ધારાવાહિક સાથ નિભાના સાથિયા -૯
“ઠીક તેજલે જમી લીધું છે. તું એની સાથે વાત કરી લે ત્યાં સુધી હું મારું કામ પતાવું. તારે આજે ઘરે નથી જવાનું યાદ છે ને અહીંયાજ રોકાઈ જા.”
“હા યાદ છે. આજે હું માસી સાથે બહુ ધમાલ કરીશ.” અને હસી.
“હા બિન્દાસ કરજે. તારી માસીને ગમશે. હમણાં તો તેજલ સાથે બધી ચોખવટ કરી લે એટલે તકલીફ ન થાય.”
“ઠીક માસી તમારી વાત સાચી છે.”
“તેજલ કેમ છે?”
“મજામાં તું કેમ છે.”
“ઠીક છું. હું તમારી સાથે ચિત્રકળાની પ્રદર્શનમાં આવવા તૈયાર છું પણ મેં કાકીને નથી કીધું કેમ કે એ મને જવા નહીં દે. એમને લખી દઈશ કે હું કાંઈ કામનું શીખવા જાઉં છું પણ તમારે મને આપણા ઘર નીચેથી નહીં બીજે ક્યાં મળવું પડશે. એ તમે જ કહો આપણે ક્યાં મળીયે?”
“ઓહ એમ છે આપણા ઘરના પહેલે છેડે ત્યાં મળી શકીયે સમજી કે નહીં?”
“હા સમજી ગઈ. ઘરથી થોડે દૂર પહેલે છેડે એમ ને?”
“હવે તારો ફોન નંબર આપ નહીં તો આપણે કેવી રીતે મળીશું?”
“હા આ લો મારો નંબર અને તમે તમારો નંબર પણ આપો.”
“હા આ લે મારો નંબર. બે દિવસ પછી જવાનું છે યાદ છે ને?”
“હા હા યાદ છે.”
“સરસ હવે હું જાઉં. હું થાકી ગયો છું.”
“ઠીક છે મેસેજ કરજો કેટલા વાગે મળવાનું છે. ભૂલતા નહીં.”
“હા હા જરૂર.”
ત્યાર બાદ તેજલ એના રૂમમાં ગયો અને રીનાબેન રસોડાનું બધું કામ પતાવીને આવી ગયા અને હસતાં બોલ્યા “આજે ધમાલ કરવી છે ને ગોપી ?”
“હા બહુ જ પણ પહેલા તમારા નંબર જલદી આપો. હું રોજ વિચારું છું અને ભૂલી જાઉં છું.”
“ઓહ! હા તારાે પણ આપી દે.”
“હા આ લે મારો નંબર. કાંઈ પણ કામ હોય તો ફોન કરજે.”
“હા ચોક્કસ અને આ લો મારો નંબર. મારી અને તેજલની વાત થઇ ગઈ એને કહ્યું આપણા ઘરથી થોડે દૂર પહેલા છેડે અમે મળવાના છીએ. તમે શું કહો છો?”
“હા એની વાત બરોબર છે પણ ધ્યાન રાખજે. તે દિવસે ગાડીમાં બેસી જાય એટલે મને ફોન કરજે.”
“હા હા ત્યાં પહોચીને પણ કરીશ એટલે તમને નિરાંત. તમે ચિંતામાં રહો એ મને ન ગમે.”
“ઓહો ખુબ સરસ.”
“ચાલ હવે સુઈ જઈએ.”
તે હસતાં બોલી,”ના ના તમે કહ્યું હતું ને આપણે ધમાલ કરીશું અને હવે સુઈ જવાનું કહો છો.”
“હા હા મેં કહ્યું હતું પણ મને લાગ્યું તને ઉંધ આવતી હશે.”
“હા મોડું થઇ ગયું છે એટલે હવે ઉંઘ આવે છે પણ આજે તમે સાથે છો એટલે ઉંધ પણ ભાગી જશે.” અને હસવા લાગી.
“ઓહો! કાંઈ પણ.”
“સાચું કહું છું, અને તે રીનાબેનના માથા પર ચુંબન આપે છે.”
“ઓહો આટલો બધો પ્રેમ.”
“હા આજે માસા નથી તો તમે દુઃખી ન થાવ અને ખુશ રહો એટલે આપ્યું.” અને હસી.
“વાહ એટલી ચિંતા છે તો કેમ રહેવાની ના પાડતી હતી. તું માન માન રહેવા માટે માની.”
“એ તો કાકીના લીધે અને તમે શું વિચારશો? આખો વખત અહીંયા રહે છે, એટલે ના પાડી. મારા કપડાં પણ નથી લાવી અને સવારે લેવા જાઉં તો પછી મને ફરી આવવા નહીં દે.”
“શું તું પણ. કેવું વિચારે છે? હું શુંકામ કાંઈ વિચારું? મેં તો કહ્યું છે, અહીંયા તને ગમે ત્યાં સુધી રહી શકે છે . હવે તું સમજી લે, આ તારું જ ઘર છે. તને જોઈએ ત્યાં સુધી રહી શકે છે.”
“વાહ! તમે કેટલા સારા છો. આવું કોણ વિચારે? હવે મારા કપડાંનું શું કરું? સવારે જવું તો શક્ય જ નથી.”
“ઓહ! તને મારા ચાલશે? નહીં તો ચાલ આપણે બન્ને જઈએ. હમણાં લઇ આવીએ”
“ઓહ! એમ તો ચાલે ,પણ મારા કપડાં લઇ આવીએ તો સારું રહશે.”
“ઠીક. ચાલ જઈએ, અને થોડા કપડાં અહીંયા રાખજે. એટલે વાંધો ન આવે.”
“હા અને બેગ પણ લઇ લઉં નહીં તો કાકીને ચોક્કસ શક જશે. ચાલશે ને?”
“હા કહી તો દીધું, તારું જ ઘર છે વિના સંકોચ જે જોઈએ એ લઇ આવીએ, પણ ત્યાં જરા પણ અવાજ ન કરતી. માત્ર કપડાં બેગમાં ભરીને લઇ આવીએ.”
“હા પણ મારા રૂમની લાઈટ થશે તો કાકી જાગી જશે તો શું કરીશું?”
"તું ફિકર ન કર. હું છું ને, અને કહી દઇશ તારા માસા નથી ત્યાં સુધી ત્યાં રહશે.”
“અરે વાહ! મારા પ્રિય માસી પાસે દરેક પ્રશ્નનો ઉકેલ છે, અને હું ડર્યા કરું છું.”
“આહા! એટલે તો કહું છું, ક્યારે ડરવાનું નહીં. હિમ્મત રાખવાની. આપોઆપ હલ મળી જ આવે.”
“એ વાત તમારી સો ટકા સાચી. હવે હું પણ એમ રહેવાની કોશિશ કરીશ. ચાલો જઈએ.”
“ખુબ સરસ. હા ચાલ. યાદ છે ને. કાંઈ અવાજ અને વાત ન કરતી.” "હા યાદ છે."
“સરસ.”
ત્યાર બાદ રીનાબેન અને ગોપી એના ઘરે કપડાં લેવા ગયા તયારે એના કાકી ભર ઉંધમાં સૂતેલા દેખાતા હતા એટલે ગોપીને થયું ફટાફટ એક બેગમાં કપડાં ભરી લઉં પછી લાઈટ અને દરવાજો બંધ કરીને ચાલ્યા ગયા.
જયારે ગોપી અને રીનાબેનના ઘરે પાછા આવ્યા ત્યારે તે એમને ભેટીને બોલી, “ હાશ હું પાછી આવી ગઈ અને થોડા કપડાં રાખ્યા છે એટલે કાકીને શક ન થાય. તમારો ખુબ આભાર. આટલી મોડી રાત્રે તમે મારી સાથે આવ્યા.”
“અરે !શું આભાર માન્યા કરે છે, અને એને ખુબ વ્હાલ કર્યું. તું મારી દિકરી છે .હું તારી માટે એટલું તો કરી શકું છું.”
“ઓહો એટલું? તમે મારી માટે ઘણું બધું કરો છો. હવે આપણે સુઈ જઈએ. તમને કેટલું કામ હોય છે અને તમે મને કાંઈ કરવા પણ નથી દેતા.”
“વાંધો નહીં. બધું થઇ જશે. તને વાત કરવી હોય તો કરી શકે છે અને વહેલી ઉઠવાની જરૂર નથી કેટલું મોડું થઇ ગયું છે.”
“ના , ના કાલે સવારે વાત કરીશું. મારા માસી મારી બાજુમાં સૂતા એ મને બહુ ગમ્યું.હું એમને મળી પછી તેમને કેટલું કરવું પડે છે ને?”
“એવું કશું નથી.આવું ફરી ન બોલતી. તારા માસા ન આવે ત્યાં સુધી તું મારી જોડે અહીંયા જ રહીશ ને ?”
“ઓહ! ભલે ફરી નહીં બોલું. હા હું તો કાયમ પણ મારા માસી જોડે રહેવા તૈયાર છું.” અને હસવા લાગી.
“અરે વાહ! મને કોઈ વાંધો નથી. બે દિવસ તેજલ સાથે હોય ત્યારે સમય મળે તો ફોન કરજે. માસીને ભૂલી ન જતી.” અને હસવા લાગ્યા.
“શું તમે પણ. તમારી માટે તો હું સમય કાઢીશ જ, અને તમને ફોન કરીશ. બે દિવસ તમે નહીં હોવ તો મજા નહીં આવે, પણ મને ત્યાં ઘણું જાણવા મળશે એટલે જાઉં છું.”
“ઓહ! હું નથી, તો શુ થયું? તેજલ તો છે ને." તમારી વાત સાવ સાચી." "તું ત્યાં જઈશ તો ઘણું જાણવા મળશે.”
“હા પણે, તમે હોત તો બહુ ગમત.”
“એવું છે? તમે આવો પછી આપણે બન્ને સાથે ફરીશું બસ.”
“હા, હા એ પણ સારું રહશે."
જે ગોપી પહેલા કાકીની દરેક વાત પર ડરતી હતી. શું તે હિમ્મત રાખતા શીખી જશે કે નહી? એના માટે આગનો ભાગ વાંચો.
ક્રમશ: