પીંછાની જેમ ઉતર્યો એટલે શંકા ગઈ ક્યાંક મને પાંખો તો નથી ફૂટીને! પરંતુ તપાસતાં જણાયું કે એ માત્ર ભ્રમ હતો. થોડુંક હસવું પણ આવી ગયું અને પોતાને જ ટપાર્યો કે, આ પ્રેતલોક છે પરીલોક નહીં કે પાંખો ફૂટે. જોકે પોતાને પાંખોમાં જોવાની કલ્પના એટલી વાહિયાત પણ ન હતી કારણકે જ્યાં હું ઊભો હતો એ જગ્યા પરીલોકના મહેલ કરતાં ઊતરતી તો નહોતી જ એટલે પાંખોની કલ્પના સહજ ગણી શકાય. જે રૂમમાં હું હતો એ કોઈ રાજદરબારના સભામંડપ જેટલો વિશાળ અને દૂધ જેવો ઉજળો હતો. સૌમ્ય શ્વેત પ્રકાશનો સ્ત્રોત દ્રશ્યમાન નહોતો પણ એ ઉજાસ મનને શાતા આપતો હતો.
કુતુહલવશ હું આગળ વધ્યો. હૉલની મધ્યમાં સુંદર ફુવારાની નજીક પહોંચ્યો અને રંગબેરંગી માછલીઓને હાથથી અડવાનો પ્રયત્ન કર્યો પણ એક પણ માછલી હાથમાં ન આવી ઉલ્ટાની બધી જ હાથની આરપાર જતી રહેતી દેખાઈ. આશ્ચર્યથી મેં હાથ તપાસ્યો. શું અહી પણ હું વસ્તુઓને અડી નથી શકતો! મેં ફુવારાની પાળી અડવાનો પ્રયત્ન કર્યો પણ ધબાક દઈને હું જ ફુવારામાં પડ્યો. ફરી આશ્ચર્ય! ફુવારામાં પડ્યો હોવા છતાં હું ભીનો નહોતો થયો.
ત્યાં જ એક ગેબી અવાજ આવ્યો, "જે સત્ય દેખાય એ સત્ય ન પણ હોય."
મેં અવાજની દિશામાં જોયું તો ઉંચે પગથિયાંની સીડીની ટોચે એક સફેદ આકૃતિ દેખાઈ.
બંને પ્રશ્નો એક સાથે સાંભળી એ આકૃતિ ક્ષણભરમાં ધસીને મારી સામે હવામાં તરવા લાગી અને બોલી,
"હું.... હું, હું છું એટલે કે ધ ડૉ. અંતર્યામી સ્વામી ફ્રોમ બેંગલુરુ. ધીસ ઈઝ ધ વર્લ્ડ આઈ ક્રિયેટેડ. આઈ એમ એઆઈ જીનીયસ, ઈસન્ટ ઈટ?"
"નૉ બટ.... ઓન્લી ચૅક ઍન્ડ સે.... ઈસન્ટ ઈટ ગ્રેટ?"
"ઈટ્સ ગ્રેટ... આઈ ઍપ્રિશિયેટ યોર વર્ક.... આઈ એમ ડૉ. અમર."
"ઑઅ.... ડૉ. અમર. ધ સાઈકિયાટ્રિસ્ટ. આઈ ગોટ યૉર પેપર્સ. બ્રિલિયન્ટ. યુ વેર ગુડ સ્ટુડન્ટ. આઈ હોપ યુ વિલ બી ગુડ ડૉક્ટર ટુ."
"આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ."
હું એમને શૅક હેન્ડ કરવા ગયો પણ એમનાં હાથને અડી જ ન શક્યો. એ છોભીલા પડી ગયાં.
"સૉરી. રાઈટ નાઉ યુ આર ટૉકિગ વિથ માય હૉલોગ્રામ. સમ ટાઈમ્સ આઈ વિલ મીટ યુ એસ માય એઆઈ ફોર્મ ધેન યુ કેન ગ્રીટ મી યંગ મેન. હા..હા..હા.... વેઈટ ફોર અ મુમેન્ટ, ડૉ. એન્ડ્યુસ વિલ મીટ યુ એન્ડ ગાઈડ યુ."
"ડૉ. એન્ડ્યુસ... યોર આસિસ્ટન્ટ ઈઝ વેઈટિગ ફોર યુ. પ્લીઝ હેવ હીમ." એમ કહી એમણે મને ઉડાડીને એક દિશામાં ફંગોળી દીધો.
હું કોઈની કેબિનમાં સહીસલામત લેન્ડ થયો પણ આ કેવું ફંગોળી દેવાનું.... હું હજી પણ સાશ્ચર્ય ગુસ્સામાં હતો અને એક સૌમ્ય સ્વર સંભળાયો.
"હા...હા...હા.... ડૉન્ટ વરી ધીમે ધીમે આદત પડી જશે. ડૉ. સ્વામી અને ઉડવાની બંનેની."
મેં ધારેલું એથી તદ્દન વિપરીત વ્યક્તિત્વ મારી સામે ઉભું હતું. એ કોઈ ફૉરેનર નહોતાં પણ નોર્થ - ઈસ્ટ ઈન્ડિયાનાં કોઈ સ્ટેટના વતની હતા.
"હાઈ.... હું ડૉ. એન્ડ્યુસ ફ્રોમ અરુણાચલ પ્રદેશ, ઈન્ડિયા. હું ચાઈનીઝ નથી."
"ઓહહ્... સૉરી. સાચું કહું તો તમારી વાત કરવાની છટા પરથી અંદાજ આવી ગયેલો કે પૂર્વોત્તર ભારતથી આવો છો."
"ઓહ... થેંક્યું વેરી મચ. મને પહેલીવાર કોઈકે ચાઈનીઝ ન ગણ્યો એ મારી માટે બહું ખુશીની વાત છે. મજા આવશે તમારી સાથે. હું આ સાઈકિયાટ્રિસ્ટ ડિપાર્ટમેન્ટ નો હૅડ, તમારું મારા આસિસ્ટન્ટ તરીકે સ્વાગત છે ડૉ. અમર."
"ઓહ... થેંક્યું સો મચ સર."
"નૉ સર... વર... નૉ ફોર્માલિટિઝ..... મને ડૉ. એન્ડ્યુસ કહેશો તો ગમશે."
"ઑકે... ડૉક્ટર."
"હમમમમ્... તો આજે મારી સાથે રાઉન્ડ પર ચાલો, બધું સમજી લો પછી હું તમારો રૂમ પણ બતાવી દઈશ."
"ઑકે ડૉક્ટર." એમ કહી હું એમની પાછળ માંડ માંડ ઉડતાં દોરવાયો.
સૌથી પહેલાં એમણે મને આખી હૉસ્પિટલ દેખાડી પછી અલગ અલગ વોર્ડ બતાવ્યા. કામ કરવાની પદ્ધતિ અને અલગ અલગ લેટેસ્ટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ બતાવ્યા. થોડાં સ્ટાફનો પરિચય કરાવ્યો.
"બસ, આજ માટે આટલું જ. આવતીકાલે સવારે શાર્પ સેવન તમે મારી કેબિનમાં હોવાં જોઈએ. ઈઝ ધૅટ ક્લિયર ડૉક્ટર?"
"યસ ડૉકટર."
"તો જાઓ. ટેક રેસ્ટ. આ છે તમારો રૂમ."
"ક્યાં ડૉક્ટર? મને તો કોઈ દરવાજો નથી દેખાતો."
"તમારો હાથનો પંજો હવામાં છાપો."
એમ કરતાં જ એક બ્લ્યુ પંજો હવામાં પ્રગટ થયો અને હું એક રૂમમાં ટૅલિપોર્ટ થઈ ગયો. મારી પાછળ ડૉ. એન્ડ્યુસ પણ ટૅલિપોર્ટ થયાં.
(ક્રમશઃ)