BALPAN - 1 in Gujarati Short Stories by Abhishek Joshi books and stories PDF | બાળપણ - ભાગ 1

Featured Books
Categories
Share

બાળપણ - ભાગ 1

ઉમ્ર વધતા  એક  વસ્તુ  તો  સમજાય જ  જાય  છે  કે  ,

સાચી  સંપતિ પૈસો  ન હતો  .

પણ  સાચી  સમ્પતિ  એ  હતી  કે  ,

જેને  આપણે  ઉમર  ના  એક  પડાવ  પણ  છોડી  ને  આવ્યા  તે .

 

બાળપણ  ના  મિત્રો  ,

જુવાની  નો  પ્રેમ  ,

શિક્ષક  ની  ડાટ ,

એની  જોઇને  આવતી  મલકાટ .

 

ક્યારે  વિચાર્યું  ન હતું  કે  ,

જે  સમય  આજે  ચાલી  રહ્યો  છે  .

તે  આટલો  કીમતી  હશે  .

કે  એક  દિવસ  દુનિયાની  તમામ  સંપતી  એક  બાજુ  અને ,

બાળપણ  બીજી  બાજુ  હશે  .

 

આજે  પણ  જયારે  એ  ગલીઓ  માંથી  નીકળું  છું  .

ત્યારે  એ  ખાલી પટ  જોઈ  ને  મન  માં  સોપો  પડી  જાય  છે .

એમ  લાગે  છે  . જાણે  કાલ  ની  જ  વાત  હતી  .

એ  મેદાન  પણ  ૧૦ - ૧૫ જણા  ડબલ્યુ .ડબ્લ્યુ . એફ  રમતા  હતા .

અડવા  - દાવ  રમતા  હતા .

અને  રાત  પડે  ને  થપ્પો  - થપ્પો  રમતા .

ઘણી  વાર  થપ્પા  થી  કંટાળી  ને  આઈસ - પાઈસ રમતા .

 

જયારે  પણ  કોઈ  નવા  ઘર  ના  ખાડા  ખોદાતા  જોવું  .

ત્યારે  ફરી  એ  બાળપણ  ની  યાદો  તાજી  થઇ  જાય .

ખાડા  કુદીને  ને  રમવું  .

એ  દીવાલો  ઉપર  ચડવું  .

અગાસીઓ   ઠેકી ને  દોડવું  ...

એક  વાર  મન માં  લાગી  આવે  છે  ...

કે  સાલું  આટલી  મોટી  કીમત ચૂકવવી  પડે  મોટા  થવાની ...

 

એ  વર્ગ  , એ  શાળા  નું  મેદાન  આજે  પણ  નજરે  પડે  ,

ત્યારે  આંખ  માંથી  દડ - દડ આંશુ  ની  ધારા  વહી  જાય  છે .

જાણે  વર્ષો  જૂની  ખોવાયેલી  પ્રેમિકા  ને  કેમ  જોઈ  ન  લીધી  હોય .

 

શાળા  નો  એ  પહેલો  દિવસ ,

રીશેસ  વખતે  એક  બીજાનો  નાસ્તો  ખાવો .

સાલું  અત્યારે  ગમે  તેવો  મોંઘો  નાસ્તો  કરી  લ્યો  .

પણ  એ  નાસ્તા ની  તુલના  માં  આ  બધા  ફિક્કા  લાગે  છે .

 

આજે  દુનિયાભર  ની  વાતો  ખબર  હોવા  છતાં  .

પણ  જે  વાતો  નાનપણ  માં  થતી  તેની  વાત  જ  અલગ  છે ...

 

ત્યાર  ની  સીરીયલો  એટલે  વાત  જ  મૂકી  દ્યો  ,

અત્યારે  પણ  બધા ને  મોઢે  હશે  .

અહા  શું  વાત  કરું  ...

કે  ક્યાંથી  વાત  કરું  ?

 

એ  સાકાલાકા  બુમ  બુમ  ની  પેન્સિલ  ,

શું  ફ્રૂટી  નો  જાદુઈ  હીરો  અને  સોનપરી  ,

હાતિમ  આહા  વન  ઓફ  ધ  બેસ્ટ  હીરો  ઓફ  અવર  જનરેશન  ...

અકડ બકડ બમ્બે  બોલ  ,

આવા  તો કેટલાય  SHOW  હતા  ...

યાદી  બનાવી  તોય  થાકી  જવાય  ...

 

એ  ૩ રૂપિયા  વાળી  બાટલી  ...

કાચ  માં  આવતી  ...

પી  ને  પછી  જમા  કરાવી  જવાની  રહેતી  ....

 

ખરેખર  કદી  ન  હતું  વિચાર્યું  કે  આ  દિવસો  આટલા  કીમતી  હશે  ...

આજે  પણ  જયારે  નવરો  થાઉં  છું  ત્યારે  શૈશવ  ના  સ્મરણો  માં  ખોવાઈ  જાવ  છું  ...

 

બસ  મિત્રો  આજ ના  માટે  આટલું  ઘણું  છે .

મારે  માત્ર  એક  જ  લેખ  લખી ને  સૌ  ને  બાળપણ  યાદ  નથી  કરાવું .

પણ મારે  એવી  રીતે  બાળપણ  નું  આબેહૂબ  ચિત્ર રજુ  કરવું  છે  .

કે  તમે  લોકો  વાચો  નહિ  પણ  તમે લોકો  તમારા  બાળપણ  ને  વાચવાની  સાથે  અનુભવો  ..

તો  આ લેખ  ના  અંત  માં  તમારો  પ્રતિભાવ  જરૂર  આપજો  જેથી  હું  ...

જલ્દી   બાળપણ  ભાગ -૨  તમારી  સમક્ષ  રજુ  કરી  શકું  ..

મિત્રો  તો  તૈયાર  થઇ  જજો  બાળપણ  ની  યાદો  માં  ડૂબવા  .....