પ્રકરણ 49 બંધ દરવાજાનું રહસ્ય ... !!
અવનીશ , હર્ષા અને તુલસી ત્રણેય લગભગ સવા પાંચ વાગ્યાની આસપાસ તુલસીના ઘરે પહોંચે છે ...
હર્ષા કિચનમાંથી તુલસી અને અવનીશ માટે પાણી લઈને આવે છે .. અને ત્રણેય સોફા પર બેસે છે ... અને હાશકારો અનુભવે છે ..
" અવનીશ ... શુ થયું હતું ... એ રૂમમાં... ??? "
" હા , અવનીશ ભાઈ .... બોલો ને ... "
" હા ... ભાભી ... હું જેવો રૂમમાં દાખલ થયો કે તરત જ ..... "
અવનીશ એ રૂમમાં પ્રવેશે છે ... અને અચાનક એ દરવાજો આપોઆપ બંધ થઈ જાય છે .... અને ત્યાં જ એ ધીમો ધીમો અવાજ આવે છે ....
" આવ ... અવનીશ .. આવ .... મારી નાનકડી દુનિયામાં તારું સ્વાગત છે ..... ચિંતા ના કરીશ .... અવનીશ .... હું તને કોઈ નુકશાન નહિ પહોંચાડું... "
અવનીશ એ રૂમમાં આજુબાજુ જોયા કરે છે ... અને એ રૂમનું ઓબ્ઝર્વેશન કરે છે ... એ રૂમમાં એને કંઈક અલગ જ અનુભૂતિ આવતી હતી ... જાણે એને કોઈ અત્યંત પ્રેમથી વળગી રહ્યું હોય ... !!
" અવનીશ ... હું તને છેલ્લી વાર કંઈક કહેવા માંગુ છું .... તને મારી વાતો ... મારી યાદો ... બતાવવા માંગુ છું ... અને પછી તારા હાથે જ મારી મુક્તિ છું ... હા હું તારી આશા છું .... એ આશા , જે તારી સાથે કોલેજમાં હસ્તી રમતી હતી .... હંમેશા મજાક મસ્તીમાં મશગુલ રહેતી અને તને અત્યંત પ્રેમ કરતી હતી ... "
અવનીશ એ અવાજ સાંભળ્યા કરે છે ... અચાનક ત્યાંના કબાટ પરથી એક નાનકડી બેગ હવામા તરતી તરતી એ બેડ પર પડે છે ... અવનીશ એ બેગ પર જુએ છે ...
" અવનીશ આ મારી ખાસ બેગ છે ... જેમાં મારા પ્રેમની વાતો છે એને વાંચવાની કોશિશ ના કરતો ... કારણ કે હવે વાંચવાથી કોઈ ફાયદો પણ નથી પણ આ કાગળ ની અંદર અને મારી બધી જ લાગણીઓ લખેલી છે ... આ લખાણ દ્વારા હું તને સ્પેશ્યલ કરાવવા માંગતી હતી કે તું મારા માટે કેટલો ખાસ છે ... !! "
અવનીશ એ બેગ તરફ જોયા કરે છે ... અને એના રંગીન કાગળ અને એની હાથથી બનાવેલી એ ડિઝાઇનો અત્યંત મોહક છે ... અવનીષને ખરેખર એ વાતનો અફસોસ થાય છે ... કે એણે આશા ને જાણ્યા વગેરે જ એને સમજાવ્યા વગર જ એનો તિરસ્કાર કર્યો .... એ બેગ માંથી એક ફોટો બહાર નીકળે છે ....
" અવનીશ , આ જો આ એ ફોટો છે કે જે મેં તારી બેગમાંથી ચોર્યો હતો ... તને જોવા માટે હંમેશા માટે મેં તારો ફોટો જોયો હતો ... અને એ પછીની મેં દરેક ક્ષણ તારો ફોટો જોઈને જ વિતાવી છે ... કારણ કે તું મારા નસીબમાં હતો પણ નહીં અને છે પણ નહીં ... "
અવનીશ એકી નજરે એ ફોટા ની સામે જોયા કરે છે ... અને એને કોલેજ ની એ ક્ષણો યાદ આવી જાય છે ...
" ખરેખર ... અવનીશ .... યાદગાર હતા ને આપણા કોલેજના દિવસો ... ??? "
" હા , આશા એ દિવસો ખરેખર યાદગાર હતા ... અને કાશ મેં તને થોડીક પણ સમજી હોત... તો કદાચ તું મારી પત્ની તરીકે તો ખબર નથી પણ મારી એક દોસ્ત તરીકે મારી સાથે હોત. .. !! "
અવનીશની વાત સાંભળી હસવાનો અવાજ આવે છે...
" અવનીશ , છોડ એ બધું જે થઈ ગયું છે એ હવે બદલાવાનું નથી ... પણ અવનીશ ... જો આ મારી એ ડાયરી છે કે જેમાં મેં મારી ક્ષણની યાદોને વર્ણવી છે ... જેની અંદર આપણી કોલેજ લાઈફ ના ફોટાઓ પણ છે ... "
અવનીશ એ ડાયરીને જોયા કરે છે અને અચાનક એ ડાયરી ત્યાંના બેડ પર પડે છે .... અને અવનીશ શાંતિથી આ બધું જોયા કરે છે ...
To be continue...
#hemali gohil " Ruh"
@Rashu
આશાની પ્રેમભરી અધૂરી વાર્તા ને જુઓ આવતા અંકે...