Sambhavna - 9 in Gujarati Horror Stories by Aarti Garval books and stories PDF | સંભાવના - ભાગ 9

Featured Books
Categories
Share

સંભાવના - ભાગ 9

ધુમ્મસ પાર કરતો તે પડછાયો ધીમે ધીમે દાદા અને કાવ્યા ની તરફ વધી રહ્યો હતો..... કાવ્યા પણ તે જોઈ ગઈ હતી. તે ડરના મારી દાદુની પાછળ છુપાઈ ગઈ.... યશવર્ધનભાઈ ની આંખોમાં પણ ડર સાફ દેખાઈ રહ્યો હતું. ધીમે ધીમે તે પડછાયો ધુમ્મસ પાર કરીને તે લોકોની નજીક નજીક અને ખૂબ નજીક આવી રહ્યો હતો.

"મોટા શેઠજી તમે તમે અહીંયા કેવી રીતે??"- ધુમ્મસ ની અંદરથી ધીમેથી એક અવાજ આવ્યો

તે શંભુ હતો.

"શંભુ તું અહીં?"- યશવર્ધનભાઈ શંભુ ને ત્યાં જોતાં જ આશ્ચર્યચકિત થઈ ગયા

" હા શેઠ અહીં આગળ તો મારું ગામ છે. શહેરમાં તમે લોકો હતા નહીં અને કંઈ કામ પણ નહોતું એટલે હું મારા ગામ આવ્યો હતો, પરંતુ તમે અહીં કેવી રીતે? શેઠાણી ને બધા લોકો ક્યાં છે?"- શંભુ એ પૂછ્યું

"શંભુ અમારી મદદ કર દીકરા! અમે અહીંયા બહુ મોટી મુસીબતમાં ફસાઈ ચૂક્યા છે. અહીંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી જડી રહ્યો. અમારી મદદ કર બેટા"-કહેતા યશવર્ધનભાઈ જમીન પર બેસી ગયા.

યશવર્ધનભાઈએ થોડું સ્વસ્થ થતા તેને બધી વાત વિસ્તારપૂર્વક સમજાવી.

"તમે ચિંતા નથી કરો શેઠજી!આપણે અહીં બાજુમાં જ મારુ ગામ છે ત્યાં જઈએ અને ત્યાંથી મદદ લઈને આવીએ"- કહેતા શંભુ એ નાનકડી કાવ્યા ને ઉચકી અને શેઠજી નો હાથ પકડીને તેઓ ત્રણેય આગળ રસ્તા તરફ ચાલતા થયા.

તેઓ ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા કે અચાનક જ શંભુએ જંગલ તરફનો રસ્તો લીધો.

" અરે શંભુ તુ એ રસ્તા તરફ ક્યાં જાય છે? ત્યાં જંગલ છે....ત્યાંથી જવું સારું નથી આપણે આ રસ્તાથી જ આગળ વધીએ બેટા"- યશવર્ધનભાઈએ શંભુને રોકતા કહ્યું

"અરે મોટા શેઠ કાંઈ નહીં થાય આ શોર્ટકટ રસ્તો છે, ચાલો તમે મારી સાથે હું તમને લઈને જવું છું."- કહેતા તે કાવ્યાને ઉચકી ને આગળની તરફ ચાલવા લાગ્યો.

યશવર્ધનભાઈ પણ તેની પાછળ પાછળ ચાલવા લાગ્યા.

"શંભુ તને વિશ્વાસ છે ને બેટા કે આપણે સાચા રસ્તે જઈ રહ્યા છે? કાવ્ય ખૂબ ડરી ગઈ છે બેટા,જલ્દી અહીંથી બહાર નીકળવાનો રસ્તો બતાવ"- યશવર્ધનભાઈ ની ચિંતા વધી રહી હતી

" હા બસ હવે થોડીક જ વાર છે,આપણે બહાર પહોંચવા જઈએ છીએ"- શંભુ એ કહ્યું


ધીમે ધીમે સાંજ હવે કાળી અંધારી રાતમાં ઢળી ગઈ હતી. ચારે તરફ તિમિર નો અવાજ.... વધતી જતી ઠંડી..... અને આ જંગલની વિચિત્ર ગંધ ધીમે ધીમે વધી રહી હતી. યશવર્ધનભાઈ માટે આ અંધારામાં આગળ જોવું ખૂબ અઘરું થઈ રહ્યું હતું.

" શંભુ મને લઈને ચાલ ને બેટા આ અંધારામાં મને કંઈ નથી દેખાઈ રહ્યું."- યશવર્ધનભાઈએ શંભુને બૂમ પાડતા કહ્યું

શંભુભાઈ કોઈ જવાબ આપ્યો નહીં. શંભુ હું તારી સાથે વાત કરું છું મારો હાથ પકડી લે મને કંઈ દેખાઈ નથી રહ્યું આ અંધારામાં.....
તું કેમ મને જવાબ નથી આપી રહ્યો?
શંભુ......
શંભુ......
ક્યાં છે તું?"

યશવર્ધનભાઈ શંભુ ના નામની બૂમો પાડી રહ્યા હતા પણ શંભુ ત્યાં હતો જ નહીં. યશવર્ધનભાઈ હવે ગભરાઈ રહ્યા હતા. તેમને કઈજ સમજ નહોતી પડી રહી કે તેમણે શું કરવું અને ઉપરથી આ કાળી રાતનું કાળું અંધારું. તેમના માટે હવે સહેજ પણ આગળ વધવું અઘરું થઈ ગયું હતું. ઝાડના સહારે ટેકો લેતા લેતા તે ધીમે ધીમે આગળ વધી રહ્યા હતા શંભુને બૂમ પાડતા પાડતા.

કાવ્યા ક્યાં છે મારી દીકરી.....
શંભુ.......
રાધિકા બેટા ક્યાં છો.......

યશવર્ધનભાઈ રડમસ અવાજમાં બધાને બૂમો પાડતા શોધી રહ્યા હતા પણ ત્યાં તેમનો અવાજ સાંભળવા માટે કોઈ જ હતું નહીં.

(આખરે ક્યાં ગયો શંભુ કાવ્યાને લઈને???? શું નાનકડી કાવ્યા સાથે કોઈ અનહોની તો નહીં થાય ને???? જોઈશું આવતા ભાગમાં)