Lohino Dagh - 10 in Gujarati Moral Stories by કરસનજી રાઠોડ તંત્રી books and stories PDF | લોહીનો ‌ડાઘ - પ્રકરણ 10

Featured Books
  • Reborn to be Loved - 2

    Ch 2 - Psycho शीधांश पीछले भाग में आपने पढ़ा…ये है हमारे शीध...

  • बन्धन प्यार का - 27

    बहू बैठो।हिना बैठ गयी थी।सास अंदर किचन में चली गयी थी।तब नरे...

  • कुआँ

    धोखा तहुर बहुत खुश हुआ था अपने निकाह पर। उसने सुना था अपनी ब...

  • डॉक्टर ने दिया नया जीवन

    डॉक्टर ने दिया नया जीवनएक डॉक्टर बहुत ही होशियार थे ।उनके बा...

  • आई कैन सी यू - 34

    अब तक हम ने पढ़ा की लूसी और रोवन उनके पुराने घर गए थे। वहां...

Categories
Share

લોહીનો ‌ડાઘ - પ્રકરણ 10

સુહાગરાત.!
માનવી ના જીવન માં કાંઈ કેટલાંય સ્વપ્નો લઈને આવે છે
સુહાગરાત.હા.હીરાની આજે સુહાગરાત હતી.બિન અધિ ક્રૃત રીતે તો હીરો અને નીતા કેટલીયે સુહાગરાતો મનાવી ચૂક્યાં હતાં.પરંતુ સમાજની દ્રષ્ટિએ તો આ તેમની સુહાગરાત જ હતી ને.!
રાત્રિના નવ વાગ્યા હતા. પોતાના લગ્ન પ્રસંગે હિરો પોતાના નવા થયેલા દોસ્તોને ઇંગલિશ શરાબની પાર્ટી આપી રહ્યો હતો તેઓ ગામથી થોડે દૂર આવેલા મંગાના મકાનમાં ચાર પાંચ દોસ્તો ભેગા થઈ પાર્ટી મનાવી રહ્યા હતા. મંગો ઘરમાં એકલો જ રહેતો હતો. કારણ કે લગ્નના ત્રીજા વર્ષે મંગા ને શરાબ પીવાનો વારંવાર વિરોધ કરતી પત્નીને ,તેણે નશામાં એક દિવસ ગળે ટૂંપો આપીને મારી નાખી હતી .તેથી આ પંથકમાં બીજી વખત એને કોઈ છોકરી આપી પોતાની છોકરીનો ભવ બગાડવા કોઈ તૈયાર ન હતું .આમ તો મંગાના પિતા વારસામાં લાખો રૂપિયાની મિલકત મૂકી ગયા હતા. પરંતુ આ 10 વર્ષના ગાળામાં શરાબ પાછળ તેણે બધું જ વેચી માર્યું હતું. માત્ર રહેવા પૂરતું આ એક મકાન જ બચ્યું હતું તેમની પાંચ જણની ટુકડીએ અત્યાર સુધીમાં છ બોટલો તો ખાલી કરી નાખી હતી .સાતમી બોટલ હાથમાં લેતા હીરો બોલ્યો "પીઓ ...પીઓ...યાર..!પીઓ ...!"આજ તો પેટ ભર કે પી લો !આજ તો તુમ્હારે દોસ્ત કી શાદી કી ..પાર્ટી હૈ ! કાં જાબુ ?"
જાંબુ ટેબલ પર પડેલો ભરેલો ગ્લાસ હાથમાં લેતા બોલ્યો "હા યાર.. બડા મજા હૈ પેટ ભર કે પીને મે..! વરના .ક્યા રખા હૈ ઇસ જીને મે ?" મંગો ખાલી ગ્લાસ હીરા તરફ ધરતાં બોલ્યો ."યે જામ ...પે જામ હો જાય.. તેરી સુહાગરાત પે ચાર ચાંદ લગ જાયે ...!"
"અગર મારા લાયક કામ પડે તો કહેજો દોસ્તો , દોસ્તી ની ખાતર જાનની બાજી લગાવી દઉં ન તો મારું નામ હીરો નહીં ."હીરો ગ્લાસ મો એ ધરતા બોલ્યો.
" એ હીરીયા ,તારા માટે પણ તું કાંઈ નથી કરી શકતો. તો પછી દોસ્તો માટે તું શું કરી નાખવાનો હતો હે ?"મંગાએ શરાબ નો ઘુટ ભરતા મોકો જોઈને મમરો મુક્યો .મંગા કાકા સંભાળીને બોલ ,હું કોણ ?'હું મોહનનો હીરો .. !બતાવ દુશ્મન ..! જો આધડીએજ એના આજ કટારથી અભી કટકા ન કરું ,તો મને ફટ-કે..જે ..!હીરા ઉપર શરાબ પૂરેપૂરો ચડી ગયો હતો . "હીરા તું તો હજુ છોકરું છે એટલે તને બધી ક્યાંથી ખબર હોય ? અને ક્ષણે કટકીને હીરાના હાવભાવ જોઈને મંગો આગળ બોલ્યો."આ શેઠ કાંતિલાલે તમારી જમીન સાવ મફતમાં પડાવી લીધી છે તેની તને ખબર છે ?". "અમારી જમીન અને એ પણ એ શે...ઠિ...યાએ .પડાવી લીધી ?કેવી રીતે ?"હીરો બોલ્યો "ગામ પાસેના કાચામાં અત્યારે હાલ શેઠનો બોર રહ્યો એ ખેતર મૂળ તો તમારું જ છે .તારા દાદા ના બારમા માં શેઠે 5,000 માં સાવ મફતમાં પડાવી લીધું છે.!"મંગાએ આંખો ઝીણી કરતાં વાત કરી . "એમ વાત..છે..?' એ ડુંગળાની આ હિંમત ...!" કહેતા હીરાએ ખાલી બોટલનો જમીન ઉપર છૂટો ઘા કર્યો .અને હાથમાં કટાર લેતા બોલ્યો . "તો જોઈ લો ત્યારે આજે તો આ હીરાનું પાણી ...!'
"અલ્યા આજે તો તારી પરણ્યા ની પહેલી રાત છે .અને ઘેર વહુ વાટ જોતી હશે. માટે આજે જોજે કંઈ આડુ- અવળું કરતો !" મંગો બોલ્યો. પરંતુ એ બધું ગણકાર્યા વિના જ હીરો લથડથી ચાલે મંગાના ઘરની બહાર નીકળ્યો જેઠ વદ-ચૌદશની કાળી રાત ધીમે ધીમે વહી રહી હતી. આકાશમાં નૈઋત્ય ખૂણા તરફથી વાદળાં ચડી આવ્યાં હતાં જોરદાર પવન ફૂંકાવવા લાગ્યો હતો. વીજળીના ચમકારા અને કડાકાથી વાતાવરણ ભય ભરેલું લાગતું હતું. રાત્રિના 11::00 વાગ્યા હતા. લોકો સૂઈ ગયા હતા .
એક હાથ માં કટાર પકડીને હીરો લથડથી ચાલે પોતાના ઘર ભણી જઈ રહ્યો હતો .તેના મગજમાં વિચારો ઘૂમી રહ્યા હતા." જમીને અમારી ,ને તે પણ શેઠ કાંતિલાલ પડાવી લીધી ?'ને તે પણ સાવ મફતમાં ?" તે પોતાની જાતને ધિકકારવા લાગ્યો ."ફટ છે હીરીયા તારા જીવતરમાં !તમારી જ જમીન ,તારા જીવતે જીવ બીજો કોઈ પડાવી લે !' ને તું હાથ ઉપર હાથ ઘસીને બેસી રહે ?'ધૂળ છે તારા જીવ્યામાં !". શેઠ કાંતિલાલ ના બંગલા આગળ આવીને તે અટકઓ,શરાબથી છલકની એક નજર બંગલા ઉપર નાખી. ને બીજી નજર તેનાથી થોડે દૂર ઊભેલા પોતાના બંગલા ઉપર નાખી. હીરાને યાદ આવ્યું કે આજે પોતાની' સુહાગરાત 'છે નીતા પોતાની રાહ જોઈને જાગતી જ બેઠી હશે .અને તેણે પોતાના બંગલા તરફ પગ ઉપાડ્યા ચાર -પાંચ ડગલા ચાલીને અચાનક કાંઈક યાદ આવ્યું હોય એમ, એ' અટકી ગયોઃ "એ શેઠિયાના બચ્ચાનો તો આજે જ હિસાબ ચૂકતે કરી દેવો જોઈએ !" એમ બબડીને તેણે પોતાના ઘરને બદલે કાંતિલાલના બંગલા તરફ પગ ઉપાડ્યા . બંગલામાં કોણ ક્યાં સૂતાં છે જેની તેને બધી ખબર હતી. કારણ કે તેમના અને કાંતિલાલના કુટુંબ વચ્ચે ઘર જેવો સંબંધ હતો.લથડતી ચાલે તેણે બંગલામાં પ્રવેશ કર્યો .દરવાજાની બહાર બે નોકરો ભરઊંઘમાં ઘોરતા હતા તે આગળ વધ્યો .મુખ્ય ખંડમાં શેઠાણી નિરાંતે સૂતાં હતાં હીરાએ પશ્ચિમ દિશાએ આવેલા એક રૂમ ઉપર નજર ફેરવી .શેઠના દીકરાના રૂમનું બારણું પણ બંધ હતું. ને એક હાથે સીડીઓનો કઠેડો પકડતો પકડતો હીરો ઉપરના માળે પહોંચી ગયો. કાંતિલાલના રૂમની લાઈટ ચાલુ હતી .પરંતુ બારણું બંધ હતું હીરાએ હતી એટલી તાકાત વાપરીને બે હાથ વડે બારણા ને જોરથી ધક્કો માર્યો. અને બારણું ખુલી ગયું .તે નીચે પડતાં માંડ- માંડ બચ્યો.મહાપરાણે ઉભા રહીને એણે બારણું બંધ કર્યું .ને અંદરથી સ્ટોપર વાસી લીધી‌. એવરેસ્ટ શેર કર્યું હોય તેમ હીરાની આખા રૂમમાં નજર દોડાવી .આટલા ખખડાટ છતાં પણ શેઠ આરામથી પથારીમાં સુતા હતા. પથારી પાસે જઈને એણે ત્રાડ જેવા અવાજે જોરથી બૂમ પાડી ."એ ..શે..ઠી.યા!' એના એક બે પડઘા પડીને રૂમમાં જ સમાઈ ગયા . કાંતિલાલ ઝબકીને બેઠા થઈ ગયા. તેમના હોસ ઉડી ગયા. પરંતુ સામે હીરાને જોઈને એમના જીવમાં -જીવ આવ્યો. શેઠને ખબર હતી કે હીરો અમદાવાદ ગયા પછી દારૂની લતે ચડી ગયો છે.એટલે આજે તેનાથી જરા વધારે પીવાઈ ગયું હશે .એટલે કદાચ ભાન ભૂલીને તેમના બંગલે જવાને બદલે ભૂલથી પોતાના બંગલે આવી ગયો હશે. એટલે તેમણે હીરાને ઠપકા ભર્યા સાદે કહ્યું "હીરા બેટા આજે તો તારે થોડું પીવું જોઈએ ‌આજે તો તારી 'સુહાગરાત 'છે ને ચાલ હું તને તારા ઘર સુધી પહોંચાડુ !"કહીને તેઓ હીરાનું બાવડું પકડવા આગળ વધ્યા .હીરો એક હાથે પલંગ પકડીને સ્થિર થવાની કોશિશ કરતા રોફથી બોલ્યો." એ આડી વાત છોડ શેઠિયા. પહેલા એ કહે, કે જમીન અમારી અને ખેડે તું?" તે સાવ મફતમાં પડાવી લીધી .આ ન્યાય કોનો ?" " એ બધો ન્યાય આપણે કાલે સવારે કરીશું લે ચાલ હું તને મુકવા આવું !"કહેતા કાંતિલાલે હીરા નું બાવડું પકડ્યું એક જોરથી આંચકો મારીને હીરા એ બાવડું છોડાવી દીધું .ને મ્યાન માંથી કટાર કાઢતાં બોલ્યો ."લુચ્ચા હજુ પણ તું મને બનાવવા માંગે છે ?'એના પહેલા તો હું જ તને ઠેકાણે પહોંચાડી દઉં !"અને હીરાનું આ વખતનું રૂપ જોઈને કાંતિલાલ થથરી ઉઠ્યા .તેમની હાથ જોડીને થર-થર ધ્રુજતા હીરાના પગ પકડતાં કહ્યું "તારી એ બધી જ જમીન અત્યારે જ તને આપી દીધી, હવે તો બસને !જા ભાઈ સાબ." અને પરિસ્થિતિ જોઈને લાગ જોઈને શેઠ બારણા તરફ ભાગ્યા. પરંતુ શરાબના નશામાં પણ હીરો શેઠ સ્ટોપર ખોલ તે પહેલાં ,શેઠની પાસે પહોંચી ગયો ને ઝભ્ભો પકડીને પાછા ખેંચતા બોલ્યો ."સાલ્લા ,હજુ પણ ભાગી જવું છે ?"અને તીક્ષ્ણ ધારવાળી કટાર વાળો હીરાનો જમણો હાથ ઊંચો થયો .શેઠને સામે મોત ભમતું દેખાણું. ને બીજી જ ક્ષણે હીરાએ કટારી કાંતિલાલની છાતીમાં ખૂપાવી દીધી .'ખ..ચાક !'અવાજ સાથે લોહીનો ફુવારો ઉડ્યો .ને બંધ બારી- બારણા ને દીવાલો ને ચીરતી કાંતિલાલ ની મૃત્યુચીસ રાત્રીના શાંત વાતાવરણમાં, પીપળીયા ગામમાં પ્રસરી રહી .
પાસે જ તરફડી રહેલા કાંતિલાલના દેહ ઉપર હીરા એ ક્રૂર નજર નાખી . ને "ખ...ચાક ! ખ...ચાક ! આવાજ સાથે કટારીના બીજા બે ઘા પેટમાં ઠોકી દીધા .છતાં શેઠનો દેહ હજુ થોડો થોડો ધ્રુજતો હતોં .એટલે હીરાએ હતી એટલી તાકાત વાપરીને કટારીનો વધુ એક ઘા છાતીમાં ઠોકી દીધો. કટારી હાથા સુધી શરીરમાં ખૂંપી ગઈ .કટાર કાઢવા હીરાએ બળ વાપર્યું ,પણ તે ન નીકળી .તેથી કટારી એમ જ છોડી દીધી . આ ધમાલમાં હીરાનાં કપડાં લોહી -લુહાણ થઈ ગયાં હતાં ,તેનું તેને ભાન પણ રહ્યું ન હતું .તેણે ચારે બાજુ નજર કરી.તિજોરી ઉપર જડેલા મોટા અરીસામાં તેની નજર ગઈ. પોતાના લોહી લુહાણ કપડાં જોઈને તેને ભાન થયું કે, પોતાના હાથે ખૂન થઈ ગયું છે . ને બીજી જ પળે તેનો શરાબ નો બધો જ નશો ઉતરી ગયોઃ શેઠનો તરફડાટ હવે શાંત થઈ ગયો હતો .હીરાએ ભાગવા માટે સ્ટોપરે હાથ દીધો .પરંતુ નીચેનો કોલ સાંભળીને તે થંભી ગયો. "દોડો -દોડો ,પોલીસને બોલાવો !"શેઠના રૂમમાંથી જ ચીસ આવી હોય એવું લાગે છે !"વગેરે અવાજો કોલાહલ માં પણ ચોખ્ખા સંભળાતા હતા . બહાર વીજળીના ચમકારા અને વાદળા નો ગળગળાટ ચાલુ થયો હતોં .અને ધીમો- ધીમો વરસાદ પણ હવે ચાલુ થઈ ગયો હતો. તેથી બંગલા નીચે જવામાં તેને હવે બીક લાગી .તેથી આ રૂમની ઉત્તર તરફની બારી ખોલી ,કંઈક દોરડું બાંધીને તેમાંથી લબડીને ત્યાંથી નીચે ઉતરીને ભાગી જવું તેવો મનસુબો તેણે કર્યો .એ જ વખતે તેની નજર ધાબાનું પાણી નીચે જવાની પાઇપ ઉપર ગઈ .જે બારી થી થોડે દૂર હતી પરંતુ સાહસ કર્યા વિના છૂટકો જ ન હતો. તેણે ધીરે રહીને પહેલા એક હાથે પાઇપ પકડી અને પછી બીજા હાથે તે પકડીને પાઇપે તે લબડી પડ્યો .બે ત્રણ હિંચકા ખાધા બાદ માંડ સમતોલન મેળવીને બંને પગ તેણે પાઇપ ઉપર ગોઠવ્યા .બરાબર એ જ વખતે વીજળીનો એક મોટો ઝબકારો થયો . રાત્રિના શાંત વાતાવરણમાં શેઠના બંગલા તરફથી આવેલ ચીસ ના અવાજ થી જાગી ગયેલો મોહન આકુળવ્યાકુળ બનીને પોતાના બંગલા ની અગાસી ઉપર આંટા મારી રહ્યો હતો. વીજળીના ઝબકારામાં પાઇપે લટકી રહેલ એ વ્યક્તિ ઉપર મોહનની નજર પડી અને તેને કંઈક અઘટિત ઘટના બન્યાનો વહેમ પડ્યો .ને તે દોડતો પગથિયા ઉતરવા લાગ્યો .એક સાથે ચાર -ચાર પગથિયાં કૂદતો તે નીચે આવ્યો. અને કાંતિલાલ ના બંગલા તરફ તેણે દોટ લીધી .આશરે દશ એક વાર નું અંતર રહ્યું હશે એ જ વખતે પેલી વ્યક્તિ ધબ દઈને પાઇપેથી નીચે પડી. મોહને બૂમ પાડી "ખબરદાર, ઉભો રહે નહીં તો મર્યો સમજ !" એ જ વખતે વીજળીનો મોટો ઝબકારો થયો. બ્રહ્માંડ ધ્રુજી ઉઠવું હોય તેવી મેઘગર્જના થઈ. સૂર્યપ્રકાશને પણ ઝાંખો પાડી દે તેઓ એક તેજ લિસોટો થયો મોહનની બૂમ નો અવાજ એ ગડગડાટમાં ભળી ગયો . ને દોડ્યા આવતા મોહનની આંખો ફાટી રહી ગઈ . વીજળીના ઝબકારામાં તેણે જોયું તો, તે 'ભાગનાર વ્યક્તિ બીજું કોઈ નહીં ,પરંતુ પોતાનો પુત્ર 'હીરો 'છે અને એ પણ લોહી લુહાણ કપડામાં ,મોહન ચકરી ખાઈ ગયો . તે પાઇપ પાસે જઈને ઉભો રહ્યો કંઈક અજાણ્યા ભય થી તે થર -થર ધ્રુજવા લાગ્યો‌. તેણે પોતાના બંગલા તરફ નજર નાખી હીરાના શહેન ખંડ ની લાઈટ ચાલુ હતી. એક અક્ષમાં તેણે ઘણું- બધું વિચારી લીધું. ને પછી બીજી જ પળે સડસડાટ કરતો પાઇપ વડે ઉપર ચડી ગયો. ને બારી વાટે થઈને કાંતિલાલના શયનખંડમાં પ્રવેશ કર્યો. અંદરનું દ્રશ્ય જોઈને તેની આંખો ક્રોધ અને વિસ્મય થી ફાટી ગઈ. પોતાના ભાઈબંધ કાંતિલાલ નો દેહ લોહી-લુહાણ હાલતમાં ફર્શ ઉપર પડ્યો હતો. ને કટારી તેમની છાતીમાં હજુ પણ ખૂપેલી જ હતી. રૂમની બહાર કોલાહલ વધતો જતો હતો. એકઠા થયેલા લોકોએ બારણું ધણું ઠોકયુ., છતાં ખૂલ્યું ન હોવાથી તેને તોડવા માટે બહારથી જોરથી ધક્કા મારતા હતા.મોહન શેઠના શરીર પાસે જઈને ઉભો રહ્યો .શેઠ, જીવે છે, કે મૃત હાલતમાં છે તેની ખાતરી કરવા તેમના ચહેરા ઉપર સહેજ ઝૂક્યો. ને બરાબર એ જ વખતે બહારથી જોર વધવાથી ધડામ દઈને બારણું તૂટી પડ્યું. લોહીના ખાબચિયામાં પડેલો શેઠનો મૃતદેહ અને મોહનને જોઈને લોકો હેબતાઈ ગયા .કળ વળી એટલે શેઠનો છોકરો અને બે -ત્રણ નોકરો લાકડીઓ લઈને મોહન ને મારવા ઘસ્યા. પરંતુ એટલી વારમાં તો પોલીસ ત્યાં આવી પહોંચી હોવાથી તેમને રોકી લીધા.
"ફટ... નમક હરામી..!હતી... વિશ્વાસઘાતી ! આ તે શું કર્યું? વગેરે અવાજો લોકોના ટોળા માંથી આવતા હતા જે શબ્દો સહન કરતો મોહન ચુપ ઉભો હતો .ઇન્સ્પેક્ટર મલ્હોત્રા ચાર કોન્સ્ટેબલ સાથે આગળ આવ્યો તેણે મોહનને હાથકડી પહેરાવી પહેરાવી દીધી . ત્યાર બાદ મલ્હોત્રાએ લાશ નું નિરીક્ષણ કર્યું. છાતીમાં કટાર,હજુ પણ ખૂપેલી હતી .કાંતિલાલના કુટુંબીજનોને શાંત રહેવાનું કહી ને લાશ ને એ જ હાલતમાં પીએમ માટે સરકારી દવાખાને પહોંચાડવાનો ,અને પંચનામુ કરવાનો આદેશ આપ્યો .હાથકડીઓ પહેરાવીને ભીડ વચ્ચેથી ઇન્સ્પેક્ટર મલ્હોત્રા મોહન ને પોલીસવાન તરફ લઈ જઈ રહ્યો હતો. ત્યારે મોહન ફાટેલા સાદે બરાડી રહ્યો હતો "સાહેબ મેં ખૂબ નથી કર્યું. ખરેખર હું આમાં કંઈ જાણતો નથી !" અડધી રાતે થયેલો કોલ સાંભળીને રૂડો ,રૂપા, મેવો અને બીજા કેટલાક લોકો ત્યાં દોડી આવ્યા હતા. પોતાના પતિને હાથકડી નાખીને પોલીસને લઈ જતી જોઈ રૂપા, ચીસો પાડી - પાડીને રડવા લાગી.અને કહેતી હતી."એમને શા માટે લઈ જાઓ છો સાહેબ ,એ કોઈનું પણ ખૂન કરે એવા નથી !" મેવા તથા રૂડા એ પણ મલ્હોત્રા પાસે જઈને સાક્ષી પૂરી કે "સાહેબ અમે એના જામીન છીએ, એ કોઈ દી કોઈનું ખૂન ન જ કરે .જરૂર આમાં કંઈક મોટો ગોટાળો થયો લાગે છે!" પરંતુ ઇન્સ્પેક્ટરનો એક જ જવાબ હતો "તમે અમારી જાતે જ લાશ પાસેથી તેની ગિરફતાર કર્યો છે ! અને ખૂન મોહને કર્યું કે બીજા એ ,તેનો ફેસલો કરવાનું અને સજા કરવાનું કામ અદાલતનું છે !'અમારે તો અમારી ફરજ બજાવી જ જોઈએ ."
પોતાને કોઈ જોઈ તો નથી જતું ને ? તેની ખાતરી કરવા હીરાએ એક ચોર નજર આજુ-બાજુ દોડાવી અને એજ હાલતમાં પોતાના બંગલામાં પ્રવેશ કર્યો. મુખ્ય ખંડ ની લાઇટ ચાલુ હતી .રૂપાની પથારી તેણે ખાલી જોઈ ,ધીમેથી તેણે લાઈટ ઓફ કરી .અને દાદરો ચડીને દબાતા પગલે પોતાના શયનખંડ પાસે આવ્યો .બારણા ને ધીમેથી થોડું ખોલીને અંદર ડોકિયું કર્યું. લાઈટ લેમ્પ ચાલુ હતો. બિચારી નેતા, સુહાગરાતે જ હીરાની રાહ જોઈજોઈને થાકીને સુઈ ગઈ હતી. હીરાને મનમાં સહેજ રાહત થઈ .રૂમમાં પ્રવેશીને ધીમે રહીને તેણે કપડાનું કબાટ ખોલ્યું .ને તેમાંથી બીજી જોડ નવા કપડાં કાઢ્યાં.નીતા એ પડખું ફેરવ્યું હીરાનો જીવ તાળવે ચોટી ગયો .ઝડપથી તેણે લોહીથી ખરડાયેલા કપડાં સૂટકેશમાં બંધ કરીને મૂકી દીધા. ને નવા કપડાં પહેરીને તૈયાર થઈ ગયો .અને પછી આસ્તેથી નીતા ના પલંગ પાસે ગયો . નિદ્રાધીન નીતાના કપડા ઊંઘમાં અસ્તવ્યસ્ત થઈ ગયાં હતાં .લાલ હોઠ અને ગોરા ચહેરા ઉપરની મેકઅપથી સજ અણીયાળી બંધ આંખો હમણાં જ ખુલી જશે તેવું હીરાની લાગ્યું‌ ને નીતાના મોં પાસે પોતાનું મોઢું લઈ જઈને હીરો ધીમેથી બોલ્યો ."નીતા ! શરાબની વાસથી ભર્યો ગરમ શ્વાસ નીતાના ચહેરાને સ્પર્શો અને તે જાગી ગઈ ."તમ ? ક્યારે આવ્યા ? કેમ આટલી બધી વાર લગાડી ?"નીતા એ જાગતો વેત જ પૂછ્યું.
" બે -ચાર દોસ્તો ભેગા થઈ ગયા હતા .એટલે મોડું થઈ ગયું. હીરો પલંગ ઉપર નીતા પાસે બેસતાં બોલ્યો. શરાબની દુર્ગંધ નીતાના નાકમાં ગઈ "કમસેકમ, આજે તો પીવાનું બંધ રાખવું હતું .તમને તો ખ્યાલ છે કે આજે તો આપણે સુહાગરાત છે ‌."નીતા ઠપકો આપવા બોલી .
"કહ્યું તો ખરું ને કે બે -ચાર દોસ્તો મળી ગયા હતા .અને પાર્ટી જેવું થઈ ગયું હતું તેમના આગ્રહ આગળ મારું કાંઈ ન ચાલ્યું ."હીરાની જીત લોચા મારતી હતી તેની આંખોમાં ભય ડોકાતો હતો. જે નીતા ની નજર બહાર ન હતું. "આજના સોનેરી દિવસે તમારા ચહેરા ઉપર ગભરાટ જેવું કેમ લાગે છે ? શું કોઈ પ્રોબ્લેમ છે !" નીતા હીરાની આંખો સામે જોતાં બોલી . "ના રે ના ,પ્રોબ્લેમ શું હોય ?'એ તો આજે થોડું લિમિટથી વધારે લેવાઈ ગયું છે ને, એટલે તને એવું લાગતું હશે ."હીરો ગભરાટ છુપાવવા હસવાની કોશિશ કરતાં બોલ્યો બરાબર એ જ વખતે દૂરથી આવતો કોલાહલ નીતા ના કાને પણ પડ્યો. અને તે હીરા તરફ જોઈને બોલી "આટલી મોટી રાતે શાનો હશે આટલો બધો કોલાહલ?' શું કોઈ ઝઘડ્યું છે તે પછી બીજું કંઇ હશે!"
"ભગવાન જાણે !" હીરો નીતા સામેથી નજર હટાવી લેતા બોલ્યો . કોલાહલ વધ્યો હોવાથી નીતા બારી પાસે ગઈ ને બારી ખોલીને તે તરફ તેણીએ નજર નાખી . સ્ત્રી અને પુરુષોના ટોળા વચ્ચે એક સ્ત્રી ચીસો પાડી પાડીને ને કંઈક કહી રહી હતી . "જુઓ ! જુઓ ! પેલાં તો બા'હોય એમ નથી લાગતું ?'ને અવાજ પણ લગભગ એમનો હોય એવું લાગે છે ."નીતા ગભરાયેલા સાદે એ તરફ ઓગળી ચિધતા બોલી. હીરો પણ ઝડપથી બારી પાસે આવ્યો અને એક ક્ષણ ટોળાને જોતો રહ્યો. ને પછી બોલ્યો"લાગે તો છે બાજ !"તું અહીં રહે શું મામલો છે તેની હું ભાળ કાઢતો આવું ."કહે તો હીરો સડસડાટ પગથિયાં ઉતરતો તે નીચે દોડ્યો .હીરાને દોડતો આવેલો જોઈને ટોળાએ એને જગ્યા કરી આપી .તે આવીને ચીસો પાડતી રૂપાને બાઝી પડ્યો અને બોલ્યો "શું છે મા ? આ બધી જ ધમાલ શાની છે ?તું ચીસો કેમ પાડે છે ?". "બેટા, તારા બાપુને વગર ગુને પોલીસ, પોલીસ થાણે દોરીને લઈ ગઈ છે !" રૂપા ડૂસકાં ભરતાં માંડ માંડ બોલી . "શેઠ કાંતિલાલ નું ખૂન થઈ ગયું છે .અને તારા બાપુ લાશ પાસે જ ઉભા હતા .એટલે પોલીસ એમને પકડી ગઈ છે !" ટોળામાંથી એક જણે ખુલાસો કર્યો . "ખોટી વાત મારા બાપુએ આ ખૂન નથી કર્યું" કહીને હીરાએ પોલીસ સ્ટેશન તરફ પગ ઉપાડ્યા. પરંતુ બે -ચાર ડગલાં ચાલીને તે અટકી ગયો પોલીસ સ્ટેશને જવામાં કોણ જાણે કેમ અજાણ્યા ભય થી તે ગભરાઈ ગયો .તે પાછો રૂપા પાસે આવ્યો અને સાંત્વના આપતો બોલ્યો "મા તુ છાની રહે અને અત્યારે ઘેર ચાલ, ગમે તે કરીને પણ હું મારા બાપુને કાલ સાંજ સુધીમાં તો જરૂર છોડાવી દઈશ બસ !"બીજા સમજુ માણસોએ પણ હીરાની વાતને સમર્થન આપ્યું કે અત્યારે રાત્રે પોલીસ સ્ટેશન માં જવાથી કાંઈ ફાયદો નથી. સવારમાં જઈને જવાબો લખાવીને મોહનને છોડાવી દઈશું .
આ સમય દરમિયાન નીતા પણ ત્યાં આવી પહોંચી હતી તેણી એ આ વાત જાણી ત્યારે માથે વીજળી પડી હોય તેઓ આંચકો લાગ્યો. પોતાની સુહાગરાતે જ પોતાના સસરા ના હાથે જ શેઠ નું ખૂન..!' હીરો તો કહેતો હતો કે પોતાના પિતાજી શાહુકાર, દયાળુ અને ભગવાનનું માણસ છે .તો પછી આવું કેવી રીતે થયું પોતાની સુહાગરાત 'ગોઝારી રાત'માં પલટાઈ ગઈ હતી
*. *. *
જેલની કોટડીમાં મોહન નત મસ્ત કે બેઠો હતો .તે ઊંડા વિચારોમાં ખોવાયેલો હતો પોતાને હવે શું કરવું ? પોલીસ જવાબમાં શું લગાવવું તેની તેને કંઈ સૂઝ પડતી ન હતી. એ વાતની તો એને ખાતરી જ હતી કે ,શેઠ કાંતિલાલ નું ખૂન પોતાના પુત્ર હીરા એ જ કર્યું છે.પોતાની સગી આંખે લોહી લુહાણ કપડે હીરાને બારીમાંથી નીકળતો અને ભાગતો તેણે જોયો હતો .ને શેઠના શરીરમાં ખૂબી રહેલી એ કટારી પણ હીરાની જ હતી .જે તેમણે ઓળખી હતી .તો શું પોલીસને સામે કહી દેવું કે શેઠનુ ખૂન પોતાના પુત્ર હીરાએ જ કર્યું છે એ ?' કેટલાક મનોમંથનના અંતે તેનો માંહલો પોકારી ઊઠયો."ના-ના !એવું તો ન જ કરાય. એવું તો ન જ થવા દેવાય !'આમેય પોતે સંસાર માણવામાં હવે કંઈ બાકી રાખ્યું નથી .જીવનમાં પોતે તડકો -છાયો પણ ઘણો જોયો છે .સંસાર- જીવન, પુત્ર -પરિવાર બધું જ પોતે માણી ચૂક્યો છે. ને જો પોતે હીરાનું નામ દઈ દે, તો' ગઈકાલે જ પરણીને સાસરે આવેલી' નીતા 'અને હીરાના સંસાર જીવનનું શું ?ખીલતા ફૂલને કરમાવવા કરતાં પાકેલા ફળને ખરવા દેવામાં શું વાંધો ? બહુ -બહુ તો પોતે ખૂન કર્યું છે એવી કાળી- ટીલી પોતાને લાગશે જ ને ! અને એ કાળી- ટીલી સહીને પણ, પોતાના પુત્રની જિંદગી બચાવી લેવી તેઓ તેને 'મહાન 'નિર્ણય કર્યો. બીજા દિવસે પોલીસ તપાસમાં મોહને સામેથી જ કબૂલી લીધું કે "શેઠ કાન્તિ લાલ નું ખૂન મેં જ કર્યું છે .અને ઉપરથી પુરાવા પણ બધા સચોટ હતા .નજરે જોનાર સાક્ષીઓ કહેતા હતા કે અમે બારણું તોડ્યું ત્યારે મોહન શેઠની લાશ પાસે જ ઉભો હતો ત્યાં હાજર બીજું કોઈ ન હતું .પોલીસે ઘણી ઉલટ -તપાસ કરી છતાં મોહન એ વાત માથે મક્કમ રહો કે 'હા શેઠ કાંતિલાલ લાલ નું ખૂન મેં જ કર્યું છે .એ 'એક જ વાક્ય સતત હટ્યા કરતો હતો . બીજા કોઈ જવાબ આપતો ન હતો. ખૂન શા માટે કર્યું ? કેવી રીતે કર્યું ?વગેરે પોલીસના સવાલો નો જવાબ તે મૌનમાં જ આપતો હતો. તેને મનમાં ઊંડે- ઊંડે ડર હતો કે ભૂલમાં કંઈક આડુ અવળું બોલાઈ ગયું .અને પોલીસને શંકા પડી, તો આ પોલીસવાળા તો બહુ જ ચાલાક હોય છે.અને એક એક કડીનો પીછો કરીને ઠેક હીરા સુધી પહોંચી જાય તો નવાઈ નહીં .તો- તો બધી કરેલી મહેનત ધૂળમાં મળી જાય .અને પોતે હીરા માટે જિંદગીની ખેલેલી બાજી ઉંધી વળી જાય .અને એક માત્ર મૌન જ એનો અત્યારે ઉપાય હતો. ને આમ કાચા કામના કેદી તરીકે મોહન જેલમાં દાડા કાપતો હતો.
પરંતુ શેઠના પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ કંઈક જુદો જ હતો. ડોકટરી રિપોર્ટ અને ફોરેન્સિક રિપોર્ટ બંનેને ભેગા કરીને તપાસમાં બહાર આવ્યું હતું કે શેઠ ની લાશ માં ખૂપેલી કટારીના હાથા ઉપર ક્યાંય પણ મોહનના હાથ ના ફિંગર પ્રિન્ટ ના નિશાન ન હતા .તે ઉપરાંત પંચનામા ઉલ્લેખ હતો કે રૂમમાં ઘણી જગ્યાએ લોહીના ફુવારા છૂટેલા હતા. પરંતુ આશ્વર્ય ની વાત એ હતી કે મોહનના કપડે એક પણ લોહીનો ડાઘ ન હતો .ને રૂમના બારણા ની અંદરની સ્ટોપર ઉપર પણ નહીં મોહનના કે નહીં શેઠ નાં પરંતુ કોઈક ત્રીજી જ વ્યક્તિના હાથની આંગળીના ફિંગર પ્રિન્ટના નિશાન હતાં .
ડી.એસ.પી . ખન્ના અત્યારે વાર્ષિક ઇન્સ્પેક્શન માં સ્પેશ્યલ આ પોલીસ સ્ટેશનની મુલાકાતે આવ્યા હતા. તેઓ અને ઇન્સ્પેક્ટર મલ્હોત્રા ઓફિસમાં બેસી આ કેસની ચર્ચા કરી રહ્યા હતા. સર આ કેસમાં મને કંઈક રહસ્ય હોય એવું લાગે છે .ઇન્સ્પેક્ટર મલ્હોત્રા એ પોતાની ધારણા રજુ કરી ."એમ તમે શા અનુમાનથી કહીં શકો ?" ડી.એસ.પી . ચા નો ઘૂટ ભરતાં બોલ્યા. " સર, ધરપકડ કરેલા આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જ નથી. ને મરનાર સાથે તેને કોઈ અંગત વેર ઝેર કે અદાવત પણ નથી ને પોતે શા માટે આ ખૂન કર્યું છે અને કેવી રીતે કર્યું છે એનો પણ કેદી કોઈ જ જવાબ આપતો નથી. " અચ્છા વાત એમ છે, બીજું કાંઈ ?" ડીએસપી ચા નો કપ ટ્રેમાં મુકતાં બોલ્યા . "વધુમાં સર અમો અંદર ગયા ત્યારે રૂમની બારી ખુલ્લી હતી .આરોપીએ ઈચ્છું હોત તો તે ત્યાંથી ભાગી શક્યો હોત .ને સર ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ તો એ છે કે ફોરેસ્ટિક રિપોર્ટ પ્રમાણે બારણાની સ્ટોપરના, કટારીના હાથાપરના અને બારી અને પાછળની પાઇપલાઇન ઉપરના ત્રણેય જગ્યાએ ફિંગર પ્રિન્ટ ના નિશાન એક જ વ્યક્તિનો છે. ડીએસપી વિચાર માં પડી ગયા ને બોલ્યા "તો તો કદાચ, બીજી વ્યક્તિ પણ આ ખૂન સાથે સંકળાયેલી હોઈ શકે. અને એક ક્ષણ અટકીને તેમણે આગળ ચલાવ્યું "મલ્હોત્રા કાનુન નો સિદ્ધાંત છે કે ,સો ગુનેગાર ભલે છૂટી જાય. પરંતુ એક પણ નિર્દોષને સજા થવી ન જોઈએ. આ આખા કેસની સ્પેશિયલ તપાસ હું તમને સોપુ છું .મને વિશ્વાસ છે કે આમાં સાચો ગુનેગાર કોણ છે તે શોધીને આપ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી બતાવશો .ત્યારબાદ કેટલીક ઔપચારિક વાતો કરીને બંને ઓફિસરો છુટા પડ્યા .
આ ઘટનાથી મોહનના ઘરની આબરૂને મોટો ફટકો પડ્યો હતો. નીતા ઘેર આવી તે પ્રથમ રાતે જ આ ઘટના બની હોવાથી ગામમાં નીતાને છુપી રીતે સહુ ભમરાળી વહુ કહીને ઓળખવા લાગ્યા હતા .તો કોઈ વળી જે દિવસે મોહનના ઘરમાં લાજ વગરની વહુએ પગ મૂક્યો એ જ દાડે મોહનના ઘરની બધી જ આબરૂ લૂંટાઈ ગઇ તેમ કહેતા હતા. ને ધીમે ધીમે મોહનના ઘર તરફનો લોકોના પ્રેમ લાગણી અને વિશ્વાસ આ બધું ધીમે ધીમે ઘટી ગયું. મોહનના ઘર તરફ હવે સૌ લોકો શંકાની અને અવિશ્વાસની નજરે જોવા લાગ્યા હતા. ગામના સારા અને આબરૂદાર ગણાતા માણસોનું તે ઘેર આવવું પણ હવે બંધ થઈ ગયું હતું .મોહનની ગેરહાજરીમાં રવજી અને સુરેશે પણ હીરા પાસે ધીમે ધીમે આવવાનું બંધ કરી દીધું હતું . હા ,નવા થયેલા હીરાના શરાબી દોસ્તો, ઘણી વખત તેને ઘેર નજરે ચડતા હતા.લગ્ન પહેલાં રૂપાએ ઘણાં સ્વપ્ન સજાવી રાખ્યાં હતાં.ધણા અરમાન બાંધ્યા હતા. કે 'હીરાની વહુ આવશે એટલે પોતાને ઘરકામમાંથી સંપૂર્ણ ફુરસદ મળશે. ને એ નવરાશની પળોમાં પોતે પ્રભુ ભજન કરશે, હીરાના બાળ ગોપાલને રમાડશે ,ને પોતાના પતિદેવની સેવા કરવામાં બાકીની જિંદગી પસાર કરશે .પરંતુ એ તો માત્ર સ્વપ્ન જ રહી ગયા હતા . નીતા ઘેર આવી તે રાતે જ પતિ જેલમાં પુરાણો હતો. નીતા દરરોજ સવારે લગભગ 8:00 વાગે ઉઠી એક કલાક બ્રશ કરવું, નિત્યક્રમ અને સ્નાન વિધિ કરવામાં તે વીતાવતી,ને લગભગ નવે'ક વાગે છે તૈયાર થઈને પોતાના રૂમમાંથી બહાર આવતી .ચા બનાવવી વાસણ ધોવા ,રસોઈ બનાવવી એ બધું જ કામ હજુ તો રૂપાને જાતે જ કરવું પડતું હતું .તેને મનમાં હતું કે પોતાની જોઈને પોતાનામાંથી કંઈક પ્રેરણા લઈને' વહુ 'મોડીવહેલી કામે વળગીને, બધું જ કામ-કાજ જાતે સંભાળી લેશે. પરંતુ ઘણો સમય વીત્યો છતાં રૂપાની એ આશા ઠગારી નીવડી હતી.
નીતા તો દરરોજ હીરાને લઈને પાસેના મોટા શહેરમાં જઈને ફિલ્મ કે નાટકો જોવામાં જ સમય પસાર કરતી. અને ત્યાંથી ખરીદી પણ ધૂમ કરી લાવતી .દરરોજ સવારે તે એક કલાક તો' મેકઅપ 'કરવામાં ગાળતી કોઈ મહેમાન આવે તો તેમની સામે જ સોફામાં બેસી જતી હતી .ને મહેમાનો સાથે મુક્ત પણે વાતો કરતી .ચા કે રસોઈ તો રૂપા ને જ બનાવવી પડતી .પરંતુ દરેક વસ્તુની હદ હોય છે. એ પ્રમાણે રૂપાની સહનશક્તિની પણ હવે હદ આવી ગઇ હતી . એક દિવસ આશરે 8:30 વાગે રૂપા ચા પાણીથી પરવારી મુખ્ય ખંડમાં બેસીને શાક સમારી રહી હતી એ જ વખતે નીતા, ઉપરના માળેથી બ્રશ કરતી કરતી નીચે આવી એટલે રૂપા સહેજ ઠપકા ભર્યા સાદે બોલી "વહુ બેટા, થોડા વહેલા જાગતો હો તો ? જુઓને દાડો તો કેટલો ચડી આવ્યો છે ?" "મારા પપ્પાને ત્યાં મોડા જાગવાની ટેવ પડી ગઈ છે ,એટલે એ ટાઈમે જ જગાશે ."નીતા બ્રશ કરતાં -કરતાં બેપરવાહીથી બોલી.
"પરંતુ બેટા, ત્યાં તું એક દીકરી હતી ,જ્યારે અહીં તું 'વહુ છો ."રૂપા બોલી. ને આગળ ચલાવ્યું "અમે તારી ઉંમરના હતા ત્યારે તો સાસરીમાં પરોઢે ઊઠીને દી ઊગતાં સુધીમાં તો બે પાલી દરણુ દળી નાખતા .અને છાણ -ઓખા પણ કરી નાંખતાં.". "હું અહીં દરણુ દળવા કે છાણ ઓખા કરવા નથી આવી ."નીતા બ્રશ કરીને મોં લૂછતાં બોલી.
"છાણ -ઓખાનું તને કોણ કહે છે ? પણ આ ચા- પાણી કે રસોઈ જેવું સામાન્ય કામ તો તારાથી થઈ શકે ને !"રૂપા શાક સમારતા -સમારતા જ બોલી .
"એ કહેનારો મારો હસબન્ડ બેઠો છે .તમારે દોઢા થવાની જરૂર નથી !"કહી ને નીતા એ ઉપરના રૂમ તરફ પગ ઉપાડ્યા . "અત્યાર-અત્યારમાં શું છે નીતા ?" હીરો ઉપરના રૂમમાંથી આંખો ચોળતા-ચોળતા નીચે ઉતરતાં બોલ્યો .હીરાને જોઈને નીતા પાછી ફરી અને રડવા લાગી. ને રડતા રડતાં બોલી "આ જુઓ ને , બા મને જેમ આવે તેમ બોલે છે .અને કહે છે કે બધા જ કામ હાલ ને હાલ કરી નાખ ! હું તો તમારી વાઈફ છું, કે નોકરાણી ?"
"અરે હાય હાય બા !આ વહુ તો જુઓ સામેથી કેવી ગળે પડે છે ! મેં એને ક્યાં કે હું કહ્યું છે કે બધા કામ તો કરી નાખ ? મેં તો એને કીધું કે ચા પાણી કે રસોઈ કરવામાં મદદ કરે તો સારું ."રૂપા વચમાં જ બોલી . હીરાએ એક નજર આંસુ લૂછતી નીતા તરફ નાખી. અને પછી બોલ્યો "મા એ બિચારીને તું વગર વાંકે શા માટે હેરાન કરે છે, અને રડાવે છે?" અને એક ક્ષણ રહીને તેણે ઉમેર્યું." અને તને પણ કોણ કહે છે કે આખો દિવસ કામ કર્યા કર. હજાર વખત કહ્યું છે ,કે 'કામની ખેંચ પડતી હોય તો એક નોકરાણી રાખીલે ને !"ને નીતા તરફ જોઈને હસતાં- હસતાં બોલ્યો "મારા બા ,જરા જુનવાણી છે એટલે એમને કામ વિના ચેન નથી પડતું . એમાં તું માઠું લગાડીશ !"અને બંને ઉપરના રૂમમાં ચાલ્યાં ગયાં. તે દિવસથી સાસુ વહુની સાથે જ મા -દીકરાના દિલનું અંતર પણ વધતું જ ગયું વધતું જ ગયું .અને એ અંતર હવે એટલું વધી ગયું કે એક જ ઘરમાં રહેતો હોવા છતાં વહુ દીકરા સાથે રૂપાનું બોલવાનું પણ બંધ થઈ ગયું. ને હવે તો તેઓ ચા પાણી અને રસોઈ પણ પોતાની રીતે અલગ- અલગ કરવા લાગ્યા. બિચારીરૂપા, આખો દિવસ ઘરમાં કાંઈક ને કાંઈક કામ કર્યા કરતી .અને પોતાનો પતિ નિર્દોષ છુટે એવી સતત ભગવાનને પ્રાર્થના કર્યા કરતી .પરંતુ પોતાના પતિ મોહને 20- 20 વર્ષ સખત કાળી મજૂરી કરીને, કમાઈને જે ભેગું કર્યું હતું તે આમ શરાબ- સિનેમા અને મોજ શોખ પાછળ પાણીની જેમ વપરાતું અને ખોટા રસ્તે વેડફાતુ જોઈને રૂપાનું કાળજુ કપાઈ જતું હતું .પરંતુ મજબૂરી ની મારી તે કંઈ પણ બોલી શકતી ન હતી કે કંઈ કરી પણ શકતી ન હતી .તેની દશા ન કહી શકાય કે ન સહી શકાય એવી હતી .નીતા એ પણ હવે તો હદ કરી નાખી હતી .સામાન ,કોઠાર ,વાસણ બધા જ રૂમો ની ચાવીઓ તે પોતાની પાસે રાખતી હતી. નીતા એ મનમાં નક્કી કર્યું હતું કે પોતાની સાસુને જે કાંઈ જોઈએ તે પોતાની પાસે આવીને કરગરી ને યાચના પૂર્ણ સાદે , આજીજી કરીને પોતાની પાસે માગે, તો જ તેમને આપવું . એમ મંગાવવામાં કોણ જાણે કેમ ,એક પ્રકારનો છૂપો આનંદ તેને આવતો હતો.
રૂપા એ સુખ અને દુઃખ જિંદગીમાં ધણાં જોયાં હતાં. છતાં ગમે તે પરિસ્થિતિમાં તેણીએ સન્માન છોડ્યું ન હતું. પોતાનું અને પતિનું કમાયેલું દીકરાની વહુ પાસે ભિખારીની જેમ માગવું પડે તે તેને હરગીજ મંજૂર ન હતું. અને હીરાને તો નીતા એ જાણે કે એવો મંત્રી દીધો હતો કે ,તે તો 'મૂક સાક્ષી બનીને આ બધો તમાશો જોયા કરતો હતો. પરંતુ નીતાને એક પણ શબ્દ તે કહી શકતો ન હતો. પોતાના પિતાને છોડાવવા હીરાએ 10,000 રૂપિયા આપીને વકીલ રોક્યો હતો .એણે દિલાશો આપ્યો હતો કે ,મોહન પોતાનો જવાબ જો બદલે અને ગુનો કબૂલ ન કરે તો જરૂર તેને છોડાવી શકાશે !" પરંતુ જેલમાં મળવા હજુ હીરો ગયો ન હતો. જાણે કે કોઈ અજાણ્યા ભય થી તેના પગ ત્યાં જતા ધ્રુજતા હતા‌. અને છેવટે એક દિવસ એ ઘરમાં ભારેલો અગ્નિ ભભૂકી ઉઠયો.બન્યું એવું કે નીતા કોઠારમાંથી સીધું સામાન લઈને કોઠાર બંધ કરવા જતી હતી. એ જ વખતે રૂપા ત્યાં આવી ને નીતાને કહ્યા વગર જ પોતાને જોઈતું સીધું લઈને ચાલતી થઈ . રૂપાને થોડે દૂર નીકળવા દઈ કોઠાર વાસતા નીતા બબડી ."એક તો આ ડોસલી ઘરમાંથી ટળી હોત તો ,કાયમનું સુખ થાય !"રૂપાને કાને તે શબ્દો પડ્યા તે પાછી ફરી અને બોલી "વહુ, મોં સંભાળીને બોલ ,હજુ તો મારું અને મારા ધણીનું કમાયેલું ખાવું છું .તું નથી કઈ તારા બાપને ઘેરથી ઉપાડીને અહીં લાવી !" ખબરદાર જો કોઈ દિવસ મારા બાપનું નામ લીધું છે તો,મારાથી ખરાબ બીજું કોઈ નથી હા !" નીતા નો રોષ ભભુકી ઉઠયો. "હા -હા તારાથી ભૂંડું કોઈ નથી ત્યારે તો આ ઘરનું બધું જ ભૂંડું થવા બેઠું છે ને !"રૂપાએ પણ જાણે કે આજે સંયમ ગુમાવી દીધો હતો.
"જો હું ભૂંડી હોઉતો તું પણ જાને ,તારો ધણી ગયો ત્યાં!" નીતા નફફટ થઈને બોલી . અને રૂપાનું મગજ ગયું તે બોલી "તું જ ભમરાળી છો રાડ ! જે દિવસે થી આ ઘરમાં પગ મુક્યો .તેજ દિવસ થી આ ઘરની આબરૂની ધૂળ ઉડવા માંડી છે ."રૂપા આજે જાણે કે ભાન ખોઈ બેઠી હતી. બહારથી આવી રહેલ હીરો ઝઘડો સાંભળવા એક મિનિટ બારણામાં જ ઉભો રહ્યો . ને પછી અંદર આવતાં બોલ્યો "શું છે મા ? તુંય શું બિચારી નીતા ની પાછળ લાગી ગઈ છો ! તારે તો અમારો સંસાર ચાલવા દેવો છે કે નહીં ? "એક તો મારા પીટ્યા આ રાડવા હીરીયા એ જ એને ફટવી દીધી છે !"રૂપા આંસુ લૂછતાં બધો જ ગુસ્સો હીરા ઉપર ઠાલવતાં બોલી .અને આગળ હૈયા વરાળ ઠાલવી "પોતાની સગી મા ને નોકરાણી ની જેમ રાખે છે તો પણ એક અક્ષરે કહેતો નથી !" ને પછી પોતાના કિસ્મતને દોષ આપતા રડતા -રડતા બોલી" હે ભગવાન આના કરતા તો મારા પેટ પથરો પાક્યો હોત તો સારું, માથે લુગડા ધોઈને તો મન મનાવી લેત !"રૂપા અને નીતાના ઝઘડામાં હીરાને હંમેશા રૂપાનો જ વાંક દેખાતો ‌. પોતાની બા ના કડવા વેણ સાંભળી હીરાનો મિજાજ ગયો ."પડી રહે તું ,તારા તારા ઘરને ઝાલીને ! અમે બને તો બહાર ગમે ત્યાં જઈને કમાઈ લઈશું ." ને પછી નીતા તરફ ફરતાં બોલ્યો."ચાલ નીતા.સૂટકેશ માં કપડાં ભરી લે, તને કમાઈને ખવડાવવાની તાકાત હજુ તો આ મારા બાવડા માં છે ."
"અરે ભગવાન તેઓ જેલમાં છે ,ત્યારે જ આ બધું જોવાના દાડા આવે છે ને ?"રૂપા આંસુ લૂછતાં બોલી .
"એ કરતા હું જન્મ્યો હતો, એ જ વખતે મારી નાખવો હતો ને ? તો તારે આ બધું જોવાના દાડા જ ન આવોત !હીરો ઉપરના રૂમમાં સામાન ભરવા જતાં પહેલાં શબ્દોના તીક્ષ્ણ ઘા કરતો ગયો . રૂપા હીરા અને નીતા ને ઉપરના રૂમમાં જતા જોઈ રહી, તે વિચારી રહી હતીઃ કેટ કેટલા સ્વપ્નો સજાવ્યા હતા પોતે દીકરા અને વહુ સાથે સુખી સંસારના. જે ભાંગીને હવે ભૂકો થઈ ગયા હતા .ને જેલમાં રહેલા પોતાના પતિને સમાચાર મળશે કે ઝઘડો કરીને પોતાના દીકરા અને વહુને રૂપા એ ઘરમાંથી કાઢી મુક્યો છે ત્યારે તેમના દિલ ઉપર શું વિતશે ? ને મોહન નો ચહેરો જાણે કે આંખો આગળ તરવરી ને તેને ઠપકો આપી રહ્યો હતો. "હું તો મારા કિસ્મત ને લીધે જેલમાં ગયો .પણ તમે પણ બસ ,આપણા એકના એક દીકરાને અને વહુને પણ ન સાચવી શક્યા ?". અને હીરો અને નીતા પોતાના સામાન ઉપરના માળે થી નીચે લઈને આવે એ પહેલા રૂપા પોતાની જૂની બે પેટીઓ લઈને, ગામને પછવાડે આવેલા તેમના જૂના મકાનમાં રહેવા ચાલી ગઈ . એ અવાવરું ધર નેં રૂપા એ વાળી ઝૂડીને સાફ કર્યું .તેમણે જિંદગીના ઘણા ખરા વર્ષો તો અહીં જ ગાળ્યા હતા .ને કડવી મીઠી યાદો પણ આ જ મકાન સાથે સંકળાયેલી હતી ને ? અને નવા મકાને તેમને શું આપ્યું હતું ? અને હવે તો ગામ અને સમાજમાં બધા જ લોકો વાતો કરવા લાગ્યા હતા કે મોહનનો હિરીયો કપાતર પાક્યો છે .ધરડે ઘડપણ ડોસા ને જેલમાં જવું પડ્યું છે, ને' બિચારી ડોશીને ઘરમાંથી તગેડી મૂકી છે .તો કોઈ કહેતું "શહેરની બે પૈસાની બાયડીના વાદે ચડીને જનેતા જેવી જનેતાને ઘરમાંથી કાઢી મુકતા, તે 'નલાજાને શરમપણ નઈ આવી હોય ? તો બીજો જણ કહેતો . "જે દિવસ થી નલાજી વહુ ઘરમાં આવી, તે જ દિવસથી હીરાને બનાવી પણ નશરમો બનાવી દીધો છે !
અને આ આમ ગામમાં એક દિવસ સમજુ, ડાયા અને આબરૂદાર ગણાતા હીરાની ગણના ,એક કપાતર પુત્ર તરીકે થવા લાગી. પરંતુ હીરાને તેની કોઈ પરવા ન હતી. ઉલટા નું રૂપા ઘરમાંથી દૂર જવાથી તેને મોકલું મેદાન મળી ગયું હતું .તે આખો દિવસ ઘરમાં બે -ચાર શરાબી દોસ્તો અને નીતા સાથે ઇંગ્લીશ દારૂ ઢેંચા કરતો.અવુંનવુ ભોજન બનાવીને બધાય ત્યાં જ જમતા ,અને મોજ કરતા .જેના બદલામાં પેલા બે -ચાર શરાબી દોસ્તો હીરાની વાહ- વાહ કર્યે રાખતા અને હીરાને ફુલાવીને રાખતા એ જ .
વાઘા મેવા અને રૂડાથી આ બધું જોયું ન ગયું તેથી એક દિવસ ત્રણેય હીરાના નવા ઘેર ગયા. હીરો એ વખતે નશામાં હતો. તેના કાકા વાઘાએ કહ્યું "અલ્યા હીરીયા, જરીક તો શર્મા ! બાપ જેલમાં છે ,ને સગી મા ને ઘરમાંથી કાઢી મુકતા શરમેય ના આવી ?". "એના એવા લક્ષણ હતાં એટલે એ જતી રહી ,તેમાં હું શું કરું ? તમને ઘણી દયા આવતી હોય તો તમારે ઘેર લાવીને ત્યાં રાખો !"હીરો નશામાં જ બોલ્યો . "એણી એ જન્મ આપ્યો છે.ત્યારે જ આવો બદલો આપે છે ને કપાતર ?"વાઘાએ ગુસ્સામાં આવી જઇને કહ્યું. "મારા બાપનું છે, અને હું વાપરું છું કંઈ તમારે ઘેર ભીખ માગવા નથી આવતો !"અને વાતમાંથી વાત વધી ગઈ. હીરો અને વાઘો પ્રથમ બોલા- ચાલી અને છેવટે મારામારી સુધી આવી ગયા. મેવા અને રૂડાએ વચ્ચે પડીને બંનેને માંડ- માંડ છૂટા પાડ્યા .અને તે દિવસ થી ત્રણેય નો હીરા સાથેનો સંબંધ બિલકુલ સાવ કપાઈ ગયો .