Sandhya - 24 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | સંધ્યા - 24

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

સંધ્યા - 24

સૂરજની નિખાલસતા છલકાવતી વાતથી સંધ્યા ઘડીક સ્તબ્ધ જ થઈ ગઈ હતી! એની કલ્પના બહાર હતું કે, કોઈ પુરુષના વિચાર આવા પણ હોય શકે. સંધ્યા એવું સાંભળતી આવી હતી કે, એક પરણિત સ્ત્રીએ ફક્ત અંકુશ અને બંધનમાં જ રહેવાનું હોય છે. સૂરજની વાતથી એને ફરી પોતાના ભાગ્ય પર ગર્વ થઈ આવ્યો હતો. એ આવા વિચારોમાં જ હતી ત્યારે સૂરજ ફરી બોલ્યો, "શું થયું સંધ્યા?"

"અરે! એમ જ" આંખમાં આંસુની ઝલક છવાઈ ગઈ હતી.

"તો તું કેમ ભાવુક થઈ ગઈ?"

"મને મારા પ્રેમ પર ખુબ ગર્વ થઈ આવ્યું, ભગવાને મને જીવનસાથી તરીકે તમને આપીને દુનિયાની બધી જ ખુશી આપી દીધી છે." આટલું બોલી ને એ સૂરજના આલિંગનમાં સમેટાઈ ગઈ હતી.

સૂરજ હંમેશા શક્ય એટલો સંધ્યાને પોતાના પ્રેમનો અહેસાસ કરાવ્યા કરતો હતો. બંનેના ગાંઢ પ્રેમનું એક મુખ્ય કારણ એ પણ હતું કે, બંનેએ કયારેય એકબીજાને બાંધવાની કોશિશ જ નહોતી કરી. બસ, આજ સામાન્ય વાતના લીધે એમનો એકબીજાને માટે પ્રેમ અને વિશ્વાસ દિન પ્રતિદિન વધતા રહેતા હતા. અને આપમેળે જ બંને પ્રેમના મજબૂત બંધનથી બંધાતા રહેતા હતા.

સૂરજની વાત માનીને સંધ્યાએ જમતી વખતે એ વાત રજુ કરી કે, હું આવતીકાલે બાજુની પ્રાઇવેટ સ્કૂલમાં જોબ માટે એપ્લાય કરવા જઈશ! ચંદ્રકાન્તભાઈ તો તરત હરખાય ને બોલ્યા, "સરસ. તું થોડીવાર બહાર નીકળે તો તને પણ મજા આવે. તારો આ નિણૅય ખુબ સરસ છે. તું તારા કામમાં સફળ થાય એવી શુભેચ્છા!"

"હા પપ્પા! બસ તમારા આશીર્વાદ મારા પર સદાય વરસાવતા રાખજો." સંધ્યા ખુશ થતા બોલી હતી.

સંધ્યાને હરખમાં એ ધ્યાન ન ગયું કે રશ્મિકાબેન ચૂપ રહ્યા, પણ મમ્મીના સ્વભાવથી વાકેફ સૂરજના ધ્યાનમાં આ આવી જ ગયું હતું.

સંધ્યા જોબમાં એપ્લાય કરવા ગઈ ત્યારે સ્કૂલમાં જગ્યા હોવાથી એનું ત્યારે જ ઇન્ટરવ્યૂ પણ લઇ લીધું હતું. સંધ્યા એ ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગઈ હતી. સંધ્યાને બીજા જ દિવસથી જોબ જોઈન્ટ કરવાના ખુશી સમાચાર પ્રિન્સિપાલે આપ્યા હતા.

સંધ્યાએ ઘરે આવીને ખુશ થતા રશ્મિકાબેનને કહ્યું, "મમ્મી મને જોબ મળી ગઈ! મારે જોબ કાલથી જ જોઈન્ટ કરવાની છે."

"હમમમ.. સારું." આટલો ટૂંકમાં જવાબ આપી તેઓ પોતાનું કામ કરવામાં વ્યસ્ત થઈ ગયા હતા.

સંધ્યાને એમનું આમ વર્તન ખુબ અચરજ પમાડે તેવું લાગ્યું હતું. મન એનું સમસમી ઉઠ્યું હતું. આજ સાસુ વહુ બંને એકલા જ હતા આથી એમનું વર્તન સંધ્યા સમજી શકી હતી. સંધ્યાને ખુબ દુઃખ થયું કે, મમ્મીની મરજી વિરુદ્ધ એ જોબ કરી રહી છે. સંધ્યા દુઃખી થઈ પરંતુ એટલે નહીં કે, મમ્મીએ એનો અણગમો રજુ કર્યો પણ એટલા માટે દુઃખી થઈ કારણકે એમણે એમની મરજી જાણ્યા વગર જોબમાં એપ્લાય કરી હતી. સંધ્યા ખુબ જ ભોળી હતી. એના મનમાં કપટ કે હું પણા માટે કોઈ સ્થાન જ નહોતું. નાના પરિવારમાંથી હતી આથી ફક્ત પ્રેમ જ એણે જોયો હતો. સંધ્યાએ મૂંગા મોઢે બધું કામ પતાવ્યું હતું.

સંધ્યા બધું જ કામ પતાવી પોતાના રૂમમાં ગઈ કે તરત અત્યાર સુધી સાચવી રાખ્યા હતા એ આંસુ સરી પડ્યા હતા. આજ પહેલીવાર એને અહેસાસ થયો કે, એ સાસરે છે. મનભરી એણે રડી લીધું હતું. સાંજના આઠ વાગ્યા એટલે સૂરજ અને ચંદ્રકાન્તભાઈ પણ ઘરે આવી ગયા હતા. સૂરજને સંધ્યા નજર ન આવતા સૂરજના કદમ તરત પોતાના રૂમ તરફ વળ્યાં હતા. હોલમાં ટીવી જોઈ રહેલા રશ્મિકાબહેન દીકરાએ એની હાજરીની નોંધ ન લીધી એ વાત સહન ન કરી શક્યા પણ એ વાતનું દર્દ મનમાં રાખી રાખ્યું હતું.

સૂરજ એના રૂમમાં ગયો સંધ્યા કપડામાં ઈસ્ત્રી કરી રહી હતી. સૂરજ એની સમીપ જઈને એને મંદ મંદ હસતા જોઈ રહ્યો. સંધ્યા કામ કરી રહી હતી અને એનું ધ્યાન વિચારમાં હતું આથી સૂરજ તરફ ધ્યાન નહોતું ગયું. સૂરજે રૂમમાં પ્રવેશીને સીધી ઈસ્ત્રીની સ્વીચ જ બંધ કરી દીધી હતી. હવે સંધ્યાનું સૂરજ તરફ ધ્યાન ગયું હતું. સૂરજે એનો ઉદાસ ચહેરો જોઈ તરત પૂછ્યું, "કેમ શું થયું સંધ્યા?

"ના કંઈ જ નથી થયું. એમ જ મારુ ધ્યાન નહોતું કે, તમે આવી ગયા છો."

"હું એ કારણથી નથી પૂછતો, તારો ચહેરો કેમ ઉદાસ છે એનું કારણ પૂછું છું."

સંધ્યા મનમાં જ વિચારી રહી ફક્ત ચહેરો જોઈને સૂરજ હંમેશા મારુ મન જાણી લે છે. એની લાગણી જોઈને સંધ્યા પીગળી જ ગઈ હતી.
એ સૂરજને ભેટીને રડી પડી. આજે લગ્ન બાદ પહેલીવાર આમ રડતા જોઈને સૂરજને થોડો અંદાજો તો આવી જ ગયો, એને સંધ્યાને કંઈ જ પૂછ્યા વિના ફક્ત કહ્યું, "જો સંધ્યા જીવનમાં સફળ થવા માટે જયારે આગળ પગલું ભરીયે ત્યારે તકલીફ ખુબ પડે જ છે, પણ બીજું પગલું ઉપાડીને પહેલા પગલાંને સાથ આપવાનો એ હંમેશા યાદ રાખજે! તારું મન ખુબ ભોળું છે, ક્યારેય મનથી કોઈ જ કામ ન કરજે, હંમેશા મગજનું માનીને ચાલજે." આટલું કહીને સૂરજે સંધ્યાના કપાળ પર એક હળવું ચુંબન કર્યું હતું.

સંધ્યાને સૂરજની હૂંફ ખુબ હિંમત આપતી હતી. એ ક્યારેય બહારની દુનિયાથી એટલી પરિચિત જ નહોતી આથી ઘણીવાર ગભરાઈ જતી હતી. સૂરજની સમજદારી અને પ્રેમના લીધે સંધ્યા પોતાનામાં ઘણા બદલાવ લાવી રહી હતી.

આ તરફ પંક્તિનો સ્વભાવ ધીરે ધીરે પંકજભાઈ અને દક્ષાબહેનને પણ સમજાઈ રહ્યો હતો. પણ એ બંને એમ માનતા કે, જ્યાં સુધી શક્ય હોય વહુને કાંઈ ન કહેવું, એ નવપરણિત ઘણા પરિવર્તન લઈને ઘરને એક રાખવા મથતી હોય તો હકારાત્મક રહી ફક્ત સાથ આપવો એને ટોકવી નહીં. આમ એમની હકારાત્મકતા ને પંક્તિ ક્યારેય સમજી ન શકી અને ખુદ દુઃખી રહીને બધાને પણ ખુશ રાખવા અસમર્થ રહેતી હતી. સુનીલની હાલત પણ ખુબ કફોડી થઈ જતી હતી. એ પોતાની પૂરતી લાગણી વ્યક્ત કરવામાં પણ ખચકાતો હતો. એને સમજાતું જ નહીં કે, પંક્તિને એ કઈ રીતે વાત રજુ કરે કે એમની વચ્ચે અમુક તકલીફો થતી એ ન થાય! પંક્તિ પણ પોતાનો ગમો અણગમો થોડા અહમ અને થોડા ઈર્ષાના ભાવે છૂટથી સુનીલને કહી શકતી નહોતી. બંને વચ્ચેના સંવાદમાં એક અધૂરપ હતી.

સંધ્યાના જોબમાં દિવસો સરસ વીતવા લાગ્યા હતા. ત્યાં પણ એના સ્વભાવના લીધે અમુક ખાસ મિત્રો બની ગયા હતા. જોબ પર બધા વિદ્યાર્થીઓને પણ સંધ્યા માટે ખુબ લાગણી બંધાઈ ગઈ હતી. સંધ્યાને જોબ નો એક મહિનો પૂર્ણ થઈ ગયો હતો. આજ એને પહેલો પગાર મળ્યો હતો. એ સૂરજને બોલી, "હું મારો આ પગાર મમ્મીને આપી આવું છું."

"ના. હું એમને મારો પગાર આપું જ છું. તું આ તારો પગાર તારી પાસે જ રાખ! તારે એમને આપવાની જરૂર નથી."

"પણ.. સૂરજ મને એમ થાય છે કે, એ મને દીકરી જેમ જ રાખે છે તો મારે એમને મારો પગાર આપવો જોઈએ."

"હા, ભલે દીકરી જેમ રાખે. હું મારા મમ્મીને ઓળખું છું. એમનો સ્વભાવ જાણું છું. પછી તને જ આગળ તકલીફ થાય એના કરતા સારું એજ છે કે, તું મારી વાત માની ને હું જે કહું છું એમ કર. તે દિવસે તું રડતી હતી, ત્યારે મેં તને પૂછ્યું નહોતું પણ મને ખબર જ છે કે મમ્મીના વર્તનમાં તને કોઈ ભેદ દેખાયો હશે. બસ, એ ઉદાહરણ સમજીને પગાર તારી પાસે રાખ." ખુબ શાંતિથી એકદમ ગર્ભિત વાત સૂરજે તટસ્થપણે સંધ્યાને જણાવી દીધી હતી.

શું સંધ્યા એની જોબને વિઘ્ન વગર કરી શકશે?
શું સંધ્યા અને પંક્તિના જીવનમાં કેવા હશે ઉતરચઢાવ?

મિત્રો આપના પ્રતિભાવ આપી પ્રોત્સાહિત કરતા રહેશો. "સંધ્યા" ની સફરમાં જોડાવા બદલ દરેક વાંચકમિત્રોનો આભાર. ચાલો ફરી મળીશું નવા પ્રકરણમાં તો ત્યાં સુધી જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻🙏🏻