Porn Addiction - 3 in Gujarati Women Focused by pravin Rajput Kanhai books and stories PDF | પોર્ન એડિકશન - ભાગ 3

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પોર્ન એડિકશન - ભાગ 3

નોંધ - વાર્તાનું શીર્ષક વાંચી તેણે અશ્લિલ શ્રેણીમાં ધકેલી દેતા નહિ. વાર્તાને સંપૂર્ણ વાંચી પછી જ પોતાનો મત બનાવશો.


નોંધ - પોર્ન એક ગંભીર બિમારી છે, તેનાથી દૂર રહેવું જ એકમાત્ર ઉપાય છે. પોર્ન વિશે જાગૃકતા લાવવા એક નાનો પ્રયાસ.

મહત્વની સૂચના - ગુજરાતમાં 100 દિવસમાં 550 દુષ્કર્મ અને છેડતીઓ થાય છે. શું આ કોઈ સારી ઉપલબ્ધિ છે?
બિલકુલ નહિ, આ તો આપણા સમાજ માટે શરમજનક બાબત છે. શારીરિક સુખ માટે લોકો સાવ નીચલી કક્ષાએ ઉતરતા જાય છે. તેનું એક કારણ પોર્ન વિડિયોઝ પણ છે. સમાજમાં આ બદલાવ આવવો જરૂરી...🙏🙏


(શરૂઆત)


રાતના દસ વાગ્યા હતા. રસ્તાની સાઈડમાં બેઠેલા ત્રણ ચાર મિત્રો ભેગા થઈ પોર્ન પ્રેંક વિડિયો દેખી રહ્યા હતા.

વીડિયોમાં રસ્તા ઉપર ચાલતી એક સ્ત્રીને ત્રણ ચાર પુરુષો રોકે છે, અને પોતાની સાથે સેક્સનું આમંત્રણ આપે છે, વીડિયોમાં રહેલી સ્ત્રી આમંત્રણ સ્વીકારી તે ચારેય પુરુષો સાથે વારાફરતી ક્રિંડા કરે છે.

'શું સ્ત્રીઓ સાચે જ આવું કરે છે?' વિડિયો પોઝ કરી અમિતે પૂછ્યું.

'તો કરે જ છે ને વીડિયોમાં ખોટું થોડી બતાવે છે. સ્ત્રીઓને આવી રીતે સેક્કસ માટે કોઈ પૂછે તો તેમને ગમે છે.' વિશાલે જવાબ આપ્યો.

'હા વિશાલ સાચું જ કહે છે. હવે સ્ત્રીઓ ને એક કરતા વધુ પુરુષોમાં વધુ મજા આવે છે.' રાજેશ કહ્યું.

'અલા વાતો પછી કરજો પહેલા વિડિયો બદલ.' નયને કહ્યું.

'હા બદલું.'

આદિત્યે વિડિયો બદલ્યો. વીડિયોમાં કેટલાક પુરુષો એક સ્ત્રી સાથે જબરદસ્તી કરી રહ્યા હતા તેમ છતાંય વીડિયોમાં રહેલી સ્ત્રી આનંદનો અનુભવ કરતી હતી.

શું સ્ત્રીઓને આવી રીતે જ ટ્રીટ કરાય?

હા સ્ત્રીઓને આમ જ વધુ મજા આવે છે. કહી આદિત્ય વિડિયો બદલવા ગયો ત્યાં જ તેને રસ્તા ઉપર ચાલતી એક યુવાન છોકરી દેખાઈ.

'સામે દેખી લ્યા.' આદિત્યએ કહ્યું.

'છોકરી!'

'યુવાન પણ છે!'

'સેમ વીડિયોમાં છે તે જ ઉંમરની.' આદિત્ય ફરીથી બોલ્યો.

ચાલ પૂછવા જઈએ. વીડિયોની જેમ આ છોકરી કદાચ આપણી જ રાહ દેખતી હોય.

'હા ચાલ જઈએ.' બધાએ સાથે કહ્યું.

ચારેય જણ ઊભા થઈ તે છોકરી પાસે જવા લાગ્યા.

છોકરી આ ચારેયને દેખી થોડી ગભરાઈ.

'અમારી સાથે સેક્ક્સ કરીશ?' આદિત્યએ પૂછ્યું.

'બેશરમ.' કહી તે છોકરીએ આદિત્યના ગાલ ઉપર થપ્પડ ફટકારી.

'વીડિયોમાં તો આવું નહતું થયું.'

'અલ્યા, બીજા વીડિયોમાં હતું ને જબરદસ્તી એ વાળું કરવા માંગતી હશે.' નયન બોલ્યો.

'તો ઉઠાવો આને.' કહી આદિત્યએ તે છોકરીને ઉઠાવી પોતાની કારની ભીતર લઈ આવ્યો.

તે ચારેય જણાએ તે સ્ત્રીને સંપૂર્ણ નગ્ન કરી ને વીડિયોની જેમ તેની સાથે ક્રીડા કરવા લાગ્યા.

ચારેય પુરુષોની વચ્ચે એકલી સ્ત્રી તરફડિયાં મારતી રહી. પરંતુ આ ચારેય હેવાનો ના જ રુક્યા.

વીડિયોમાં તો પેલી સ્ત્રીને મજા આવતી હતી આ કેમ તરફડિયાં મારે છે? નયને પૂછ્યું.

અલ્યા આપણે વધુ સારી રીતે કરીએ એટલે આવું કરે છે. કહી આદિત્ય તે છોકરી સાથે વધુ સખ્તી કરવા લાગ્યો.

તે ચારેય જણાએ તે છોકરીને ગાડીમાંથી બહાર કાઢી રસ્તા ઉપર લાવી.

આને આવડતું જ નથી કહી આદિત્યએ છોકરીને પોતાની ગાડીની આગળ ફેંકી. કારને સ્ટાર્ટ કરી કાર તે સ્ત્રી ઉપરથી ચલાવી નાખી.


'પછી શું થયું પ્રવિણ અંકલ? અમારે વાર્તા સંપૂર્ણ સાંભળવી છે.' ટોળું વાળીને બેઠેલા બધાએ એકીસાથે પ્રવિણ અંકલને પ્રશ્ન કર્યો.

' તે છોકરી ત્યાં જ મરી ગઈ. પોલીસે પછી તે ચારેય પુરુષોને શોધી ગિરફ્તાર કર્યા. અને કોર્ટે તે ચારેયને ફાંસી આપી દીધી.'


'ઓહ, એમની સાથે તો આવું જ થવું જોઈએ. કોઈની જિંદગી બરબાદ ના કરાય ને આવી રીતે.' રોહિતે કહ્યું.

'પણ પ્રવિણ અંકલ, મને એક વસ્તુ ના સમજાણી. તમે અમને આ વાર્તામાંથી શું શીખ આપવા માંગો છો?'

'હા હવે મુખ્ય પ્રશ્ન પૂછ્યો ને. તમારા યૂટ્યુબમાં તમે સૌથી છેલ્લે શું સર્ચ કરેલું છે? પોર્ન ને?' બધાના ચહેરા દેખી પ્રવીણે આગળ કહ્યું. 'હું જાણતો જ હતો. પોર્ન એ ફકત વિડિયો નથી આ એક એડિકશન છે. લોકો પોર્ન ની દુનિયાને સાચી સમજવા લાગે છે અને પછી તેને હકીકતના જીવનમાં પ્રયોગ કરવાનો પ્રયત્ન કરે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં 70% લોકો સર્ચ એન્જિન ઉપર પોર્ન સર્ચ કરે છે.
સહેજ વાર રૂકીને પ્રવિણે આગળ કહ્યું. 'દુનિયામાં થતાં 80% રેપનું કારણ પોર્ન છે. લોકો પોર્ન તેમને રેપ કરવા મજબૂર કરે છે. અને આ પોર્ન ના લીધે મારી છોકરી સાથે પણ કેટલાક પુરુષોએ...' પ્રવિણ અંકલની રડતી આંખોએ આગળનું વાક્ય પૂરું કરી નાખ્યું.

'હું શપથ લઉં છું કે આજ પછી પોર્ન કદીયે નહિ દેખું.' કહી રોહિતે પોર્ન ના ટેબને રીમુવ કર્યો.

રોહિતની જેમ બધાએ પણ આવું જ કર્યું. ને આજે પ્રવિણ અંકલે તેમની સોસાયટીના છોકરાઓને પોર્ન ની લતમાંથી બહાર કાઢ્યા.







- પ્રવિણ રાજપુત 'કન્હઈ'