હું બસ કોલેજ નીકળવા તૈયાર થઇ ગઈ હતી.. રેડ કલર નો ચુડીદાર ડ્રેસ જેમાં આભલા ભરેલા હતા
પગ માં ક્રિમ કલર ની મોજડી અને પાતળી પાયલ. માથા ના લાંબા વાળ ખુલ્લા અને ડાબી સાઈડ પાથી પાડેલી હતી...અણિયારી આંખો માં કાજલ,લાલ રંગ ની નાની બિંદી નાક માં નથણી જેવી ચુની,કાન માં લાલ રંગ ની બુટ્ટી અને એક હાથ માં ઘડિયાળ તો બીજો હાથ ખાલી .... આજે પહેલો જ દિવસ હોવા થી હુ થોડી નર્વસ હતી... ઘરે થી પપ્પા એ એકટીવા અપાવ્યુ હતુ એ જ લઇ ને કોલેજ પહોંચી... ખભા પર બેગ લગાવી ને કોલેજ માં સિંઘાનિયા સર ના દીકરા ને શોધતી હુ કેન્ટીન માં પહોંચી...
ત્યાં જઈ ને સિંઘાનિયા સર એ કહ્યુ હતુ એ પ્રમાણે લાબું મોઢુ કથ્થાઈ કલર ની આંખો, ટ્રિમ કરેલી દાઢી વ્યવસ્થિત કટ કરેલા હેર,બ્લેક કલર નું જીન્સ અને ઉપર બ્લુ કલર ની ફૂલ સ્લીવ ની ટી- શર્ટ જે કોણી સુધી ઉપર ચઢાયેલ એક હેન્ડસમ છોકરો બેઠો હતો... જેને જોઈ ને કોઈ પણ છોકરી ફિદા થઇ જાય.અને એવુ જ હતું.એની પાસ કેટલીય પરી જેવી સુંદર છોકરીઓ નું ટોળુ હતુ... હુ એને જોઈ ને બોલાવુ કઈ રીતે એ જ વિચારતી હતી પણ બધા મને જ જોઈ રહ્યા હતા અને એટલા માં એ હેન્ડસમ ની નજર પણ મારી પર જ પડી... એ ઉઠી ને મારી તરફ આગળ વધ્યો... મારુ હૃદય ધક ધક કરી રહ્યુ હતુ....
જેમ જેમ એ આગળ વધતો હતો હું વધારે નર્વસ થતી હતી... કોલેજ ના કેન્ટીન માં બધા ની નજર મારા તરફ જ હતી કદાચ મેં જ ડ્રેસ પહેર્યો હતો એટલે .... બાકી બધી છોકરીઓ ફ્રોક અથવા જીન્સ અથવા શોર્ટ્સ માં હતી... હું એક જ દેશી જેવી પહેલી લાગી હોઇશ વિચારી ને વધારે નર્વસ થઇ ગઈ હતી. એટલા માં પેલો યુવક આવી ને એનો હાથ આગળ કરી ને બોલ્યો,
હેય, બ્યુટીફૂલ... આઈ એમ મલય, મલય સિંઘાનિયા.
એનું મને બ્યુટીફૂલ કહેવુ જાણે મારા કોન્ફિડેન્સ ને વધારતુ હોય એમ લાગ્યુ. એટલે થોડી ઘભરાટ ઓછી થઇ અને મેં હલકી સ્માઈલ આપી ને મારો હાથ આગળ કર્યો અને બોલી, હાય, આઈ એમ નેહા મલ્હોત્રા...
ઓહહ !!! મિસ મલ્હોત્રા... ડેડ ની કંપની માં જોબ કરે છે પ્રકાશ અંકલ ની દીકરી ને? નેહા એ હકાર માં માથુ હલાવ્યુ. મલય એ તો નેહા ને સીધુ હગ જ કરી લીધુ... નેહા ને તો જાણે એનું હૃદય ધક ધક કરતુ બહાર ના આવી જાય એમ થતુ હતુ અને સ્તબ્ધ જ ઉભી હતી... મલય આગળ બોલ્યો... ઓહકે... મને ડેડ એ કહ્યું હતુ... ગ્રેટ.. પછી એ નેહા થી થોડો અલગ થયો અને એના શોલ્ડર પર હાથ મૂકી ને કહ્યું...આવ ને તને બધા સાથે ઈન્ટ્રો કરાવુ..
મલય નેહા નો હાથ પકડી ને એના ગ્રુપ પાસે લઇ ગયો અને બોલ્યો.. હેય ગાઈસ, લૂક શી ઇસ નેહા...માય ક્લાસ મેટ... ટુ ડે ઇસ હર ફર્સ્ટ ડે ઈન કોલેજ. એ અમદાવાદ માં નવી છે અને મારી ફ્રેન્ડ પણ છે...
નેહા એ મલય સામે આંખો ઉંચી કરી ને પ્રશ્ન કર્યો ફ્રેન્ડ?રીઅલી?? 🤨
આજ સુધી મલય ને કોઈ છોકરી એ આવું કહ્યું નહતુ. ઉપર થી એના જોડે ફ્રેંડશીપ કરવા તો છોકરીઓ તડપતી હોય જયારે અહીં તો નેહા એ સીધો જ ઇન્કાર કર્યો એમ મલય ના દિલ પર ઠેશ પહોચી હતી... એટલે મલય વિચારમાં પડી ગયો અને બધા હસવા લાગ્યા...
મલય એ પૂછ્યું... નથી? ફ્રેન્ડ ના હોઈએ આપણે?
હજુ તો મળ્યા જ છીએ...ફ્રેંડશીપ તો બોવ દૂર ની વાત છે.. આ તો સિંઘાનિયા સર એ કહ્યુ હતુ એટલે તને મળવા આવી હતી... નેહા એટ્ટીટ્યૂડ બતાવતા બોલી... 😃
મલય એ હલકી સ્માઈલ આપી એટલે નેહા ત્યાં થી કલાસાસરૂમ તરફ જતી રહી...
કોઈ તો મળી આજે મલય સિંઘાનિયા ને ટક્કર આપનારી!!! યેસ્સ!!! મલય બબડતો હતો...
એટલા માં રાજ આવ્યો... મલય નો ખાસ દોસ્ત.. એ આવી ને બોલ્યો... શુ મલય... તેરે તો ઉડ ગયે તોતે મેરે દોસ્ત... બંને હસી પડ્યા અને એક બીજા ને તાલી આપી ને ક્લાસ માં ગયા...
મલય અને રાજ ક્લાસ માં પહોંચ્યા ત્યાં જઈ ને જોયુ કે નેહા અને સોનિયા વચ્ચે કોઈ વાત ઉપર બહેસ ચાલી રહી હતી...
શુ નેહા અને મલય ફ્રેંડ્સ બનશે ખરા?
કઈ વાત પાર સોનિયા અને નેહા ની બહેસ ચાલતી હતી...
સોનિયા કોણ છે?
પહેલા જ દિવસ કોલેજ ના બહેસ?
જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરવાનું ના ભૂલતા...
આપ નો અભિપ્રાય જરૂર લખજો જેથી મને આગળ લખવામાં હિમ્મત મળે...
-DC