Gumraah - 33 in Gujarati Short Stories by Nayana Viradiya books and stories PDF | ગુમરાહ - ભાગ 33

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ગુમરાહ - ભાગ 33

ગતાંકથી...

તેણે ચોકીદાર પાસે જઈ ધીમેથી પૂછ્યું : "પોલીસ અમલદાર અહીં આવ્યાં તે પહેલા બીજું કોઈ મેડમ ને મળવા આવેલું કે?"
"ના."
"અમલદાર સાથે મેડમ વાત કરવા ગયા તે દરમિયાન ?"

"નહિં .ફક્ત તમે જ આવ્યા છો."

"અમલદાર કયારના આવેલા છે?"

"લગભગ પંદર વીસ મિનિટ થઈ હશે."

હવે આગળ....

પૃથ્વી વિચારમાં પડ્યો આ કવર આવ્યું ક્યાંથી? તે ટપાલમાં તો આવ્યું નથી કેમકે તેના પર પોસ્ટ ની છાપ નથી કે ટિકિટ પણ લગાડેલી નથી .શું હવામાંથી ઉડીને તે અધ્ધરથી પડ્યું ? ન બને ! તેણે કવર પુસ્તકની અંદર જ જેમ હતું તેમ મૂકી દીધું અને મિસ શાલીની ક્યારે વાતમ વાત પતાવી બહાર આવે તેની રાહ જોયા કરી. આશરે પંદર વીસ મિનિટ પછી મિસ.શાલીની એક પોલીસ અમલદાર સાથે ડ્રોઈંગ રૂમમાં આવી. તે અમલદાર તરફ પૃથ્વી ટગર ટગર જોઈ રહ્યો.

તે ઇન્સ્પેક્ટર ખાન હતો !

પૃથ્વી તેના તરફ ટગર ટગર જુએ તેમાં નવાઈ ન હતી. પોતે ભોંયરારામાંથી બહાર નીકળ્યો ત્યારે તો ઇન્સ્પેક્ટર સાથે વાત કરીને નીકળેલો છે. ઇન્સ્પેક્ટર ભોંયરા નો ભેદ ખોલવામાં ખૂબ મશશગુલ થઈ રહેલો છે, એ પોતે સારી રીતે જાણે છે .ઇન્સ્પેક્ટર પાસેથી નીકળીને પોતે બરોબર અહીં જ આવ્યો છે, પોતાના કરતાં પહેલો ઇન્સ્પેક્ટર અહીં કેવી રીતે આવે? ચોકીદારના કહેવા મુજબ ઇન્સ્પેક્ટર પંદર - વીસ મિનિટ પહેલા આવેલો છે. એ પંદર - વીસ મિનિટ પહેલા તો પૃથ્વી ને નકલી ઇન્સ્પેક્ટરનો ભયંકર અનુભવ થયો હતો !
શું આ તે જ નકલી ઇન્સ્પેક્ટર ન હોઈ શકે? શું આ તે જ બદમાશ 'સિક્કાવાળો' ન હોઈ શકે ?પૃથ્વી એ જ્યારે 'સૌભાગ્યવિલા'ની રૂમ ભાડે રાખી હતી ત્યારે પણ ઇન્સ્પેક્ટરના વેશમાં 'સિક્કા વાળો' પૃથ્વીને તથા પોલીસના માણસોને છેતરીને ને દગો દઈને જતો રહ્યો હતો. બે પ્રસંગો પછી ત્યાં નકલી થી છેતરાય કે ? પૃથ્વી તેની સામે ટગર ટગર જોતો હતો એટલે તેણે કહ્યું :"કેમ તંત્રી સાહેબ તબિયત તો સારી છે ને ?"તરત જ મિસ શાલીની તરફ ફરીને તેણે કહ્યું : "હું હવે રજા લઈશ મને ઘણા જરૂરી કામ છે."

તે ઝડપથી બહાર ચાલ્યો ગયો. પૃથ્વીએ એકદમ સમય સૂચકતાથી તેને બૂમ મારી : "ઇન્સ્પેક્ટર સાહેબ ,તમારો આ કાગળ અહીં રહી ગયો છે તે તો લેતા જાઓ."

જવાબ ના મળ્યો ‌પૃથ્વી બહાર દોડ્યો : "ઇન્સ્પેક્ટર !" પણ ઇન્સ્પેક્ટર પાછું વળીને જોયા વિના સીધો બંગલાના દરવાજા બહાર ધસારા બંધ ચાલ્યો ગયો હવે તો પૃથ્વીને પાક્કી ખાતરી થઈ ગઈ કે આજ તે જ નામચીન 'સિક્કાવાળો' હોવો જોઈએ તેની ખાતરી ના બીજા બે કારણો પણ હતા. જે અવાજમાં પૃથ્વી સાથે ઇન્સ્પેક્ટરે વાત કરી અને જે ઢબે વાત કરી તે પૃથ્વીની માન્યતા ને ટેકો આપનાર હતા. જો સાચો ઇન્સ્પેક્ટર હોત તો તેની સાથે ગુસ્સાથી વાત કરત; કેમ કે એ સ્થિતિમાં તે બંને થોડીક વાર પહેલા જ છૂટાં પડ્યા હતા .ભોંયરામાં પૃથ્વીને વીજળીનો કરંટ આપતા પહેલા નકલી ઇન્સ્પેક્ટર છે ઘોઘરા અવાજે બોલ્યો હતો તે જ અવાજ આ માણસનો હતો ; જ્યારે સાચા ઇન્સ્પેક્ટર નો અવાજ તદ્દન ખુલ્લો હતો.

ખરેખર આ નકલી ખૂબ ચાલક છે એવો વિચાર કરીને પૃથ્વીની સાલીની પાસે ડ્રોઈંગ રૂમમાં આવ્યો તેના જોવામાં આવ્યું કે સાલીનીના હાથમાં પુસ્તકમાંનો તે કાગળ હતો અને તેના અક્ષર તરફ તે ટગર ટગર જોઈ રહી હતી.

પૃથ્વી એકદમ જ શાલીનીના ટેબલ તરફ ધસી ગયો અને તેના હાથમાં નો કાગળ ઝુંટવી લઈને બોલ્યો : "મહેરબાની કરીને કવર તમે ખોલશો નહિ."

ખુરશીમાંથી ઊભી થઈ તે અજીબ આશ્ચર્ય સાથે બોલી: "મિસ્ટર પૃથ્વી ! આ શું ગાંડપણ ? મારો કાગળ કેમ ઝૂંટવી લીધો ?તે ખોલવાની ના શા માટે પાડો છો ?"

"કારણ કે ,તે કવર તમારા મોતનો કાગળ છે !"પૃથ્વી એ જવાબ દીધો : "શ્રીમતી ,જો હું તમને ગાંડો દેખાતો હોઉં તો માફ કરજો, પણ મહેરબાની કરીને તમે નિરાંતે બેસો. પછી હું તમને સમજાવું કે ,તેમાં કઈ રીતેની મોતનો કાગળ છે?"

પૃથ્વીના ચહેરા ઉપર સહહૃદયતાનો ભાવ જોઈને મિસ. શાલીનીએ તેની વાતનો સ્વીકાર કર્યો અને તે ખુરશીમાં નિરાંતે બેઠી.

"પહેલા એ કહો કે,આ ઇન્સ્પેક્ટર તમને શું કહેવા આવ્યો હતો ?" પૃથ્વી એ પૂછ્યું.

"તે તો મને એમ પૂછવા આવ્યો હતો કે ,સર આકાશ ખુરાના નામ મૃત્યુ પછી અહીં કોઈ રહસ્યમય બનાવો. બન્યા છે કે કેમ ? અથવા મને કોઈ ખરાબ અનુભવ થયા છે કે? "

" તમે તેને શું કહ્યું ?"

"તમે જાણો છો કે સર આકાશ ખુરાના ને પોતાના સંબંધી કશી જ વાત કહેવી બહુ પસંદ ન હતી."

"તમે તેને શું કહ્યું ?"

તમે ઉતાવળા ન થાઓ મારું કહેલું સાંભળી લ્યો. કોઈ પણ બાબતમાં તેઓ પોતાના સંબંધિત ચર્ચા પસંદ કરતા નહોતા. ચાહે ગમે તેવા માઠા અનુભવ તેમને થતા હોય તો પણ !મેં એમની જ રીત અપનાવીને ઇન્સ્પેક્ટરને જવાબ દીધો કે - કાંઈ જ બન્યું નથી .બધું જ બરાબર છે."

"એ તો ખૂબ જ આશ્વર્યચકિત થયો હશે." પૃથ્વીએ પૂછ્યું.

"ના. જરા પણ નહિ ."મિસ શાલીનીએ જવાબ આપ્યો :
"તેણે 'ઠીક 'એટલું જ કરી કહીને સર આકાશના ખુરાનાના કુટુંબ સંબંધિત પૂછપરછ કરી તેમના વસિયતના માં શું લખેલું છે, તેમજ તેમના કુટુંબીઓ અહીં આવેલા કે ,કેમ ?તેઓ કોઇ કેમ દેખાયા નથી અને હવે સર આકાશ ખુરાના ના મૃત્યુ પછી હું શું કરવાની છું. એ સંબંધી બધી તેણે પૂછપરછ કરી."

"હું ધારું છું કે ,એ વિશે તેને જવાબ આપવા તમે બંધાયેલા નહોતા ."પૃથ્વીએ કહ્યું.

"તે એક પોલીસ અધિકારી હોવાથી તેને યોગ્ય જવાબો આપવામાં મને કોઈ તકલીફ ન હોવો જોઈએ."

"જો વાંધો ન હોય તો એ જવાબ મને ફરીથી કહી શકશો ?"
"એ તો સીધી અને સરળ બાબત છે એટલે તમને કહેવામાં વાંધો નથી. માત્ર ફરીને હું તમારી પાસેથી એ વચન માગી શકું કે તમારે તે તમારા છાપામાં પ્રગટ કરવી નહિ અથવા તો કોઈને કહેવી નહિ."

"કબુલ"

"તો સાંભળો" મિસ શાલીનીએ કહ્યું : ખુરાના સાહેબ ના વકીલ આજ સાંજે પાંચ વાગ્યે અહીં આવવાના છે ,ત્યારે વસિયતનામા ની શરતો વાંચી સંભળાવાના છે .એમણે મને ખાનગી રીતે જણાવ્યું છે કે ,વસિયતનામામાં. સર આકાશ ખુરાના સાહેબે તમામ મિલકત મને આપવા કહ્યું છે."

"તમને ? તેમના સેક્રેટરીને ?! "પૃથ્વી આશ્ચર્યથી પૂછ્યું.

"હા, કેમ કે સર આકાશ ખુરાના ને પુત્ર નથી." મિસ.શાલીનીએ કહ્યું : "મને તેમને સર વારસદાર બનાવી તેમાં એક વિચિત્ર બાબત જોડાયેલી છે .જ્યાંથી હું તેમને ત્યાં નોકરીએ રહી ત્યારથી સાહેબ હંમેશા મને કહેતા કે - તેમની મૃત્યુ પામેલી એકની એક દીકરી નો ચહેરો બરોબર મારા જેવો જ હતો. મને તેઓ 'દીકરી' જ ગણતા . તેમણે મને 'સેક્રેટરી 'ક્યારેય ગણી જ નહોતી. એમની દીકરી એક વર્ષની હતી ત્યારથી તેમને મોસાળે ઉછેરી હતી. પાંચ વર્ષની થઈ હશે ત્યાં તે મૃત્યુ પામી એવા સમાચાર સર આકાશને મળ્યા હતા. એ છોકરી સિવાય સાહેબનો એક નાનો ભાઈ પણ તેમના કુટુંબમાં હતો. એમનું નામ રોહન ખુરાના હતું. પણ તે પણ આજકાલ કરતાં પાંચ વર્ષથી ગૂમ થયેલ છે. તે જીવે છે કે કેમ તે કોઈ જાણતું નથી."

વસિયતનામામાં શું રોહન ખુરાના માટે કંઈ મિલકત હશે? શું રોહન ખૂરાના રાના જીવતો હશે ?
તમામ પ્રશ્નોના જવાબ માટે જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ....
ક્રમશઃ........