કલરવનો માં સાથે વાર્તાલાપ ચાલી રહેલો ત્યાં એનાં હાથમાં રહેલો મોબાઇલ રણક્યો.... એણે ઉત્તેજના સાથે ફોન ઉપાડયો અને અવાજ સાંભળતાંજ ચહેરાં પર આનંદ જળક્યો. કલરવ સામે જોઇ રહેલી માં એ પૂછ્યું “કોનો ફોન છે બેટા ?”
કલરવે કહ્યું. “માં.... પાપાનો...” માં એ તરત કહ્યું “મને આપ મને આપ...” કલરવે માં ને ફોન આપ્યો. માં એ ફોન હાથમાં લેતાંજ પૂછ્યું "તમે ક્ષેમકુશળ પહોંચી ગયાં ને ? કોઇ અગવડ નથી પડીને ? તમે ક્યાં છો ?”
સામેથી શંકરનાથે કહ્યું "હાં હાં હું સમયસર અને ખૂબ ક્ષેમકુશળ પહોંચી ગયો છું ચિંતા ના કરશો. હાં મારી વાત સાંભળ હવે હું મારાં કામસર જે જગ્યાએ પહોંચવાનું હતું પહોચી ગયો છું મારી પાસે બીજો મોબાઇલ ના આવે ત્યાં સુધી ધીરજ ધરજો. મારાં મહાદેવ મારી સાથેજ છે. મારે પાછા આવતાં કોઇ કારણસર મોડું થાય તો ચિંતા ના કરશો. હું બધું પતાવી ગોઠવીનેજ પાછો આવીશ... હવે સાંભળ કલરવને ફોન આપ મારે એને સૂચના આપવી છે”. માંની આંખમાં આંસુ ઘસી આવ્યા.. એમણે કહ્યું “આપું છું. મારી વાત સાંભળો....”
શંકરનાથે કહ્યું “હાં બોલ પણ આટલી ચિંતા ના કર..” ઉમાબહેને કહ્યું “મને ખબર છે તમે ખૂબ અગત્યનાં અને જોખમી કામ લઇને નીકળ્યાં છો. તમારું ધ્યાન રાખજો. તમારી મદદમાં બીજા માણસો હશે પણ કોઇનાં ઉપર આંધળો ભરોસો ના કરશો તમારું ધ્યાન રાખજો. ચિંતા ના કર કહો છો પણ મને ચિંતા થાય સ્વાભાવિક છે. જીંદગીભર તમારાં સાથમાં રહી છું તમારું પડખું સેવ્યું છે સંસાર ચલાવ્યો છે તમારાં ઉપર નાનું સંકટ પણ આવે મારો જીવ કપાય છે...” પછી ડુસ્કુ નીકળી ગયું.... સાડીનાં પાલવથી આંખો લૂછી બોલ્યાં “તમારાં વિચાર તમારી નસ નસથી વાકેફ છું તમે ચતુર છો મહેનતુ છો પણ વધારે પડતાં સારાં છો.... મારાં મહાદેવ જેવા ભોળા છો સારી રીતે બધું કામ પતાવી પાછા આવી જાવ બસ.....”
“આપું છું કલરવને ફોન.... ફોન કરતાં રહેજો....” ત્યાં તરત શંકરનાથે કહ્યું “ફોન મારો મને મળશે પછી કરીશ અત્યારે તો કોઈ બીજા પાસેથી ફોન માંગીને ફોન કરું છું ચિંતા ના કરીશ હવે કલરવને ફોન આપ”.
ઉમાબહેને કલરવને ફોન આપ્યો . કલરવે તરત ફોન લેતાં કહ્યું "હાં પાપા કહો" આ ફોન કોનો છે ? તમારી પાસે બીજો ફોન આવી ગયો ?” "શંકરનાથે કહ્યું" ના દિકરા કોઇની પાસે માંગીને ફોન કરું છું હવે અગત્યની વાત સાંભળ.. "હું મારે કામ છે એ જગ્યાએ સુરતથી આવી ગયો છું તું માં અને નાનકી ગાર્ગીનું ધ્યાન રાખજે... મારે થોડો વધારે સમય અથવા મારો સંર્પક નાં થાય તો એ ફોનમાં વિજય ટંડેલ અને નારણ ટંડેલનો નંબર છે એમને ફોન કરજે અને સાંભળ.. એમને ફોન ત્યારે કરજે જ્યારે મને વધુ સમય લાગી જાય એ પહેલાં ના કરીશ.. એમજ પૂછવા ફોન ના કરીશ. માં ને આ વાત ના જણાવીશ તારાં પુરતીજ રાખજે સમજ્યો ને બરોબર ?”
કલરવ વાત કરતો કરતો માં સામે જોઇ રહ્યો હતો પછી નજર હટાવી બોલ્યો “હાં પાપા સમજી ગયો હું ધ્યાન રાખીશ. અને પાપા..." શંકરનાથે કહ્યું “દિકરા વધુ વાતો થાય એવું નથી કોઇકનો ફોન છે પછી ચાન્સ મળે ફોન કરીશ. પૈસા માં ને આપેલા છે કોઇને આપણે ચૂકવવાનાં બાકી નથી તમારું ધ્યાન રાખશો. બસ મૂકૂ છું જય મહાદેવ.”
કલરવે કહ્યું "ભલે પાપા જય મહાદેવ" અને ફોન મૂકાયો માં એ કલરવને પૂછ્યું" શું કહે છે તારાં પાપા ? શું વાત હતી ? શેનું ધ્યાન રાખવા કહ્યું ? કોઈ ચિંતા ની વાત નથી ને ?"
કલરવે કહ્યું “માં કોઇ ચિંતા નથી તમારું ધ્યાન રાખવા કહું "આપણે કોઇને પૈસા ચૂકવવાનાં નથી અને માં ને પૈસા આપ્યા છે ફરી ચાન્સ મળે ત્યારે ફોન કરશે”. આટલું કહી વાત ટૂંકાવી....
ઉમાબહેન કહ્યું "મહાદેવ બધું સારી રીતે પાર પાડે બસ. એ બધું પતાવી ઘરે પાછા આવી જાય એટલે ગંગા નાહ્યાં” કલરવે કહ્યું "માં બધુ સારું થશે.” એણે વિજય ટંડેલ અને નારણ ટંડેલની વાત મનમાંજ ધરપી દીધી. ઉમાબહેને કલરવ સામે જોઇ કહ્યું" દીકરા તું હવે મોટો થઇ ગયો છે એનો એહસાસ તારાં પાપાએ આજે કરાવી દીધો અમારાં અંગે સાચવવાનું કહી તને જવાબદાર બનાવી દીધો” એમ કહી કલરવનું માથું કપાળ ચૂમી લીધું.....
***********
"સાધુએ ફોન કાપી નાંખ્યો.. સ્ક્રીન તરફ જોયું પણ નહીં કે કોનો ફોન છે ? એણે બિહારીને પોતાની તરફ ખેંચ્યો બિહારી પણ સાધુને વળગી ગયો.. સવાર થઇ ગઈ હતી સવાર સવારમાં બંન્ને જણાં નશામાં ધૂત થયેલાં એકબીજાને વળગીને... એટલામાં એક ગોળી આવી અને બિહારીની પીઠમાં વાગી... ધાંય ધાંય કરતી બીજી બે ગોળી છૂટી ફરી બિહારીને વાગી બીજી ગોળીથી સાધુ ઘવાયો...
બેઉનો દારૂનો અને વાસનાનો નશો ઉતરી ગયો. બિહારીએ લોહીનો કોગળો કર્યો સાધુ લોહી લુહાણ થયો અંદરથી ખારવા દોડતાં આવ્યાં સાધુ બિહારીને સંભાળે પહેલાં બીજી ગોળીઓ વરસી અને સાધુ અને બીજા ખારવાઓને વીંધી ગઇ...
સાધુની શીપ પર દોડાદોડ મચી ગઇ બિહારીએ સાધુની સામેજ છેલ્લો શ્વાસ છોડ્યો. સાધુને ખબર નહોતી પડી રહી અચાનક શું થઇ ગયું ત્યાં શીપ પર બે ત્રણ જણાં દરિયામાં રહેલી બોટમાંથી ચઢી આવ્યાં બીજા ખારવાઓ એમનાં ઇશારે એકબાજુ ઉભા રહેવા કહ્યું એ ત્રણ જણામાંથી એક જણે શીપમાંથી નાની છોકરીને શોધી નાંખી એને ઊંચકીને બોટમાં લઇ જવા આગળ વધી ગયો.
ઘાયલ થયેલો લોહીલુહાણ સાધુ વિવશ થઇને બધી પરિસ્થિતિ જોઇ રહ્યો.એનો મોબાઇલ બાજુમાં પડ્યો હતો એમાં રીંગ વાગી રહી હતી. પણ એનામાં તાકાત નહોતી કે એ હાથ લાંબો કરી ફોન ઉઠાવે.. એ પરવશ થઇ આવનાર ગનવાળાને જોઇ રહેલો...
એની નશાથી ધૂત થયેલી આંખોમાં જાણે અંધારા આવી રહેલાં એ આવનાર ગન મેનને ઓળખવા પ્રયત્ન કરી રહેલો. પેલો એની સામે જોઇ હસી રહેલો. એનું સહન ના થાય એવું અટહાસ્યની ગૂંજ સાધુનાં કાનમાં આવી રહેલી.
પેલાએ એનો મોબાઇલ લઇ લીધો એમાં જેનો ફોન આવી રહેલો એનું નામ વાંચી ભ્રમરો ઊંચી થઇ ગઇ અને સાધુએ આંખો ફાડી બોલ્યો "તું ?"
વધુ આવતા અંકે ---- પ્રકરણ-23