Prem ke Dosti? - 10 in Gujarati Classic Stories by PRATIK PATHAK books and stories PDF | પ્રેમ કે દોસ્તી? - ભાગ 10

Featured Books
Categories
Share

પ્રેમ કે દોસ્તી? - ભાગ 10

બસ,ઘરે સુતો છું. પ્રતિકે જવાબ આપ્યો.

કોના ઘરે એને પૂછતો દર્શને ધીરે થી રવિને કહ્યું.

કોના ઘરે છું ભાઈ ?રવિએ પૂછ્યું

મારી તબિયત સારી નથી પ્લીઝ આપડે કાલે વાત કરી ભાઈ,પ્રતિકે જવાબ આપી ફોન કાપતા કહ્યું.

આને તો મારો ફોન કાપી નાખ્યો,વાત શું છે,દર્શન પતકાની?

એની તો કઈ વાતજ થાય એવું નથી સાલો સાયકો થઇ ગયો છે..દર્શને કહ્યું

તું ગોળ ગોળ વાત ના કર પોઈન્ટ પર આવ પ્રગ્નેશ બોલ્યો.

એ અહી તારા ઘરેથી જ્યારનો ગયો એ દિવસનો મારા ઘરેજ રહે છે,હાલ સાવ બેહાલ છે,મેં પૂછ્યું કે નોકરી નથી કરવાની તો કે રજા પર છું.પહેલા તો માંડ એક કે બે દિવસ ની રજા રાખતો પછી મને થોડો શક ગયો એટલે એની બેગ જોઈ તો એમાં એને રાજીનામાંની અરજી પડેલી હતી અને તેની ઓફીસ માંથી છેલ્લા ત્રણ મહિના ઓફીસ ના આવવા બદલ પાઠવેલી કારણ દર્શક નોટીસ હતી.દર્શને કહ્યું.

દર્શનની વાત સાંભળી બધા દંગ રહી ગયા.

અરે યાર આ પતકો શું કરવા માંગે છે?પ્રગ્નેશે કહ્યું...

વાત અહી પૂરી નથી થતી. હું સવારે ઘરેથી નીકળું ત્યારે સુતો હોય અને રાતે હું સુઈ ગયો હોય ત્યારે મોડો મોડો બે ત્રણ વાગ્યે તે ઘરે આવે.આજે રવિવાર હતો તો વહેલો ઉઠીને ફાટફટ તૈયાર થઈને ક્યાય જવા નીકળ્યો.હું તેને ખબર ના પડે એ રીતે તેની પાછળ પાછળ ગયો તો ભાઈ ગાંધી રોડ પાસે એક પબ્લીકેશન છે ત્યાં રોજ સાત આઠ કલાકો બેસી રહે છે અને એની વાર્તાનું કઇક કરે છે.

પછી ?? ખુશી બોલી

પછી મેં પબ્લીકેશન માં તપાસ કરી તો કીધું કે આ ભાઈ છેલ્લા દસ દિવસ થી અહી આવે છે અને પોતાની વાર્તા પ્રકાશિત કરવા માટે અમને કહે છે.

તો શું એની વાર્તા પબ્લીશ થશે ? પ્રગ્નેશે પૂછ્યું.

એક નહિ એની ત્રણ વાર્તાઓની ચોપડી બનવા જઈ રહી છે બે વાર્તાઓનું તો કામ ચાલુ થઇ ગયું છે ત્રીજી વાર્તા વિષે મેં પ્રકાશકને પૂછ્યું તો કે એ વાર્તા એ ભાઈનો “ડ્રીમ પ્રોજેક્ટ” છે પણ એનો અંત હજી બાકી છે, પણ ગજબ લખે છે તમારો મિત્ર હો.

“ડ્રીમ પ્રોજેક્ટ” ની વાત નીકળતા જ પ્રિયાને તેની અને પ્રતીકની વાત યાદ આવી પ્રતિકે એક વાર તેને કહ્યું હતું કે હું આપણી લવ સ્ટોરી પર વાર્તા લખીશ અને એ મારો “ડ્રીમ પ્રોજેક્ટ હશે.

પણ એ બધું તો નોકરી કરતા કરતા પણ થાય ને અને પહેલા પણ કરતો ને એ ?પ્રગ્નેશે કહ્યું

હાસ્તો નોકરી કરતા કરતા થાય જ ને પણ જ્યાર થી તેના જીવનમાથી પેલી છોકરી ગઈ છે ને ત્યારથી આવો થઇ ગયો હશે. મેં તો કહ્યું અમે મદદ કરી તેને શોધવાની તો કે બહુ દુર જતી રહી અને જ્યાં છે ત્યાં ખુશ છે, પણ હું અને ઓળખું છું ત્યાં સુધી એ કઈ પણ કરીને એ છોકરીને શોધી લેશે અને મનાવી પણ લેશે.હું શું કહું આપણે તેની મદદ કરવી જોઈએ સાચુંને?આપણો પાકો મિત્ર તકલીફમાં છે અને આપણે આમ પાર્ટી કરી એમ થોડું ચાલે ?આપણે તે છોકરીને શોધવામાં મદદ કરી. જે પ્રોબ્લેમ થયો છે એ સોલ્વ કરવા આપણે તેની મદદ કરીએ એના બદલે આપણે એ છોકરીની માફી માંગવી પડે તો માંફી પણ માંગી લેશું,બરાબરને પ્રિયા ??રવિ એ કહ્યું અને પ્રિયાએ ફક્ત હકારમાં માથું હલાવ્યું.

રવિની વાત પૂરી થતા જ દર્શન માં પ્રતિકનો કોલ આવ્યો.

અલા પતકાનો જ કોલ આવે છે, શું કરૂ મારો તો વારો પાડી દેશે એને થોડો પણ ડાઉટ પડયો હશે કે મેં તને બધું કહી દીધું છે તો...મારે ફોન ઉપાડવોજ નથી દર્શેને કહ્યું.

અરે ના યાર ફોન ઉપાડ એવું કઈ લાગે તો કેજે રવિની તબિયત બહુજ ખરાબ છે અને અમે તેને હોસ્પિટલ લઇ જઈ છી એટલે દોડતો અહી આવશે.રવિ બોલ્યો.

દર્શને બીજી રીંગએ કોલ ઉપાડયો અને સ્પીકર પર ફોન રાખ્યો ...ને સામે થી પ્રતિકે બોલ્યો, “સાલા બૈરા, તારા પેટમાં કોઈ વાત ટકે જ નહિ કા?મને ખબર હતી તારી કેપેસીટી ૧૦ દિવસ જ છે. તે કહી દીધું જ હોય..”

શું કહી દીધું હોય તું શું વાત કરે છે ?મને કઈ સમજાતું નથી.દર્શેને અજાણ બનતા કહ્યું.

ખોટું બન નહિ મને હમણાં રવિનો ફોન આવ્યો હતો કે ક્યાં છું,? એ અચનાક આવું પૂછે જ નહિ,આજે રવિવાર છે નક્કી તમે જોડે જ હસો.પ્રતિકે ગુસ્સે થઈને કહ્યું.

મેં અને કઈ પણ નથી કહ્યું પણ જોડે જ છીએ, રવિ બાથરૂમ લપસી ગયો છે અને માથા માં એને ખુબજ વાગ્યું છે અને.......

શું કહ્યું રવિને વાગ્યું છે ?? હું દસ મિનીટ માં ત્યાં પહોંચ્યો.પ્રતિક તરત ફોન કાપીને રવિ ના ઘરે જવા નીકળ્યો.

શું કહ્યું હતું મેં ? મારો આઈડિયા કામ કરી ગયો ને રવિ એ હસતા હસતા કહ્યું.આવા દે સાલા ને ભાઈબંધો થી બધું છુપાવે છે .

પણ મને હજી સુધી એ નથી સમજાતું કે હું,પ્રતિક એ દેવલો કોલેજ માં એકજ ઘરમાં રહેતા,એમાં કઈ સંદેહ નથી કે આપણા બંને નું અને મારા અને પ્રતીકનું અને આપણા ત્રણેય નું બોન્ડીંગ ખુબજ જોરદાર હતું પણ તારું અને પ્રતીકનું બોન્ડીંગ કોલેજ સમયે થોડું વધારે હતું અને સમય જતા એ બોન્ડીંગ ખુબજ વધતું ગયું એની પાછળનું રહસ્ય શું છે?અને તું મારી જોડે બોલતો ના હતો એ સમયે એ પણ મારી જોડે ક્યારેય બોલ્યો નહિ એનું કારણ મને હજી નથી સમજાતું.પ્રગ્નેશે રવિને પૂછ્યું.

અરે ના યાર એવું કશું નહિ અને તારા પર એટલીજ લાગણી છે જેટલી મારા પર છે. મારા ખરાબ સમય માં એને મને ઘણો માનસિક સહારો આપ્યો છે. અમારા બંનેના એકબીજા પર ઘણા ઉપકાર છે.આપણે બોલતા નહિ એ વખતે એ જ મને કહેતો કે તું પ્રગ્નેશ જોડે એક વાર બેસીને બધી ચોખવટ કરીલે.રવિએ પ્રગ્નેશને સમજાવતા કહ્યું.

એટલા માજ દરવાજાને ધામડ દઈને ધક્કો મારીને પ્રતિક રવિના ઘરમાં પ્રવેશ્યો,તેના લાંબા વાંકડિયા વાળ,અને ખુબજ વધેલી દાઢી અડધો શર્ટ ઇન-શર્ટ કરેલો અને ઘણા દિવસોથી ન ધોવાયેલુ જીન્સ અને કાળી પટ્ટી ના એ સ્લીપર માં પ્રતિક સાવ ગાંડા જેવો લઘર વઘર લાગતો હતો.ઘર માં પ્રવેશતા જ બોલ્યો ક્યાં છે રવિ શું થયું એ.........અને સામે રવિ,દર્શન,પ્રગ્નેશ,ખુશી અને પ્રિયાને બેઠેલા જોઈ અને રવિ ને સહી સલામત જોઈ એ ત્યાજ અટકાઈ ગયો.થોડી જ વાર પહેલા હું સુતો છું એવું અનેં જુઠાણું પકડાઈ ગયું,અને પોતે અપરાધ ભાવ વ્યક્ત કરતો હોય એવું લાગતું હતું.

હવે દરવાજે જ ઉભો રહીશ કે અંદર આવીશ? રવિએ એ પૂછ્યું.

તને કહી થયું નથી ?! પ્રતિકે રવિને આશ્ચાર્યથી પૂછ્યું .

ના મને કઈ નથી થયું ,પણ તને શું થયું છે ?થોડું અરીસામાં તો તારી જાતને જો.કઈ દુનિયામાં જીવે છે ?

પ્રતિકે રવિના કોઈ પણ પ્રશ્નો નો જવાબ ના આપ્યો પણ દર્શન સામે ગુસ્સાથી જોયું. અને પ્રગ્નેશ અને ખુશીને બંને ને ભેટયો.અને બોલ્યો વાહ બધા ને સાથે જોઈ મજા આવી.

તને ફરીથી આ રીતે મળીશ એ અપેક્ષા નતી રાખી,શું હાલ કર્યા છે તારા તે યાર.પ્રગ્નેશે કહ્યું.

બસ ફર્યા કરું છું બધે.પ્રતિકે કહ્યું અને હજી સુધી તેને પ્રિયા સામું સુધ્ધા પણ નતું જોયું.અને પ્રિયા ને પણ એમ થતું હતું કે પોતે પ્રતિકની આવી હાલતની જવાબદાર છે.

તું ક્યાં ક્યાં ફરે છે એ અમને બધી ખબર છે. અને તારી નોકરીનો શું પ્રશ્ન છે એ મને જણાવ.રવિએ થોડું કડકાઈ થી કહ્યું.

નોકરી તો મસ્ત ચાલે છે.પ્રતિકે આંખ નીચી કરીને કહ્યું.

ખોટું ના બોલીશ પતકા.તે રાજીનામું મુક્યું છે અને તને કઈક સતત ગેર હાજર રહેવાની નોટીસ પણ મળેલી છે. આ બધું પેલી છોકરી માટે ને ?જો એ તને સાચો પ્રેમ કરતી હોત તો તને છોડી ને જ ના જાત ને ? રવિએ એ કહ્યું.

પ્રેમ,પ્રેમમાં તો હું નિષ્ફળ રહ્યો છું. પ્લીઝ,એમાં એનો કોઈ વાંક નથી.ભૂલ મારી જ હતી મેં કામ જ એવા કર્યા હતા કે એ નહિ કોઈ પણ સારી છોકરી હોય તો એ મને છોડી ને જતી રહે.પ્રતિકની આંખોમાં આંસુ હતા.

તો એને શોધ અને માફી માંગ અને તારા જીવન માં એને પાછી લાવ,નહિ તો અમને નામ ને બધી માહિતી અમે લોકો મદદ કરી તારી એને શોધવામાં.પ્રગ્નેશ બોલ્યો.

એનો ફોટો તો બતાવો,ક્યાંક જોઈ હોય તો ખ્યાલ આવે ખુશી એ કહ્યું.

મારી પાસે તેનો ફોટો નથી અને મેં કહ્યુંને મારી આ હાલત પાછળ એનો હાથ નથી,એ એના જીવન માં આગળ વધી ગઈ છે એના લગ્ન પણ થઇ ગયા છે.પ્રતિકે ખુબજ ગુસ્સા થી અને ઊંચા અવાજ થી કહ્યું.

તો ભૂલી જા એને રવિ પણ પ્રતિકપર ગુસ્સે થઇ ને બોલ્યો અને કઈક માણસ જેવો થા.નોકરીએ પાછો જા.આમ કોઈ સરકારી નોકરી થોડી મૂકી દે.?

પ્રિયાનું તો હૃદય આ નઝારો જોઇને રડતુજ હતું.પણ એ વાત ની પાકી ખાતરી હતી કે પ્રતીકને તેની ભૂલ સમજાઈ છે અને તે હજી પણ તેને પ્રેમ કરે છે. પણ હવે ખુબજ મોડું થઇ ગયું હતું.પોતાના નસીબ ને દોષ આપવા સિવાય તેની પાસે કોઈજ વિકલ્પ ના હતો.હિંમત કરીને બધાની વચ્ચે અહી જ સઘળી હકીકત જણાવી દઉં,અને હકીકત જાણ્યા પછી બંને મિત્રોની મિત્રતા માં તિરાડ આવશે તો. પણ હું ક્યાં સુધી ચુપ રહીશ મારે રવિને કહેવુજ પડશે અત્યારેજ કહેવું પડશે.

રવિ હું તમને એક વાત કહેવા માંગું છું ઇનફેક્ટ બધાને એક વાત કરવા માંગું છું.પ્રિયાએ અચાનક બોલી પણ પ્રતિકને અંદાજ આવી ગયો કે પ્રિયાની સહનશક્તિ હવે પૂરી થઇ છે અને તે બધી વાત રવિને જણાવી દેશે એટલે પ્રતિકે પ્રિયાની વાત તરત કાપીને કહ્યું, “પ્રિયા ભાભી બીજી બધી વાત પછી કરજો,પહેલા મને જમાડો તો ખરી.આ બધા તો મને જમવાનું નહી પૂછે ખાલી ખોટા મારા પર ગુસ્સે જ થશે.”

હાં હાં એ બકાસુર ને પહેલા જમાડી દે પછી એની બલી ચડાવીશું. અને આ શું ભાભી ભાભી કરે છે ફક્ત પ્રિયા થી સંબોધન આપ. રવિએ કહ્યું .

પ્રતિક ઉભો થઇ ને કિચન પાસે આવેલા ડાયનીંગ રૂમ માં પ્રિયાની પાછળ જમવા માટે ગયો. પ્રિયાએ થાળી પછાડી ને ડાયનીંગ ટેબલ પર મૂકી.

“તારો ગુસ્સો હું સમજુ છું,મને માફ કરીદે ,માફી માંગવા સિવાય મારી પાસે કોઈજ વિકલ્પ નથી.”પ્રતિકે કહ્યું.

તું મને ક્યારેય સમજી નતો શક્યો,મારો ગુસ્સો શું સમજીસ ?કેમ મારા જીવન માં પાછો આવ્યો તું.?? પ્રિયાના અવાજમાં હજી પણ ભારોભાર નફરત દેખાતી હતી.

જો મને સેજ પણ ખ્યાલ હોત તો હું પાછો જ ના આવેત.અને હું તમારા બધા થી બહુ દુર જ જાઉં છું.પ્રતિકે કહ્યું.

અને તે આ બધું શું ચાલુ કર્યું છે નોકરી એ નથી જતો,તને નોટીસ મળવા લાગી છે.તારો હાલ તો જો પ્રતિક,પ્રિયાએ હવે થોડા ઢીલાશ થી કહ્યું.

“કેમ? મારી ચિંતા થાય છે તને ?પ્રતિકે પ્રિયાની આંખમાં પોતાની આંખો જીણી કરીને કહ્યું.

એવું કશું નથી તું પ્લીઝ તારી નોકરી ચાલુ કરી દે.At least મમ્મી પાપા નું તો વિચાર.પ્રિયા એ કહ્યું .

મારા મમ્મી પાપા ,પ્રતિકે વાત કાપતા કહ્યું.અને તું શું રવિને કહેવા જઈ રહી હતી ?તને થોડી પણ મારી પડી હોય અને ક્યારેય પણ થોડો મને પ્રેમ હોય તો તું રવિને આપણી વાત નહિ કરે.આપણું રહસ્ય અહીજ દબાવાનું છે.ભૂલી જા કે આપણે ક્યારેય મળ્યા હતા,આપણે ક્યારેય પ્રેમ કર્યો હતો.અને હું ખુશ છું કે તને આટલો પ્રેમાળ અને આટલો સરસ વ્યક્તિ જીવનસાથી તરીકે મળ્યો.હું દુનિયાનો સૌથી બદનસીબ પ્રેમી અને ખુશ નસીબ દોસ્ત છું.તમારા લગ્ન પછી હું કાયમ તમારા જીવનમાંથી જતો રહીશ. તમારા લગ્ન સુધી અને પછી પણ જો તે આપણી વાત રવિને કરી છે તો તું મને ક્યારેય જીવતો નહિ જોઈ શકે.પ્રતિક કોઈ ગાંડો વ્યક્તિ બોલતો હોય એમ એક ધાર્યું બોલવા લાગ્યો.તેની આંખો રડી રડી ને ઊંડી જતી રહી હતી અને શાયદ હજી પણ તેની આંખો પ્રિયાની પાછા આવાની રાહ જોતી હતી.

કોને જીવતો નહિ જોઈ શકે ??રવિએ અચાનક પાછળ આવીને પ્રતિકને પૂછ્યું.

રવિ ના અચાનક આવા સવાલે પ્રિયા અને પ્રતિક બંને ને જાટકો આપ્યો.

અરે આવું પંજાબી શાક અને નાન મેં મારા જીવન માં નથી જોયા એમ કહેતો હતો,ખુબ સરસ સ્વાદ છે ભાભી તમારી રસોઈનો, પ્રતિકે વાત સંભાળતા કહ્યું.

અરે ફરી ભાભી કહ્યું એમ કહીને રવિ હસ્યો અને પાછળ પ્રતિક પણ હસવા લાગ્યો.

બધા લોકો પાછા ડ્રોઈંગ હોલ માં ભેગા થયા અને દર્શને પ્રતિકને પૂછ્યું ,બોલ હવે શું તકલીફ છે તને?

મને કઈંજ તકલીફ નથી,તું ઘરે આવ એટલે તકલીફ તને પડશે. પ્રતિકે વાત હસવામાં કાઢી.

જો જો રવલા મને ધમકીઓ આપે છે.આખો દિવસ ગાંડાની જેમ ભટકે છે અને પુંછી તો આપણને સલાહ આપે છે.

જો ભાઈ કોઈ ના વગર જીવન એટકે નહિ,એ છોકરી જો આગળ વધી ગઈ હોય તો તું પણ હવે આગળ વધ.અમને આજે જ ખબર પડી છે કે તારી બીજી ત્રણ પુસ્તકો પ્રકાશિત થવાની છે. તું આટલું સરસ લખે છે તો શા કારણે એક વ્યક્તિ ની પાછળ તારું જીવન બગાડીશ. નોકરી વ્યવસ્થિત કર અને લખવાનું પણ તું સાથે સાથે કરતોજ ને તો એ ચાલુ રાખ.રવિ એ પ્રતિકને સમજાવતા કહ્યું.

રવિની વાત સાચી છે પ્રતિક અને તને જો રાજકોટ હવે ના ગમતું હોય તો તારા ગામે બદલી લઇ લે.પ્રગ્નેશે કહ્યું.

તમે લોકો મારી ચિંતા ના કરો હું એક દમ ઓલ રાઈટ છું,હું બસ થોડા સમયમાં પાછો જતો રઈસ,પ્રતિકે કહ્યું.

તું બસ ઠીક થઇ જા અમે એજ ઈચ્છી છી.રવિએ કહ્યું.

તું મારી છોડ હવે તમારું કે તમારે ક્યારે લગ્ન કરવાના છે. પ્રતિકે રવિને કહ્યું.

લગ્ન ને! લગ્ન તો બહુજ જલ્દી જ કરવાના છે પણ એક વાર પ્રિયાના મમ્મી પપ્પા જોડે વાત તો કરવી પડશેને.મારું કુટુંબ તો તમે લોકો જ છો તમે લોકો આવશોને સાથે. સારું થયું હવે પ્રગ્નેશ અને ખુશી સાથે મન ભેદ દુર થઇ ગયો હવે મારું કુટુંબ સંપૂર્ણ થઇ ગયું.

હાં હાં તું કે ત્યારે અમે તૈયાર જ છીએ બરાબર ને ભાઈઓ પ્રગ્નેશે કહ્યું.

હાં ગમે ત્યારે . દર્શેન હાં માં સુર મળાવ્યો.

તો આવતા રવિ વારે જવાનું ફાઈનલ કરી.બરાબર ને પ્રિયા?રવિએ એ પૂછ્યું.

તમે કહો એમ.પ્રિયા એ જવાબ આપતા કહ્યું.

તે હાં કે ના જવાબ ના આપ્યો પતકા,તું આવીશ ને ??રવિએ પ્રતિકને પૂછ્યું.

હાં હાં હું જરૂર આવીશ મારે તો આવુજ પડે ને.પ્રતિકે પ્રિયાની સામુ જોઈ ને કહ્યું.

(ક્રમશ:)