પ્રકરણ 46 સૂટકેશ... !!
" અવનીશ ... અવનીશ ... શું થયું ... ? બોલને .. કંઈક તો બોલ ... "
" હા ... અવનિશભાઈ શું થયું ? બોલો .... "
તુલસી અને હર્ષા બંને પૂછી રહ્યા છે પણ અવનીશ જ તરફથી કોઈ જવાબ મળતો નથી .... અચાનક અવનીશ બોલી ઊઠે છે
" તુલસી ભાભી .... મને એક બેગ જોઈએ છે .. મળશે ... ? "
" પણ શા માટે ... ? અવનીશ ભાઈ ... ??? "
" પ્લીઝ ... ભાભી ... આપોને હું પછી બધું જ કહીશ તમને ... "
" ઓકે ... અવનીશ ભાઈ .... "
તુલસી પોતાના રૂમમાંથી એક બેગ લઈને આવે છે ...
" ભાભી આનાથી મોટી છે ... ?? "
" મોટી .. ?? "
" હા ... એક મિનિટ ... હું લઈને આવું છું ..... "
તુલસી પોતાના રૂમમાં જઈ એક મોટી સુટકેશ લઈને આવે છે .....
" આ ચાલશે .. અવનીશ ભાઈ ... ??? "
" હા .... ચાલશે ... "
" અવનીશ ... આ બધું શું થઈ રહ્યું છે ... તું મને કહીશ .... ???? "
" હર્ષા ... પ્લીઝ .... હું તને પછી બધું જ કહીશ .... "
" મને અત્યારે જ જાણવું છે.... "
" પ્લીઝ.... હર્ષા ... "
અવનીશ આશાની રૂમમાં દાખલ થઈ જાય છે .... તેની પાછળ પાછળ હર્ષા જાય છે .... અને એની પાછળ તુલસી જાય છે ... અવનીશ બેડ પર પડેલી નાની નાની વસ્તુઓ , આશા ના કપડા ... આશાની યાદી આ બધું જ સૂટકેસમાં ભરવા લાગે છે .... એને જોઈ હર્ષા બોલી ઊઠે છે ....
" અવનીશ .... આ શું કરે છે તું ... ? આવી નકામી વસ્તુઓને શું કામ બેગમાં ભરે છે ... ? "
" હર્ષા ... પહેલી વાત તો આ વસ્તુ નકામી નથી .... પ્લીઝ તું બોલીશ નહીં અને એક પણ વસ્તુને હાથ અડકાડીશ નહીં .... તને મારા કસમ છે ... "
" ઓકે ... તમારી ઈચ્છા ... "
હર્ષા ગુસ્સામાં બહાર જઈ હોલમાં બેસી જાય છે ... અને અવનીશ એ બધું જ બેગમાં ભરે છે અને તુલસી ચૂપચાપ જોયા કરે છે.... થોડી ક્ષણમાં એ ભરેલી સુટકેસ સાથે અવનીશ એ રૂમમાંથી બહાર નીકળે છે ... અને તેની પાછળ તુલસી પણ બહાર નીકળે છે ... અવનીશ એ ભરેલી સુટકેશ એક હાથમાં પકડી બીજા હાથથી હર્ષાનો હાથ પકડી એને ઘરની બહાર લઈ જાય છે અને બોલે છે ...
" તુલસી ભાભી ... તમે પણ ચાલો ... "
તુલસી કાંઈ પણ બોલ્યા વગર જ અવનીશ અને હર્ષા ની પાછળ જાય છે ... અને હર્ષા પણ કંઈ જ બોલતી નથી ... અવનીશ પોતાની બાઈક પર આગળ એ સૂટકેસ મૂકે છે ... પાછળ હર્ષા બેસે છે ... અને એની પાછળ તુલસી બેસી જાય છે અને અવનીશ તે બાઈક સ્ટાર્ટ કરી ત્યાંથી નીકળી જાય છે ....
" અવનિશ ભાઈ ... આપણે ક્યાં જઈએ છીએ ... ?? "
" ભાભી .... પ્લીઝ .... વેઇટ કરો ... "
તુલસી પણ શાંત થઈ જાય છે .. અને એ બાઈક પૂર ઝડપે રાતના એ સુમસામ રસ્તા પર ચાલી રહી હતી .... અવનિશ સિવાય કોઈ નહોતું જાણતું કે એ બાઈક કયા રસ્તા પર જઈ રહી હતી ... ?? હર્ષા અને તુલસીના મનમાં ઘણાં બધાં પ્રશ્નો ચાલી રહ્યા છે ... કે અવનીશ શુ કરી રહ્યો છે...