પ્રકરણ 50 પ્રેમ સંવાદ ... !!
" અવનીશ આવી તો મારી ઘણી બધી યાદો છે ... આ રૂમમાં કે જે મને ક્ષણે તારી યાદ અપાવે છે .... અને સાથે સાથે એવી પણ ઘણી વસ્તુઓ છે કે જે મને મમ્મી અને સુરેશભાઈ ની યાદ અપાવે છે ... જો આ ઢીંગલી કેટલી સરસ છે ... !! આ ઢીંગલી હું નાની હતી અને મેં જીદ કરી હતી તો મમ્મીએ મને નહીં લઈ આપી ... પણ મારો ભાઈ સેવિંગ કરીને મારા માટે લઈને આવ્યો હતો ... કેટલો સરસ પ્રેમ હતો મારા ભાઈનો ... !! "
" હા , સુરેશ ની તો વાત જ અલગ છે યાર ... "
" કારણ કે એ મારો ભાઈ છે ... અને એના પ્રેમમાં અને એની મિત્રતામાં કોઈ ખામી ન હોય એનું તારા માટે મારી સામે યુદ્ધ કર્યું છે ..... અને પોતાનો જીવ ગુમાવ્યો છે .... પણ અવનીશ ... તુ ચિંતા ના કર એના માટે તું દોષી નથી ... મારી જીદ દોષી છે ... મારી જીદ ના કારણે એણે પોતાનો જીવ ગુમાવ્યો છે .... પણ આખરે મારી જીદ હારી ગઈ અને દોસ્તી જીતી ગઈ ... "
અવનીશ શાંતિથી આશા ની વાતો સાંભળ્યા કરે છે ... અને આશા પોતાની જીવનભરની દરેક યાદો દરેક નિશાનીઓ એ બેડ પર પાથરી દે છે અને અવની ચૂપચાપ એ જોયા કરે છે.... અવનીશ જેવો એ બેડની નજીક એ વસ્તુ લેવા માટે જાય છે ... તરત જ આશાનો અવાજ આવે છે ...
" ના ... અવનીશ ... ના ... એવી કોઈ મૂર્ખામી ન કરીશ ... જો તું ઈચ્છે કે મને સાચા અર્થમાં મુક્તિ મળે ... તો આ બધી જ વસ્તુને એક નદી કિનારે લઈને સળગાવી દે અને પધરાવી દે .. કારણ કે આ બધી જ વસ્તુઓમાં મારો જીવ સમાયેલો છે કદાચ આ વસ્તુ અહીં રહી જશે તો મારી આત્મા પાછી આવશે ... એના કરતાં સારું એ રહેશે કે તું આ બધી જ વસ્તુઓનો નાશ કરી નાખ એ પણ આજે અને અત્યારે જ ... "
બસ લગભગ અઢી કલાકમાં અવનીશ આશા ના પ્રેમને જાણી જાય છે આશા નો પ્રેમ પસંદ નથી પણ આજે એ એના પ્રેમની કદર કરતો થઈ ગયો છે .....
" અવનીશ , મને તારી સાથેની આ છેલ્લી મુલાકાત હંમેશને માટે યાદ રહેશે... ખબર નથી કે હું આગળ ક્યાં જન્મ લઈશ ... પણ ભગવાનને મારી એ જ પ્રાર્થના કે મને આગળના જન્મમાં તારી સાથે જ જોડાયેલી રાખે અથવા તો તારી પુત્રી રૂપે જ જન્મ આપે... અવનીશ મારું છેલ્લું કામ કરી દેજે કે આ બધી જ વસ્તુઓનો નાશ કરી મને મુક્તિ આપજે ... અલવિદા અવનીશ ફરી મળીશું ... "
અને એ રૂમનો દરવાજો ખુલી જાય છે અને એ ખુલેલો દરવાજો અવનીશ બહાર આવે છે...
" હા અવનીશ ભાઈ ... ફાઈનલી આશા ને આજે મુક્તિ મળી ગઈ ...?? "
" હા.. ભાભી... પણ હર્ષા... તું શું વિચારે છે... ?? "
" કઈ નહિ અવનીશ... હવે ઘરે જવું જોઇએ અને આરામ કરીએ ... ???"
" હા ભાભી ... સાત વાગી ગયા... અમે નીકળીએ... ?? "
" ભલે , અવનીશભાઈ , આવતા રહેજો... "
અવનીશ અને હર્ષા બંને નીકળે છે અને થોડી ક્ષણમાં ઘરે પહોંચે છે... લગભગ એ દિવસ આરામમાં જ પસાર થઈ જાય છે સાંજના ચાર વાગ્યાના ટકોરે અચાનક દરવાજા પર ટકોરા નો અવાજ આવે છે એ સાંભળી અવનીશ અને હર્ષા બંને જાગી જાય છે ... હર્ષા ઊભી થાય છે અને અવનીશ ને જગાડે છે ...
" અવનીશ ... અવનીશ .... ઉભા થાવ ... દરવાજે કોઈ આવ્યું છે... અત્યારે સુતા હોય સારું ના લાગે ... જલ્દી ... જલ્દી ... ઊભા થાવ ... અવનીશ બેઠો થાય છે અને આ બાજુ હર્ષ દરવાજો ખોલે છે ....
To be continue...
#hemali gohil " Ruh"
@Rashu
કોણ આવ્યું હશે દરવાજે.... ?? શું આ ફરી કોઈ સંકટનો ઈશારો છે .. ?? કે પછી હવે અવનીશ અને હર્ષા સુખી જીવન જીવશે ...?? જુઓ આવતા અંકે...