હુ એક લેખિકા નયના છું. આજે મારા જીવન માં જે હકીકત જોઈ છે તે અહી વર્ણન કરું છું.
હું gpsc ના ક્લાસ કરવા માટે મારી બેન સાથે જૂનાગઢ ગઈ હતી ત્યારે અમે બોવજ ભાડે મકાન ગોત્યું પણ ક્યાંય મળ્યું નહિ. શોધ ખોળ દરમ્યાન એક સારું મકાન મળ્યું.
પહેલી વાર ભાડે થી રહેવા ગયેલી બધી ફ્રેન્ડ કહેતી કે ભાડૂતી ને મકાન માલિક બોવ હેરાન કરતા હોય. પાણી માટે લાઈટ બિલ માટે. પણ, મને અને મારી બેન ને તો એવા મકાન માલિક મળ્યા કે મકાન માલિક ઓછા પણ પરિવાર લાગતો હતો. જેના મકાન માં રહેતા તેમાં પતિ પત્ની બંને જ હતા.
ચાર તો તેના પાળેલા કૂતરા હતા. તેના નામ પણ સરસ હતા. ભૂરી,લાલુ, કાલું, બદ્ધુ, તે મકાન માલિક પોતાના બાળકો ની જેમ તેને રાખતા ખવરાવતા. એક વાર લાલુ બહાર ગયો આમ તો દરરોજ જતો પણ ત્યારે તે ઘરે આવ્યો નહિ ભૂલો પડ્યો.
આખો દિવસ બંને જણા એ આખા જૂનાગઢ માં તેની ખોજ કરી પણ લાલુ મળ્યો નહિ. ત્યારે બંને જણ નિરાશ થયા. બે દિવસ ખાધું પીધું પણ નહિ.એક અઠવાડિયા પછી લાલુ ખુદ ઘર ગોતી ને આવતો રહ્યો. બંને જણા ખુશ ખુશ થાય ગયા. અમે બંને બેનો નીચે રહેતા એ ઉપર મકાન માં રહેતા. પોતે કઈક આઈસ ક્રીમ, નાસ્તો, પિત્ઝા મંગાવ્યું હોય એ અમારી બંને બેનો માટે પણ લેતા આવે. અને પૈસા તો દેવાના જ નહિ. ઉપરાંત લાઈટ બિલ પણ તેજ ભરતા હતા. અમારી પાસે જો ભાડા ના પૈસા ના હોય તો કઈ વાંધો નહિ કહી ને ટાળી દેતા. ઘરે સારું જમવાનું બન્યું હોય તો અમને પેલા આપે પછી એ ખાય. સુખી પરિવાર. રાતે અડધી રાતે (મનસુખ ભાઈ ) મકાન માલિક મસ્ત મસ્ત ખાવાનું બનાવે ભજીયા... અમને પણ આપે. ક્યારેય તેના ઘરમાં કલેશ નહિ જગડો નહિ. શાંતિ થી જીવન વિતાવતા હતા.
એક વાર મારા પપ્પા આવ્યા ત્યાં રોકાવા માટે તે અને મનસુખ ભાઈ આખી રાત બેઠા ને વાતું કરી. હસી મજાક વાળો તેમનો સ્વભાવ.
તેમના ચાર કૂતરા પણ સોફા ઉપર ઘરમાં તેમની સાથેજ બેસવાનું રમવાનું ઘરની બહાર રાખવાના નહિ.એમના પાળેલા એટલે કે તેના નીચેના ઘરમાં એક કુતરી વીરાણી તે કુતરી બચ્ચાં આપી ને મરી ગઈ તેના માટે દવા બોવ કરી બાટલા ચડાવ્યા પણ કુતરી જીવી નહિ. પછી થી આ બંને દંપતી એ પોતાના બાળકો ની જેમ તે બોટલ થી દૂધ પીવડાવી ને મોટા કર્યા.
અમે છ મહિના સુધી રહ્યા એમાં મારો અનુભવ જે થયો એ જ લખું છું. એક વાર મને પથરી નો પ્રોબ્લેમ છે. પથરી નો દુખાવો થયો એમાં રવિવાર નો દિવસ ક્યાંય ડોક્ટર મળે નહિ.. મનસુખ ભાઈ મને બાજુ માં લઇ ગયા પણ મને દુખાવો મટ્યો નહિ. રાત થય ગઈ રાતે ૧.૩૦ વાગે મને ફૂલ દુખાવો ઉપડયો. મનસુખ ભાઈ ને મારી બેન મને સિવિલ હોસ્પિટલ લઈ ગયા ઇન્જેક્શન અપાવ્યું પાછા ઘરે લાવી ને જ્યાં સુધી હું સૂતી નહિ ત્યાં સુધી બંને દંપતી મારી રૂમે નીચે બેઠા રાત્રે ૩.૩૦ વાગ્યા સુધી. હુ તો સૂઈ ગઈ હતી. સવારે પાછા ખબર પૂછવા આવ્યા એટલું તો ખુદ નો પરિવાર પણ ન કરે. થોડા મહિના ગયા ખબર પડી કે મારા પાપા ને પેરાલિસિસ થય ગયુ. અમે બંને બેનો ઘરે આવતી રહી હતી. થોડાક સમય પછી સાંભળવા મળ્યું કે મનસુખ ભાઈ ને કેન્સર થય ગ્યું એક ઓપરેશન પણ કરાવ્યું હતું કુદરત મંજૂર નહિ હોય કે બંને હંસ ભેગા રહે કૂદરત એ પહેલા (શિલું દીદી) મનસુખ ભાઈ ના ઘરના ના માતા નું સ્વર્ગવાસ થયું. બિચારા દુઃખમાં આવી ગયા હતા. મનસુખ ભાઈ કેન્સર થી પીડાતા હતા. શીલું દીદી ના પિતા પણ હાર્ટ થી પીડિત હતા. તેને મનસુખ ભાઈ ની વાત ની ખબર ન હતી. કેન્સર ના કારણે મનસુખ ભાઈ નું મૃત્યુ થયું. શિલુ દીદી સાવ એકલા પડી પડી ગયા એવા માં તેના પિતા આ શીલુ દીદી નું દુઃખ સહન ન કરી શક્યા એક અઠવાડિયા માં તે પણ બધા ને છોડી ચાલ્યા ગયા. શિલૂ દીદી સાવ એકલા પડી ગયા. ન રહ્યા પતિ, ન રહ્યા માતા પિતા. તેના ભાઈ બહેનો પણ અનાથ થય ગયા હતા. એવામાં કેવાય ને ભગવાન દુઃખ આપે એટલે કઠોર પરીક્ષા લે છે.
શીલૂ દીદી સાથે પણ આવુજ થયું એટલા દુખ માં સંતોષ ના થયો ભગવાન ને એક વાર અહી લોક મારી સિલું દિસી તેના ભાઈ ને ઘરે ગયા જે ત્યાજ જૂનાગઢ માં રહેતા હતા. ક્યારેય તેમનો કૂતરો બડુ પડે નહિ એ સીડી પાસે જ બેઠો હોય પણ ત્યારે શું થયું બડું નીચે પડી ગયો અંદર ગળા ની નસ બ્લોક થય ગઈ. જૂનાગઢ ડોક્ટર એ ના પાડી આગળ લઈ જવાનું કહ્યું. સીલું દીદી તેને રાજકોટ ડોગ ઝોન માં લઇ ગયા તેનું ઓપરેશન કર્યું. ડોક્ટર એ કહ્યું હજી સાત દિવસ રાખવો પડશે. સાત દિવસ બડું ને હોસ્પિટલ માજ રાખ્યો. પણ કુદરત ને તો કઈક બીજું જ મંજૂર હતું. બડુ ને હાર્ટ એટેક આવવા થી બડુ પણ સિલુ દીદી ને એકલા મૂકી ને ચાલ્યો ગયો.
સીલુ દીદી સાવ એકલા પડી ગયા હતા તેમાં તેના ભાઈ યે બહુ સહારો આપ્યો. સિલૂ દીદી ના ત્રણ કૂતરા ને તેની સાથે ખેતર લઈ ગયા અને સીલૂ દીદી ને ત્યાંથી પોતાના ઘરે લઈ આવ્યા.
થોડાક સમય પસાર થયો. કેવાય ને કે દુઃખ હસે તો દુઃખ ભોગવવુ જ પડશે. એવુ જ થયુ સિલું દીદી સાથે. શીલા દીદી ને તેની બહેન એ કહ્યું શું કરીશ અહી એકલી ઘરે ચાલ મારી સાથે મારી બદલી થય જશે હમણાં તો તું પણ ચાલ. સિલું દીદી તેની સાથે બાઈક માં જતાં હતા કે પાછળ થી પડી ગયા. નાના મગજ માં લાગવાથી કોમાં માં જતાં રહ્યા.
ડોક્ટર એ કહ્યું બીજે લઈ જાવ કેટલા હોસ્પિટલ બદલ્યા. તેના ભાઈ એ તેના માટે કેટલી માનતા રાખી. દરગાહ. કચ્છ કબરાઉ મોગલ ધામ. મંદિર. કોઈ ભગવાન બાકી નો રાખ્યા સિલું દીદી ને સાજા કરવા માટે. ડોક્ટર એ કહ્યું જો કોમા ની બહાર એક દિવસ માં પણ આવી શકે ને એક વર્ષ પણ થાય. કાં તો આખી જિંદગી......
સિલું બેન ના ભાઈ બોવ દુઃખી થય ગયા પણ કેવાય ને ભગવાન ના દરબાર માં દેર છે પણ અંધેર નહિ.. સિલું દી કોમા ની બહાર આવી ગયા. કોમા ના કારણે આખું શરીર ચાલી શકાય તેમ ન હતું. તેના માટે એક વ્યાયામ ડોક્ટર ની બધીજ સગવડ તેના ભાઈ એ કરી આપી અને આખરે સિલું દીદી ને સાજા કરાવ્યા. આગળ ની સ્ટોરી બીજા પાર્ટ માં.......