Safar ek anokha premni - 40 in Gujarati Fiction Stories by Dimple suba books and stories PDF | સફર-એક અનોખા પ્રેમની... - 40

Featured Books
  • మనసిచ్చి చూడు - 5

                                    మనసిచ్చి చూడు - 05గౌతమ్ సడన్...

  • నిరుపమ - 5

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • ధర్మ- వీర - 6

    వీర :- "నీకు ఏప్పట్నుంచి తెల్సు?"ధర్మ :- "నాకు మొదటినుంచి తె...

  • అరె ఏమైందీ? - 18

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • మనసిచ్చి చూడు - 4

    మనసిచ్చి చూడు - 04హలో ఎవరు.... ️ అవతల మాట్లాడకపోయే సరికి ఎవర...

Categories
Share

સફર-એક અનોખા પ્રેમની... - 40






(આપણે આગળના ભાગમાં જોયું કે નીયાને સપનામાં આલોક મળવા આવે છે. નીયા અને વિરાજ 31stની પાર્ટીની તૈયારી કરે છે. પાર્ટીમાં નીયા બધાં સમક્ષ અભિજીતભાઈ અને હેત્વિબહેનનું રાઝ બહાર પાડે છે અને નીયા તેમને બીજુ સત્ય બહાર પડવાનું કહે છે. હવે આગળ...)


"એ તો તું તારા મમ્મી-પપ્પાને જ પૂછ. અંકલ-આંટી... આલોકને, સોરી...સોરી... રિતિકને સચ્ચાંઈ તો કહો." નીયા અભિજીતભાઈ અને હેત્વિબહેન સામું લુંચ્ચું સ્મિત કરતા બોલી.

અભિજીતભાઈ અને હેત્વિબહેન બન્નેને નીયાનાં મોઢેથી રિતિકનું નામ સાંભળી આશ્ચર્ય થયુ. તેઓએ નીયા સામું જોયું એટલે નીયા બોલી, "અરે...એમા, સંકોચ શાનો? કહી દો...રિતિકને." નીયા ફરી તેઓની સામું સ્મિત કરતા બોલી.

આલોક બોલ્યો, "રિતિક? કોણ? મમ્મી-પપ્પા, નીયા આ શું બોલે છે?"

"બેટા તું....રિતિક..." અભિજીતભાઈ આટલું જ બોલી શક્યા અને ત્યાં સોફા પર નીચું જોઇને બેસી ગયા.

"હું શું પપ્પા?" આલોક અભિજીતભાઈ પાસે જઇને બોલ્યો.

"રહેવા દે આલોક, તે લોકો નહીં કહી શકે. હું જ કહુ છું. તું આલોક નથી પણ રિતિક છે." નીયા આલોક સામું જોતાં બોલી.

"આ શું મજાક કરે છે?" આલોક ગુસ્સામાં બોલ્યો.

"હું મજાક નથી કરતી. હકીકત કહુ છું, આ લોકોનો દિકરો આલોક ક્યારનો મૃત્યુ પામ્યો છે અને તું આલોકનો ફ્રેન્ડ રિતિક છે જેને એડોપ્ટ કરવામાં આવ્યો છે. તું અંકલ-આંટીનો સગો દિકરો નથી, તું એડોપ્ટ કરેલો દિકરો છે, એડોપ્ટ કરેલો..." નીયા છેલ્લું વાક્ય સહેજ ઊંચા અવાજે બોલી.

ત્યાં ઉપસ્થિત બધાં લોકો નીયાની આ વાત સાંભળી અવાક રહી ગયા. મેહુલ-પ્રિયા બન્ને એક-બીજાની સામું જોવા લાગ્યા. રિતેશભાઈ-રીમાબહેન, રાહુલ અંકલ તેમજ અનન્યા-અવિનાશ નીયા સામું આશ્ચર્યથી જોવા લાગ્યા. વિરાજ અને નીયા બન્ને ત્યાંજ બધાં વચ્ચે ઉભા હતાં. હેત્વિબહેન પણ નીયાની વાત સાંભળી અભિજીતભાઈની બાજુંમાં સોફા પર ફસડાઈ પડ્યા. તેઓને આલોકથી જે વાત છુપાવવી હતી તે વાત આજે નીયાએ આલોક સમક્ષ લાવી દીધી. આલોક....આલોકની આંખોમાં પાણી આવવા લાગ્યા. તેને માથું દુખવા માંડ્યું, ચક્કર આવવા લાગ્યા, તેને ચારે બાજુંથી બસ એક જ વાત સંભળાઇ રહી હતી.
"તું અંકલ-આંટીનો સગો દિકરો છે જ નહીં. તું એડોપ્ટ કરેલો દિકરો છે, એડોપ્ટ કરેલો..."
આલોકનું મગજ આ બધી વાતોને સહન ના કરી શક્યું અને તેને ચક્કર આવતાં તે જમીન પર પડી ગયો....

હેત્વિબહેન અને અભિજીતભાઈ સફાળા ઉભા થઇને તેની પાસે ગયા. હેત્વિબહેને આલોકનાં માથાને પોતાના ખોળામાં લીધુ અને રડતા-રડતા તેનાં માથા પર હાથ ફેરવવા લાગ્યા. અભિજીતભાઈ પણ ત્યાં જ બાજુમાં આલોકનો હાથ પકડીને બેઠા હતાં.

રાહુલ અંકલે તેને ચેક કર્યો. અને બોલ્યા,
"આપણે તેને હોસ્પિટલ તો લઇ જ જવો પડશે. "

મેહુલે ફટાફટ કાર કાઢી અને તેમાં અભિજીતભાઈ અને હેત્વિબહેન આલોકને લઇને બેઠા. નીયાએ રિતેશઅંકલ તેમજ રીમાબહેનને ઘરે રહેવા જ કહ્યુ અને તેમની સાથે પ્રિયા અને અવિનાશને રાખ્યા.
નીયા, અનન્યા, વિરાજ અને રાહુલ અંકલ તે લોકોની પાછળ કારમાં નીકળ્યા. મેહુલ ઘરથી સહુથી નજીક આવેલી અપોલો હોસ્પિટલે લઇ ગયો. આલોકને એડમિટ કરવામાં આવ્યો. વિરાજ અને અનન્યાએ રીસેપનશન કાઉન્ટર પર જઇને જરૂરી વિગત ભરી અને રૂપિયા ભર્યા. હેત્વિબહેન અને અભિજીતભાઈ ત્યાં ભીની આંખોએ બાંકડા પર બેઠા. નીયા અને મેહુલ તેમની પાસે બેઠા હતાં.

નીયાને અભિજીતભાઈ અને હેત્વિબહેનની આવી હાલત જોઈને પસ્તાવો થતો હતો. આલોકની સામે આવી રીતે સચ્ચાઈ કહીને તેણે ખોટું કર્યું હોય તેવું તેને લાગી રહ્યુ હતું. ત્યાંજ તેનો ફોન રણક્યો તેણે સ્ક્રીન પર પ્રીયંકા લખેલું જોયું અને કૉલ ઉપાડ્યો.
"હેલ્લો"

"હેલ્લો, મેમ હેપ્પી ન્યુ યર." આ બધી ઘટનાથી અજાણ પ્રીયંકા બોલી.

"હેપ્પી ન્યુ યર." નીયા સાવ ફિકુ બોલી એટલે પ્રીયંકા બોલી, "શું થયુ મેમ? તમારો અવાજ આમ ઢીલો કેમ છે?"

"કાંઇ નહીં, હું અત્યારે હોસ્પીટલમાં છું, કાલ ઓફિસે પહોંચીને કહું" નીયા બોલી.

"ન્યુયરના સમયે હોસ્પીટલમાં? તમારી તબિયત તો સારી છે ને?"

"અરે મને કાંઇ નથી થયું, એતો આ આલોકની તબિયત ખરાબ હતી એટલે એને અહીં હોસ્પિટલે લઇ આવ્યાં છીએ." નીયા બોલી.

પ્રિયંકાના શ્વાસ અઘ્ધર ચઢી ગયા તેણે પૂછ્યું "ક્યાં હોસ્પીટલ માં છો તમે?"

"મારા ઘર પાસે જે અપોલો હોસ્પીટલ છે ત્યાં.."નીયા હજું આટલું બોલી અને તે બીજુ કાંઇ બોલે તે પહેલાં પ્રીયંકાએ ફોન કાપી નાખ્યો.

થોડીવારમાં જ પ્રીયંકા દોડતી હોસ્પિટલે આવી અને રીશેપ્શન કાઉન્ટર પરથી આલોકને ક્યાં એડમિટ કર્યો છે તે પુછ્યું. કાઉન્ટર પર બેસેલી લેડીએ તેને આલોકને જ્યાં એડમિટ કરવામાં આવ્યો હતો તે વોર્ડ નંબર કહ્યો અને પ્રીયંકા દોડીને ત્યાં પહોચી. નીયાએ તેને આવતાં જોઇ. નીયા ઊભી થઈને બોલી, "પ્રીયંકા?"

પ્રીયંકા કાઈ બોલવા જાય ત્યાંજ વોર્ડમાંથી ડૉક્ટર આવ્યાં એટલે બધાનું ધ્યાન તેની તરફ ગયુ. ડોક્ટરે કહ્યુ કે, "અચાનક પેશન્ટની સમક્ષ કોઈ એવી ઘટના ઘટી જેને તેનું મગજ સ્વીકારી નાં શક્યું અને તેનાં મગજ પર જોર આવવાથી તે બેહોશ થઈ ગયો લાગે છે.આથી, તમારે તેનાં મગજ પર જોર પડે તેવી કોઈ વાત કરવાની નથી. પણ એવી કઇ વાત છે જેને કારણે તે બેહોશ થઈ ગયો?"

રાહુલઅંકલ ડૉક્ટર સાથે તેમની કેબિનમાં ગયા અને ત્યાં તેમણે ટૂંકમાં ડૉક્ટરને પરિસ્થિતિ વિશે જાણ કરી. થોડીવાર બાદ આલોકને હોંશ આવ્યો એટલે નર્સ બહાર આવી અને બોલી, "અત્યારે પેશન્ટને હોશ આવી ગયો છે. તમે બે-બે કરીને તેમને મળવા માટે અંદર જઇ શકો છો."

નર્સ આટલું બોલી ત્યાં તો પ્રીયંકા આલોક પ્રત્યેના પોતાના પ્રેમને કારણે બધાં સમક્ષ પોતાને રોકી નાં શકી અને તે દોડીને દરવાજો ખોલીને અંદર પ્રવેશી. પરન્તુ એ બન્નેનાં પ્રેમની વાતથી અજાણ ત્યાં ઉપસ્થિત બધાંને નવાઈ લાગી. પ્રીયંકા દરવાજો ખોલીને એક મિનીટ માટે ત્યાંજ ઊભી રહી ગઇ, તેણે આલોક સામું જોયું, આલોક પથારીમાં સૂતો હતો દરવાજો ખુલવાનાં અવાજને કારણે આલોકે દરવાજા બાજુ નજર કરી, પ્રીયંકા અને આલોકની નજરો મળી અને બન્નેની આંખોમાં પાણી આવી ગયા. પ્રીયંકા આલોકનાં બેડ પાસે પડેલી ચેર પર બેઠી અને આલોકનો હાથ પોતાના હાથમાં લીધો. બન્નેની આંખોમાંથી આંસુ સરી રહ્યાં હતાં. પ્રીયંકા બોલી, "આ શું થયુ આલોક તને?"
આલોકે જવાબમાં ફક્ત સ્મિત આપ્યું.
દરવાજા પાસે ઉભા રહીને બધાં લોકોએ આ જોયું અને બધાંને નવાઈ લાગી. ત્યાં નીયાએ દરવાજો ખખડાવ્યો એટલે આલોક અને પ્રીયંકા બન્નેએ એક-બીજાનો હાથ છોડ્યો અને પ્રીયંકા સાઈડમાં ઊભી રહી ગઇ. અભિજીતભાઈ અને હેત્વિબહેન આલોક પાસે ગયા. આલોકે એક નાનકડું સ્મિત કર્યું આથી તેમણે પણ નાનકડું સ્મિત કર્યું.

વાતાવરણમાં શાંતી છવાઈ ગઇ. બધાં સામે ઘણાં સવાલો હતાં પણ કોઈને જવાબ નહતા મળતાં. મેહુલે ઘરે ફોન કરી ને આલોકની તબિયત વિશે કહ્યુ. થોડીવારમાં જ ડોક્ટરે આવીને આલોકને ચેક કર્યો અને સવારે ડિસ્ચાર્જ આપી દેવાનું કહ્યુ. અભિજીતભાઈ અને હેત્વિબહેન આલોક પાસે રોકાયા બાકી બધાં લોકો ઘરે જવા માટે નીકળ્યા. નીયાએ પ્રીયંકાને ઘરે જવા કહ્યું પણ તેણે નાં પાડી અને તે ત્યાંજ ખૂણામાં બેસી રહી. નીયા અને તે લોકો ઘરે પહોંચ્યા ત્યારે રાતનાં પોણા ચાર વાગી ગયા હતાં પણ કોઇની પણ આંખોમાં નીંદર નહતી દેખાતી. બધાં ત્યાંજ હોલમાં બેઠા હતાં. વાતાવરણ સાવ શાંત હતુ. સવાર થતાં નીયાએ ઘરનાં શેફને નાસ્તો બનાવવાનું કહ્યુ. બધાંનું મન ન હોવાં છતા નીયા અને વિરાજે બધાને થોડો નાસ્તો કરાવ્યો. બધાં ફ્રેશ થવા પોત-પોતાના રૂમમાં જતા રહ્યાં અને વિરાજ પોતાના ઘરે.

આ બાજું આલોકને ડિસ્ચાર્જ મળી ગયું. અભિજીતભાઈ-હેત્વિબહેન અને પ્રીયંકા આલોકને લઇને તેઓના ઘરે આવ્યાં. બધાં વચ્ચે મૌન હતું. કોઈ કોઈની સાથે વાત નહતું કરી રહ્યુ. પ્રીયંકાએ રસોડામાં જઇ બધાં માટે ચા-નાસ્તો બનાવ્યો અને ત્રણેયને ધરાર થોડો નાસ્તો કરાવ્યો. ત્યારબાદ પ્રીયંકા પોતાના ઘરે જતી જ હતી ત્યાંજ ડોરબેલ વાગ્યો, પ્રીયંકાએ દરવાજો ખોલ્યો. જોયું તો સામે નીયાનો આખો પરિવાર, રાહુલ અંકલ, અનન્યા-અવિનાશ, વિરાજ બધાં ઉભા હતાં. બધાં હોલમાં બેઠા. વાત ક્યાંથી અને કેવી રીતે શરૂ કરવી? તે જ કોઈને સમજાતું ન હતું. ત્યાં પ્રિયા બોલી, "વિરાજ અને નીયા, તમે બન્ને ફરી પાછા સાથે કઇ રીતે થયાં?"

વિરાજે, પોતાને નીયાની સગાઈ વિશે ખબર પડવી, અડધી રાત્રે તેને આલોકનો અવાજ સંભળાવો, તેનાં રૂમની બારીમાં આલોકનું લખવું, અભિજીતભાઈ પર શક જવો, મિતને તેમનાં પર નજર રાખવાનું કહેવું, પોતે પ્લાન બનાવવો, નીયા સાથે શોપિંગ મોલ પર મળવું, નીયાનું લંચ માટે ઘરે આવી ત્યારે અભિજીતભાઈ અને હેત્વિબહેન વચ્ચેની પ્રોપર્ટી વિશેની વાત-ચિત સાંભળવી, ત્યાંજ દાદરા પર નીયા અને વિરાજની મુલાકાત થવી આ બધુ ક્રમશઃ કહ્યુ.

"પછી તમે આ વકીલની ઓફિસનું રેકોર્ડિંગ કઇ રીતે લાવ્યા?" મેહુલે વિરાજને પુછ્યું.

તેનો જવાબ નીયા આપતાં બોલી, " આગળ વિરાજે કહ્યુ તેમ તે અભિજીતઅંકલને કોફી શોપ પર મળ્યો હતો અને તેને આ પ્લાનની ખબર હોવાં છતા તેને પૈસા નહીં પણ મારી સાથે બદલો લેવો છે એવું કહીને તેણે અભિજીતઅંકલને વિશ્વાસમાં લીધાં. ત્યારબાદ તે અભિજીતઅંકલનાં ઘરે બીજી વાર તેમની વિરૂદ્ધ પુરાવો એકઠો કરવા માટે જતો હતો ત્યારે હું લંચ કરવા માટે અહિ આવી હતી અને મે અભિજીતઅંકલ અને હેત્વિઆંટી વચ્ચેની વાત-ચિત સાંભળી લીધી આથી હું નીચે દાદરા ઉતરતી હતી ત્યારે હું અને વિરાજ ત્યાં નીચે દાદરા પર મળ્યા બાદ અમે એક-બીજાને બધી વાત કહી. પછી અમે પ્લાન બનાવ્યો અને એ મુજબ હું આ લોકોની સામે 'મારે અમેરિકા સ્ટડી માટે જવું છે અને હું મારી પ્રોપર્ટી મેહુલભાઈનાં નામે કરવા માંગુ છું.' એમ બોલી આથી આ લોકોનાં પેટમાં ફાળ પડી કે હવે તો પ્રોપર્ટી તેમનાં હાથમાં નહીં આવે એટલે તેઓએ વકીલની ઓફિસે વિરાજને બોલાવ્યો. અને તે બધી વાત તો તમે સાંભળી જ છે."

"હં... હવે સમજાયો આખો પ્લાન. પણ અભિજીતઅંકલ અને હેત્વિઆંટી તમારી પાસે તો ત્યાં અમેરિકામાં ઘણી સંપતી છે તો પછી તમને એવી તો શું જરૂર પડી કે તમે પ્રોપર્ટી માટે આલોકનાં લગ્ન નીયા સાથે કરાવવા માંગતા હતાં?" અત્યાર સુધી મૂક પ્રેક્ષક બનીને બેઠેલો અવિનાશ બોલ્યો.

"હા મમ્મી-પપ્પા, એ તો મને પણ નથી સમજાતું." આલોક હેત્વિબહેન અને અભિજીતભાઈ સામું જોતાં બોલ્યો.

અભિજીતભાઈએ વાત શરૂ કરી...
"અમારી પાસે સંપતી તો ઘણી હતી. પણ થોડા વર્ષો પહેલાથી મને શેરબજારમાં રસ પડ્યો અને હું ધીમે-ધીમે તેમાંથી પણ સારૂ એવું કમાવા મંડ્યો. મે એકવાર એક કંપનીનાં શેર ખરીદવા માટે એકસાથે બધી સંપતી દાવ પર લગાવી દિધી.
મને પૂરો વિશ્વાસ હતો કે હું આમાંથી ઘણાં પૈસા કમાઇશ પણ તે કંપની તો ફડચામાં ગઇ અને હું બધાં પૈસા ખોઈ બેઠો. અમારી સંપતી પણ ગીરવે મુકાઈ ગઇ હતી અને હું પૈસા ના ચૂકવી શકયો માટે સંપતી જેની પાસે ગિરવી મુકી હતી તે મને ધમકી આપી રહ્યો હતો. મેં તેઓની પાસેથી થોડા દીવસની મુદત માંગી. તેમજ હજુ થોડા પૈસા ઉધાર લીધાં હતાં તે તો હજુ ચૂકવવાનાં બાકી હતાં. એટલે અમને વધું ચિંતા હતી. અમે સાંજે તેની ચિંતામાં બેઠા હતાં ત્યાં થોડા દીવસ માટે કામથી બહાર ગયેલો આલોક ઘરે આવ્યો. આલોકને આ વાતની જાણ ન થાય તે માટે અમે તેમની સામે જેમ બને તેમ સહજતાથી વર્તન કરવા લાગ્યા. તે રાત્રે અચાનક અમને સૂજ્યું કે 'જો ગમે તેમ ઇન્ડિયા પહોંચી જઇએતો બચી જઈશું' તેથી અમે આલોકને પણ "ઇન્ડિયા ફરવા જવું છે" તેવું બહાનું કાઢી ને અમારી સાથે લેતાં આવ્યાં.
ઈન્ડિયા નામ સાંભળતા મને સહુથી પહેલા તમારાં લોકોની યાદ આવી.
મે વિચાર્યું કે હમણાં આ બધી સંપતી તો ચાલી જવાની છે તો અમે જશું ક્યાં? એટલે અમે જેની પાસેથી પૈસા ઉધાર લીધાં હતાં તેમને અમારી સંપતી સોંપી દીધી પણ અમે કહ્યું કે થોડા મહિના માટે તે સંપતીને કાઈ ના કરે, તેઓ માની ગયા. અમે જે દિવસે અહિં આવ્યાં હતાં તે દિવસે મે વિચાર્યું કે ભૂતકાળમાં આલોક અને નીયા બન્ને એક-બીજાને પ્રેમ કરતા હતાં તો અત્યારે બન્નેનાં લગ્ન થઈ જાય તો અમને નીયાનાં ભાગની સંપતી મળે અને જેની મદદથી મારુ હજું રોકડ દેવું ચૂકવવાનું છે તે ચૂકવી શકું. હું આમ પણ તમને લોકોને મળવા માટે તમારાં ઘરે આવવાનો તો હતો જ. આપણાં બધાં વચ્ચે પ્રેમ પણ ઘણો હતો.

અત્યારે આપણે જે ઘરની અંદર બેઠા છે તે ભાડેનો છે. આલોક સામે અમે એમ બહાનું કર્યું કે આપણે થોડા સમય માટે જ અહિં રહીશું પછી અહિજ મુંબઈમાં આપણે આપણો મોટો બંગલો બનાવીશું. આલોક સહમત થયો. નીચે જે કાર પડી છે તે સેકન્ડ હેન્ડ છે. થોડા દીવસ માટે જ આ કાર વાપરીશુ પછી હમણાં જે નવું મોડલ આવે છે તે લઈશું આવુ મે આલોકને કહ્યુ હતુ. થોડા મહિનામાં અમને ઈન્ડિયા રહેવું ગમે છે તેમ કહીને હંમેશા માટે અહિ જ સ્થાયી થવાનું કહ્યુ. આલોક સહમત થયો એટલે અમે અમારાં ઘરેથી અમારી બધી વસ્તુઓ લઇને અહિ રહેવા માટે આવી ગયા અને હવે તે સંપતી અમારી નહીં પણ બીજા કોઈની થઈ ગઇ. પણ સાચેક અમને ઈન્ડિયા રહેવું ગમે છે. મારા મિત્રએ અહિ નવી હોસ્પિટલ સ્થાપી અને આલોકને ત્યાં આખા હોસ્પિટલનો કાર-ભાર સંભાળવાની જવાબદારી મળી. તેની સેલેરીથી અમે ઘરનાં બધાં ખર્ચ અને ભાડું ભરવાનું રાખ્યું. ધીરે-ધીરે આલોક અને નીયા સાથે સમય પસાર કરવા લાગ્યા. હવે અમે તમારાં બધાં સમક્ષ તે બન્નેનાં લગ્નના પ્રસ્તાવ મુક્યો. અને બધાં સહમત થયાં અને બન્નેની સગાઈ થઈ. બધુ અમારાં પ્લાન મુજબ થતુ હતુ પણ અચાનક આ વિરાજ આવ્યો, તેમજ નીયાએ પણ અમારી વાત સાંભળી લીધી જેથી આ વાત બધાં સમક્ષ આવી ગઇ."

"તમે તો અમારી સાથે આવડો મોટો વિશ્વાસઘાત કર્યો!"
રિતેશભાઈ ગુસ્સામાં બોલ્યા.

"અમે જે કાઈ પણ કર્યું તે મજબૂરીમાં કર્યું. તમારાંમાંથી કોઈ સાથે વિશ્વાસઘાત કરવાનો અમારો કોઈ ઈરાદો નહતો." હેત્વિબહેન બોલ્યા.

"તમે વિશ્વાસઘાત નથી કર્યો તો શું કર્યું?" રીમાબહેન ગુસ્સામાં બોલ્યા.

"અંકલ-આંટી, હું માનુ છું કે તમે આ બધુ મજબૂરીમાં કર્યું છે. કોઈનું દિલ તોડવાનો તમારો ઈરાદો ન હતો પણ તમે આ બધી વાત અમને સીધીજ કહી દીધી હોત ને તો અમે ચોક્કસપણે તમારી મદદરૂપ થાત. આવડો મોટો પ્લાન બનાવવાની શી જરૂર હતી?" નીયા બોલી.

"બેટા, તારી વાત સો ટકા સાચી પણ અમને ત્યારે કોઈને આ બાબત વિશે જણાવવાની હિંમત નહતી થતી." અભિજીતભાઈ આટલું બોલ્યા પછી અભિજીતભાઈ અને હેત્વિબહેન ઉભા થયાં અને નીયા નજીક જઇ તેની સમક્ષ હાથ જોડતા બોલ્યા, "બેટા, અમે તારા દિલને દૂભાવ્યુ. અમને માફ કરી દે." નીયા સફાળી પોતાની જગ્યા પરથી ઊભી થઈ ગઇ અને તે બન્નેનાં હાથ પકડતા બોલી, "અરે, અંકલ માફી તો મારે માંગવી જોઈએ. આ બધુ કરવા પાછળનું સાચું કારણ શોધવાની જગ્યાએ મે ગઇ કાલે રાત્રે તમને જે કડવા વચનો કહ્યા તેવું મારે નહતું કરવું જોઈતું."

"બેટા, સાચેક તું મહાન છે. પણ બેટા એક વાત હું સાચી કહુ છું કે અમારાં બન્નેની દિલથી ઇચ્છા એ જ હતી કે આલોકનાં લગ્ન તારી સાથે થાય." હેત્વિઆંટી બોલ્યા.

નીયા તે બન્નેને ભેટી પડી. આ દ્રશ્ય જોઇ ત્યાં બધા લોકો ભાવુક થઈ ગયા.

"પણ આ બધી બાબતોમાં મારો તો ઉપયોગ જ કરવામાં આવ્યો ને? ન તો હું તમારી સગી સંતાન! કે ન મને આ કોઈ વાતની જાણ!" આલોક સોફા પરથી ઉભો થઈને ગુસ્સામાં બોલ્યો.

ક્રમશઃ.......


જય સોમનાથ🙏
#stay safe, stay happy.😊