દીકરીનાં આ સવાલો એ આજ રડાવી દીધો, બની શકે આપની દીકરીએ પણ આ રીતે ક્યારેક રડાવ્યા હશે.
ઘણા દીવસો પહેલા પ્રયાગરાજ ગયેલ ત્યા ત્રિવેણી સંગમમાં ડૂબકી મારતો વીડીયો મારા ફોનમાં હતો, તે વીડીઓ હું જોતો હતો. બાજુમાં બેઠેલી મારી દીકરી દીપાલી, ઉ.વ-૪ ની નજર એ વીડીઓ ઉપર પડી; એટલે એમણે હાથ લંબાવીને આંગળીથી વીડીઓ ઓફ કરી નાખ્યો. અને એમની કાલીઘેલી ભાષામાં પૂછ્યું કે.. "પપ્પા, તમે શા માટે પાણીમાં પડ્યા હતા? તમે ડુબી જશો તો? તમને કશું થઈ જશે તો મારા માટે ભાગ કોણ લાવશે? મને દુકાને કોણ લઈ જશે? મને કપડાં કોણ લઈ દેશે. હું કોની સાથે સુઈશ હૈ પપ્પા? પપ્પા તમે શું કામ પાણીમાં ગયા હૈ? આટલુ બોલતા બોલતા તો રડવા લાગી.
આ સવાલનાં મારાએ મારા મનને વિચલિત કરી દીધૂ. એક નાનકડી દીકરીનો પિતા પ્રત્યેનો અદ્દભૂત સ્નેહ જોઈને મને આંખમાં ઝળઝળીયા આવી ગયા. જ્યારે દીકરીનો જન્મ થયો ન હતો એ પહેલા દીકરી વિશે કવિતાઓ, વાર્તાઓ, સુવિચારો, પ્રસંગો, દૂહાઓ વિગેરે ઘણુ સાંભળ્યુ હતુ પરંતુ આજે જિવનમાં પહેલી વખત 'દીકરી' એટલે શું એની અનુભૂતિ થઈ, અને આ અનુભૂતિએ મારી આંખોમાં આંસુ લાવી દીધા.
સ્વસ્થ થઈને મે એને એ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો કે, બેટા! એ પાણી ઊંડુ ન હતુ. થોડુ જ ઊંડુ હતુ, તો પપ્પા તમારા કપડાં ખરાબ ન થઈ જાય હે પપ્પા? તમારા બુટ પલળી ન જાય હૈ પપ્પા! પાણીમાં મગરમચ્છ હોય તો પપ્પા.....
કોઈ જવાબ ન હતો, આંખમાં આંસુ હતા! ખરેખર દીકરી એટલે શું એ સમજવા કોઈ વાતો, કવિતા કે ભજનો નહિ પણ દીકરી ઘરે હોવી જોઈએ. દીકરીનાં સ્નેહને ક્યારેય શબ્દોમાં ઢાળી ન શકાય.
પછી તો દીકરી સામે બે હાથ કર્યા એટલે દોડીને ગળે બાઝી ગઈ.
આ વાત એટલે લખુ છું કે... જો ઘરે દીકરી કે દીકરો હશે તો તમે ખુદ એવુ વિચારતા હશો કે...આપણે આપણું જીવન જીવવાનું હતુ તે જીવી લીધૂ. આપણે તો હવે દીકરી કે દીકરા માટે જીવવાનું છે.
શા માટે આપણે વાહન સ્પીડમાં કે રોંગ સાઈડમાં ચલાવવા? આપણને કશું થશે તો આપણા ઘરે દીકરી કે દીકરો છે અથવા તો સામેવાળાને કશું થશે તો એના ઘરે પણ દીકરી કે દીકરો હશે.
શા માટે ક્રાઈમની દુનિયામાં પ્રવેશ કરવો? કોઈ આપણને મારશે અને આપણને કશું થશે તો આપણા ઘરે દીકરી રાહ જોતી હશે અને આપણે કોઈને આવેશમાં આવીને કશું મારી દેશુ તો એના ઘરે દીકરી હશે એ રાહ જોતી હશે અને આપણે જેલ જશું તો આપણી દીકરી પણ આપણી રાહ જોતી હશે.
શા માટે માદક/નશીલા પ્રદાર્થોનું સેવન કરવુ? આવા પદાર્થોથી અસાધ્ય રોગ થશે તો દીકરીને ભણાવશું કે દવાખાનામાં ખર્ચા કરીશુ.
મને વિશ્વાસ છે કે... જેના આંગણે દીકરી રમતી હશે એ આ ઘટનાને વાંચ્યા બાદ આંખમાં આંસુ સાથે પોતાની લાડલીને ભેટી લેશે.
દિકરી.... એટલે જેના પગના પાયલ ના અવાજ સામે
મંદિર ની આરતી નો અવાજ પણ ફિક્કો પડી જાય
માં જગત જનની જગદંબા , કુળદેવી માતાજી ની આરાધના કરવા માટે નવલા નોરતા ની રાહ જોવી પડે
પણ જે આંગણમા દિકરી રમતી હોય ત્યાં તો કાયમ નોરતા જ હોય છે
ભીખુદાન ભાઈ ગઢવી ના આ શબ્દો મને ખુબ ગમે છે
નારી ને નિંદો નહી નારી નરની ખાણ
નારી થી નર નીપજે ધ્રુવ પ્રહલાદ સમાન
જો ખરેખર આ વાત શેર કરવા જેવી લાગે તો શેર કરશો. વાર્તાને રેટિંગ પણ આપો
ઓમ શિવ શંભુ
- - - - - - - - - - - - - -
| 🕉️ શિવ દાસ 🙏 🕉️ |
- - - - - - - - - - - - - -