નેહા નીચે આવી ને ટેબલ પર બેસવા જ જતી હતી કે જૂની યાદો યાદ આવતા ઉભી રહી ગઈ... રામુકાકા ચા નાસ્તો લઇ ને બહાર આવ્યા અને બોલ્યા, નેહા દીકરા બેસ ને બેટા.... ચા નાસ્તો કરી લે. નેહા સ્તબ્ધ થઇ ને ઉભી હતી... રામુકાકા સમજી ગયા એટલે બોલ્યા, અમિષા મેડમ નથી રહ્યા હવે કહી ને સામે ની દીવાલ તરફ ઈશારો કર્યો... નેહા એ પાછળ વળી ને દીવાલ તરફ જોયુ અને વિચાર માં પડી એમ બોલી.. કેવી રીતે? મને તો એમ લાગ્યુ કે કદાચ યુ.એસ. ગયા હશે.
ના ના દીકરી એમને હાર્ટ એટેક થી દેવલોક પામે આજે ૪ વર્ષ થઇ ગયા... રામુકાકા બોલ્યા..
ઓહ! નેહા એટલુ બોલી ને ટેબલ પર ચા નાસ્તો કરવા બેઠી..
નેહા ચા નાસ્તો કરી રહી હતી અને વિચાર માં ખોવાયેલી હતી... આજે કેટલા દિવસ પછી હુ મારી મનપસંદ ની આદુ વાળી ચા અને આલુ પરાઠા ખાઈ રહી છુ એ પણ ગરમ ગરમ... ત્યાં તો ગરમ ગરમ ખાવાની વાત તો દૂર પણ મેં છેલ્લે પેટ ભરી ને ક્યારે ખાધુ હતુ મને યાદ પણ નથી...
બીજું કઈ જોઈએ નેહા દીકરા? રામુકાકા બોલ્યા એટલે નેહા વિચારો માં થી બહાર આવી....
ના ના બસ આજે તો બોવ દિવસ પછી તમારા હાથ નો નાસ્તો કર્યો તો મજા આવી ગઈ... થેન્ક યુ રામુકાકા... નેહા બોલી.
અરે એમાં શુ તુ પણ દીકરા! પણ તારા જેવા આલુ પરાઠા તો ના જ બને મારા થી... મલય બાબા ને તો બીજા ભાવતા જ થી... રામુકાકા બોલતા બોલી ગયા પછી એકદમ ચૂપ થઇ ગયા...
નેહા પણ હસતા હસતા ચૂપ થઇ ને નાસ્તો કરવા લાગી...
રામુકાકા નેહા ને જોઈ ને કંઈક વિચારી રહ્યા હતા પણ એમના સમજ માં નહતુ આવતું એટલે વિચાર્યું કે મલય બાબા આવે એટલે વાત કરીશ...
નેહા નો નાસ્તો પતવા આવ્યો એટલે રામુકાકા એ પૂછ્યું, તારે કઈ બીજું જોઈએ દીકરા? મારે થોડુ કામ છે તો બહાર જઈ ને આવુ?
હા જઈ આવો... મારે કઈ નથી જોઈતું હવે... નેહા બોલી.
ઠીક છે તું તો ઘર માં જ રહેજે... હું થોડી જ વાર માં આવુ છુ કહી ને રામુકાકા બહાર ગયા.
નેહા ચા નાસ્તો કરી ને હાથ ધોઈ ને બહાર હોલ માં સોફા પર બેઠી ... સામે એક ફોટો ફ્રેમ હતી મલય ની...જેને જોઈ ને નેહા જૂની યાદો માં ખોવાઈ ગઈ...
પહેલો દિવસ હતો એ કોલેજ નો... શરૂઆત માં તો જૂનાગઢ માં રહેલા પણ પપ્પા ને ત્યાં ની કંપની ની બ્રાન્ચ માં થી અમદાવાદ ની મોટી મેઈન કંપની માં ટ્રાન્સફર મળી હતી... કેટલા ખુશ હતા હું મમ્મી પપ્પા અને ધ્રુવ.. ધ્રુવ તો મારા થી નાનો હતો એટલે ૧૧ માં ધોરણ માં અહીં પ્રવેશ મળી ગયો હતો પણ મને ફોર્મ ભરવાના મોડુ થઇ ગયુ હોવાથી ક્યાંય કોઈ કોલેજ માં એડમિશન નહતુ મળતું... પપ્પા નું વર્ક સારુ હતુ કંપની માં. ત્યાં એ પણ મેનેજર હતા.. એટલે એમના સર પિનાકીન સિંઘાનિયા સર ને વાત કરતા જ મને અમદાવાદ ની મોટી કોલેજ એચ. એલ માં એડમિશન મળી ગયું ઓળખાણ થી... જો કે મારુ ૧૨ માં ધોરણ નું પરિણામ પણ સારું એવું હતું એટલે જલ્દી મળી ગયુ... સિંઘાનિયા સર નો દીકરો પણ ત્યાં જ હતો... એમણે જ મને ત્યાં એને મળવાનું કહ્યુ હતુ જેથી મને અમદાવાદ માં સેટ થવામાં વાંધો ના આવે... એ મારા થી એક વર્ષ મોટો હતો પણ એક વર્ષ એનો એક્સિડન્ટ થયો હોવા થી પરીક્ષા નહતો આપી શક્યો જેથી નાપાસ બરોબર જ કહેવાય... એટલે મારા સાથે મારા જ ક્લાસ માં હતો...
રામુકાકા નેહા ને જોઈ ને શુ વિચારતા હતા...
એ મલય બાબા ને શું કહેશે ?
મલય આખરે છે કોણ નેહા નો?
નેહા ની પસંદ નું ઘર માં બધું જ છે તો નેહા ક્યાં હતી અત્યાર સુધી?
નેહા સિંઘાનિયા સર ના દીકરા ને મળશે?
શું થશે ત્યાં કોલેજ માં ?
જાણવા માટે વાંચતા રહો અને મને ફોલો કરવાનું ના ભૂલતા...
આપ નો અભિપ્રાય જરૂર લખજો જેથી મને આગળ લખવામાં હિમ્મત મળે...
-DC