Prem Samaadhi - 21 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | પ્રેમ સમાધિ - પ્રકરણ -21

Featured Books
Categories
Share

પ્રેમ સમાધિ - પ્રકરણ -21

કાવ્યા અને કલરવ સમાધિગસ્ત જીવન..... જીવન ? મૃત થયેલા શરીર નષ્ટ થયાં... અગ્નિશૈયામાં ભસ્મ થયાં.... ધરતીમાં સમાઇ ગયાં પરંતુ જીવ એકબીજામાં પરોવાઇ ગયાં.. પ્રેમપિપાસાની દેન ગણો કે આત્માનું ઐક્ય બંન્ને જીવ પરોવાઇ એક થયાં અને એકજ સમાધિમાં સમાધિગ્રસ્ત થયાં.
મૃત્યુ પછીનું જીવન કેવું ? શરીર વિના લાગણીનું આદાનપ્રદાન કરવા માધ્યમ શું ? સ્પર્શની સંવેદના આનંદ.. નજરથી નજર મેળવી અમૃતપાન કરવું. તેમની પરાકાષ્ઠા અનુભવવા તન થી તનનું મિલન મૈથુન- સંભોગ- રતિક્રીડાનો આલ્હાદક મીઠો આનંદ એ ચરસસીમાની અનૂભૂતિ તૃપ્તિ... તૃપ્તિ પછીની હાંશ.... તન ભસ્મ થતાં બધી સંવેદના અહેસાસ ગાયબ થઇ જાય કશું અનુભવવા ના મળે.
પંચતત્વની આ સૃષ્ટિ એમાંય માઁ ધરતીનાં ખોળે જન્મ લેવો બાળપણથી વૃધ્ધાવસ્થા સુધી જીવનનાં અનુભવો.... આનંદ, સુખ દુઃખ, સંધર્ષ, પરેશાની, સફળતા, નિષ્ફળતા, ઇર્ષ્યા, પ્રસંશા આવાં અનેક જીવનનાં રૂપ ભોગવવા મળે... અનુભવ મળે એ એક ભોગવટો છે. એ ભોગવટાનો આનંદ છે. પછી એ સંઘર્ષ હોય કે સફળતા, આનંદ સુખ કે દુઃખ.....
માનવ જીવન અતિ સુંદર... સ્વર્ગીય અનુભવવાળું ભોગવટો કરવા લાયક છે એને વેડફી ના નાંખવું કે ના ફેંકી દેવું.. એ કેટલાય જન્મો કેટલી યોની વટાવ્યા પછી મળે છે અમૂલ્ય છે. કાવ્યા આજે તન નથી માત્ર જીવ જીવથી જોડાયાં છે આપણે જીવથી પણ ઐક્યતા અનુભવે છીએ પણ મેં તને જો કીધું....
કલરવ આગળ બોલે પહેલાં કાવ્યાએ કીધું.. કલરવ હું તારો ગૂઢાર્થ તથા આ વાત કરવાનો મર્મ, અર્થ સમજી ગઇ છું. જીવથી એક છીએ પણ સંવેદનાઓની આદનપ્રદાનની ક્રીયા નથી થઇ રહી..જીવનમાં રહેલો આનંદજ અદભૂત છે. ભલે દુઃખ સંદર્ષ, નિષ્ફળતા જેવી નકારાત્મકતા છે પરંતુ..... પ્રેમની અભિવ્યક્તિ, એહસાસ, ભોગવટો પણ અદભૂત છે હું સમજું છું..
કલરવે કહ્યું "કાવ્યા આત્મા પરમાત્માનો અંશ છે એવું કહેવાય છે અને એ સત્યજ છે. પણ જ્યારે પરમાત્માને પણ લીલા કરવી હોય કે કોઇ સંદેશ આપવો હોય આ પંચ તત્વની જીવસૃષ્ટિને તો એ પણ ધરા પર જન્મ લે છે.
"કાવ્યા શ્રીકૃષ્ણ ભગવાને રાધાને પ્રેમ કરવા માટે ગોકુળમાં જન્મ લીધો. અનેક લીલાઓ કરી.. સુખઆનંદ તૃપ્તિ .ભક્તિ, પ્રેમ દ્વારા આપી અને અનુભવી.. પરમાત્મા સ્વર્ગમાં પણ બધાં સુખ ભોગવતાં હશે.. પણ પૃથ્વી પર જન્મ લઇને જો ભૌતિક, ભાતીગળ, પ્રત્યક્ષ અનુભવ, એહસાસ થાય છે જે ભોગવટાનો આનંદ થાય છે એ કંઇક જુદો છે અગમ્ય છે અદભૂત છે એનો અનુભવ પુરતો છે વર્ણન શક્ય નથી”.
કાવ્યાએ કહ્યું “મારાં કલરવ તારું કહેવાનું સમજી છું હું.....તું હમણાં બોલ્યો જન્મ જે નથી લેવો બસ આમજ એક બીજામાં.... જીવમાં જીવ પરોવી અહીં સમાધિમાં રહીશું.... પણ પણ... મારાં કલરવ તેં સમજાવ્યું એ પણ સાચું છે આપણી આ સમાધિ સ્વરૂપ વેદીને ઇશ્વરનાં આર્શિર્વાદ મળી જાય આ વેદી પર કોઇ પ્રેમીપંખીડા, એક યુગલ આવી દીવો પણ કરી જાય તો આપણે મુક્ત થઇને ફરીથી જન્મ લઇ લઇએ”.
કલરવ કહે “હવે આપણાં જીવમાં આ જન્મ લેવાની ઇચ્છા થઇ છે તો કોઇ પ્રેમીયુગલ જરૂર આવશે અને આપણાં આ પાળીયા-સમધિ પર ખૂબ પ્રેમ પૂર્વક દીવો કરશે એમનાં પ્રેમનાં બોલ બોલશે વચન આપશે... એમને આશીર્વાદ આપીશું.”
કાવ્યાએ કહ્યું “કલરવ તારાં મોઢેથી આવી વાતો બધી સાંભળવી મને ખૂબ ગમે છે તું વકતા હોય ત્યારે હું તારી ખૂબ ઘેલી એકમાત્ર શ્રોતા બની જઊં છું તું મને ખૂબ વ્હાલો છે. પણ તન નથી કે તારાં શબ્દો તારી જીભથી મોઢાથી બોલાય છે. જીવથી જીવનાં એહસાસનો વાર્તાલાપ છે ના કોઇ અંતરાય ના અટકાવ આ પણ એક મજા છે.”
“પણ... કલરવ આપણે મળ્યાં ત્યારથી આજ સુધી એકબીજાને ખૂબ પ્રેમ કર્યો એકબીજાનો વિશ્વાસ અને ભરોસો જીત્યો... પૂરી પાત્રતા મેળવી, કેળવી અને આવી ઉપલબ્ધી બહું ઓછાને મળે છે મારાં કલરવ. આટ આટલો સમય સાથે રહ્યાં... એકબીજાને પ્રેમ કર્યો વાતો કરી પરંતુ ઘણી અંગત વાતો જાણે હજી અધૂરી છે.”
“તારાં જીવનનો સંઘર્ષ તું બારમું ધોરણ - તારું ટવેલ્થ પુરુ કરે તરતજ જાણે શરૂ થઇ ગયો. તું નાની ઊંમરમાંજ મેચ્યોર જવાબદાર વ્યક્તિ બની ગયો... આ બધી તારી ભૂતકાળની વાતો મને...”.
“કાવ્યા મને લાગે એ સમયે મને સંઘર્ષ લગાડેલો.. મને તકલીફ પડી હતી.. પણ એ અનુભવનું મહામૂલૂં ભાથું હતું.... મારાં પાપા અમને બે દિવસનું આવવાનું કહીને ઘરેથી નીકળ્યાં હતાં... એમનો ફોન મારી પાસે હતો. હું વારે ઘડીએ ફોન ચેક કરતો ફોન ચાલુ છે ને ? કોઈ રીંગ કેમ નથી આવતી અને પાપા એ ફોન કરવા કહ્યું હતું... આજે પાપાને ગયે પુરાં બે દિવસ પુરા થવા આવેલાં..”
“કાવ્યા હું એ રાત્રે ફોન સાથે લઇને સૂઇ ગયેલો મને ક્યારે નીંદર આવી ગઇ ખબર નહોતી પડી. સવારે માં ઉઠી બધું ઘરનું કામ પરવારીને પૂજારૂમમાં બેઠી મહાદેવને પ્રાર્થના કરી રહી હતી પછી ઘંટડી વગાડી આરતી કરી અને મારી આંખ ખૂલી ગઇ.”
“નાનકી ગાર્ગી ઉઠીને નાહીધોઇને તૈયાર થઇ ગઇ હતી. હું ઉઠી પડ્યો આંખો ચોળતો બહાર આવ્યો. ફોન મારી પાસેજ હતો. કોઇ ફોન નહીં મેસેજ નહીં.... માં પૂજારૂમમાંથી બહાર આવી મને પૂછ્યું ઉઠી ગયો દીકરા ? કોઇ ફોન આવેલો ?”
મેં કહ્યું “માં મને ઉઠાડી દેવો તોને ? થોડી મોડી નીંદર આવી એટલે ઉઠવામાં પણ મોડું થઇ ગયું.. કોઇ ફોન કે સંદેશ નથી આવ્યો માં... એનો ચહેરો નિરાશ થઇ ગયો”.
માં એ કલરવ સામે જોયું... નિરાશ ચહેરો વાંચીને બોલી "દિકરા હજી રાતે તો ગયાં છે કામથી નીકળ્યા છે કેટલું અગત્યનું કામ છે એટલે કામ પુરુ કરી અવશ્ય ફોન કરશે આમ ચિંતા નહીં કરવાની એ કહીને ગયાં છે બે દિવસ પછી પાછો આવી જઇશ. ફોન કરીશ એટલે તો ફોન આપીને ગયાં છે.”
"દિકરા તું મોટો થઇશ જવાબદારી ઉપાડીશ.. નોકરી - ધંધે લાગીશ તારે પણ બધી સ્થિતિ સંજોગોનો સામનો કરવો પડશે.. સંધર્ષ કરવો પડશે પછી સફળતા મળશે. બસ નીતી અને નિયત સારી ચોકખી રાખવાની... ભલે કદાચ થોડી વાર લાગે પણ સફળતા ચોક્કસ મળેજ”.
કલરવે કહ્યું “માં હું સમજું છું બધું આપણે રાહ જોઇશું માં એ કહ્યું તારે હમણાં પરીક્ષાઓ પુરી થઇ છે તું પણ આરામ કર... નાનકીને રમાડ...” ત્યાં કલરવનાં હાથનાં રહેલો મોબાઇલ રણક્યો.. કલરવે ઉત્તેજના સાથે સક્રીનમાં જોયું અને.....

વધુ આવતા અંકે ---- પ્રકરણ-22