Lalita - 5 in Gujarati Classic Stories by Darshini Vashi books and stories PDF | લલિતા - ભાગ 5

Featured Books
  • रहस्य - 4

    सकाळी हरी आणि सोनू गुजरात ला पोचले आणि पूढे बस ने संध्याकाळ...

  • आर्या... ( भाग १ )

    आर्या ....आर्या ही मुलगी तिच्या आई वडिलांची एकुलती एक मुलगी...

  • गया मावशी

    गया मावशी ....    दिवाळी संपत आली की तिची आठवण हमखास येते…. ...

  • वस्तीची गाडी

    वसतीची  गाडी     

       
                 जुन 78 ते  जुन 86 या  का...

  • भुलाये न बने

                  भुलाये न बने .......               १९७0/८0 चे...

Categories
Share

લલિતા - ભાગ 5

દરવાજો ખોલતાંની સાથે સામે પ્રકાશભાઈ ઉભેલા દેખાય છે.
"અરે, તમે.. શું થયું? અચાનક..." મહેશને તે સમયે શું કહેવું તે ખબર પડી નહીં.
હજી થોડા સમય પહેલાં જ તો મળ્યાં હતાં અને આવી રીતે અચાનક પ્રકાશભાઈનું આગમન કોઈને સમજાતું નહતું. અને તે સમયે છોકરીવાળા વગર કારણસર એમ જ છોકરાવાળા ને ત્યાં દોડી જતાં નહીં.
જ્યંતીભાઈ આગળ આવે છે "શું થયું પ્રકાશ? અંદર આવ." પ્રકાશ ભાઈ જ્યંતીભાઈના ફુઈનો છોકરો થતો હતો. એટલે તેમની વચ્ચે સબંધ સારો હતો. પણ અત્યારે તો છોકરીવાળા તરફથી જ ગણાતો હતો.
પ્રકાશભાઈ જાણે પૂછવાની જ રાહ જોતા હોય તેમ "અમને છોકરો પસંદ છે અને લલિતાને પણ તમે ક્યાર સુધીમાં જવાબ આપશો? "
પ્રકાશભાઈના આવા પ્રતિઉત્તરની કોઈને કલ્પના ન હતી. જયતિભાઈને એમ હતું કે છોકરી વાળા અમારા જવાબની રાહ જોશે પણ આ લોકો તો બે કલાકમાં જ જવાબ લઈને આવી ગયાં હતાં.
જ્યંતીભાઈ કહે છે કે "પ્રકાશ, આટલો જલ્દી જવાબ અમને મળશે એની અમને આશા ન હતી. શું થયું આટલી બધી ઉતાવળ કેમ થઈ?"
"એવું કંઈ નથી. અમને આટલો સારો છોકરો જવા દેવો નથી. લલિતાનો મોટો ભાઈ અને તેના પપ્પા મારા ઘરે બેસેલા છે તેઓને જ્યારે માંડીને વાત કરી તો તેઓએ કીધું કે પહેલી જ વારમાં લલિતાને આટલો સરસ છોકરો જોવા આવ્યો છે એટલે તેને જતો કરવો નથી. તમે તમારો સમય લેવો પણ આ તો અમારો જવાબ છે."
આટલું કહીને પ્રકાશભાઈ દરવાજેથી જ નીકળી જાય છે.
જ્યંતીભાઈને હવે ગભરાટ થાય છે તેને થાય છે કે જો અર્જુન આડો ફાટશે તો શું જવાબ આપીશ. તેઓ અર્જુન પાસે જાય છે અને કહે છે "તે સાંભળ્યુંને અર્જુન? હવે મને તારે કાલ સુધીમાં તારો જવાબ સાંભળવો છે અને આશા રાખું છું કે જવાબ હકારાત્મક જ હશે."
બાની વાત અને લલિતાની નિખાલસતા બંન્ને વસ્તુ અર્જુનને ગમી હતી એટલે તેણે ગંભીરતાથી લલિતા માટે વિચારવાનું શરૂ કરી દીધું હતું.
બીજી તરફ લલિતાને તો એવું હતું કે જે તેમના વડીલ કહે તે સાચું અને સારું જ હશે એટલે તેણે તો કોઈ પ્રકારની દલીલ કે આનાકાની વિના હા પાડી દીધી હતી.
લલિતા નાનપણથી એવી જ હતી. જે મોટા લોકો કહે એમ વગર વિચારીએ કરીયા કરતી. સ્કૂલ પત્યા બાદ આગળનો અભ્યાસ કરવા તેને મુંબઈ મોકલવામાં આવી. મુંબઈમાં તે તેની પિતરાઈ બહેન અને બનેવી પ્રકાશભાઈના ઘરે રહેતી. તે ઘરનાં દરેક કામમાં મદદ કરતી. તેમનાં બાળકોને પણ સંભાળતી. પગારમાંથી અમુક હિસ્સો ત્યાં આપતી અને બાકીનો હિસ્સો તેના મમ્મી પપ્પાને મોકલતી. અને પોતાની પાસે માત્ર ખિસ્સા ખર્ચ જેટલાં જ પૈસા રાખતી.
ભણ્યા બાદ તેને તરત નોકરી મળી ગઈ. નોકરી કરતાં કરતાં તેણે ટ્યુશન પણ કરાવ્યા જેથી તેના લગ્નમાં તેના માં બાપ અને ભાઈઓએ વધુ ખેંચાવું ન પડે. તે સમયે અને તેમની કાસ્ટમાં દહેજનાં નામે વાકડો લેવામાં આવતો તે પણ સારો એવો.
લલિતાને એમ હતું કે સારી જગ્યાએ લગ્ન થઈ જાય તો મારા ઘરવાળાની ચિંતા ઘટે. અર્જુનમાં તેણે એક સારો માણસ જોયો એટલે તેને મનથી અર્જુન ગમી ગયો હતો.
બીજી તરફ અર્જુનની પસંદગીનો ઝુકાવ લલિતા તરફ વધી રહ્યો હતો. આખી રાત તેણે વિચારમાં કાઢી. બીજે દિવસે સવારે ઉઠીને તૈયાર થઈને નાસ્તો કરીને ઑફિસ માટે નીકળી ગયો. સ્ટેશન ઉપર પહોંચ્યો ત્યાં તેણે લેડીઝ ડબ્બા આગળ લલિતાને ઉભેલી જોઈ. તે પણ ટ્રેન પકડવા માટે સ્ટેશન ઉપર ઉભેલી હતી. આજે પણ તેણે સાડી જ પહેરેલી હતી પણ તેની પોતાની હતી એટલે તે તેમાં વધુ સુંદર લાગી રહી હતી. તેની નરમાશ તેના ચહેરા પર છલકાઈ રહી હતી. ટ્રેન આવી અને બન્ને તેમાં ચઢી ગયાં. અર્જુન લલિતાને એક જ વાર અગાઉ મળ્યો હતો તે છતાં તેને આજે ફરી મળીને એવું લાગતું હતું કે તે કોઈ ઓળખીતાને ફરી મળી રહ્યો હોય. પણ આ વખતે તેના મનમાં ઉદ્વેગ ન હતો પણ મુખ ઉપર મંદ હાસ્ય હતું. જાણે કોઈ ગમતું પાત્ર સામે આવી ગયું હોય. સાંજે ઘરે પહોંચતાની સાથે તેણે પપ્પાને જઈને કહ્યું કે" પપ્પા મારી હા છે તમે આગળ વધો"

(ક્રમશ)