Amany Vastu Manglay.. - 7 in Gujarati Horror Stories by Darshana Hitesh jariwala books and stories PDF | અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 7

Featured Books
Categories
Share

અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 7

કસ્તુરીની શોધમાં કેવા દરબદર ભટક્યા અમે?
મૃગજળ મોહે આંધળા ભીંતરે ના ઝાંક્યું અમે...

રસોડામાં સીમાની ચીસ સંભળાતા હિમેશ પેપર મુકી રસોડા તરફ દોડ્યો.. જોયું તો ગેસના બટનમાં નેપકિનના દોરા વિતરાયા હતા, અને તેલનું પેણીયું તેના હાથ પર ઊંઘું હતું.. કોણીથી નીચે પંજા સુઘીનો તેનો હાથ બળી ગયો હતો..

તેને ગુસ્સે થઈ કહ્યું : "તારું ધ્યાન ક્યાં છે?" "તું કામ કરવામાં આટલી બધી બેપરવાહી કેવી રીતે કરી શકે?" એમ કહી તેણે હાથ પાણીની ડોલમાં બોળી દીધો.. પાણી પડતાં થોડી ઠંડક થઈ, પણ દાઝવાની પીડા ખૂબ જ ભયંકર હતી..

આ જોઈ તેના સાસુએ તેને હાથ પર કોલગેટ લગાવા કહ્યું.. કોલગેટ લગાવતાની સાથે સીમાની આંખમાંથી આંસુ અને મોંઢામાંથી દર્દનાક ચીસ નીકળી ગઈ.. થોડી જ વારમાં દાઝ્યા ઉપર પાણી ભરાવા લાગ્યું.. આથી તેઓ ઝડપથી ડૉકટર પાસે ગયા.. આ ટ્રીટમેન્ટ પણ ખૂબ પીડા દાયક હતી.. દર ડ્રેસિંગે તેની આંખોમાં પાણી આવતાં.. આ પીડાને કારણે તેનાં મનમાં અસહ્ય સંતાપ થતો..

એકબાજુ આરવની ચિંતાની પળોરજ અને એક બાજુ ભયાનક સપનાઓની ઉપાધિ હતી.. સીમાને ઉંઘમાં પણ શાંતિ નહોતી.. આથી ઉભા થઈ તેણે ડાયરી લખવાનું વિચાર્યુ..

હિમેશે કહ્યું: "આમ, અડધી રાત્રે શા માટે લાઈટ શરૂ કરી દીધી?"

મારી ડાયરી લઈ બંધ કરી દઉ છું... હિમેશની ઉંઘ બગડે નહીં, તેથી તે ડાયરી લઈ બાલ્કનીમાં આવી.. હજૂ તો ડાયરી લખવા કલમ ઉપાડી, તેવું જમણાં હાથે દુખાવો થયો.. આથી તેણે ડાબા હાથે પેન પકડી.. તે લખવાં માટે વિષય વિચારી રહી હતી, તેણે આંખો બંધ કરી તો, એક આકૃતિ ઊપસી આવી.. અને થોડી જ વારમાં એ આકૃતિ એ સ્ત્રીનું રૂપ ધર્યું..

આથી સીમાએ પૂછ્યું, "તમે કોણ છો?"

"હું એક અસહાય લાચાર આત્મા છું.."

"મારા વિચારોમાં શા માટે આવી છે?"

સ્મશાનમાંથી આવી છું. તમારી અને અઘોડી સાધુની વાત સાંભળી, તમારી પાછળ આવી છું.. હું તમારી આસપાસ પર ભટકી શકતી નથી.. કારણ કે તમારી ઉર્જા અને તમારો ઔરા મને રોકી રહ્યો છે.. તમારો ઉજાસ મારી આત્માને અસંખ્ય દામ દઈ રહ્યો છે.. મને એવી ભયંકર પીડા થાય છે.. જાણે કેટ કેટલા દેવતાના ડામ મારા શરીર પર દેવાય છે.. તમને જે દાઝવાની પીડા થાય છે,, એ પીડા મને પણ થાય છે, મેં જ તમારા પર તેલની પેણી ઉંધી વાળી છે.. તમને એ જણાવવા માટે કે મને કેટલી પીડા છે..

મેં તારું શું બગાડ્યું હતું કે તમે મારી સાથે આવો વ્યવહાર કર્યો?

તમે મારું કશું જ બગાડ્યું નથી! હું તો અજાણતા જ તમારા સંપર્કમાં આવી છું.. તમારા ઘરમાં રહેવાનો મને પણ કોઈ શોખ નથી, મારી મજબૂરી છે.. મને મુક્તિ મળે એ હેતુથી અહીં આવી છું..

આ મારું ઘર છે.. કોઈ આત્માનો બગીચો નથી? અને મુકિત કોઈ પ્રસાદ નથી!

ખબર છે... આ તમારુ ઘર છે.. પણ તમારા સિવાય કોઈ અન્ય વ્યક્તિ મને મદદ કરી શકે એમ નથી!

"હું કંઈ નહીં કરી શકું!"

તે વિકરાળ રૂપ ધરી તેની નજીક આવવા લાગી.. અને ભયંકર અવાજ સાથે ભયંકર ચીસો પાડવા લાગી.. સીમાએ કાન પર હાથ મૂકી દીધા..

પહેલાં ચીસો બંધ કર.. તારું વિકૃત સ્વરૂપ શાંત કર..

મારી આત્મા પીડાય છે, એનું ભાન કરાવવા તારા હાથ પર ઉકળતા ગરમ તેલ પાડ્યું.. તને પીડા આપી, મારી હાજરીની અનુભૂતિ આપી, છતાં તને સમજાતું નથી...

હું તારી કોઈ નોકર નથી..હું તને ફરીથી કહું છું, આ મારું ઘર છે.. કોઈ સ્મશાન ભૂમિ નથી..

હું તો તારી અને ફકીરની વાતો સાંભળીને તારી પાસે આવી છું.. મને મુક્તિ આપાવ, તું મુક્તિ અપાવે છે!

આ કોઈ ચોકલેટ છે કે હું તને અપાવ.. તારા કર્મો પૂરા થશે તો મુક્તિ આપોઆપ મળી જશે!

મારું કર્મ પૂરું કરવા જ હું અહીં આવી છું, મને વગર વાંકે કુદરતે સજા આપી છે, હું અને મારી ચાર વર્ષની દીકરી આબુ અંબાજીથી પરત ઘરે ફરી રહ્યા હતા ,ત્યારે રસ્તામાં અમારી બસનું એક્સિડન્ટ થયું, મારી દીકરી ત્યાં જંગલમાં રજળી રહી છે.. મારો ઉદ્દેશ્ય ફક્ત તેના પિતા સુધી તેને પહોંચાડવાનો છે.. જ્યાં સુધી એ તેના પિતા પાસે પહોંચી જાય નહીં, ત્યાં સુધી મારી આત્માને મુક્તિ મળશે નહીં એક મા હોવાની નાતે તમે મને મદદ કરો..

ક્યાં રહેવાનું છે ?તમારા ઘરનું એડ્રેસ શું છે?

તેણે એડ્રેસ અને ફોન નંબર આપ્યો.. અત્યારે રાત છે, હું સવારે તમારા પતિને ફોન કરીશ..

પણ સવારે હું તમને ક્યાં દેખાઈશ?

આંખ બંધ કરું એટલે આવી જજે.. પણ અત્યારે તું અહીંથી જા..

મને ભરોસો છે કે તમે મારી મદદ કરશો!

જો તું સાચી હશે તો હું તને મદદ જરૂર કરીશ, હું તારી દીકરીને તારા પતિ સુધી જરૂર પહોંચાડીશ.. ત્યાં તેની આંખો ખુલી ગઈ.. તે વિચારો માંથી બહાર આવી.. ધીમું ધીમું અજવાળું વાદળોમાં છુપાઈ રહ્યું હતું.. ને એકદમ મુશળધાર વરસાદ પડ્યો.. તેની ડાયરીમાં જોયું તો, કોઈનું નામ અને સરનામું ફોન નંબર સહિત હતું.. તેને ઠંડી ભરાતા તે બેડ રૂમમાં જઈ, રજાઈ ઓઢીને સૂઈ ગઈ.. પછી છેક દસ વાગ્યે તેની આંખો ખુલી.. આથી જલ્દી જલ્દી તે રૂમની બહાર આવી..

તેની સાસુએ ચા મુકી દીધી હતી.. હિમેશ અને ઓમ નાસ્તો કરી રહ્યા હતા..

સોરી.. આજે મને ઉઠવામાં મોડું થયું.!

તું પણ અમારી સાથે નાસ્તો કરી લે.. હવે તને દુખાવો કેવો છે? એમ કહેતા હિમેશે ટીવી ચાલુ કર્યું..

મને થોડુ થોડુ દુઃખે છે .. એમ કહેતા તે ડાઇનિંગ ટેબલ પર બેઠી..

હિમેશ ચેનલ બદલતાં બદલતાં ન્યુઝ જોવા લાગ્યો..

"સવાર સવારમાં ન્યુઝ ક્યાં ચાલુ કર્યા..

પપ્પા, ઝૂમ પર ન્યૂ સોંગ્સ મુકી દો..

હિમેશે કોઈ જવાબ નહીં આપ્યો, અને સીમાને રિમોટ આપી દીધું..

પણ.. આ શું?

પેલી આત્માએ કીધું હતું એ પ્રમાણે હાઈવે ઉપર એકસીડન્ટ થયું હતું, તે આ ન્યૂઝ સાંભળી એકપળ માટે સ્તબ્ધ બની ગઈ.. આ એક્સિડન્ટમાં કેટલાક લોકો લાપતા હતા.. અને કેટલાક લોકો મરી ગયા હતા.. કેટલાક લોકો ગુમ થયા હતા..

તે ઝડપથી ઊભી થઈ બેડ રૂમમાં ગઈ.. ત્યાં મુકેલી ડાયરી લઈ હોલમાં આવી.. ડાયરીનાં પાના ફેરવ્યા, અને મોબાઈલ લઈ નંબર ડાયલ કર્યો..

હેલ્લો..

મિસ્ટર.. પ્રણવ વાત કરો છો..

હા, બોલો..

તમારી વાઇફ આબુ અંબાજી ગયા હતા!

હા..

આ વિશે મારે તમને મળવું છે..

પણ તમે કોણ બોલો છો?

હું મિસિસ જરીવાળા બોલું છું.. મારે તમને મળી વાત કરવી છે..

રાત્રે મળીએ.. આજે મારી વાઇફ આવી જશે!

ના, અત્યારે જ મળીએ.. મારે અરજન્ટ કામ છે.. તમે મારા ઘરે પણ આવી શકો છો! હું મારું એડ્રેસ તમને વોટ્સ અપ કરું છું..

ઓકે.. કહી તેને ફોન મૂક્યો..

આ સાંભળી હિમેશે કહ્યું: _તે કોને ફોન કર્યો!?" તું એને ઓળખે છે..

ના, હું નથી ઓળખતી! પણ મધુની આત્મા સારી રીતે ઓળખે છે..

"હવે, આ મધુ કોણ છે?"

આત્મા.. તે આત્મા છે..

તારું પાગલપન તો દિવસે ને દિવસે વધી રહ્યું છે! હવે આત્મા તને ફોન નંબર પણ આપે છે! લાગે છે મારે જ કઈક રસ્તો કરવો પડશે!

હું સાચુ કહું છું.. આ હાઈવે પર અકસ્માત થયો છે, એમાં મધુની ડેથ થઈ ગઈ છે.. અને તેની આત્મા પિશાચ થઈ ભટકી રહી છે..

બસ કર... તારું છટકી ગયું છે! તારે પાગલ ખાનામાં ભર્તી થવું છે! એક વારમાં સમજાતું નથી.. હવે તું બસ કર.... બે હાથ જોડું છું..

મારી વાત તો સાંભળો..

મારે કંઈ સાંભળવું નથી! હું તને સમજાવી સમજાવી થાકી ગયો.. કોણ જાણે ક્યારે તને અક્કલ આવશે? કયારે મારી વાતો સમજાશે?

સીમા કંઈ જવાબ આપે એ પહેલાં ડોર બેલ વાગે છે... આથી હિમેશ નોર્મલ થઈ દરવાજો ખોલે છે..

મિસ્ટર. જરીવાળા?

હા, તેમ કોણ?

(ક્રમશઃ)

અમાન્ય વાસ્તુ.. માંગલ્ય ને વાંચતા રહો..
સ્વસ્થ રહો.. મસ્ત રહો.. આપના પ્રતિભાવ આપતા રહો..

જય શ્રીકૃષ્ણ
રાધે રાધે