારું એમ એને લાગ્યું.
બરાબર એક કલાક સુધી તેણે લખવું ચાલુ રાખ્યું. આ લખાણમાં તેને ચતુરાઈ વાપરી મિસ. શાલિની ને મળેલી ચેતવણી, તેની સાથે પોતાને થયેલી વાતચીત ,તેને મળેલું ભેદી રહસ્યમય ચક્કર,તેનો થયેલો બચાવ કે વસિયતનામાં સંબંધી તેણે પોતાના અહેવાલમાં કશો જ ઉલ્લેખ કર્યો નહિ .પણ પોતાને ભોંયરામાં મળેલા છટકાનો અનુભવ, નકલી ઇન્સ્પેક્ટરની ચાલાકી અને સાચા ઇન્સ્પેક્ટર મારફતે પોતાના થયેલા બચાવવાની વિગતો લખી. આમાં પણ સોના - ઝવેરાતની પેટીઓ સંબંધી કાંઈ જ લખ્યું નહિ.
આ પ્રમાણે તેણે લખેલો અહેવાલ તે કાળજીથી વાંચી ગયો અને તે પછી તેની ઉપર મથાળા લખીને લખાણનાં પાનાં તે એક સરખાં કરતો હતો, એટલામાં ઇન્સ્પેક્ટર ખાન અને ચીમનલાલ વાતો કરતા હોય એમ તેને લાગ્યું.
"ઇન્સ્પેક્ટર અહીં કેમ આવ્યો હશે ?" એવો સવાલ પોતાના મનમાં તેણે કર્યો.
ઇન્સ્પેક્ટર અને ચીમનલાલ અંદર આવ્યા : "હું એક પરાણે અનિચ્છા એ એક ફરજ બજાવવા આવ્યો છું ,પૃથ્વી." ઇન્સ્પેક્ટરે કહ્યું.
પૃથ્વી એ તેને બેસવા ખુરશી બતાવી અને ચીમનલાલ ને ચાલ્યા જવા માટે ઇશારો કરી. પૃથ્વીએ પૂછ્યું : "શું ફરમાન છે ,સાહેબ ?"
"એક બે બાબતોના ખુલાસા ઉપર તારી સાથેની અત્યારની મારી અનિચ્છા ની ફરજ નો આધાર લટકી રહ્યો છે."
એક બે શું ? હું ભોંયરામાં બધા ખુલાસા કરવા તૈયાર હતો. આપ તે સાંભળવા જ ક્યાં માગતા હતા ? સારુ; પરંતુ હવે જ્યારે આપ અહીં પધાર્યા જ છો ,તો આપ જે કાંઈ પૂછશો તેના ખુલાસા કરીશ."
"સૌથી પહેલો પ્રશ્ન એ કે આજે તું કયા રસ્તે થી ભોંયરામાં દાખલ થયો હતો ?"
એ જાણવાથી આપને શું ફાયદો?
'સૌભાગ્ય વિલા' માંથી મારો જવાનો રસ્તો આપે બંધ કર્યો તેમ મારો બીજો રસ્તો પણ બંધ કરવો છે ?"
"મારા પ્રશ્નનો જવાબ તું આપે છે કે નહિ?"
"સાહેબ, ન્યુઝ રિપોર્ટરો પોતાનો માર્ગ ગમે ત્યાંથી શોધી લે છે એટલો જ મારો જવાબ છે."
"ઠીક .બીજો પ્રશ્ન તું સર આકાશ ખુરાના ના મકાનમાં મિસ.શાલીની પાસે શા માટે આવજા કરે છે ? ગઈકાલે રાત્રે તે તારા મકાનને જવા મને કહેલું ;પણ તેને બદલે તેને ત્યાં ગયેલો. આજે પણ મેં તને ત્યાં જોયો !"
"મારી હિલચાલમાં આપને કંઈક રસ પડ્યો લાગે છે !" પૃથ્વી એ ટકોર કરી.
"મારા પ્રશ્નનો જવાબ આ છે?"
"હા. એક રિપોર્ટરની ઓફિસમાં આવી પોલીસ અધિકારીઓ નજીવા ને નકામા પ્રશ્નો કરે અને તેને સતાવે ,એ ગેરવાજબી છે. મિસ શાલીનીને ત્યાં મારે શા માટે જવું કે ન જવું એ કહેશો ?"
ઇન્સ્પેક્ટર થોડી વાર ચૂપ રહ્યો અને પછી બોલ્યો : " મારા બે પ્રશ્નોના તે બરાબર જવાબ દીધા નથી તેથી મારે દિલગીરી સાથે જણાવવું પડે છે કે હું તારી ધરપકડ કરવા આવ્યો છું."
"મને પકડવા ?" પૃથ્વી ખુરશીમાંથી ઊભો થતા બોલ્યો : એક માનવંતા રિપોર્ટરને આપ પકડવા આવ્યા છો ?"
"બેશક. બદમાશ સિક્કાવાળાની ટોળી ના મદદગાર તરીકે તું છે, એવો મને તારા ઉપર શક છે; તેથી હું તારી ધરપકડ કરવા માગું છું."
"ભૂખી કૂતરી બચોલીયા ને ખાય ! આપને જ્યારે કંઈ મળ્યું નહિ ત્યારે હું જ સિક્કાવાળાની ટોળીના મદદગાર તરીકે પકડવા લાયક મળ્યો ?"
"એવું નથી .તને પકડવાથી જ એ લોકો પકડાશે, એવી મને ખાતરી છે."
"ઇન્સ્પેક્ટર ,ક્યાંક કાચું બાફો છો ! મારા પર આપ કયો આરોપ મૂકો છો ,એ તો કહો?"
શું ઇન્સ્પેક્ટર પૃથ્વીની ધરપકડ કરશે? જો હા.... તો કયા આરોપોને આધારે જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ.....
ક્રમશઃ.....